Posts filed under 'media'

હરભજનસિંહ દોષી હતો?

હરભજનસિંહ ફરી એક વાર વિવાદમાં છે. બેંગાલુરુ વિમાનમથકે કારમાંથી સામાન કાઢતી વખતે એક કેમેરામેનનો કેમેરા તેને અથડાયો. માધ્યમોના કેટલાક અહેવાલો અનુસાર, આનાથી રોષે ભરાઈને ભજ્જીએ કેમેરામેનને માર્યો. પણ આ વિડિયો જોશો તો ખ્યાલ આવી જશે કે ભજ્જી રોષે જરૂર ભરાયો હતો પરંતુ તેણે કેમેરામેનને માર્યો નથી, તેનો કેમેરા હડસેલ્યો હતો.

આપણે ત્યાં સમાચારપત્રો અને ખાસ તો, ટીવી સમાચાર ચૅનલોની સંખ્યા, પેલી રાજકુમારીની જેમ, દિવસે ન વધે એટલી રાત્રે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધતી જાય છે. રિપોર્ટરો અને કેમેરામેન પર ગ્રૂપ એડિટર, ઍક્ઝિક્યુટિવ એડિટર, ન્યૂઝ એડિટર વગેરે એડિટરોનું દબાણ હોય છે, કોઈ પણ ભોગે બ્રૅકિંગ ન્યૂઝ અને એક્ઝક્લુઝિવ ન્યૂઝ તેમજ ફૂટેજ લાવવાનું. એક ચૅનલની તો ટેગલાઇન જ છે – ખબર હર કિંમત પર! અને આ બ્રૅકિંગ ન્યૂઝ તથા એક્ઝક્લુઝિવ ન્યૂઝ મોટા ભાગે સેલિબ્રિટી કેન્દ્રિત હોય છે. એટલે રિપોર્ટરો અને કેમેરામેન સેલિબ્રિટી જ્યાં જાય ત્યાં પહોંચી જાય છે. (વિદેશમાં તો હદ કરી નાખે છે. ‘સ્લમડોગ મિલિયોનેર’ની અભિનેત્રી ફ્રેન્ડા પિન્ટો લઘુશંકા કરીને બહાર નીકળી રહી છે તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા!) સેલિબ્રિટી કે નેતાઓ પત્રકાર પરિષદમાં બોલતા હોય તો બધા ધક્કામુક્કી કરતા હોય છે. માઇક ધરતા હોય છે. આવામાં સંભવ છે કે ક્યારેક સેલિબ્રિટી કે નેતાને ગુસ્સો આવી જાય. પણ વાંક રિપોર્ટરોનો પણ નથી. વાંક છે તેમને તાત્કાલિક – પલ પલ કી ખબર લાવવાનું કહેનારનો. કેમ કોઈ એમ નથી કહેતું કે અમે સાચા-તટસ્થ સમાચાર આપીશું?

Add comment 10/09/2009

…અને હવે અખબારમાં પણ ગાળ!

અને હવે અખબારોમાં પણ ગાળ!
‘કમીને’ ફિલ્મ ગાળોના પ્રયોગ માટે ઘણી વખોડાઈ છે (અને આ જ કારણસર ઘણાએ રિયાલિટીના નામે વખાણી પણ છે). ફિલ્મોમાં અપશબ્દો તો ઘણાં વર્ષોથી આવતા હતાં. (કુત્તે, કમીને, હરામઝાદે, સુવ્વર કી અૌલાદ) પણ કાળક્રમે ગાળની પરિભાષા અને તીવ્રતા બદલાઈ રહી છે. એક સમયે હરામી શબ્દ પણ ગાળ ગણાતો હતો. આજે વાતચીતમાં સામાન્ય રીતે બોલાય છે. અત્યારે માબહેન સમાણી ગાળ, ‘લ’, ‘ભ’ અને ‘ચ’ અક્ષર પરથી શરૂ થતી ગાળો ફિલ્મોમાં આવવા લાગી હોય તો તે કદાચ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’થી. અરે! ‘એલઓસી : કારગિલ’ જેવી યુદ્ધની ફિલ્મમાં પણ ગાળોનો ઉપયોગ થયો હતો. રિયાલિટીના નામે હવે ફિલ્મોમાં સેક્સનાં દ્રશ્યો જેટલો જ કોમન ઉપયોગ ગાળોનો થઈ ગયો છે.
અપશબ્દો કહેતાં આ ગાળો ઇન્ટરનેટ પર મેસેજ બોર્ડમાં કે કોઈ લેખની નીચે કોમેન્ટ રૂપે તો છૂટથી વપરાય છે જ પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં પત્રકાર અને દેશનાં જાણીતા કોલમિસ્ટ (‘ઇરેટિકા’ ફેમ)માં જેમનું નામ ગણાય તેવાં, પારસી બાનુ બચી કરકરિયાએ તાજેતરમાં તેમની કોલમ કમ બ્લોગમાં એક લેખ લખેલો. લેખનું શીર્ષક, ભાજપમાં ચાલતા ડખા અંગે જાણીતા પત્રકાર તથા ભાજપના હજુ હાંકી નહીં કઢાયેલા સભ્ય અરુણ શૌરીએ જે ટિપ્પણી કરી હતી કે ‘રાજનાથસિંહ ઇઝ એલિસ ઇન બ્લન્ડરલૅન્ડ’ છે, તેના પરથી હતું ઃ ષ્ત્ર્ં દ્દત્ર્ફૂ….જ્ઞ્સ્ન ખ્શ્રજ્ઞ્ણૂફૂ? ભાજપની પરિસ્થિતિ પર લખેલા આ વ્યંગાત્મક લેખના શીર્ષકમાં જ તેમણે ગાળનો ઉપયોગ કર્યો હતો. પારસીઓ ગાળો બોલતા હોય છે. એટલે આ બાનુ પણ ગાળ બોલતા હશે. પરંતુ તેમણે લેખમાં તેનો ઉપયોગ કર્યો એ  અરુચિકર હતું. સ્વાભાવિક રીતે ઓનલાઇન વાચનારાઓને પણ તે પસંદ ન પડ્યું અને કોમેન્ટનો મારો થઈ ગયો. કેટલીક કોમેન્ટ આ પ્રમાણેની હતી :

‘કમીને’ ફિલ્મ ગાળોના પ્રયોગ માટે ઘણી વખોડાઈ છે (અને આ જ કારણસર ઘણાએ રિયાલિટીના નામે વખાણી પણ છે). ફિલ્મોમાં અપશબ્દો તો ઘણાં વર્ષોથી આવતા હતાં. (કુત્તે, કમીને, હરામઝાદે, સુવ્વર કી ઔલાદ) પણ કાળક્રમે ગાળની પરિભાષા અને તીવ્રતા બદલાઈ રહી છે. એક સમયે હરામી શબ્દ પણ ગાળ ગણાતો હતો. આજે વાતચીતમાં સામાન્ય રીતે બોલાય છે. અત્યારે માબહેન સમાણી ગાળ, ‘લ’, ‘ભ’ અને ‘ચ’ અક્ષર પરથી શરૂ થતી ગાળો ફિલ્મોમાં આવવા લાગી હોય તો તે કદાચ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’થી. અરે! ‘એલઓસી : કારગિલ’ જેવી યુદ્ધની ફિલ્મમાં પણ ગાળોનો ઉપયોગ થયો હતો. રિયાલિટીના નામે હવે ફિલ્મોમાં સેક્સનાં દ્રશ્યો જેટલો જ કોમન ઉપયોગ ગાળોનો થઈ ગયો છે.

