અંગ્રેજી મેં કહતે હૈં કિ…
20/06/2009
અમિતાભ, હરભજન, ‘ભૂતનાથ’ અને ‘કલ કિસને દેખા’વાળા નિર્દેશક વિવેક શર્મા, અરબાઝ ખાન, મિ. ખિલાડી અથવા તો કહો, ‘સિંહ ઇઝ કિંગ’ ફેમ અક્ષયકુમાર અને જયવંત પંડ્યા વચ્ચે શું સામ્યતા છે?
ઉંહ…આ તો પોતાની જાતે અમિતાભ અને અક્ષયકુમાર સાથે સરખાવવા લાગ્યો, એમ કહીને મારી ટીકા કરો તે પહેલાં કહી દઉં કે મેં હવે http://blogs.bigadda.com/jaywantpandya/ પર પણ મારો બ્લોગ શરૂ કર્યો છે. ઉપર કહ્યા તે અમિતાભ અને અક્ષયકુમાર સહિતની સેલિબ્રિટી પણ આ બિગ અડ્ડા પર બ્લોગ લખે છે. સામ્યતા માત્ર આટલી. બાકી કોઈ આપવડાઈ કરવી નથી.
આ બ્લોગ પર અંગ્રેજીમાં લખવું છે. શ્રીગણેશ કરી દીધા છે. અહીં જે અગાઉ ‘ગિલની દિલ્લી’વાળી વાત લખી તે જ અંગ્રેજીમાં લખી. હેતુ એ જ માત્ર કે અંગ્રેજી બોલતા-વાંચતા લોકો સમક્ષ પણ મારા વિચારો પહોંચે. અને શરૂઆત શુભ છે. સાવ ચૂપચાપ આ બ્લોગ શરૂ કર્યો અને પહેલાં જ દિવસે બે કમેન્ટ મળી ગઈ! એક ભાઈ અનુરાગ શ્રીવાસ્તવ મારા વિચાર સાથે સંમત છે, બીજા jvvnraju ની કમેન્ટ સમજાઈ નથી.
બિગ અડ્ડાવાળાઓએ આ બ્લોગ, આમ તો, વર્ડપ્રેસ પર જ શરૂ કર્યો છે, પણ તેની ઘણી મર્યાદા ધ્યાનમાં આવી છે. વર્ડપ્રેસની જેમ તમે થીમ બદલી શકતા નથી. હા, કસ્ટમ હેડર છે. બીજું, તમારી બ્લોગપોસ્ટ કેટલા જણાએ વાંચી, રોજ કેટલા લોકો તમારા બ્લોગની મુલાકાત લે છે, કઈ પોસ્ટ વધુ વંચાય છે, કઈ બાબત પર સર્ચ કરીને તમારા બ્લોગ પર પહોચે છે, ટૂંકમાં blogstatsની કોઈ માહિતી તેમાં મળતી નથી. થીમ સાદો છે, ફોન્ટ બહુ મોટા લાગે છે, પણ બિગઅડ્ડા અમિતાભ બચ્ચનના કારણે લોકપ્રિય હોવાથી પસંદ કર્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા-ઇન્ડિયા ટાઇમ્સમાં પ્રયાસ કર્યો પરંતુ તેમાં લોગ ઇન થયા પછી બ્લોગ હેડ, બ્લોગ ડિસ્ક્રિપ્શન, વગેરે નાખ્યા પછી મેક બ્લોગ પર ક્લિક કરતા તે આગળ વધતો જ નથી. ઇન્ડિયાટાઇમ્સના મેઇલ બાબતે પણ આવું જ છે. મારો નહીં, અનેકનો અનુભવ છે. (માહિતી : ગૂગલસર્ચ)
એટલે, આપણે મળવાનો એક બીજો મંચ પણ છે. યોગ્ય લાગે તો વાત આગળ -બીજા સુધી પહોંચાડજો.
તો મિલતે હૈ,
http://jaywantpandya.wordpress.com સિવાય હવે,
http://blogs.bigadda.com/jaywantpandya/ પર પણ!
Entry Filed under: blog, computer, internet, personal. Tags: blog, અક્ષયકુમાર, જયવંત પંડ્યા, bigadda, wordpress, indiatimes, the times of india, અમિતાભ, ખિલાડી, વર્ડપ્રેસ.

Trackback this post | Subscribe to the comments via RSS Feed