બહેરા કાન પર દયા જ ખવાય!
24/09/2009
નવરાત્રિ ચાલી રહી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી નવરાત્રિમાં મોટા મોટા સ્પીકર મૂકીને ત્રાસ ફેલાવાય છે. ના, ભાઈ, અમને નવરાત્રિની ઉજવણીનો વિરોધ નથી. પણ કોઈની મજા બીજાના માટે સજા ન બનવી જોઈએ. લોકશાહી છે, આનંદ કરો, જલસા કરો, પણ બીજાના ભોગે નહીં.
જે લોકો આ ઘોંઘાટ સાંભળે છે તેમના કાન બહેરા થાય છે કે નહીં (આમ તો એ બહેરા જ હોય છે એટલે જ મોટો અવાજ રાખી સાંભળતા હોય છે) તે જવા દો, પણ આ ઘોંઘાટથી બીજાને કેટલો ત્રાસ પડે છે તે તો જુઓ. અને હા, નવરાત્રિ ચાલી રહી છે એટલે વાત છે, બાકી તો વરઘોડા, ધાર્મિક સરઘસો અને સરઘસો જ શું કામ, મસ્જિદ, ભજનમંડળો, પાર્ટી, ઘરે કે ઑફિસમાં વગાડાતાં ગીતો (જી હા, કેટલીક ઑફિસોમાં કામ ઓછું અને ગીતો વધુ સાંભળવામાં આવતા હોય છે) – બધે જ આ પરિસ્થિતિ છે. આ બધું જ બારેમાસ ચાલતું ચક્કર છે. દિવાળી આવશે એટલે ભયંકર અવાજવાળા ફટાકડા ફોડવામાં આવશે. જતા આવતા વાહનની દરકાર રાખ્યા વગર રસ્તા પર ફટાકડા ફોડાતા હોય છે. શું દિવાળીમાં અવાજ વગરના શાંત કે ઓછા અવાજવાળા ફટાકડા ન ફોડી શકાય? શા માટે આપણને રાક્ષસીવેડા કરવા અને ગમવા લાગ્યા છે?
મુંબઈમાં સંજય દત્ત કે પ્રીતિ ઝિંટાના જે પડોશી તેમના આ ‘સેલિબ્રિટી’ દ્વારા પાર્ટીમાં ફેલાવાતા ઘોંઘાટની વિરુદ્ધ ન્યાયાલયમાં ગયા તેમને શાબાશી આપવી જોઈએ. પણ સર્વોચ્ચ ન્યાયાલય હુકમો કરતું રહે છે અને પ્રજાનો નોંધપાત્ર વર્ગ તેનું ઉલ્લંઘન કરતો રહે છે. નવરાત્રિ કે મસ્જિદ સાથે ધર્મ જોડાયેલો હોવાથી સરકાર પણ ચૂપ રહે છે.
ઉત્સવો આપણને સાત્વિકતા તરફ વાળવા જોઈએ, તામસિકતા તરફ નહીં. પણ જો ઉત્સવોમાંથી વિકૃત આનંદ જ મેળવવો હોય તો તેમના પર દયા જ ખાઈ શકાય અને માતાજી તેમજ અલ્લાહ બધાને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના-બંદગી કરી શકાય, બીજું શું?
(આપણી નવરાત્રિ પર કટાક્ષલેખ વાંચો : http://www.gujaratsamachar.com/gsa/20090924/guj/supplement/kakko.html)
Entry Filed under: society. Tags: દિવાળી, નવરાત્રિ, પાર્ટી, ભજનમંડળ, મસ્જિદ, સ્પીકર, loudness, mosque, navratri, noise, religious procession, speaker.
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
Kartik Mistry | 25/09/2009 at 2:23 pm
મારા મનની વાત કહી દીધી…