Archive for July, 2009

સંગીતકાર પ્રીતમ સૌજન્ય દાખવે છે

સંગીતકાર પ્રીતમ સારું સંગીત આપે છે (ખાસ કરીને  ’જબ વી મેટ’નું ‘યે ઈશ્ક હાયે જન્નત દિખાયે’ તો સંગીત અને શબ્દ બંને રીતે, વાહ વાહ પ્રભુ!) પણ તેમની પર ઉઠાંતરીનો આક્ષેપ મોટા પાયે થતો રહ્યો છે અને તેના યૂ ટ્યૂબ પર નમૂના પણ જોઈ શકાય છે, કદાચ એટલે જ તેમની આજે રજૂ થયેલી ફિલ્મ ‘લવ આજ કલ’માં ગીતો માટે મૂળ ધૂન બનાવનારાઓને કે તેની માલિકી ધરાવનારાને ક્રેડિટ આપવામાં આવી છે. જેમ કે  ‘ટ્વિસ્ટ’ ગીત માટે સારેગમ મ્યૂઝિક કંપનીને, ‘આહૂં આહૂં’ ગીત માટે મૂળ ગીત ‘કડી તે હસ બોલ વે’ અને ધૂન પરંપરાગત છે તેમ લખવામાં આવ્યું છે, ત્રીજા ‘આજ દિન ચડેયા તેરે રંગ વરગા’ માટે મૂળ લાઇન શિવકુમાર બતાલવીની છે તેમ કહેવામાં આવ્યું છે.

ઇન્ટરનેટના જમાનામાં ચોરી છૂપી રહેતી નથી તે સત્ય પ્રીતમદા અને હિન્દી ફિલ્મ જગતને સમજાઈ ગયું લાગે છે.

Add comment 31/07/2009

‘સચ કા સામના’ તો કંઈ નથી, કાશ્મીરા શાહ અને અદા શર્માની આ કબૂલાત જુઓ

‘સચ કા સામના’માં સેલિબ્રિટી પોતાની અંગત બાબતો કબૂલે છે, પણ તે કંઈ નથી. નવી હોટ એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ બિગ ઓયે એ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની વેબસાઇટ છે અને ધમાકેદાર છે. રોજ કંઈ ને કંઈ હોટ મેટર (અને ઓફકોર્સ ફોટા) તેમાં મૂકાતા રહે છે. તેમાં વળી કાશ્મીરા શાહે લવગુરુ તરીકેની કામગીરી શરૂ કરી છે. ખબર નહીં, લોકોના સવાલોના જવાબો તે જ આપે છે કે તેના વતી કોઈ પ્રોફેશનલ વ્યક્તિ આપે છે, પણ આ સવાલ-જવાબ (http://www.bigoye.com/specials/I-love-Sex-Kashmera-Shah/145724?page=6) હોટ છે અને ભવિષ્યમાં ચર્ચા તેમજ વિવાદનો ગરમાગરમ મસાલો બનવાના એંધાણ લાગે છે, બાપુ!

કાશ્મીરાની જેમ અદા શર્મા (http://www.santabanta.com/cinema.asp?pid=29660) અને બીજી ઘણી હિરોઈનો તેમજ હીરો વાઇલ્ડ કન્ફેશન ઘણાં વર્ષોથી કરતાં આવ્યાં છે. એટલે ‘સચ કા સામના’માં નવું કંઈ લાગતું નથી. હા, તેમાં સામાન્ય માનવીને બોલાવાય છે તે એક નવું છે.

(સત્ય અને અસત્ય બંનેની મહત્તા વિશે એક અલગ પોસ્ટ લખવા વિચાર છે, પણ થોડા સમય પછી. તે કલાકોમાં પણ હોઈ શકે ને દિવસોમાં પણ. અને હા, મને યાદ છે, અગાઉના વચન મુજબ, મારે કાદર ખાન વિશે પણ લખવાનું છે. થોડા ઇંતઝાર કા મઝા લિજીયે.)

