કિતને પાપડ બેલને પડતે હૈ?

26/09/2009

ગઈ કાલે (તા. ૨૫ સપ્ટે.)એ વસ્ત્રાપુરમાં એક વ્યાવસાયિક ગરબા જોવા ગયા. ત્યાં જે દૃશ્ય જોયું તે આવું હતું. લોકો દીવાલે ડોકિયા કરી કરીને જોતા હતા. એક ભાઈ તો બાલ્કનીમાં એટલે કે ઝાડ પર ચડીને આરામથી જોતા હતા!

ફોટો મોબાઇલમાંથી પાડેલો છે અને રાતનો છે એટલે નબળી ગુણવત્તા માટે ક્ષમા પ્રાર્થું છું.

ગરબા જોવા માટેનું ગતકડું!

ગરબા જોવા માટેનું ગતકડું! (ફોટો મોટા કદમાં જોવા તેના પર ક્લિક કરો)

કોઈ પણ કાર્યક્રમમાં બોલાતી ભાષામાં કહીએ તો, અનિવાર્ય સંજોગોના કારણે નવરાત્રિમાં માત્ર ગઈ કાલે જ હું પત્ની સાથે ગરબા જોવા નીકળી શક્યો હતો. તે દરમિયાન જે કંઈ અવલોકનો નજરે પડ્યાં તે પ્રસ્તુત છે :

- નવરાત્રિમાં રસ્તા પર યુવાનો અને કેટલાક કિશોરો (અર્ધયુવાનો કહી શકાય?) જે મરણગતિએ અથવા અકસ્માતગતિએ બાઈક કે અન્ય દ્વિચક્રી વાહનો  કે કાર ચલાવતા હોય છે તે જોતાં રસ્તા પર નીકળવાનો ડર જ લાગે. એક તો રાત્રે દિવસ જેવો ટ્રાફિક ન હોય. બીજું નવરાત્રિનો ઉન્માદ હોય. ઘણું ખરું કોઈ રૂપાળી કન્યા પાછળ બેઠી હોય એટલે તેના પર રૂઆબ છાંટવાનો હોય. પણ કિશોરો કે યુવકો જ નહીં, કન્યાઓ કે યુવતીઓ પણ એ જ ગતિએ વાહનો ચલાવતી દેખાય. આ વાત જોકે માત્ર નવરાત્રિ પૂરતી સીમિત નથી. દિવસે પણ આવાં દૃશ્યો નસીબદારોને અવારનવાર નજરે પડતાં હોય છે.

અહીં મેં અકસ્માતગતિ કે મરણગતિ શબ્દ એટલા માટે વાપર્યો કે આ ગતિએ ચાલતા વાહનો લપસી જાય (વાહનો શું કામ, યુવાનો પણ લપસી શકે જો એટલી ઝડપી ગતિએ કોઈ પણ બાબતમાં આગળ વધે!) કે કોઈ વાહન આવી જાય તો  અકસ્માત કે ‘રામ બોલો ભાઈ રામ’ નિશ્ચિત હોય છે. ઘણી વાર જોખમ સામેવાળાને પણ હોય છે. જેવા જેના નસીબ!

- અગાઉની પોસ્ટમાં નવરાત્રિમાં જે ભયંકર તીવ્રતાવાળા અવાજે ત્રાસ ફેલાવાય છે તેનો વિરોધ કર્યો હતો. પણ નવરાત્રિમાં તેને બાદ કરો તો જે જોશ-જુસ્સાથી, દિવસભરના કામના થાકને ભૂલીને લોકો ગરબે રમતા હોય છે તે જોઈને પ્રશંસા કર્યા વગર ન રહી શકાય. પરંપરાગત પોશાકોનું મહત્ત્વ અને અનિવાર્યતા પણ આનંદ અપાવે તેવી બાબત છે. આવી જ આનંદદાયક બાબત હજુ પણ નવરાત્રિમાં ગુજરાતી ગીતો જે મનના અભેરાઈમાંથી ધૂળ ખંખેરીને, આળસ મરડીને ગાયકોના મોઢે,  રહેણાક વિસ્તાર હોય તો સીડી-ડીવીડના રૂપે વહે છે તે છે.

- ફ્લેટ, ટેનામેન્ટ વગેરેમાં થતું સ્થાનિક ગરબા આયોજન સોસાયટીના સભ્યોને માટે હળવામળવાનું નિમિત્ત પણ બની રહે છે. બાકી તો હવે, દિવાળી પછી આવતા નવા વર્ષે (કહેવું પડે ભાઈ, નહીં તો નવું વર્ષ એટલે ૧ જાન્યુઆરી જ સમજી લેવામાં આવે!) પણ એકબીજાના ઘરે જવાનું ક્યાં રહ્યું છે? અમારે મંથન ફ્લેટમાં હું રહેવા આવ્યો ત્યારથી ગરબા આયોજન થતા આવ્યા છે. તેમાં અમુક ઉત્સાહી સભ્યો તો આખા દિવસના કામ-ધંધા છતાં આયોજનમાં મદદ કરવા આવી જાય તે સરાહનીય છે. કેટલાકને તો અમારા ગરબામાં એન્કરિંગ કરવાની મજા પડી જાય છે અને તેમના એન્કરિંગમાં સભ્યોને પણ મજા આવે. તો વળી કેટલાક સીડી બંધ કરીને ઢોલ પર હાથ અજમાવી લે. અમારે ત્યાં દર નવરાત્રિમાં નાસ્તો રખાતો  હોય છે.  કેટલાક નાસ્તાપ્રિય તો ગરબા રમવા ન આવે પણ નાસ્તા વખતે અચૂક આવી જાય! અલબત્ત, તેમાં કંઈ ખોટું પણ નથી; કેમ કે છેવટે તો આ નાસ્તા નવરાત્રિ નિમિત્તે સભ્યો પાસેથી ઉઘરાવવામાં આવતી ધનરાશિમાંથી જ કરાવાતા હોય છે. પોતાની જ સોસાયટીમાં થતા ગરબાનો ફાયદો એ છે કે માબાપની નજર સામે જ તેમના કિશોર-કિશોરીઓ ગરબા લેતા હોય એટલે કોઈ ચિંતા નહીં.

- ગઈ કાલે બહાર ગરબા જોવા ગયા તેમાં એક વાત એય નોંધી કે કેટલીક મમ્મીઓ કે કેટલાક પપ્પાઓ તેમના સુપુત્ર કે સુપુત્રી સાથે (ખાસ તો સુપુત્રી) ગરબા રમવા આવે છે. આના કારણે તેમના ચિરંજીવીઓને ગરબા રમવા પણ મળી જાય અને તેમની ચિંતા પણ ન રહે.

- ગિરદી તો ભાઈ બહુ! હૈયેહૈયું દળાય એટલી! સ્વાઇન ફ્લુનો પ્રસાર થવાની પૂરી શક્યતા!

- હમણાં એક  ચેનલ પર સમાચાર જોયા કે હવે મમ્મી કે પપ્પા તેમના સંતાનના મોબાઇલમાં એવો સૉફ્ટવૅર નખાવે છે જેના લીધે તેમને સંતાનની ‘પલ પલ કી ખબર’ મળતી રહે. સંતાનને તેની જાણ પણ ન હોય, પરંતુ મમ્મી-પપ્પાઓને ખબર પડી જાય કે સંતાનના મોબાઇલ પર કોના  ફોન આવ્યા, લાડલા કે લાડલીએ કોને ફોન કર્યો, એસએમએસ કર્યો…એટલું જ નહીં, સંતાન ક્યાં છે તેની પણ ખબર પડી જાય. નવરાત્રિ પ્રેમરાત્રિ બની રહેતી હોવાના કિસ્સામાં કે ઉન્માદમાં મારામારી કે છેડતી કે બળાત્કાર જેવી દુર્ઘટના થવાની શક્યતા રહેતી હોય ત્યારે સંતાન સાથે ન જતાં માબાપ માટે આ સૉફ્ટવૅર સગવડરૂપ રહે.

- આમાં વિધવિધ કંપનીઓ કે મિત્રવર્તુળમાં પાસ માટે થતી પડાપડીનો મુદ્દો જાણીજોઈને નથી સમાવ્યો. સબ જાનતે હૈં યાર!

Entry Filed under: ahmedabad, society. Tags: , , , , , , , , , , , .

3 Comments Add your own

  • ખુબ જ સરસ રસપ્રદ લેખ.
    વાહન ચલાવવામાં અને તેમાં પણ દ્રિચક્રી પુરપાટ ગતિએ ચલાવવું (જોઈને આપણને ચક્કર જરૂર આવે! અને જો રમતાં રમતાં રોડ પર આવી ગયેલાં કોઈ નાના બાળકને અડફેટે લે તો વાંક પાછાં મા-બાપનો કાઢે કે પોતાનાં પોરીયાં ને સંભાળતાનથી, પણ ભાઈ તું પણ પોળ કે સોસાયટીમાં જરા હળવે હાંક!), સિગારેટ ના સ્ટાઈલથી કસ લઈને ધૂમાડા છોડવા સાથે મોંઢામાં માવો તો હોય જ, વિગેરે માત્ર ને માત્ર રૂઆબ છાંટવા માટે !!

    -અને છોકરીના બાબતે તો સાહેબ ધ્યાન રાખવું જ રહ્યું !!( આ બાબતે મેં પણ લેખ લખ્યો છે અને તે એક દૈનિકમાં પ્રગટ થયેલ છે, જે હવે મારા બ્લોગ પર છે, વાંચો મજા પડશેઃ“આવ્યા દિવડીયે ઝગમગતા ‘મા’ નાં નોરતા રે…’ નવરાત્રીનું થઈ
    રહેલું આધુનિકરણ અને તેમાં આપણી સાવચેતી!”

    Reply
  • 2. parmeshwar  |  30/09/2009 at 2:51 pm

    fully agreed with your points.

    Reply
  • 3. VIPUL GOSWAMI  |  07/10/2009 at 5:31 am

    nice

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

September 2009
M T W T F S S
« Aug   Oct »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed