10.03.08
ત્રાસવાદીનો ગરબો : હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો

અમદાવાદ બોમ્બવિસ્ફોટમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના પરિવારજનો
(હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જોનો રાગ)
હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો
આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો
હાં રે અમે ગ્યા’તા બેંગલુરની વાટ જો
ચીપવાળા બોમ્બ ફોડતા રે અમે તો જલસો કીધો
હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો
આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો
હાં રે અમે ગ્યા’તા અમદાવાદની કોર જો
આ અમદાવાદની વસતિમાં અમે ભય ફેલાવી દીધો
હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો
આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો
હાં રે અમે ગ્યા’તા રાજધાનીની વાટ જો
આ દિલ્હીમાં હાહાકાર અમે તો મચાવી દીધો
હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો
આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો
હાં રે અમે ગ્યા’તા રાજધાનીની વાટ જો
એક બાળકને ઉપર અમે તો પહોંચાડી દીધો
(અષાઢ ઉચ્ચારં મેઘ મલ્હારં…ના રાગ પરથી)
સેક્યુલર ઉચ્ચારં મેઘ મલ્હારં
બલિ થનારં ભારતની વસતિ
કહે પ્રજા પ્યારી મૈં લાચારી
ભારતમાં જન્મ લો ગિરિધારી રે જી રે ભારતમાં જન્મ લો ગિરિધારી
લખ્યા તા : 3-10-08
(જયપુર,બેંગલુર, અમદાવાદ, દિલ્હીમાં થયેલા બોમ્બધડાકાથી દુઃખી મને સ્ફૂરેલું ગીત)

અખિલ સુતરીઆ said,
04/10/2008 at 10:58 am
તમે તો છૂપા રૂસ્તમ નિકળ્યા.
amittparikh said,
04/10/2008 at 4:44 pm
very creative… laughter is the best medicine for these wounds to heal quickly
ત્રિશંકુ said,
05/10/2008 at 1:16 pm
ચકાચક ગરબો.
કોઈ પણ પ્રકારના આતંકવાદને સખત રીતે વખોડી કઢાવો જોઈયે. ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતા ઊંઝાના આતંકવાદથી અનેકે બ્લોગરો દુ:ખી છે. મોદી સરકાર માતૃભાષા પર થતા સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યને ગંભીરતાથી લે તો સારુ.
મનફાવે એમ કરવું એજ લોક્શાહી છે એમ કહી આ ઊંઝાના આતંકવાદીઓ લોકશાહીને ખોટી દિશામાં દોરી રહ્યા છે. ગુજરાતી ભાષા અને લિપિ સદીઓથી કરોડો ગુજરાતીઓની જીવાદોરી છે, માતા છે. એની સાથે આવું વર્તન એ લોકશાહી નથી જ.
jaywantpandya said,
05/10/2008 at 1:39 pm
ત્રિશંકુભાઈ, તમારી વાત સાથે સો ટકા સંમત.