અપશબ્દો કહેતાં આ ગાળો ઇન્ટરનેટ પર મેસેજ બોર્ડમાં કે કોઈ લેખની નીચે કોમેન્ટ રૂપે તો છૂટથી વપરાય છે જ પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં પત્રકાર અને દેશનાં જાણીતા કોલમિસ્ટ (‘ઇરેટિકા’ ફેમ)માં જેમનું નામ ગણાય તેવાં, પારસી બાનુ બચી કરકરિયાએ તાજેતરમાં તેમની કોલમ કમ બ્લોગમાં એક લેખ લખેલો. લેખનું શીર્ષક, ભાજપમાં ચાલતા ડખા અંગે જાણીતા પત્રકાર તથા ભાજપના હજુ હાંકી નહીં કઢાયેલા સભ્ય અરુણ શૌરીએ જે ટિપ્પણી કરી હતી કે ‘રાજનાથસિંહ ઇઝ એલિસ ઇન બ્લન્ડરલૅન્ડ’ છે, તેના પરથી હતું : Who the **** is Alice? (કદાચ બચી એક અંગ્રેજી ગીતના શબ્દોનો ઉપયોગ કરવા ઈચ્છતા હશે.)  ભાજપની પરિસ્થિતિ પર લખેલા આ વ્યંગાત્મક લેખના શીર્ષકમાં જ તેમણે ગાળનો ઉપયોગ કર્યો હતો. પારસીઓ ગાળો બોલતા હોય છે. એટલે આ બાનુ પણ ગાળ બોલતા હશે. પરંતુ તેમણે લેખમાં તેનો ઉપયોગ કર્યો એ  અરુચિકર હતું. સ્વાભાવિક રીતે ઓનલાઇન વાચનારાઓને પણ તે પસંદ ન પડ્યું અને કોમેન્ટનો મારો થઈ ગયો. કેટલીક કોમેન્ટ આ પ્રમાણેની હતી :

Indian says:

August 27, 2009 at 10:31 AM IST

What a great writter you are title itself give the correct impression of yous?

Please try to write decent langauge.

janak says:

August 27, 2009 at 10:38 AM IST

It is very shocking that you are writing abuse! and also being female is very much shocking! I request you to not abusive words.

kunal kumar says:

August 27, 2009 at 12:15 PM IST

I think you should take care of the language you are using in the newspaper,as being a national daily read by all the family members.

Using such a word doesn’t mean that you have got a better command over language or have got more independent thinking.And why did you use “***”, write the complete word.There is no use of using a transparent curtain.A writer of your calibre and stature should understand this.In fact the editor should write an apology in tomorrow’s newspaper.

E. D’Souza says:

August 27, 2009 at 12:55 PM IST

Hello madam, can you please explain what the three asterisks after the alphabet ‘f’ stands for? My five year old daughter is curious to know about it.

Amit says:

August 27, 2009 at 06:51 PM IST

How dare TOI print this blog……i did not read it because at least we are not use to these type of slang laguage in News Paper…..F*** off this ariticle….

Mahesh says:

August 27, 2009 at 11:48 PM IST

TOI, please change the title of this article…

Surya Mishra Derby UK says:

August 30, 2009 at 07:03 PM IST

What is the meaning of f***; what does it stand for in journalistic language context; especially in Indian culture? This speaks how are Indian journalism is picking up from western gutter. Even in West, such distorted language referring to slang are getting shunned; and Indian usage of English language is suppose to be best as it has been preserved and gratified so far being from Original Oxfordian language of English. If we can not understand ‘Alice in blounderland’ then how can we follow f***?

કોમેન્ટ પરથી તો આ લેખનું શીર્ષક આવું હોવું જોઈએ : Bachi in blunderland!

1 comment 02/09/2009

શું અખબારો-ટીવી ચેનલોમાં પણ સેન્સર બોર્ડની પરવાનગી હોવી જોઈએ?

ફિલ્મો અને નાટકોને રિલીઝ કરતા પહેલાં સેન્સર બોર્ડની પરવાનગી મેળવવી જરૂરી છે. એના કારણે ક્યારેક સાચી તો ક્યારેક ખોટી રીતે પરંતુ સેન્સર બોર્ડની તલવાર લટકેલી રહે છે. ફિલ્મોમાં હિંસા અને સેક્સ એ બંનેને કાબૂમાં રાખવાની સત્તા જો કોઈની પાસે હોય તો સેન્સર બોર્ડ પાસે છે અને બીજી દર્શકો પાસે. ૨૦૦૪થી ૨૦૦૫ દરમિયાન ‘મર્ડર’, ‘હવસ’, ‘શીશા’, ‘અબ બસ’, ‘ગર્લફ્રેન્ડ’, ‘તૌબા તૌબા’ જેવી સેક્સપ્રચૂર ફિલ્મો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હતી, પણ અંતે એ બધી ફિલ્મોથી દર્શકો કંટાળી ગયા ને આજે માત્ર અંગપ્રદર્શન અને સેક્સી દૃશ્યોના સહારે  ’ફિલ્મના સહારે મલ્લિકા’ થવા નીકળેલી મલ્લિકા શેરાવતો, નેહા ધૂપિયાઓ, ડાયના હેડનો, પાયલ રોહતગીઓ, અમૃતા અરોરાઓ ગોતી હાથ જડતી નથી!

અખબારો અને ટીવી ચેનલો બાબતે આવું થશે? આ સવાલ એટલે ઉદ્ભવે છે કે ગુજરાતી સહિતનાં અખબારોમાં રોજબરોજ આપણા માથે સેક્સ એટલું બધું પીરસાઈ રહ્યું છે કે હવે ચીતરી ચડે છે. હિરોઈનોના ક્લિવેજવાળા ફોટા, વિદેશના તો કોઈ પણ, ત્યાં કોઈ ‘ભૂજિયોભાઈ પણ ન ઓળખતો હોય’ પણ સેક્સી પોઝ આપ્યો હોય તેવી યુવતીના ફોટા છાપવામાં આવે છે, સેક્સને લગતા કોઈ પણ સર્વે હોય કે વિદેશમાં સેક્સને લગતા કોઈ પણ સમાચાર હોય ત્યારે એવું માનીને તે છાપવામાં આવે છે કે આ ‘સમાચાર’ દ્વારા ‘તમારી મરજી’નો ‘ ‘સંદેશ’ પહોંચી રહ્યો છે! ચેનલોમાં પણ કોઈ મોડલ રેમ્પ વોક કરતા હાથે કરીને કે પછી અકસ્માતે ટોપ સરકાવી દે અને પછી ‘હાય હાય આવું થઈ ગયું’ના શોરબકોરની સાથે વિશેષ કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવે છે. વિરોધ હોય તો પાછળ દૃશ્યો શા માટે બતાવવામાં આવે છે તે તો આઇનસ્ટાઇન માટે પણ કોયડો બની રહે!

ક્યાંક એવું તો નથી ને કે જે લોકો આવા સમાચાર છાપે છે, લખે છે અને પોતાની કોલમમાં વિકૃતિઓને સમર્થન આપે છે, એવા ઓઠા હેઠળ, કે દંભ ન કરવો જોઈએ તે ગણ્યાગાંઠ્યા લોકો જ વિકૃત છે? વધી રહેલા બળાત્કારની સંખ્યા પાછળ આ કારણને પણ તપાસવું જોઈએ. ઘણા ‘વેવલા’ઓ દલીલ કરશે કે સલવાર પહેરતી સ્ત્રીઓ પર પણ બળાત્કાર થાય છે. કોઈ એક ખોટી વાતને લઈને બીજી ખોટી વાતને સમર્થન આપવાથી બીજી ખોટી વાત સાચી નથી થઈ જતી. દુઃશાસને ચિરહરણ કર્યું હતું એટલે દુર્યોધનને તેમ કરવાનો પરવાનો નથી મળી જતો.

અને મહત્ત્વની વાત એ છે કે ફિલ્મો અને નાટકોને તો ‘એ’ સર્ટિફિકેટ મળે છે એટલે બાળકો તેમાં નથી જઈ શકતા (એ વાત અલગ છે કે થિયેટરમાં તેવું કોઈ જોતું નથી ને હવે તો મોબાઈલ અને લારીમાં સીડી દ્વારા પણ ખુલ્લેઆમ ‘બધું’ મળે છે, પણ અગેઇન, આ ‘બધું ‘ મળે છે એટલે પેલી વાત સાચી નથી સાબિત થઈ જતી)  તેમ અખબારો અને ટીવી ચેનલો માટે પણ વિચારવું પડશે.

નહીં તો એ સમય દૂર નથી જ્યારે અમેરિકા અને બ્રિટનની જેમ છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતા આપણા વિદ્યાર્થીઓ પણ સાહેબને મારી નાખતા અને કુંવારી માતા-પિતા બનતા થઈ જશે!

અત્યારે શરીરથી પુખ્ત લોકોએ માનસિક રીતે પણ પુખ્ત બનવું પડશે!

5 comments 22/06/2009

ગિલની ‘દિલ’ની ‘દિલ્લી’વાળી વાત!

કેન્દ્રીય રમતગમત મંત્રી એમ.એસ. ગિલે એક જાહેર સમારંભમાં દિલ્હીનાં મુખ્યમંત્રી શીલા દીક્ષિત સમક્ષ વાતવાતમાં સૂચન મૂક્યું છે – ‘મેડમ, કેન્દ્ર સરકાર સમક્ષ દિલ્હીનું નામ દિલ્લી કરવાનું સૂચન મૂકો.’ ગિલના ‘દિલ’ની આ ‘દિલ્લી’વાળી વાત મને સ્પર્શી ગઈ છે.

હવે મેડમ જે કરે તે. પણ એક વાત સત્ય છે. ‘ઇન્દ્રપ્રસ્થ’ થાય કે ન થાય, ‘દિલ્હી’નું નામ ‘દિલ્લી’ થવું જ જોઈએ. મોટા ભાગના હિન્દી અખબારોમાં દિલ્લી જ લખાય છે. અને તેમ જ હતું, પણ અંગ્રેજો આવ્યા ને તેમણે જેમ ઘણાં નામોને બગાડી મૂક્યાં તેવું જ ‘દિલ્લી’ બાબતે થયું. અંગ્રેજોના વાદે આપણા કોન્વેન્ટિયા પત્રકારો અને અંગ્રેજીનો અનુવાદ કરતા પ્રાદેશિક અખબારો પણ ‘દિલ્હી’ લખવા માંડ્યા.

મેં અગાઉ પણ એક પોસ્ટમાં લખ્યું છે તેમ નામ એક જ હોય, તે બીજી ભાષામાં જુદું ન થઈ જાય. આજે અમદાવાદમાં ઘણા-બેન્ક-મોબાઇલ કે બ્રોડબેન્ડના કસ્ટમર ‘કેર’વાળા ફોન પર હિન્દીમાં જ વાત કરતા હોય છે (તે એક અલગ વાત થઈ) તેઓ મારી અટક ‘પંડ્યા’ને અંગ્રેજીમાં વાંચીને ‘પાંડ્યા’ બોલે છે ત્યારે પહેલી વાત હું તેમને મારી અટક સમજાવવાની કરું છું. એમ જ દિલ્લીનું દિલ્હી અંગ્રેજોએ કર્યું તો તે અંગ્રેજો ગયા બાદ આપણે તો સુધારવાની જરૂર હતી ને. કલકત્તાનું જેમ કોલકાતા થયું, ત્રિવેન્દ્રમનું તિરુવનંતપુરમ્ થયું, બેંગ્લોરનું બેંગાલુરુ થયું તેમ દિલ્હીનું દિલ્લી કરવું જ જોઈએ.

અને મારું તો નરેન્દ્ર મોદીને પણ નમ્ર સૂચન છે કે તેઓ અમદાવાદનું ‘કર્ણાવતી’ (વચ્ચે અમદાવાદ-ગુજરાત-કેન્દ્ર એમ ત્રણેય સ્તરે ભાજપ સત્તામાં હતો તો ય કર્ણાવતી નામ ન થઈ શક્યું – કેટલું દુર્ભાગ્ય!) ન કરાવી શકે તો કંઈ નહીં, પણ અંગ્રેજીમાં અહેમડાબાડ (Ahmedabad) લખાય છે અને બોલાય છે અને હિન્દીમાં ‘अहमदाबाद’ લખાય છે- બોલાય છે તેનું કમ સે કમ અમદાવાદ તો બોલાતું કરે.

આવું જ ભારત બાબતે છે. અંગ્રેજીમાં તો ઇન્ડિયા કહે જ છે, પણ હવે મગજ કોરાણે મૂકીને લખતા ગુજરાતી અખબારોના પત્રકારો પણ ઇન્ડિયા શબ્દ છૂટથી વાપરવા લાગ્યા છે. તે બંધ થવું જોઈએ. કેન્દ્ર સરકારે દેશનું એક જ નામ- ભારત કરી દેવું જોઈએ.

એક ન્યૂઝ ચેનલમાં ‘ગે’ લોકોના અધિકારની ચર્ચામાં અશોક રાય કવિ અંગ્રેજીમાં ‘પુરાણો’ને ‘પુરાણાસ’ કહેતા હતા તે જોતા માથું કૂટવાનું મન થયું. ‘રામ’નું ‘રામા’, ‘યોગ’નું ‘યોગા’ કર્યા પછી હવે પુરાણા કરવાનું છે?

થોડાં વર્ષો પહેલાં શાહરુખની એક ફિલ્મ ‘અશોક’ (સમ્રાટ અશોક પરથી) આવી હતી. તેના અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે બધા ગુજરાતી- હિન્દી અને અંગ્રેજી તો હોય જ- માધ્યમોમાં અશોકા જ બોલાતું ને લખાતું હતું પણ ત્યારે હું ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં ‘સિનેવિઝન’ નામની કોલમ લખતો તેમાં હંમેશાં ‘અશોક’ જ લખતો હતો અને અત્યાર સુધી અશોક જ લખું છું. ….આ તો ઠીક છે, બાકી, આવું ને આવું રહ્યું તો આપણા ઉત્તમ હાસ્યલેખક અશોક દવેને પણ ભવિષ્યમાં અશોકા દવે તરીકે સંબોધવામાં આવે તેવું બની શકે.

