શાહરુખને મિંયાદાદનો તમાચો

25/07/2009

તોછડાપણું અને અવિવેકીપણું આજના યુગની ફૅશનસ્ટેટમેન્ટ બની ગઈ છે. આને બીજા પણ સારા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે હવે લોકો વિવેકના ઓઠા હેઠળ પોતાના મનની વાત છુપાવી રાખતા નથી. સામે ગમે તેવી વ્યક્તિ હોય તો પણ કહી દે છે પોતાને જે કહેવું હોય તે. પણ બધા માટે આવું શક્ય નથી. જે લોકો પોતે કંઈક બની ગયા છે તેમ માને છે તે જ આવી હિંમત કરી શકે છે. તો પછી શાહરુખ માટે માનવાનો સવાલ જ નથી. તે તો સુપરસ્ટાર છે જ. (ભલે હિલેરી ક્લિન્ટન તેના બદલે કંઈક અંશે વિચારક એવા આમિર ખાન સાથે ભોજન લે.)

શાહરુખ ખાન

શાહરુખ ખાન

[caption id="attachment_432" align="alignleft" width="250" caption="જાવેદ મિંયાદાદ"]જાવેદ મિંયાદાદ[/caption]થોડા મહિના પહેલાં આઇપીએલ દ્વિતીય વખતે તેની ટીમનો કોચ જોન બુકાનનના કૅપ્ટન બદલતા રહેવું જોઈએ તે વિચાર અંગે મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વિરોધ કર્યો હતો તેના વિરોધમાં ગાવસ્કરની જરાય શરમ રાખ્યા વગર કિંગ ખાને ટીકા કરી હતી.
આજે આટલા સમય પછી શાહરુખ ખાનનું નાક બીજા કોઈએ નહીં પણ પાકિસ્તાનના ગાવસ્કર જેવા જ મહાન બૅટ્સમેન જાવેદ મિંયાદાદે તોડ્યું છે! (ખરેખર તો ભારતના કપિલ દેવ જેવા જ કોઈ ક્રિકેટરે ત્યારે જ પ્રતિક્રિયા આપવાની જરૂર હતી પણ અંદરોઅંદરની લડાઈના કારણે બધા મૌન રહ્યા.)

પત્રકાર દેબાશિષ દત્તાએ સંકલિત કરેલા એક પુસ્તકમાં જાવેદે સોય ઝાટકીને શાહરુખની ઝાટકણી કાઢી ચે. તેણે લખ્યું છે : ઇન્ડિયન પ્રિમિયર લીગ દ્વિતીય પહેલાં આ બન્યું, પણ હજુય તે (બાબત) મને મનમાં સાલ્યા કરે છે. શાહરુખ અમારા આદર્શ સમા ગાવસ્કરનું અપમાન કરી જાય તે હું જરા પણ સહન કરી શક્યો નથી. અરે! મારા સાથી ક્રિકેટરોને પણ શાહરુખના શાબ્દિક પ્રહારોથી આઘાત લાગ્યો હતો. દુૅંખની વાત છે કે પોતાના દેશ માટે આટલું કર્યા છતાં સુનીલ ગાવસ્કર હજુ તેમના દેશબાંધવોનું માન મેળવી શક્યા નથી.

મિંયાદાદ આગળ જતાં જે વાત લખે છે તે તમામ ક્ષેત્રના, વાણીવિલાસ કરતા લોકો માટે બરાબર પડે છે. તે લખે છે : મને ખબર છે કે આજકાલ પૈસો બોલે છે, પણ મારું માનો તો, ગમે તેટલા પૈસા પણ બીજા ગાવસ્કરનું નિર્માણ કરી શકે તેમ નથી. સન્ની (સુનીલ ગાવસ્કરનું હુલામણું નામ)નું અપમાન કરીને શાહરુખે પરોક્ષ રીતે અમારું અપમાન કર્યું છે.
આગળ વધીને મિંયાદાદે શાહરુખને ગાવસ્કર પાસેથી સ્પૉટ્ર્સમેન સ્પિરિટ (ખેલદિલીની ભાવના) શીખવાની શિખામણ આપી દીધી. (મિંયાદાદને કદાચ ખબર નહીં હોય કે શાહરુખે તો તેના આદર્શ સમા અને મહાન અભિનેતા અમિતાભની ઠેકડી જ નહીં, તેનું અપમાન કરવાની પણ એકેય તક ક્યાં જતી કરી છે.)