1 comment 28/07/2009

નવી થીમ અને કસ્ટમ હેડર કેવાં લાગ્યાં?

આ નવી થીમ Ocean Mist છે જે Ed Merrittએ બનાવી છે. મને આ થીમ હાલ પસંદ પડી છે. અગાઉ Connection રાખી હતી તેમાં કસ્ટમ હેડર હતું તે આ નવી થીમમાં નહોતું આવતું (ટેક્નિકલ કારણ સમજી શકાતું નથી.) એટલે આ નવેસરથી બનાવ્યું. આમેય ‘દિવ્ય ભાસ્કર’ના પૂર્તિ સંપાદક મનીષ મહેતા સહિત કેટલાક મિત્રોનું માનવું હતું કે એ દાઢીવાળો ફોટો સારો નથી લાગતો.

અને હમણાં હું ૧થી ૧૫ જુલાઈ ચાર ધામની યાત્રા કરી આવ્યો! (તેના વિશે એક આખી શ્રેણી લખવા વિચાર છે.)  એટલે ગંગોત્રી પર પડાવેલો આ ફોટો કસ્ટમ હેડર તરીકે અપલોડ કર્યો છે. બાકી તો અગાઉના કસ્ટમ હેડરની જેમ આ વખતના કસ્ટમ હેડર માટે મિત્ર મનીષ મિસ્ત્રી વધુ સારું સૂચન કરી શકે.

Add comment 28/07/2009

ગૂગલક્રોમ આડું ચાલે છે

હમણાં ગૂગલક્રોમને મારી સાથે શું વાંધો પડ્યો છે ખબર નથી. યાહૂમેઇલ પર સાઇન ઇન થવા જઉં તો એને એ જ પેજ પર તે પાછું ફરે છે. ગૂગલક્રોમના હેલ્પફોરમ પર પોસ્ટ (http://www.google.com/support/forum/p/Chrome/thread?tid=7edad559b91974a1&hl=en)મૂકી અને એક Nakro નામની એક વ્યક્તિએ સૂચન આપ્યું કે બ્રાઉઝિંગ ડેટા ક્લિયર કરી નાખો. પછી જુઓ, ગાડું દોડતું થઈ જશે. એમ કર્યું તો થયું. વળી બીજા દિવસે હતા એના એ. બ્રાઉઝિંગ ડેટા ક્લિયર કર્યા પછી પણ યાહૂમેઇલમાં સાઇન ઇન ન થવા દે. વળી આ જ હેલ્પ ફોરમમાં ખાંખાખોળા કર્યા તો એક સૂચન

એવું જાણવા મળ્યું કે એબાઉટ ગૂગલક્રોમ પર ક્લિક કરવાથી તે અપડેટ થઈ જશે તો પ્રૉબ્લેમ સોલ્વ થશે. તેમ કર્યું તો વળી ગાડું ચાલ્યું. પણ ત્રીજા દિવસે તો ઉપરોક્ત બંને ચીજો કરી જોઈ તો ય ન ચાલે. ને હવે તો જીમેઇલમાં પણ સાઇન ઇન થવાના વાંધા છે.

ભગવદ્ગોમંડલની સાઇટ (www.bhagawadgomandal.comમાં, www.bhagawadgomandaonline.comમાં નહીં)માં પણ આવું થાય છે. કોઈ શબ્દનો અર્થ શોધવા જાવ તો શબ્દ દેખાડે પણ અર્થ નહીં. આવું ગૂગલક્રોમમાં જ થાય છે, ફ્લોકમાં નહીં. જુઓ નીચેની તસવીરો.

(કાર્તિક + મનીષ ) મિસ્ત્રી, (ગૂગલક્રોમ વાપરવાનું બંધ કરવા અને ભગવદ્ગોમંડળઓનલાઇન. કોમ વાપરવા સિવાય) આનો શું ઉપાય સૂચવો છો તમે?

જોયું? ગૂગલક્રોમમાં ભગવદ્ ગો મંડળની વેબસાઇટમાં ફાકામસ્તીના અર્થ પર ગ્રે રંગની પટ્ટી આવી ગઈ છે?

જોયું? ગૂગલક્રોમમાં ભગવદ્ ગો મંડળની વેબસાઇટમાં ફાકામસ્તીના અર્થ પર ગ્રે રંગની પટ્ટી આવી ગઈ છે?

ફ્લોકમાં ફાકામસ્તીનો અર્થ સ્પષ્ટ દેખાય છે!

ફ્લોકમાં ફાકામસ્તીનો અર્થ સ્પષ્ટ દેખાય છે!


6 comments 28/07/2009

દારૂબંધી ઉઠાવવા અને સજાતીય સંબંધોને ગુનો ન ગણવા અંગે

દારૂબંધી ઉઠાવવા અને સજાતીય સંબંધોને ગુનો ન ગણવા અંગે ચિત્રલેખાના  ૩ ઓગસ્ટ ૨૦૦૯ના તાજા અંકમાં ગુણવંત શાહની કોલમ (દારૂબંધી અંગે) અને સ્વામી રામદેવનો ઇન્ટરવ્યૂ (સજાતીય સંબંધ અંગે) વાંચી લેવા દારૂબંધી ઉઠાવી લેવાના હિમાયતીઓ અને સજાતીય સંબંધોના તરફદારોને વિનંતી.

2 comments 27/07/2009

કારગિલના જવાનનો છેલ્લો પત્ર

કેપ્ટન વિજયંત થાપર

કેપ્ટન વિજયંત થાપર

કેપ્ટન વિજયંત થાપરે લડાઈ લડવા જતાં પહેલાં લખેલો છેલ્લો પત્ર

કેપ્ટન વિજયંત થાપરે લડાઈ લડવા જતાં પહેલાં લખેલો છેલ્લો પત્ર

આપણી યાદશક્તિ બહુ જ ટૂંકી છે. આપણે (ખાસ તો આપણા નેતાઓ) મુંબઈ પરના ત્રાસવાદી હુમલાઓને ભૂલી ગયા છે અને ત્રાસવાદી હુમલા અંગે કાર્યવાહી કરાશે તો જ વાતચીત કરાશે તેવી કરેલી ફાંકાબાજીને ભૂલીને વિદેશમાં વાતચીતને અને કાર્યવાહીને કોઈ સંબંધ નથી તેવું કહી આવ્યા છે (અને લટકામાં બલુચિસ્તાનનો મુદ્દો પણ ઉમેરવા દીધો છે…તે અલગ બ્લોગપોસ્ટની વાત થઈ.) તો પછી કારગિલની વાત જ ક્યાં કરવી. તેને તો દસ વર્ષ થઈ ગયા છે.

ખેર. સિફી વેબસાઇટ પર કારગિલના એક શહીદ કેપ્ટન વિજયંત થાપરનો છેલ્લો પત્ર પ્રકાશિત કરાયો છે. વિજયંત થાપરે કારગિલમાંથી પાકિસ્તાની સૈનિકોને ખદેડતા શહીદી વહોરી હતી. યાદ રહે, વિજયંતની ઉંમર હજુ ૨૨ વર્ષની જ હતી! આ પત્ર તેમણે પોતાના માતાપિતાને લખ્યો હતો. પત્રનો ભાવાનુવાદ આ મુજબ છે :
અત્યંત વહાલા પાપા, મમા, બિન્દી અને ગ્રાની (દાદીમા),

૧. તમને આ પત્ર મળશે ત્યાં સુધીમાં હું આકાશમાંથી અપ્સરાઓનું આતિથ્ય માણતા માણતા તમને જોતો હોઈશ.
૨. મને કોઈ પસ્તાવો નથી. હકીકતે, જો મને માનવદેહ ધારણ કરવા મળશે તો ફરી હું લશ્કરમાં જ જોડાઈશ અને દેશ માટે લડીશ.
૩. જો તમે આવી શકો તો આવો અને જુઓ કે ક્યાં આપણી સેનાએ તમારી આવતીકાલ માટે લડાઈ લડી છે.
૪. આ બલિદાન વિશે નવું પ્રકરણ બધાને કહેવાવું જોઈએ. મને આશા છે કે મારો ફોટો મંદિરમાં માતાજીની સાથે રખાશે.
૬. અનાથાશ્રમમાં કંઈક દાન આપજો અને રૂખસાનાને દર મહિને રૂ.૫૦ આપજો. યોગીબાબાને મળજો.
૭. બિંદીને બેસ્ટ ઑફ લક. સેનાના જવાનોનો ત્યાગ ક્યારેય વિસરતા નહીં. પાપામમા, તમારે મારા પર ગર્વ કરવો જોઈએ. મામાજી, મેં કરેલી ભૂલો બદલ મને માફ કરશો.

ચાલો ત્યારે, મારા સાથીઓ સાથે જોડાવાનો સમય આવી ગયો છે. મારી પાર્ટીમાં ૧૨ ચેપ્સ છે.

તમને બધાને શુભેચ્છા.

લિવ લાઇફ કિંગ સાઇઝ.

સહી.

1 comment 25/07/2009

શાહરુખને મિંયાદાદનો તમાચો

તોછડાપણું અને અવિવેકીપણું આજના યુગની ફૅશનસ્ટેટમેન્ટ બની ગઈ છે. આને બીજા પણ સારા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે હવે લોકો વિવેકના ઓઠા હેઠળ પોતાના મનની વાત છુપાવી રાખતા નથી. સામે ગમે તેવી વ્યક્તિ હોય તો પણ કહી દે છે પોતાને જે કહેવું હોય તે. પણ બધા માટે આવું શક્ય નથી. જે લોકો પોતે કંઈક બની ગયા છે તેમ માને છે તે જ આવી હિંમત કરી શકે છે. તો પછી શાહરુખ માટે માનવાનો સવાલ જ નથી. તે તો સુપરસ્ટાર છે જ. (ભલે હિલેરી ક્લિન્ટન તેના બદલે કંઈક અંશે વિચારક એવા આમિર ખાન સાથે ભોજન લે.)

શાહરુખ ખાન

શાહરુખ ખાન

[caption id="attachment_432" align="alignleft" width="250" caption="જાવેદ મિંયાદાદ"]જાવેદ મિંયાદાદ[/caption]થોડા મહિના પહેલાં આઇપીએલ દ્વિતીય વખતે તેની ટીમનો કોચ જોન બુકાનનના કૅપ્ટન બદલતા રહેવું જોઈએ તે વિચાર અંગે મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વિરોધ કર્યો હતો તેના વિરોધમાં ગાવસ્કરની જરાય શરમ રાખ્યા વગર કિંગ ખાને ટીકા કરી હતી.
આજે આટલા સમય પછી શાહરુખ ખાનનું નાક બીજા કોઈએ નહીં પણ પાકિસ્તાનના ગાવસ્કર જેવા જ મહાન બૅટ્સમેન જાવેદ મિંયાદાદે તોડ્યું છે! (ખરેખર તો ભારતના કપિલ દેવ જેવા જ કોઈ ક્રિકેટરે ત્યારે જ પ્રતિક્રિયા આપવાની જરૂર હતી પણ અંદરોઅંદરની લડાઈના કારણે બધા મૌન રહ્યા.)

પત્રકાર દેબાશિષ દત્તાએ સંકલિત કરેલા એક પુસ્તકમાં જાવેદે સોય ઝાટકીને શાહરુખની ઝાટકણી કાઢી ચે. તેણે લખ્યું છે : ઇન્ડિયન પ્રિમિયર લીગ દ્વિતીય પહેલાં આ બન્યું, પણ હજુય તે (બાબત) મને મનમાં સાલ્યા કરે છે. શાહરુખ અમારા આદર્શ સમા ગાવસ્કરનું અપમાન કરી જાય તે હું જરા પણ સહન કરી શક્યો નથી. અરે! મારા સાથી ક્રિકેટરોને પણ શાહરુખના શાબ્દિક પ્રહારોથી આઘાત લાગ્યો હતો. દુૅંખની વાત છે કે પોતાના દેશ માટે આટલું કર્યા છતાં સુનીલ ગાવસ્કર હજુ તેમના દેશબાંધવોનું માન મેળવી શક્યા નથી.

મિંયાદાદ આગળ જતાં જે વાત લખે છે તે તમામ ક્ષેત્રના, વાણીવિલાસ કરતા લોકો માટે બરાબર પડે છે. તે લખે છે : મને ખબર છે કે આજકાલ પૈસો બોલે છે, પણ મારું માનો તો, ગમે તેટલા પૈસા પણ બીજા ગાવસ્કરનું નિર્માણ કરી શકે તેમ નથી. સન્ની (સુનીલ ગાવસ્કરનું હુલામણું નામ)નું અપમાન કરીને શાહરુખે પરોક્ષ રીતે અમારું અપમાન કર્યું છે.
આગળ વધીને મિંયાદાદે શાહરુખને ગાવસ્કર પાસેથી સ્પૉટ્ર્સમેન સ્પિરિટ (ખેલદિલીની ભાવના) શીખવાની શિખામણ આપી દીધી. (મિંયાદાદને કદાચ ખબર નહીં હોય કે શાહરુખે તો તેના આદર્શ સમા અને મહાન અભિનેતા અમિતાભની ઠેકડી જ નહીં, તેનું અપમાન કરવાની પણ એકેય તક ક્યાં જતી કરી છે.)

મિંયાદાદ લખે છે : સન્ની એક સદ્ગૃહસ્થ છે અને એ તેની મહાનતા છે કે તેણે શાહરુખની ટીપ્પણીઓની અવગણના કરી છે. તે જ બતાવે છે કે સન્ની કેટલા ખેલદિલ છે. શાહરુખે સુનીલ પાસેથી શીખવું જોઈએ.

આપણે ત્યાં સુનીલ ગાવસ્કરનું માન હોય કે ન હોય, પણ આપણા વિરોધી એવા પાકિસ્તાની ક્રિકેટરોમાં છે તે મિંયાદાદ ઉપરાંત વસીમ અક્રમની વાત પણ સાબિત કરે છે. ૪૦૦ વિકેટ લેનાર વસીમ કહે છે ઃ જ્યારે હું મારી લાંબી ખેલ કારકિર્દી તરફ નજર કરું છું ત્યારે મને ઘણો સંતોષ અને આનંદ થાય છે. મને દુ:ખ છે તો તે એક જ વાતનું કે હું ટેસ્ટમેચમાં ક્યારેય ગાવસ્કરને આઉટ કરી શક્યો નથી. મેં ગાવસ્કરની વિકેટ એક જ વાર લીધી હતી અને તે ૧૯૮૬૮૭માં ભારત પ્રવાસ વખતે હૈદરાબાદમાં રમાયેલ વનડે મેચમાં.

પાકિસ્તાનના બીજા મહાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કપ્તાન ઈમરાન ખાન પણ ગાવસ્કરના વખાણ કરતા થાકતા નથી. તેઓ કહે છે : ગાવસ્કરની મહાનતા એ બાબતમાં રહેલી છે કે તેમને તેમની મર્યાદા ખબર હતી.

11 comments 25/07/2009


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

July 2009
M T W T F S S
« Jun   Aug »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed