શું ટ્રાન્સલેટરોની છુટ્ટી થઈ જશે?
24/06/2009
આજે ’દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં હિમાંશુ કિકાણીએ ‘સાઇબર સફર’ કોલમમાં ગૂગલમાં ગુજરાતી ટ્રાન્સલિટરેશનની વાત કરી છે અને સાથે કહ્યું છે કે ટૂંક સમયમાં ગૂગલમાં ગુજરાતી અનુવાદની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે. આ વાતનું થોડું વિસ્તરણ (એક્સ્ટેન્શન).
ગૂગલમાં અંગ્રેજીથી હિન્દી અને તેનાથી ઉલટું (વાઇસા વર્સા) અનુવાદની સુવિધા ઘણા સમયથી ઉપલબ્ધ છે. પરંતુ તેમાં બહુ વિચિત્ર વિચિત્ર અનુવાદ થતો હતો. એ સર્વવિદિત છે કે હિન્દી-ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેલ્લે આવે છે જ્યારે અંગ્રેજીમાં તે કર્તા પછી આવે છે; જેમ કે,
રામ સીતાફળ ખાય છે. (ક્રિયાપદ ‘ખાય છે’ છેલ્લે આવે છે)
Ram is eating custard apple. (ક્રિયાપદ ‘is eating’ કર્તા Ram પછી આવે છે.)
પરંતુ ગૂગલવાળા શાણા છે. તેમણે સાથે સાથે એવો વિકલ્પ (ઓપ્શન) આપ્યો છે કે વધુ સારો અનુવાદ સૂચવો. હવે મારા-તમારા જેવા જે થોડોઘણો પણ અનુવાદ જાણે છે તેઓ સુધારો સૂચવે એટલે ગૂગલ આગળ જતા ધ્યાન રાખે.
હિન્દીથી અંગ્રેજીમાં અનુવાદમાં હવે સારી ગુણવત્તા જોઈ શકાય છે. અંગ્રેજી કે હિન્દીની વાક્યરચનાની દૃષ્ટિએ સીધાસટ્ટ વાક્યો હોય તો સચોટ ભાષાંતર કરે છે, પણ અટપટી રચના હોય તો પોસ્ટની એકદમ અંતે આપેલા નમૂના મુજબ છબરડો કરે છે.
સચોટ ભાષાંતરનો એક નમૂનો.
फ़ोन करना मत भूलना
તેનો અનુવાદ.
Do not forget to call.
ગૂગલે તો આગળ વધીને જીમેઇલમાં પણ આ ટ્રાન્સલેશનની સુવિધા મૂકી દીધી છે. એને સક્રિય કરવા તમે જીમેઇલના સેટિંગ્સ-લેબ્સ-માં જઈને ટ્રાન્સલેશનની સુવિધાના ‘enable’ ઓપ્શન સામે ટિક કરશો એટલે તે સક્રિય થઈ જશે. અત્યારે તો માત્ર હિન્દીથી અંગ્રેજીમાં ઉપલબ્ધ આ સુવિધા થકી જો તમને કોઈ હિન્દીમાં મેઇલ કરશે તો તરત ઉપર લખાયેલું આવી જશે, View translated message તેના પર ક્લિક કરશો એટલે મેઇલની અંદર તમારો મેસેજ ટ્રાન્સલેટ થઈને દેખાશે.
View original message પર ક્લિક કરશો તો મૂળ મેસેજ પાછો દેખાશે! છે ને અદ્ભુત સુવિધા. હવે આ ઉલટું પણ શક્ય છે. મતલબ કે અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદ કરવો હોય તો તે પણ થઈ શકે છે! એટલે જો આ સુવિધા સતત સુધરતી રહેશે (અને તેની પૂરી શક્યતા છે) અને ભવિષ્યમાં ગુજરાતીમાં પણ ઉપલબ્ધ રહેશે તો ટ્રાન્સલેટરોની છૂટ્ટી થઈ જાય તો નવાઈ નહીં!
…જોકે, પછી અંગ્રેજીમાંથી બેઠું ટ્રાન્સલેશન કરીને લખનારા લેખકોને બખ્ખા થઈ જવાના! ટ્રાન્સલેશનની માથાકૂટ નહીંને!
અંતમાં, ગૂગલની ટ્રાન્સલેશન સુવિધા હજુ બાળવયમાં છે એટલે તેનું ટ્રાન્સલેશન કેવું થાય છે તેનો એક નમૂનો :
મૂળ અંગ્રેજી વાક્ય.
This cute as a button five-year-old plays a challenging role of an autistic child in Zee TV’s Aap Ki Antara.
હવે તેનો અનુવાદ જુઓ.
यह एक बटन के रूप में पाँच साल के जी टीवी है आप की अंतरा में एक autistic बच्चे का एक चुनौतीपूर्ण भूमिका निभाता है प्यारा.
જોયું, જેની સમજ ન પડી તેને મૂળ અંગ્રેજીના રૂપમાં જ ગૂગલે રહેવા દીધું છે. આજે ઘણા સમાચાર અને જાહેરખબર અનુવાદકો પણ આવું જ કરે છે ને. ગૂગલ તો એક યાંત્રિક સોફ્ટવેર છે, પણ અનુવાદકો તો ડિક્શનરી કે મગજનો ઉપયોગ કરવાની પણ તસદી નથી લેતા. અંગ્રેજી-હિન્દીના મૂળ શબ્દો જ વાપરવાના!
Entry Filed under: computer, internet, language. Tags: ગૂગલ, જીમેઇલ, ટ્રાન્સલેશન, દિવ્ય ભાસ્કર, gmail, google, translation.
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
સુરેશ | 26/06/2009 at 1:06 am
ગુજરાતીમાંથી અંગ્રેજીની પણ એતલીજ જરુર રહેશે – કદાચ વધારે કારણકે, ઘણા મોટા પ્રમાણમાં ગુજરાતીઓ પરદેશ વસતા થયા છે. તેમના બાળકોને આપણા સાહીગ્ત્યનો પરીચય આપવાથી આપણી સંસ્કૃતી વીશે તેમને જ્ઞાન આપી શકાશે. વળી ગુજરાતી સાહીત્ય વીશ્વ ભરમાં વંચાતું કરી શકાશે.