મિંયાદાદ લખે છે : સન્ની એક સદ્ગૃહસ્થ છે અને એ તેની મહાનતા છે કે તેણે શાહરુખની ટીપ્પણીઓની અવગણના કરી છે. તે જ બતાવે છે કે સન્ની કેટલા ખેલદિલ છે. શાહરુખે સુનીલ પાસેથી શીખવું જોઈએ.

આપણે ત્યાં સુનીલ ગાવસ્કરનું માન હોય કે ન હોય, પણ આપણા વિરોધી એવા પાકિસ્તાની ક્રિકેટરોમાં છે તે મિંયાદાદ ઉપરાંત વસીમ અક્રમની વાત પણ સાબિત કરે છે. ૪૦૦ વિકેટ લેનાર વસીમ કહે છે ઃ જ્યારે હું મારી લાંબી ખેલ કારકિર્દી તરફ નજર કરું છું ત્યારે મને ઘણો સંતોષ અને આનંદ થાય છે. મને દુ:ખ છે તો તે એક જ વાતનું કે હું ટેસ્ટમેચમાં ક્યારેય ગાવસ્કરને આઉટ કરી શક્યો નથી. મેં ગાવસ્કરની વિકેટ એક જ વાર લીધી હતી અને તે ૧૯૮૬૮૭માં ભારત પ્રવાસ વખતે હૈદરાબાદમાં રમાયેલ વનડે મેચમાં.

પાકિસ્તાનના બીજા મહાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કપ્તાન ઈમરાન ખાન પણ ગાવસ્કરના વખાણ કરતા થાકતા નથી. તેઓ કહે છે : ગાવસ્કરની મહાનતા એ બાબતમાં રહેલી છે કે તેમને તેમની મર્યાદા ખબર હતી.

Entry Filed under: cricket, sports. Tags: , , , , , , , , .

11 Comments Add your own

  • 1. કૃણાલ  |  25/07/2009 at 3:45 pm

    મિયાંદાદ ભાઇ માટે એમ કહી શકાય કે 100 चूहे मार कर बिल्ली हज को चली. મિંયાદાદમાં કેટલી કટ્ટરતા છે ભારત માટે એ એના રમવાના દિવસો દરમ્યાન એ બતાવી ચૂક્યો છે.

    રહી વાત ગવાસ્કરના માન અપમાનની તો એમાં મને લાગે છે સની ભાઇ થોડા વધારે પડતા ડાહ્યા થયા હતા તો સાંભળવું પડ્યું. આજે જમાનો બદલાઇ ગયો છે અને કોઇ પણ વ્યક્તિ આજે પોતાની બાબતોમાં બીજો કોઇ દખલગીરી કરે એ સાંખી શકતો નથી. આજે જમાનો એવો છે કે છોકરાઓ પણ મા બાપની દખલગીરી નથી સહી શકતા. સનીભાઇ માનનીય છે પરંતુ એમને પણ પોતાનું માન જળવાઇ રહે એવી વાણી અને વર્તન રાખવું જોઇએ. મને તો આખી વાતમાં શાહરૂખ કરતા સનીભાઇનો દોષ વધારે દેખાય છે.

    Reply
  • 2. arvindadalja  |  25/07/2009 at 5:03 pm

    પ્રથમ તો એ જાણવું જોઈએ કે શાહરુખખાન જેવા લે ભાગુ એકટરો ને ક્રિકેટની એ બી સી ડી ખબર છે ખરી ? પૈસાથી ક્રિકેટરો કદાચ ખરીદી શકાતા હશે પણ ક્રિકેટ નહિ ! અને ક્રિકેટરો ખરીદવાથી ક્રિક્રેટ આવડી ના જાય ! અધુરો ઘડો છલકાય તે આનું નામ !

    સ-સ્નેહ
    અરવિદ

    Reply
  • 3. Jagadish Christian  |  26/07/2009 at 4:46 am

    સુનીલ ગવાસ્કર એ દુનિયાના સર્વોત્તમ ક્રિકેટર છે એમાં કોઈ મત નથી (with all due respect to Sachin). એમના મંતવ્ય સામે શાહરૂખનો અણગળ બળાપો હતો અને એટલે બે દિવસ પછી એણે માફી માંગી હતી. અને આઈપીએલની બીજી મેચ પછી એક જ કપ્તાન રાખવાની જાહેરાત કરી હતી અને એક જ કપ્તાન નો ઉપયોગ થયો જ્યાં સુધી એની ટીમ ( સૌથી નબળી ટીમ) ટુર્નામેન્ટમાં રહી. ટુર્નામેન્ટ પૂરી થતાં પહેલા ખાનભાઈ ઘર ભેગા થઈ ગયેલ. ટુર્નામેન્ટ પૂરી થઈ ત્યારે ટીમના કૉચ જોન બુકાનને કબૂલ્યું કે એક કરતા વધારે કપ્તાન રાખાવાનો અખતરો ખોટો હતો અને એણે કૉચ પદેથી રાજીનામું આપી દીધું. અને ટીમના કપ્તાને પણ કપ્તાની છોડી. અને ક્યાંક વાંચ્યું હતું કે શાહરૂખ એની ટીમ વેચવા ફરે છે. પૈસાથી સૌથી મોંઘો ખાટલો ખરીદી શકાય પણ ઊંઘ નહીં. સૂરજ સામે ધૂળ ફેંકવાથી કોનું મોં ગંદું થાય? રહી વાત મિંયાદાદની તો તમે જે સ્ટેસ્ટમેન્ટ આપ્યું છે એ બતાવે છે કે ભલે એ પોતાના દેશભાવના માટે રમત દરમિયાન થોડો આક્રમક કે પક્ષપાતી રહ્યો હોય પણ સુનીલ ગવાસ્કરના એ વખાણ કરે એ આપણા માટે ગૌરવની વાત છે. નવી પેઢી યુગોથી જુની પેઢીના સલાહ-સૂચન ની અવગણના કરે છે પણ સમયાંતરે એમને સમજાય છે કે એ ખોટા હતા.

    Reply
  • 4. યશવંત ઠક્કર  |  26/07/2009 at 3:50 pm

    સરસ લેખ. સહમત થવા જેવો.

    Reply
  • 5. jay vasavada  |  27/07/2009 at 5:55 pm

    sharrukh e ana par lamba interview ma khulaso karyo 6e ek janita film magazine na gat mas na ank ma ema ane e pehala pan sunny ni mafi mangi 6e e latka ma..actually shahrukh ni ek aagvi humorous style 6e…e samkjav mate y oscar wilde ke G.B.shaw na natako jevi aagvi sajjta joie.

    suuny cricketer tarike greatest 6e ne srk IPL ma flop j 6e mea be-mat nathi pan vat ne betwn the lines vachva ni aavdat pan kelvvi pade,..akram ghani var bharat ni favour ma bolyo 6e ne vrtyo pan 6e…miyandad nu evu nathi..eni aakhi comment bharat ne nichu batvvava ni hati ke juo sunny nu ahi koi man nathi..bhartiyo poatana senir cricketor ne gankarta nathi etc. ne sharukh aame kattrvadi o ne aankh na kana ni jem khuche 6e..lage 6e ke aa post puto miyadad no typical pakistani daav kamnasibe safal thayo ;)

    Reply
    • 6. jaywantpandya  |  28/07/2009 at 4:43 am

      એ વાત સાચી કે શાહરુખની એક હ્યુમર સ્ટાઇલ છે. તે સામે એટલી મર્દાનગી પણ ધરાવે છે કે (એ તો આ સ્પર્ધાનો ચોખ્ખો નિયમ છે કે તમે જો બીજાની હ્યુમર કરો કે કોઈની ટીકા કરો તો સામે તમારેય હ્યુમર કે ટીકા સહન કરવાની તૈયારી રાખવી જ પડે.) તેની પોતાની હ્યુમરને સહન કરી શકે છે. આમિર દ્વારા પોતાના કૂતરાને શાહરુખનનું નામ આપવાથી બીજું કયું મોટું ઉદાહરણ હોઈ શકે?

      પણ એ વાતેય એટલી જ સાચી છે કે શાહરુખ પોતાની જાતને હંમેશાં સુપરલેટિવ રીતે જ ગણતો રહ્યો છે અને તેની સામે અમિતાભ હોય કે ગમે તે હોય, તેની અત્યંત નીચલી કક્ષાની હ્યુમર કરતો રહ્યો છે. ફિલ્મફેર કે બીજા એવોર્ડ સમારંભમાં તેના સંચાલનમાં એ જોઈ શકાય. પોતે પોતાની પણ હ્યુમર કરે (જેમ કે ઓમ શાંતિ ઓમ) તેનાથી તેને બીજાની અત્યંત હીન ગણાય તેવી હ્યુમર કરવાનો પણ ઠેકો તો ન જ મળે ને?

      અને હા, સુનીલ ગાવસ્કર સાથેના વિવાદમાં તો હ્યુમર છે જ નહીં! ચોખ્ખો વિવાદ જ છે! બાકી હ્યુમર હોત તો, તમને તો ખબર જ હશે જયભાઈ કે હ્યુમરની બાબતમાં સન્ની પણ પાછા પડે તેવા નથી.

      રહી વાત મિંયાદાદની. એ કબૂલ કે પોતાના દેશની વાત આવે ત્યારે પાકિસ્તાની ક્રિકેટરો કટ્ટરવાદી બની જતા હોય છે, પણ એ વાતેય એટલી સાચી કે તે પત્યા પછી કટ્ટરવાદ ઓસરી જતો હોય છે. અને જ્યારે ભારતની વાત આવે અને તેમાં પાકિસ્તાનનું હિત ન ટકરાતું હોય ત્યારે પાકિસ્તાનવાળા ભારતની તરફેણ કરતા જ હોય છે.

      તમને યાદ હશે કે નહીં તે ખબર નથી, પણ ‘અભિયાન’માં જ્યારે પત્રલેખન સ્પર્ધા ચાલતી હતી તેમાં મારા વિજેતા પત્રમાં મેં લખ્યું હતું કે જ્યારે પાકિસ્તાને વિશ્વકપ જીત્યો ત્યારે ગાવસ્કરે કહ્યું હતું કે ચાલો, વિશ્વકપ રહ્યો તો એશિયા ખંડમાં જ. જ્યારે કપિલ દેવ વિશ્વ રેકોર્ડ બનાવવા તરફ હતો ત્યારે અઝહરુદ્દીન તેની સાથે અસહકાર કરી રહ્યો હતો.

      એટલે આમાં મિંયાદાદની ચાલ ન જોવી જોઈએ. બાકી, શાહરુખ કટ્ટરવાદીઓનું નિશાન ક્યારેય નથી રહ્યો. તે તો સેક્યુલરિઝમનું ઘણા અંશે ઉદાહરણ છે. તેણે નથી તેની પત્નીનું નામ બદલાવ્યું. તેના દીકરાનું નામ પણ આર્યન છે. ઘરમાં તે દિવાળી પણ ઉજવે છે અને સંતાનોને કુર્આનની આયાતોની સાથે ગાયત્રી મંત્ર પણ શીખવે છે.

      Reply
  • 7. jay vasavada  |  28/07/2009 at 5:43 am

    sachi vat jayvantbhai, imranvali sunny ni comment pan sachi j. pan miyandad ni commnet ekdam typical ziashai mijaj ni 6e..em to gen zia jaypur ma match jova pan pahochi jata ‘bharatpremi’ hata ! shahrukh kattarvadi nathi etle j eman nishan par 6e. all-mulla vali comment par ne tajetar ma ena ek interview par mumbai na j ketlak muslim sangaththano e bhare hobalo machavelo j..me lakhyu j 6e ke pakistani cricketers bharat ni favor ma bole ne varte 6e..akram,shoeb-imran jeva libral..miyandad, anvar, afridi jeva tabligi nahi..miyandad kai shetan 6e em nahi, e to gujarati 6e mul ne bhadbhadiyo pan 6e..pan e sunny na vakhjan sathe shahrukh ni tika kari ek teer thi 2 nishan pade 6e..shahrukh ipl ma flop 6e ne sunny ni babat ma jaher mafi mangi chukyo 6e pa6i aavi comment ne mahatv j shu aapva nu? miyandad kahe e pehla j potana interview ma shahrukh e mofat rite sunny na vakhan karya j 6e..baki humorous comments ma koi ne mathu lagi jatu hoy to e emno problem hashe..amitabh ne kyarey shahrukh partye evu mathu nathi lagtu karan ke e pan halva katax thi javab aapva ni aavdat dharave 6e.jemne na aavde emne mathu lage.

    Reply
  • 8. arvindadalja  |  28/07/2009 at 9:56 am

    જય ભાઈની વાતમાં તથ્ય છે.

    Reply
  • 9. jay vasavada  |  28/07/2009 at 1:40 pm

    just ek vat kehva ni rahi gai..hu satat purti sajjta ni vat kem karto hou 6u enu mitrabhave j…kapil ne satat test ramva na record ma pucher sunny e padavyu hatu e jagjaher 6e..ne azhar ne kapil ne to etlu saru bhale 6e ke beu potana interviews ma ek bija na vakhane chadi jay 6e. murdabad ma kapil to azhar na chutni prachar ma same thi jodanar pehlo cricketer hato!

    Reply
  • 10. jaywantpandya  |  28/07/2009 at 6:06 pm

    જયભાઈ, મને બરાબર યાદ છે કે એ વખતે (જે વખતે કપિલનો રેકોર્ડ બનવાનો હતો) ત્યારે અઝહર તેને કેવો સહકાર આપતો હતો. તેને ઓછી ઓવર આપતો હતો. અને તમે જો એ વખતના ‘ગુજરાત સમાચાર’ જેમાં તમે કોલમ લખો છો, તે સાચવી રાખ્યા હોય તો તેમાં તમને જોવા મળી જશે. બને કે કપિલે તેનું મનમાં ન રાખ્યું હોય. બાકી, સન્ની અને કપિલને બનતું નહોતું તે મને ખબર છે પણ રેકોર્ડ બાબતે એવું નહોતું કેમ કે એ વખતે સન્નીભાઈ રિટાયર થઈ ચૂક્યા હતા! સજ્જતાની સાથે સજ્જનતા પણ એટલી જ જરૂરી છે જે કપિલ અને સન્ની ગાવસ્કરમાં હતી અને એટલે જ એ મહાન ક્રિકેટર બની શક્યા. ખેર. આપણી વાત આડે પાટે ફંટાઈ રહી છે.

    અને જયભાઈ તેમજ અરવિંદભાઈ, આ વાત પૂરતું, મિંયાદાદની દાનત પર શંકા કરવાનું મન નથી થતું. તે ક્રિકેટ રમતો હતો ત્યારે જુદી વાત છે. તેની બેટિંગ પણ દાદુ હતી તે હરીફ હોવા છતાં કબૂલવું પડે. શારજાહમાં ચેતન શર્માની બોલિંગ અને ઇનિંગ્સના છેલ્લા બોલે મારેલો એ છગ્ગો તો કોને ન યાદ હોય?

    Reply
  • 11. jay vasavada  |  28/07/2009 at 9:06 pm

    thik 6e aa mamle 6elli post :D ..g.s. jova ni jarur nathi karan ke hu to live match j joto hato..:P 87 na relince cup ne imran vala 92 na world cup ni pan tamam mactches joyeli 6e..kapil khatam thai gayo hova 6ata fakt record mate last 1-2 varsh team ma hato ne eni fitness khatar o6i overs o6a run up thi fekto..ne to kadi pan azhar same aavi koi fariyad kyarey kari nathi..azhar ne lidhe to e team ma hato ;) ne atyare pan beu ne bhale 6e e kai achanak nathi…kapil non stop test ramva no record world record banavi shake tem hato pan (hu bhulto na hou to eden garden ni test) ma thi ene ‘drop’ karavi suuny e e koi na todi shake evo record kyarey banva dedho nahi (pacer hova 6ata kapil e ija ne lidhe ek pan macth gumavi nathi ! )

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

July 2009
M T W T F S S
« Jun   Aug »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed