Archive for June 6th, 2009
ઑસ્ટ્રેલિયન મિડિયા અને આપણું મિડિયા
જે સમયગાળામાં મારે ઑસ્ટ્રેલિયામાં ભારતીયો પર થઈ રહેલા હુમલા (જોકે હુમલા હજુ પણ અટક્યા તો નથી જ) વિશે ‘અભિયાન’ માટે લખવાનું હતું ત્યારે ઑસ્ટ્રેલિયન અખબારો તેના વિશે શું લખે છે તે જાણવા હું તેમની વેબસાઇટ પર ગયો, પણ એકેય વેબસાઇટ પર તેના વિશે એકેય હરફ વાંચવા ન મળ્યો. હા, બીજા દિવસે જ્યારે ત્યાંના વડા પ્રધાન કેવિન રુડે નિવેદન કર્યું તે પાછું મૂકાયું હતું. ક્યાંય આના વિશે કશો ઉહાપોહ નહીં! ઉલટું, ભારતમાં એક ઑસ્ટ્રેલિયનની હત્યાની વાત હતી.
આની સરખામણીમાં આપણાં અખબારો? આપણાં અખબારો કે મિડિયા હોય તો તેમણે કાગારોળ મચાવી દીધી હોત. થોડા વખત પહેલાં ઈંગ્લેન્ડની એક યુવતીની ગોવામાં હત્યાનો કિસ્સો યાદ છે ને? આપણે ત્યાં ચર્ચનું છાપરું તૂટે છે તો તે પણ સમાચાર બને છે. ગુજરાતમાં રમખાણોમાં મિડિયાએ ભજવેલી ભૂંડી ભૂમિકા બધાં જ જાણે છે. આજે વિશ્વમાં ગુજરાત અને ગુજરાતની છાપ સારી ન હોય (અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નથી મળતા તે માટે)તો તેમાં આપણું મિડિયા મહત્ત્વનું કારણ છે.
ગુજરાતનાં રમખાણો તો છોડો, મુંબઈમાં ત્રાસવાદી હુમલા વખતે પણ બરખા દત્ત આણિ મંડળીએ કેવી ભૂમિકા ભજવી હતી, કારગિલ વખતેય આ જ બરખા દત્ત બંકરમાં પહોંચીને રિપોર્ટંિગ (કે મિસરિપોર્ટિંગ) કરતી હતી તે બધાને યાદ હશે જ.
3 comments 06/06/2009