શું કિયો છો, અશોકભાઈ!

2 comments 19/06/2009

ઑસ્ટ્રેલિયન મિડિયા અને આપણું મિડિયા

જે સમયગાળામાં મારે ઑસ્ટ્રેલિયામાં ભારતીયો પર થઈ રહેલા હુમલા (જોકે હુમલા હજુ પણ અટક્યા તો નથી જ) વિશે ‘અભિયાન’ માટે લખવાનું હતું ત્યારે ઑસ્ટ્રેલિયન અખબારો તેના વિશે શું લખે છે તે જાણવા હું તેમની વેબસાઇટ પર ગયો, પણ એકેય વેબસાઇટ પર તેના વિશે એકેય હરફ વાંચવા ન મળ્યો. હા, બીજા દિવસે જ્યારે ત્યાંના વડા પ્રધાન કેવિન રુડે નિવેદન કર્યું તે પાછું મૂકાયું હતું. ક્યાંય આના વિશે કશો ઉહાપોહ નહીં! ઉલટું, ભારતમાં એક ઑસ્ટ્રેલિયનની હત્યાની વાત હતી.

આની સરખામણીમાં આપણાં અખબારો? આપણાં અખબારો કે મિડિયા હોય તો તેમણે કાગારોળ મચાવી દીધી હોત. થોડા વખત પહેલાં ઈંગ્લેન્ડની એક યુવતીની ગોવામાં હત્યાનો કિસ્સો યાદ છે ને? આપણે ત્યાં ચર્ચનું છાપરું તૂટે છે તો તે પણ સમાચાર બને છે. ગુજરાતમાં રમખાણોમાં મિડિયાએ ભજવેલી ભૂંડી ભૂમિકા બધાં જ જાણે છે. આજે વિશ્વમાં ગુજરાત અને ગુજરાતની છાપ સારી ન હોય (અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નથી મળતા તે માટે)તો તેમાં આપણું મિડિયા મહત્ત્વનું કારણ છે.

ગુજરાતનાં રમખાણો તો છોડો, મુંબઈમાં ત્રાસવાદી હુમલા વખતે પણ બરખા દત્ત આણિ મંડળીએ કેવી ભૂમિકા ભજવી હતી, કારગિલ વખતેય આ જ બરખા દત્ત બંકરમાં પહોંચીને રિપોર્ટંિગ (કે મિસરિપોર્ટિંગ) કરતી હતી તે બધાને યાદ હશે જ.

3 comments 06/06/2009

નરેન્દ્ર મોદીનો એનડીટીવી પર ઇન્ટરવ્યૂ : સરદર્દ હૈ? નાક ભી બંધ? ખાંસી ભી હો ગઈ હૈ?

ન બોલે તુમ ન મૈંને કુછ કહા,

ન બોલે તુમ ન મૈંને કુછ કહા, મગર ન જાને ઐસા ક્યૂં લગા

‘આપ કો સરદર્દ હૈ?’

‘હાં.’

‘નાક ભી બંધ હૈ?’

‘હાં.’

‘ઔર ખાંસી ભી હો ગઈ હૈ?’

‘હાં ભાઈ હાં.’

‘તો કુછ લેતે ક્યોં નહીં?’

આ વિજ્ઞાપન દૂરદર્શન વખતનું છે, બહુ જાણીતું છે. તમે એક ને એક સવાલો પૂછ્યા રાખો તો ક્યારેક તો માણસ ખીજાઈને ‘હા ભાઈ હા’ એમ તો કહે ને.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરમાં એનડીટીવીના વિજય દ્વિવેદીએ હેલિકોપ્ટર કે પ્લેન, જે કોઈ હોય, તેમાં ઇન્ટરવ્યૂ લીધો.  (http://www.ndtv.com/news/videos/video_player.php?id=1092168) એમાં અનેક સવાલો બાદ, તેમણે બાબરી મસ્જિદ અને રામમંદિર અંગે પૂછ્યું. મોદીએ કહ્યું, ‘અમને તમે સો વાર આ સવાલ પૂછ્યો છે, કૉંગ્રેસને પાંચ વાર તો પૂછો. ‘

પેલા ભાઈએ વાતનો તંત ન મૂકતા એ જ સવાલ દોહરાવ્યો. મોદીની જગ્યાએ કોઈ પણ હોય, થોડો રોષ તો આવે જ. પરંતુ મોદીજીએ હસતા હસતા કહ્યું, ‘કૉંગ્રેસને પાંચ વાર સવાલ પૂછી આવો, પછી અમે જવાબ આપીશું.’

એટલે પેલા પત્રકારે શીખ વિરોધી રમખાણો માટે કૉંગ્રેસે માગેલી માફીનો ઉલ્લેખ કરી મોદીને પૂછ્યું કે ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો માટે તમે માફી માગશો? મોદીએ કહ્યું, ‘આ સવાલનો જવાબ હું ભૂતકાળમાં સો વખત આપી ચૂક્યો છું. એટલે એ ન પૂછો.’

આદુ ખાઈને મોદીની પાછળ પડી ગયેલા વિજયે પોતાનો સવાલ દોહરાવ્યે રાખ્યો. બીજા કોઈ હોત તો તેમને ત્યાંથી, અદ્ધર આકાશમાંથી જ ફેંકી દેવાનું મન થાય, પણ મોદીએ ઉપેક્ષાનો રસ્તો અપનાવ્યો. પાણી માંગ્યું અને પછી ફાઈલો જોવા લાગ્યા.

એનડીટીવીએ આનું અર્થઘટન એવી રીતે કર્યું કે મોદીને આ સવાલના જવાબ આપતા પાણી પીવું પડ્યું…વગેરે વગરે.

આ ‘સેક્યુલર’ મિડિયા અને ‘સેક્યુલર’ બદમાશ પત્રકારો એક જ મુદ્દે સવાલ પૂછ્યા રાખે છે. અર્ધસત્ય જનતા સમક્ષ પીરસ્યા રાખે છે. ભૂતકાળમાં કરણ થાપરે પણ આવું કર્યું હતું ત્યારે મોદીએ ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ અટકાવી દીધો હતો.

આ ચેનલો ગમે તે બહાને અનુગોધરાકાંડ (ગોધરાકાંડ પછીના રમખાણો)નો મુદ્દે ઉછાળ્યે રાખે છે. પરંતુ ગોધરાકાંડની ક્યારેય વાત નહીં. બાબરી મસ્જિદની વાત કરે પણ ક્યારેય આ દેશમાં તૂટેલા અનેક મંદિરોની વાત જ નહીં કરવાની. કાશ્મીરી પંડિતોની ક્યારેય વાત જ નહીં કરવાની.

એક પ્રશ્ન એ પણ છે કે શીખ વિરોધી રમખાણોને અનુગોધરાકાંડ સાથે સરખાવી શકાય ખરા?

ના. શીખ વિરોધી રમખાણો એક રાજકીય નેતાની હત્યાનું પરિણામ હતા. જ્યારે ગોધરાકાંડ પછી થયેલા રમખાણો ગોધરા પાસે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા નિર્દોષ કારસેવકોને જીવતા સળગાવી દેવાના હિચકારા કૃત્યનું પરિણામ હતા. શીખ વિરોધી રમખાણોમાં એક જ પક્ષે (એટલે કે શીખ પક્ષે) જાનહાનિ થઈ હતી જ્યારે ગોધરાકાંડ પછીના રમખાણોમાં બંને પક્ષે ઘણી જાનહાનિ થઈ હતી. બીજું, શીખ વિરોધી રમખાણો એક રાજકીય પક્ષ દ્વારા પ્રેરિત જ્યારે ગોધરાકાંડ પછીના રમખાણો  બે ધર્મના લોકો વચ્ચે થયા હતા.

હવે તમે જ કહો શીખ વિરોધી રમખાણો અને ગુજરાતના 2002ના રમખાણો વચ્ચે ક્યાંય સરખામણી થઈ શકે તેમ છે?

સબ કો સન્મતિ દે ભગવાન!

2 comments 30/04/2009

કુછ તો બ્લોગ કહેંગે, બ્લોગ કા કામ હૈ કહેના

પ્રીતિ ઝિંટાએ  itimes.com પર Mumbai Mirror Journalist Should Be Suspended! શીર્ષક હેઠળ બ્લોગ લખ્યો છે. હવે જોવાની વાત એ છે કે itimes.com એ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની જ નવી  બ્લોગ માટેની વેબસાઇટ છે અને તેમાં જ પ્રીતિ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના મુંબઈના ટૅબ્લોઇડ – ‘મુંબઇ મિરર’ના પત્રકારને સસ્પેન્ડ કરવાની માગણી કરતો લેખ લખે છે. 

હકીકતે ‘મુંબઈ મિરર’માં પ્રીતિના નવા ચક્કર અંગે લખાયું હતું. તેને નકારવા માટે પ્રીતિએ બ્લોગ લખ્યો છે. 

આ જ વેબસાઇટ પર થોડા સમય માટે અભિનેત્રી તરીકે દેખાયેલી, થોડા સમય માટે ટીવી ટૉક શોની એન્કર અને વધુ સમય સૅલિબ્રિટી તરીકે દેખાતી બિન્દાસ્ત પૂજા બેદીએ તેના અદનાન સામીની પત્ની સાબા સાથે થયેલા ઝઘડા અંગે સ્પષ્ટતા લખી  છે. 

અમિતાભ, આમિર, રામગોપાલ વર્મા, કરણ જોહર વગેરેના બ્લોગની તો બધાને ખબર છે જ! 

વાત એમ છે કે, ઘણી વાર પત્રકારો અખબારો કે ચૅનલોમાં સાચી વાત રજૂ કરતા નથી એવું આ સૅલિબ્રિટીઓને લાગે છે, જે ફરિયાદ ઘણા અંશે સાચી પણ છે. એટલે તો  હવે લાલકૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી જેવા રાજનેતાઓ પણ બ્લોગધારકોની યાદીમાં જોડાયા છે. 

રાષ્ટ્રીય પત્રકારોમાં પૂણ્ય પ્રસૂન વાજપેયી, રાજદીપ સરદેસાઇ, ગુજરાતી પત્રકારોમાં ઉર્વીશ કોઠારી,  જપન પાઠક, યોગેશ શર્મા (આમ તો તેઓ હિન્દી અખબારના પત્રકાર છે, પણ ગુજરાતમાં વસતા હોવાથી ગુજરાતી પત્રકાર કહી શકાય ને!), પ્રણય પંચાલ, વિજય પરમાર અને તમારો આ મિત્ર જયવંત પંડ્યા પોતે, એ બધા બ્લોગ લખવા લાગ્યા છે. 

બ્લોગ એટલે અંગત વિચારો વ્યક્ત કરવાની આઝાદી! કોઈ તંત્રી કે માલિકની એમાં મરજી ન ચાલે. વાચકોને પણ તેમની ટિપ્પણી લખવાની છૂટ બ્લોગધારકની મરજી હોય તો  મળે. એટલે જેમને ગમે તે વાંચે, ન ગમે તે ન વાંચે એવી સ્વતંત્રતા પણ મળે. પણ મોટા ભાગના ઉપરોક્ત બ્લોગ પર લખાયેલી પોસ્ટની તરફેણ અને  વિરુદ્ધમાં પણ ટિપ્પણી જોવા મળે છે. 

અખબારોમાં લેખ છપાય તે પછી વાચકને મોબાઇલ, લેન્ડલાઇન કે ટપાલ સ્વરૂપે પ્રતિભાવ આપવાની સગવડ હોય છે, પણ મોટા ભાગના વાચકો પ્રતિભાવ આપવામાં સુસ્ત હોય છે. અખબારો કે સામયિકોમાં પત્ર લખનારા કેટલાક જાણીતાં નામો જ હોય, જે પાછા દરેક અખબારને કે દરેક સામયિકને લખતા હોય ! ટપાલખાતાની નિયમિતતા જાણીતી જ છે એટલે ઘણી વાર મોડી ટપાલ મળે. તેનો અખબાર કે સામયિક તરફથી શું પ્રતિભાવ છે તે જાણી શકાય નહીં. બીજા વાચકોએ શું ટિપ્પણી કરી છે તે પણ ન જાણી શકાય. ફોનમાં તો, લેન્ડલાઇન પર વ્યસ્ત આવવાની શક્યતા વધુ રહે. લાગી જાય તો પણ ઇચ્છિત વ્યકિ્ત આગળ કેટલાય કોઠાં પસાર કરીને જવું પડે! આની સામે વાચકોને બ્લોગ પર પોતાની ટિપ્પણી મૂકવાની સગવડ સારી પડે છે. ટિપ્પણી મૂકો એટલે, બ્લોગધારકે કોમેન્ટના સેટિંગમાં મૂકેલી છૂટ મુજબ, થોડી સેકંડથી લઈને એકાદ દિવસમાં તમારી ટિપ્પણી પ્રકાશિત થઈ શકે. બીજાની ટિપ્પણીઓ તમે વાંચી પણ શકો. મુક્ત ચર્ચા પણ ટિપ્પણીના સ્વરૂપે થઈ શકે. 

બ્લોગની આટલી સ્વતંત્રતા હોય ત્યારે બને કે બ્લોગધારક મનમાં આવે તે વિચાર મૂકે. (જેમ અખબારો કે સામયિકોમાં આવતી ઘણી કોલમોમાં બને છે  તેમ).  એ વિચાર ન પણ ગમે તેવો  હોય. તો શું કરવું? (1) એ બ્લોગ જ ન વાંચવો. (2) પોતાની ટિપ્પણી લખવી. જો તેનો સાનુકૂળ પ્રતિભાવ લાગે તો ઠીક છે, પરંતુ ચર્ચા લંબાતી લાગે, તેનો પ્રતિકૂળ જવાબ – પ્રતિભાવ આવતો  લાગે તો  ટિપ્પણીયુદ્ધ અટકાવી દેવું. એ બ્લોગ વાંચવાનો બંધ કરી દેવો. 

બાકી તો, કુછ તો બ્લોગ કહેંગે, બ્લોગ કા કામ હૈ કહેના!

Add comment 19/04/2009

દુનિયામાં શાંતિ થઈ જાય તો કોણ દુઃખી થાય?

સામાન્ય રીતે ઉપરઉપરથી નેતાઓથી માંડીને પત્રકારો બધા જ તેમનાં કાર્યો દ્વારા આ જગતમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્નશીલ દેખાય છે. નેતા, ડૉક્ટરો, વકીલો..સોરી, વકીલોનું નામ તો બહુ બદનામ થઈ જ ગયું છે. એમ કહેવાય કે, ઝઘડો ચાલુ રહે તે વકીલોને બહુ જ ગમે. ‘દામિની’માં સન્ની દેઓલ જેવો વકીલ છે તેવું બનવાનું કોઈને ગમે ખરું? સાંભળ્યું છે કે એટલે જ વકીલોએ ‘દામિની’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કોર્ટમાં આ ફિલ્મ વિરુદ્ધ એફિડેવિટ કરી હતી કે મુજકર સન્ની વકીલોને બગાડવાની કોશિશ કરી રહ્યો છે અને વકીલોની છાપ તેનાથી ખરડાઈ છે. યોર ઑનર! આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાવો.

એમ તો ‘મુન્નાભાઈ એમબીબીએસ’ જોઈ ત્યારે તબીબોને પણ નિદ્રાની ટીકડીઓ લેવી પડી હતી (અલબત્ત, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ મફતમાંં આવેલી સ્તો) કેમ કે, તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ડૉક્ટરો જો બધા મુન્નાભાઈ જેવા, દર્દીઓ પ્રત્યે લાગણીશીલ થઈ જશે તો તેમનું ઘર ચાલશે કેમ? અખબારોમાં વિજ્ઞાપનો કેવી રીતે આપી શકાશે કે ફલાણા ડૉક્ટર વિદેશ યાત્રાએ ગયેલા હોવાથી મળી શકશે નહીં.

પરંતુ પત્રકારોને મોટા ભાગે ફિલ્મોમાં સારા જ ચિતરવામાં આવતા હોવાથી તેમણે કોઈ ફિલ્મ વિરુદ્ધ અખબારમાં લખવું પડ્યું નથી. હા, ગિફ્ટનું પેકેટ મળ્યું ન હોય તો લખ્યું હોય તે જુદી વાત છે. (આમ પણ બિચારા પત્રકારો મામૂલી ડાયરી જેવી ગિફ્ટથી પણ ખુશ થઈ જતા હોય છે, ગુજરાતમાં તો એક પેગ પણ ચાલે!)
તો જો જગતમાં બધા જ વર્ગના (વર્ગ કહું છું ત્યારે મારી મતલબ ‘બૌદ્ધિક’ વર્ગ  અવતરણ ચિહ્નમાં કોઈ શબ્દ મૂકાય ત્યારે તેનો બીજો અર્થ થતો હોય છે તે તો ‘બૌદ્ધિક’ વાચકો જાણતા જ હશેની છે) લોકો જો જગતમાં શાંતિ સ્થપાય જાય (અને ભારતના લોકો સાથે સંબંધ છે ત્યારે તેમનું જગત ભારતપાકિસ્તાન અને બહુ બહુ તો અમેરિકા સુધી સીમિત છે) તો તેમની ખુશીનો પાર રહે ખરો?
પણ કદાચ, એક વર્ગ એવો છે જેને ભલે આત્મિક ખુશી (જોકે એ પણ સવાલ તો છે જ) થાય, વ્યાવસાયિક રીતે ખૂબ જ દુઃખી થાય, કંટાળાજનક લાગે.

દાખલા તરીકે, દેશ અને વિદેશના સમાચારોના વિભાગ, જેને અમે ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં ‘પી.ટી.આઈ.’ તરીકે ઓળખતા તેમાં રવિવાર અમારા બધા માટે ભયંકર કંટાળાજનક દિવસ. રવિવારે દેશભરના લગભગ (છાપાં સિવાયના) ધંધાપાણી બંધ રહેતા હોવાથી કોઈ સમાચાર જ ન હોય. અને સમાચાર ત્યારે જ સમાચાર બને જ્યારે કોઈ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે સામસામે આક્ષેપો થયા હોય, કોઈ મોટું કૌભાંડ બહાર આવ્યું હોય, વડા પ્રધાને પાકિસ્તાન સામે આરપારની લડાઈ લડી લેવાની હાકલ કરી હોય (યસ, અખબારોના સદ્ભાગ્યે ૨૦૦૧માં પણ, જ્યારે આ બંદો ભાવનગરના ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં પી.ટી.આઈ ૅ પૂર્તિ વિભાગ એમ બે વિભાગમાં હતો કહો કે, ‘બે’જવાબદાર હતો ત્યારેય સંસદ પર ત્રાસવાદીઓ હુમલો કરી ગયા હતા અને ત્યારે વડા પ્રધાન રોજે રોજ નિવેદનો આપી પાકિસ્તાન સામે લડી લેવાની વાત કરતા હતા. કોણ કહે છે કે, સમય બદલાયો છે? શાસકો બદલાયા છે? સમય એનો એ જ છે, શાસકો ભલે બદલાયા હોય, ભાષા એની એ જ છે.), કોઈ બેંક લૂંટાઈ હોય એવું કશું રવિવારે બને નહીં. નિવેદનિયા નેતાઓ પણ રવિવારે રજા રાખતા હોઈ, પ્રેસ નોટ મોકલે નહીં. એટલે રવિવારે જગ્યા ભરવાની બહુ જ માથાકૂટ રહે.

અને તાકડે, રવિવારે જ, વિજ્ઞાપનદાતાઓ પણ વિજ્ઞાપન ન આપે, કારણ એ છપાય તો સોમવારના છાપામાં. એટલે સમાચારો માટે જગ્યા બહુ જ મળે. એકબાજુ, સમાચારો (જેને છાપાવાળા ખરેખર સમાચાર માને, બાકી હકારાત્મક સમાચારો તો ઘણા હોય પણ તે વાચકોને મજા પડે તેવા ન હોય, ચટાકેદાર ન હોય એટલે સમાચાર ન બને) ન હોય અને બીજી બાજુ જગ્યા ભરવાની હોય. વળી, અખબારમાં પણ ઘણા વિભાગ (જેમ કે મારો અડધિયો વિભાગ પૂર્તિ) રવિવારે રજા રાખતા હોઈ અખબારના કાર્યાલયમાં પણ સૂનું સૂનું લાગે.

અને ‘સમાચારો’ બને ત્યારે? સાલું એ પણ મોટી રામાયણ! સમાચાર બને ત્યારે એકસાથે અનેક સમાચારો બન્યા હોય. ઉ.ત. એકબાજુ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હોય અને બીજી બાજુ અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો થયો હોય (એ બંને ઘટનાઓ અલગઅલગ સમયે જ બની હતી તેવી ટીપ્પણી લખવાની જરૂર નથી, એ લખનારને ખબર જ છે, ઉદાહરણરૂપે વાત મૂકી છે). એટલે બંનેના સમાચારો એકપછી એક પી.ટી.આઈ.ના મશિન પર ઉતરતા જ જતા હોય. અને તાકડે પાછું એવું બને કે એ દિવસે વિજ્ઞાપનો થોકબંધ હોય. એટલે ‘સિટી’વાળા (સિટીવાળા એટલે શહેરના સમાચારો છાપતો વિભાગ)ઓને જગ્યા માટે ભીખ માગવાની. દે દે બાબા! થોડી સી જગા દે દે!  એનો મળવાનો કે ન મળવાનો આધાર પણ ચીફ રિપોર્ટરસાહેબને તેમની પત્નીએ કેવું ખવડાવ્યું છે તેના પર રહે. એટલે વૈકુંઠ નાનું અને ભગતડા ઝાઝા! સમાચાર ઘણા લખવા પડે ને પછી જગ્યા પ્રમાણે ઘણા નીકળતા જાય! પણ એ સાહેબ (મારા સાહેબ હતા શ્રી જિતુભાઈ દવે. તેમની ૬૦ વર્ષથી ઉપરની ઉંમર, પણ તેમ છતાં યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ઉત્સાહ તેમનો હતો. આજે પણ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં તેઓ ફરજ એ જ ઉત્સાહ અને નિષ્ઠાથી બજાવે છે) ની નિષ્ઠા જુઓ કે બધા મહત્ત્વના સમાચાર છૂટી ન જાય તે માટે લખવાના તો ખરા જ. દવેસાહેબ પાછા જગ્યા માટે લડે પણ ખરા. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ની હોમ એડ. હોય (મોટા ભાગે એ પૂર્તિની જ રહેતી) તો પહેલાં તો તે કાઢવા માટે માથાકૂટ અને ન કાઢી શકાય તેમ હોય તો પછી તેની સાઇઝ નાની કરવા માટે મથામણ!

અખબારોની દુનિયામાં, જમ્મુકાશ્મીરમાં એકબે જણાં ત્રાસવાદીઓના હાથે કે પછી તેનાથી ઉલટું, મરાયા હોય તો સમાચાર જ ન બને! અકસ્માતમાં એકાદ જણું રામપ્યારું થયું હોય તો એક ફકરો જ તેનો બને.

પણ આ બધી રામાયણ છતાં છેવટે, સારું કર્યાનો સંતોષ થાય. પણ મોટી વાત એ છે કે વ્યાવસિયક રીતે કોઈ સમાચાર ન હોય તો દુઃખ પત્રકારને થાય. સમાચારનો અર્થ અહીં ભગવદ્ ગોમંડળમાં આપ્યા પ્રમાણે હકીકત, વર્તમાન કે સારો આચાર નથી થતો, પણ સારો આચાર (હિન્દીમાં આચાર = અથાણંુ) એટલે કે ચટપટા સમાચાર થાય છે. હવે તો જોકે ઘણા માધ્યમો (એટલે કે અખબારો અને સમાચાર ચૅનલો) એવા થઈ ગયા છે કે સમાચાર ન હોય તો સમાચાર પેદા કરવાના. વિવાદ ન હોય તો વિવાદ જન્માવાનો; જેમ કે રાખી સાવંતે તેના બોયફ્રૅન્ડ અભિષેકને લાફો માર્યો. એટલે હવે જો ચટપટા સમાચાર ન હોય તો વ્યાવસાયિક રીતે જ નહીં, આત્મિક રીતે પણ પત્રકારો દુઃખી થતા હોય છે.

કહેવાય છે કે બીજું વિશ્વયુદ્ધ પત્રકારોના કારણે જ થયું હતું!

Add comment 08/01/2009

અંતુલે વિશે સેક્યુલરોનું કાન ફાડી નાખે તેવું મૌન

 

સેક્યુલર હોવું એટલે શું? ધર્મનિરપેક્ષ હોવું? ના સાહેબ, ના! ભારતમાં સેક્યુલર હોવું એટલે હિન્દુઓનો વિરોધ કરવો. ભારત દેશનો વિરોધ કરવો. 

ભારત દેશનો વિરોધ? હા, અરુંધતિ રોયનો મુંબઈ ત્રાસવાદી હુમલાઓ પરનો લેખ જે ગાર્ડિયનમાં પ્રસિદ્ધ થયો છે તે વાંચજો, ખ્યાલ આવી જશે. અરુંધતિ રોય અને તેના મળતિયાઓ ત્રાસવાદી હુમલાઓ માટે કંઈને કંઈ કારણો આપે છે. અરુંધતિએ તો આ લેખમાં પાકિસ્તાનની સરકારની નરેન્દ્ર મોદીની સાથે સરખામણી કરી. તેણે કહ્યું કે પાકિસ્તાનમાં અને ગુજરાતમાં ફેર શું છે? ત્યાં પણ ત્રાસવાદી છૂટ્ટા ફરે છે અને ગુજરાતમાં પણ બાબુ બજરંગી છુટ્ટો ફરે છે. પાકિસ્તાનમાં ત્રાસવાદને પોષનારા શાસનમાં છે તો ગુજરાતમાં પણ બાબુ બજરંગીને ઊની આંચ ન આવવા દેનારા નરેન્દ્ર મોદી શાસનમાં છે. (આ શબ્દશઃ નથી, પણ ભાવાનુવાદ છે.)

(જેમને અરુંધતીનો લેખ વાંચવો હોય તેમના માટે લિંકઃ

http://www.guardian.co.uk/world/2008/dec/12/mumbai-arundhati-roy)

પરંતુ અરુંધતી રોયને ખુલ્લા પાડ્યા સલમાન રશ્દીએ. તેમણે ન્યૂ યોર્કમાં એશિયા સોસાયટી ઇવેન્ટમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ત્રાસવાદી હુમલા અન્યાયના કારણોસર થાય છે તેવી ડાબેરીઓ અને ખાસ કરીને અરુંધતી રોયની દલીલ ખોટી છે. રશ્દીએ કહ્યું કે તેમણે ઘણી વાર કાશ્મીરમાં ભારતીય સેના દરેક કાશ્મીરીને ત્રાસવાદી તરીકે જ ગણતી હોવા વિશે લખ્યું છે પરંતુ તેમણે એ વાત પણ કહી છે કે ત્રાસવાદીઓ આતંક અને અન્યાય સર્જી રહ્યા છે. મુંબઈમાં કે અન્યત્ર ત્રાસવાદી હુમલા કઈ રીતે ન્યાયપૂર્ણ પ્રણાલિ સર્જી શકશે?

સલમાન રશ્દીએ તો ત્યાં સુધી કહ્યું કે જેહાદીઓ આપણને મધ્ય યુગમાં લઈ જશે. તેમણે કહ્યું કે માનો કે, ભારતમાં મુસ્લિમોના સામાજિક અને આર્થિક પ્રશ્નો હલ થઈ જાય છે, કાશ્મીર સમસ્યાનો પણ ઉકેલ આવી જાય છે, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે પણ શાંતિ સ્થપાઈ જાય છે તો શું અલ કાયદા અને અન્ય જેહાદીઓ તેમનાં હથિયારો હેઠાં મૂકી દેશે?

(વાંચોઃ http://specials.rediff.com/news/2008/dec/19slide1-understanding-the-mumbai-attacks.htm)

ગુજરાતમાં પણ જે ગુજરાતી સેક્યુલર લેખકો છે તેમને મુંબઈના બોમ્બ ધડાકા થાય છે ત્યારે અફઝલ ગુરુને ફાંસીની સજા નથી થતી તેનું દુઃખ સતાવતું નથી, તેમને મુંબઈમાં સેંકડો લોકો માર્યા ગયા અને તે પહેલાંના અસંખ્ય બોમ્બ વિસ્ફોટ અને અન્ય ત્રાસવાદી હુમલાઓમાં નિર્દોષો, જેમાં મુસ્લિમો પણ છે, માર્યા ગયા તેમની વેદના સ્પર્શતી નથી, પરંતુ માલેગાંવમાં બોમ્બ વિસ્ફોટના સંદર્ભે જે તપાસ ચાલતી હતી, તે મહારાષ્ટ્ર એ.ટી.એસ.ના વડા હેમંત કરકરેના શહીદ થવાથી ખોરંભાઈ તો નહીં જાય ને તેની પીડા ડંખે છે. 

કોઈ પણ લેખમાં નરેન્દ્ર મોદીનું કે હિન્દુઓની વાત કરતા લોકોનાં નામ ગમે તે રીતે ઢસડી આવતા લેખકો અંતુલે જેવા દેશદ્રોહી પ્રકારનું વિધાન કરનારા અને મુસ્લિમોને ગેરમાર્ગે દોરનારા પર આ સેક્યુલર લેખકો-કટારલેખકો એકેય શબ્દ ન લખે તે કેવું?

આવા સેક્યુલર લોકો દેશનું ભારે અહિત કરે છે. દેશની છબીને ભારે નુકસાન પહોંચાડે છે. ચર્ચ સળગે કે એક બિનવારસી જેવી મસ્જિદ પડે તો ઉહાપોહ મચાવી દેનારા આ સેક્યુલરો, કર્મશીલો નિર્દોષ ભારતીયોની હત્યા થઈ જાય ત્યારે ગોદડામાં મોં નાખીને સૂઈ જાય છે.

તેમના માટે તો ગાંધીજીનું પ્રિય આ ભજન જ ગાઈ શકાય ઃ રઘુપતિ રાઘવ રાજા રામ (સેક્યુલરો કો) સન્મતિ દે ભગવાન!

Add comment 24/12/2008

How the media created the Raj Thackeray bogey

If UP-ites and Biharis have been thrashed in Mumbai and elsewhere by Raj Thackeray’s Maharashtra Navnirman Sena and now the Bachchan family has been targeted, thank the media, both the television and the print variety.

Not just because the media have been giving Raj Thackeray’s campaign full, wall-to-wall coverage but because the media gave him the cause. Strange, but true. And also tragic.

Here is how it all happened. Go back to February of this year. To an evening when Raj Thackeray, with a party in hand which was more like an NGO and not a splinter of the fiery Shiv Sena, gave a speech at a small event in Vikhroli, a central suburb of Mumbai.

Paraphrased in English, his Marathi speech went something like this: Amitabh Bachchan [Images] lived and worked in Maharashtra’s Mumbai but ran to Allahabad to contest elections to the Lok Sabha, picked Bhojpuri for acting in non-Hindi films and be the brand ambassador for Uttar Pradesh [Images], and when it was the turn to gift a girls’ school, it was to UP. What, he asked, was wrong if Raj Thackeray too loved his Maharashtra?

Note that there is no criticism of Bachchan here but only a telling comparison with him. Even Raj Thackeray liked to compare himself with the Bollywood icon. He presented to the audience the strength of his love for his own state. There was this me-too in Raj Thackeray.

But what did the newspapers do? They reported that Raj Thackeray criticised Bachchan. Far from the fact, that.

But then freedom of expression by distortion marred the media’s claims to credibility and television, which showed the footage of Raj Thackeray’s speech — better than a quote in print — jumped on the bandwagon, silenced his words and used voiceovers with content akin to the print’s contention.

The media thus did a Frankenstein, revelling in its own doing.

The media was given another opportunity to correct the perception. In Pune the day after fierce opposition to Raj Thackeray’s reported speech emerged in the public domain, with everyone calling him a misguided chauvinist, he held a press conference. No, he did not criticise Bachchan but compared his own love with that of Bachchan’s for Uttar Pradesh.

Did he not say at a rally in UP with stalwarts of the Samajwadi Party present that whatever his present residence, he always remained a Chora Ganga kinarewala — , the boy from the banks of the Ganga?

Despite Raj Thackeray’s patient presentation, the media missed the woods for the trees and kept to the same refrain — he panned the UP-ites and Biharis.

On Monday evening, at his Mumbai press conference to denounce Jaya Bachchan’s remark that she was from UP and that people from Maharashtra should excuse her for speaking in Hindi, he predicated his statement with a recall of his Vikhroli speech. He had compared himself to Bachchan. Television channels, especially Star Majha, telecast lengthy excerpts.

Again, the media missed the woods for the trees. Of course, by now the old lie had to be protected and what would be juicier than report on the ban on films starring any of the Bachchans? Drona [Images] (starring Abhishek Bachchan [Images]) and Bachchan Senior’s The Last Lear [Images] were set to release. The products endorsed by them were to be boycotted and that was juicy meat.

Raj Thackeray, no babe in the woods, and in search of a political platform which would yield him his constituency, seemed to have decided within the first week of February that the issue was not only engaging a media which had made up their minds but seemed to catch the imagination of his cadres who would otherwise dump him if they saw no future with him, made the lie his truth. And with good results, too.

Hasn’t his pro-Maharashtra and anti-UP-ite, anti-Bihari stance unnerved the Shiv Sena by walking away with its original Marathi manoos plank? What better than to tell his cousin Uddhav that he had touched the chord of the middle class Marathi people while the Shiv Sena, with its Hindutva and other on-now, off-again planks, was ideologically floundering?

Senior Shiv Sena leaders have confided in me that Raj was smart, much more than he was credited with, to have co-opted the ‘media misreportage’ into a political campaign. If you can’t fight ‘em, join ‘em is the way he chose to go.

Not only did the media breathe life into the MNS which did not take off at a trajectory which would make it an electoral challenge to any political party, but proved that Irving Wallace was bang on target in his 1982 novel The Almighty in which the power-hungry media-owner Edward Armstead’s obsession was to shape the news and then manipulate and control it with disastrous consequences to the world.

Here, the Indian media’s obsession to shape — or sex up? — a story to its worst distortion has come to the fore. And without anyone even batting an eyelid in concern.

What further mischief lies ahead? Can we trust the mass media? The reader believes the printed word and sees television, despite its limited depth — or actually, the absolute lack of it — as real because he sees live images.

It is quite possible that pundits with access to the media because they speak the politically correct lingo would lampoon me for being a Raj Thackeray apologist — if they have no arguments, they tend to shoot the messenger — but the fact is that the present MNS campaign is a demon created by the media.

Before you assault me, interview reporters who covered the three events — Raj Thackeray’s Vikhroli speech, his Pune press conference as well as the latest on Monday at the MNS office — and check the video footage available with the television news channels. You will know the truth.

I, of course, stand by my contention. The media has lost its head and plunged the region into trouble, jeopardising lives and property by its irresponsibility.

By Mahesh Vijaypurkar

Courtesy : Rediff.com

3 comments 12/09/2008


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

jayesh dave on હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર …
વજેસિંહ પારગી on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
anand mehta on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
arvindadalja on મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપ…
પક્જ કનાડા, on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …

તારીખીયું

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed