Posts filed under 'politics'

કૉંગ્રેસના કરકસરનાં પગલાં : દેર સે આયે દુરસ્ત આયે

કૉંગ્રેસે જાહેર કરેલા કરકસરનાં પગલાં વખાણને પાત્ર તો છે જ. કોઈ તેને દંભ કહે તો દંભ. સ્ટંટ કહે તો સ્ટંટ. જે કહો તે પણ, દેશની વર્તમાન પરિસ્થિતિમાં તે અનિવાર્ય હતાં. હા, એમ કહી શકાય કે તે મોડા જરૂર જાહેર થયાં છે

Continue Reading 1 comment 19/09/2009

મનમોહના બડે સચ્ચે

ડૉ. મનમોહનસિંહ

ડૉ. મનમોહનસિંહ

ભાજપમાં જે ડખ્ખા ચાલી રહ્યા છે તે ખરેખર તો કૉંગ્રેસ માટે આનંદની વાત ગણાય, પણ ખરી લોકશાહીમાં, ખેલદિલી હોવી જોઈએ. અને તે વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે બતાવી છે, ભલે તેમના પર ગત લોકસભાની ચૂંટણીમાં માછલા ધોવાયા હોય અને તેમને ‘નિકમ્મા’ કહેવાયા હોય.

તેમણે ભાજપમાં ચાલી રહેલ વિવાદને તેનો આંતરિક વિવાદ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે સારી બાબત નથી. દરેક પક્ષમાં સ્થિરતા હોવી જોઈએ. કોલમિસ્ટ ગુણવંત શાહ લખે છે તેમ, તંદુરસ્ત લોકશાહીમાં શાસક- વિપક્ષ બંને સ્થિર હોવા જરૂરી છે.

બીજી વાત મનમોહને કંધાર અને પોખરણ બાબતે પણ કરી છે.

ઘણા મિડિયાપ્યાસા લોકો પ્રસિદ્ધિ માટે કંઈ ને કંઈ ઉધામા કરતા રહે છે. વૈજ્ઞાનિક કે. સંતનમને શૂં સૂજ્યું તે તો ખબર નથી પણ તેમણે કહ્યું કે પોખરણમાં ૧૯૯૮માં કરાયેલાં પરીક્ષણો સફળ નહોતાં. અગાઉ, અડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર  : ભૂલ કોની?માં લખ્યા મુજબ, ઘણી વાર પોતાના જ લોકો આપણને નીચા પાડતા હોય છે. પોખરણ બાબતે જે કંઈ સત્ય હોય, પણ દેશહિતમાં તે જાહેર કરવાની જરૂર નહોતી.

વડા પ્રધાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ યોગ્ય જ રીતે કહ્યું છે કે પોખરણનો વિવાદ બિનજરૂરી ન ઉછાળો.

વડા પ્રધાને કંધાર (તેમના પક્ષ માટે તો ખરેખર આ મોટો પોઇન્ટ છે, ત્રાસવાદના મુદ્દે  ભાજપને ટક્કર આપવા માટે)ના મુદ્દાને પણ ભૂલી જવા શીખ આપી છે.

ખરેખર! ડૉ. મનમોહનસિંહે પરિપક્વતાના દર્શન કરાવ્યા છે.

1 comment 30/08/2009

લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર પ્રકરણ : ભૂલ કોની હતી?

સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે જશવંત : જશના માથે જૂતાં!

સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે જશવંત : જશના માથે જૂતાં!

સૌથી પહેલા તો જશવંતસિંહની વાત. જશવંતસિંહે ઝીણા પર પુસ્તક લખ્યું ને કથિત રીતે ઝીણા કરતાં નહેરુ-સરદારને ભારતના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા એમાં તેમની હકાલપટ્ટી થઈ. તેમને કોઈ પણ ઔપચારિકતા વિના રુક્ષતાથી કાઢી મૂકવામાં આવ્યા.

યે તો સરાસર નાઇન્સાફી હૈ! અરે ભાઈ, જે સ્થાપનાકાળથી સંકળાયેલા હોય તેમની સાથે આવો વ્યવહાર. સંઘ પણ લોકોને જોડવાની વાત કરે છે-લોકોને સાથે લઈને ચાલવાની વાત કરે છે. એકાએક જશવંતસિંહ એટલા બધા ખરાબ થઈ ગયા? માન્યું કે તેમની ઘણી ભૂલો હતી. તેઓ ગત ચૂંટણીમાં નોટ વહેંચતા પકડાયા હતા. ચૂંટણી પછી જાહેરમાં તેમણે પક્ષ સામે અવાજ ઉઠાવ્યો હતો. (પણ પક્ષમાં તેમનો અવાજ નહીં સંભળાયો હોય ત્યારે ને?)

બીજું તો ઠીક, પણ તેમણે વિદેશ મંત્રી તરીકે જે ભૂમિકા ભજવી હતી તેની નોંધ ઇતિહાસમાં લેવી પડી હોત, પણ આ બધાય દેકારા (ભાજપના ઉધામા)ના કારણે જ આ ન બન્યું. પોખરણ -૨ પછી અમેરિકાએ ભારત પર પ્રતિબંધો મૂક્યા હતા તે પછી અમેરિકાના વિદેશ પ્રધાન સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે તેમણે મંત્રણાઓનો દોર ચલાવ્યો હતો અને અમેરિકાને ભારતની તાકાત માનવી પડી હતી. એ સિવાય ફ્રાન્સ, જર્મની સહિતના યુરોપીય દેશો અને તુર્ક જેવા આરબ દેશો સાથે પણ સંબંધો સુધારવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય હતી. તે પછી યશવંતસિંહાને વિદેશ મંત્રી બનાવાયેલા પણ તેઓ કોઈ ઉલ્લેખનીય કામગીરી (જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી) કરી શક્યા નહોતા.

માટે જશવંતસિંહ સાથે જે વર્તન થયું તે યોગ્ય નથી. ભાજપની સરકાર ફરી (જો) બનત તો તેમની વિદેશ પ્રધાન તરીકે સેવાનો સારો ઉપયોગ કરી શકાયો હોત.

****************

હવે બીજી વાત.

અડવાણી : કિસ કે સુનાઉં હાલ દિલ-એ-બેકરાર કા!

અડવાણી : કિસ કે સુનાઉં હાલ દિલ-એ-બેકરાર કા!

અત્યારે લાલકૃષ્ણ આડવાણીને પણ હટાવવાની વાત ચાલી રહી છે, જાણે કે તેમણે પક્ષમાં કંઈ કર્યું જ નથી, તેઓ સત્તાલાલસુ છે, પદને વળગી રહ્યા છે વગેરે વાતો ચાલી રહી છે. ઝીણા વિવાદ પછી માધ્યમો સહિત પક્ષની અંદર પણ કોઈ મહત્ત્વ નથી મળી રહ્યું. પક્ષમાં આજકાલ છવાયેલા નેતાઓ પોતાને તેમના કરતાં મોટા સમજવા લાગ્યા છે. આ ભારતીય સંસ્કૃતિ નથી. આડવાણીએ પક્ષના માટે આપેલો ભોગ-બલિદાન વિસરવું યોગ્ય નથી અને કંધાર (તે મુદ્દે આ જ લેખમાં આગળ છણાવટ વાંચો) મુદ્દે જે કંઈ હોય તે, પણ તેમની ટીકા કરવી યોગ્ય નથી.

આડવાણી, અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોષી, ગોવિંદાચાર્ય, કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, પ્રમોદ મહાજન (અલબત્ત, સરકારમાં આવ્યા પછીની તેમની ભૂમિકાની વાત નથી), ઉમા ભારતી જેવા અનેક કાર્યકર્તા – જે બાદમાં નેતા બની ગયાની મદદથી ભાજપ અત્યારે જે છે તે છે. પણ તેમાં આડવાણી, વાજપેયી અને જોષીની ભૂમિકા દેખાય તેવી હતી. આડવાણીની રથયાત્રાના કારણે ભાજપ સત્તામાં આવે તેવી ભૂમિકા રચાઈ ગઈ હતી. (રાજીવ ગાંધીની હત્યા ન થઈ હોત તો શું ખબર પક્ષ સત્તામાં હોત પણ ખરો?)

હવાલાકાંડ થયો ત્યારે પદની સહેજ પણ લાલચ રાખ્યા વગર-જરા પણ વિલંબ વગર આડવાણીએ રાજીનામું આપી દીધું હતું અને તે પછી વાજપેયીને જ સતત આગળ કર્યા હતા. વાજપેયી સક્રિય હતા ત્યાં સુધી આડવાણી પાછળ જ રહ્યા. અને વાજપેયી નિષ્ક્રિય થયા પછી આડવાણી જ સ્વાભાવિક રીતે તેમના ઉત્તરાધિકારી બનવાને લાયક હતા અને અત્યારે પણ છે જ.

****************

સંઘના વરિષ્ઠ અધિકારીઓ - સુદર્શનજી અને ભાગવતજી

સંઘના વરિષ્ઠ અધિકારીઓ - સુદર્શનજી અને ભાગવતજી

અત્યારે ખોટી રીતે એક નવો કન્સેપ્ટ ઉભરી રહ્યો છે. ઉંમરમાં વૃદ્ધો ન ચાલે. કમનસીબે રા.સ્વ.સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ ભાજપમાં યુવાન નેતાની વાત કહી. કોંગ્રેસમાં પણ યુવાન નેતાની વાત ચાલી રહી છે. મિડિયામાં તો યુવાનોની વાત ઘણા સમયથી ચાલે જ છે, અને મિડિયાની વાત રાજકીય પક્ષો પૂરતી મર્યાદિત નથી. હિન્દી ફિલ્મોમાં ૪૦થી મોટી ઉંમરના અભિનેતા તેમનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે ભૂમિકા ભજવે કે કોલેજિયન બને ત્યારે તે ટીકા કરવા લાગે છે.

યુવાનોમાં જોશ હોય છે, પણ કામ માટે જે હોશ જોઈએ તે અનુભવી વ્યક્તિ જ આપી શકે અને અનુભવ તો ઠરેલ-વધુ ઉંમરવાળા પાસે હોય ને. (અપવાદ બંને તરફે હોઈ શકે છે. યુવાન પણ ઠરેલ હોઈ શકે અને વૃદ્ધો પણ સાઠે બુદ્ધિ નાઠી જેવું વર્તન કરી શકે). આડવાણી ઉંમરની રીતે વૃદ્ધ હોઈ શકે પણ કામની રીતે – શારીરિક રીતે વૃદ્ધ થયા લાગતા નથી. જો આ બખેડો ન થયો હોત તો તેઓ ભાજપમાં નવું જોમ પૂરવા રથયાત્રા કાઢવાના હતા. આખા ભારતમાં ભાજપના કાર્યકર્તાઓને મળવાના હતા. ગૃહ મંત્રી તરીકે પણ તેમની કામગીરી ઘણી સારી રહી. કાશ્મીરમાં તેમના સમયમાં ઘણા ત્રાસવાદીઓનો સફાયો થયો હતો. રોજે રોજ એકબે-એકબે કરતાં ઘણા ત્રાસવાદી સાફ થતા હતા. તેમણે મોદીને બચાવવામાં ભૂમિકા ભજવી હોય તો તે પણ યોગ્ય જ હતી. વાજપેયી દિલથી વિચારનારા માણસ. પણ આવા કિસ્સામાં સંતુલિત બુદ્ધિથી વિચારવું જરૂરી હતું.

ખેર. હવે તો વાત વટે ચડી ગઈ છે. જશવંત ગયા છે અને આડવાણી પણ જશે. તે બંને અત્યારે જે રીતે ચિતરાઈ રહ્યા છે તેવું નથી. તેઓ ખરાબ નથી, તેમનો સમય ખરાબ છે.

****************

ભાજપ અને તેમના સાથી સંગઠનો- સંઘ, વિહિપ વગેરે ઘણી વાર તેમની અને ઘણી વાર મિડિયાની માયાજાળમાં ફસાઈ જતા હોય છે. તેનો મોટો દાખલો એટલે ઝીણા મુદ્દે આડવાણીનો વિવાદ. ત્યારે સંઘ અને વિહિપ જો કટાસરાજ મંદિરના પુનઃ ઉદ્ઘાટનના મુદ્દે બોલ્યા હોત-પ્રચાર કર્યો હોત તો સારું રહેત. પણ વિહિપના બડબોલિયા નેતાઓ ચૂપ ન રહી શક્યા. મિડિયાએ તો ખોટું (અથવા જાતે કરીને) અર્થઘટન કર્યું જ હતું. તેમની માયાજાળમાં આખો પરિવાર આવી ગયો. (ડૉ. હેડગેવારે અમસ્તું જ કંઈ સંઘને પ્રસિદ્ધિ પરાંગમુખ નહોતો રાખ્યો. અત્યારે ફરી સંઘે તેના છ અધિકારીઓને મિડિયા માટે નિયુક્ત કર્યા છે. ફરી એ જ થવાનું. જશવંતસિંહના ઝીણા વિવાદ પછી જે રીતે કુ.સી.સુદર્શનજી બોલ્યા તેનો વિવાદ થયો જ, ભલે સુદર્શનજી જરા પણ ખોટું નથી બોલ્યા. અને તેનો સવાલ ભાગવતજીને પણ શુક્રવાર તા. ૨૮ની પત્રકાર પરિષદમાં પૂછાયો જ હતો. એટલે મિડિયા ગમે તેમ સંઘને ભેરવવાનું છે, ખાસ કરીને જ્યારે તેમાં મોટા ભાગના સામ્યવાદી, સ્યુડો સેક્યુલર અને માત્ર સનસનાટી ઈચ્છતા પત્રકારો છે.

કંધાર વખતે એક તો, વિમાન ભારતની સરહદ બહાર ચાલ્યું ગયું હતું. (ભારતની અંદર જ ન રોકી શકાયું તે જરૂર ભૂલ ગણાય. બીજું, કારગિલ વખતે પણ સરહદ પાર નહીં કરવા (ખોટી) સૂચના સૈન્યને અપાઈ હતી તો આ વખતે સરહદપાર જઈને કમાન્ડો ઍક્શન લેવાય તેવી આશા કેમ રાખી શકાય? વળી, તે વખતે સમાચાર ચૅનલોએ હોબાળો મચાવી દીધેલો, ઉતારુઓના સગાઓના વિઝ્યુઅલ બતાવી બતાવીને. સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. સરવાળે, કોઈનો મત એવો નહોતો કે ગમે તેમ કરીને ત્રાસવાદીઓને તો ન જ છોડવા. મુફ્તિ મોહમ્મદ સઈદની દીકરીની જેમ એક જ વ્યક્તિનો અહીં કિસ્સો નહોતો. છોડવાનો નિર્ણય મજબૂરી હતી અને તેમાં વળી જશવંતને જવું પડ્યું. ગત ચૂંટણીમાં જ્યારે કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે આ વાતનો ભાજપ જડબાતોડ જવાબ આપી શક્યું હોત, પણ એમ ન થઈ શક્યું.

****************

એમ તો રાવણ પણ મહાન શિવભક્ત હતો, પણ તેથી કંઈ તેને દેવ કે ભગવાન ન ગણી શકાય. રાવણનો પૂર્વાર્ધ ન જોવાય. કંસે પણ જો આકાશવાણી ન થઈ હોત તો બહેન-બનેવીને ન પૂર્યા હોત. તેનો પણ પૂર્વાર્ધ ન જોવાય. તેમ ઝીણા પણ એક સમયે રાષ્ટ્રભક્ત હતા. સેક્યુલર પણ હતા. પણ એ તેમનો પૂર્વાર્ધ છે. (તેઓ રાષ્ટ્રભક્તમાંથી કેમ હાડોહાડ કોમવાદી બન્યા તે માટે પાછું ગાંધીજીની ખિલાફત ચળવળ જેવા મુસ્લિમ તુષ્ટીકરણના મુદ્દા જવાબદાર છે. ) પણ તેમણે જે ‘ડાયરેક્ટ ઍક્શન’નો આદેશ આપેલો તે ભૂલી શકાય તેવો નથી, જે લોહી વહેવડાવ્યું હતું તે ભૂલી શકાય તેવું નથી. ગાંધીજી તો તેમને વડા પ્રધાન બનાવવા તૈયાર થઈ ગયા હતા. અને કદાચ એટલે જ સત્તા મેળવવા આતુર નહેરુ અથવા તો બીજો કોઈ વિકલ્પ ન લાગતા, કે પછી, ચાલો, આ રીતે હિન્દુઓ આ તરફ ને મુસ્લિમ પેલી તરફ, એમ ભાગલા થઈ જતા હોય તો ભલે થઈ જાય, પણ પછી તો શાંતિથી રહી શકાશે, એમ વિચારીને નહેરુ-સરદારે ભાગલા સ્વીકારી લીધા હોય તો તે સમયે જે થયું તે, તે સમયના સંજોગો પ્રમાણે યોગ્ય જ ગણાય.

બોધપાઠ તો ઇતિહાસમાંથી એ લેવો જોઈએ કે તે સમયે જે ભૂલો થઈ તે ફરી ન થાય. પણ અત્યારે એવો બોધપાઠ આ વિવાદોના પક્ષકારોમાંથી કોઈ લઈ રહ્યું છે? એવું લાગતું નથી. ઍડવાન્ટેજ? કૉંગ્રેસ¡! ડિસઍડવાન્ટેજ? લોકશાહી, કેમ કે લોકશાહીમાં શાસક અને વિપક્ષ બંને મજબૂત હોય તે ખૂબ જ જરૂરી છે.

2 comments 30/08/2009

બ્રિટનના સાંસદોનું ખર્ચ કૌભાંડ : જ્યારે વાડ જ ચીભડાં ગળે…

ભારતમાં પંદરમી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ બ્રિટનમાં રાજકીય ધરતીકંપ મચી ગયો હતો. એવો ધરતીકંપ જેના આફ્ટરશોક હજુ ઘણા સમય સુધી ચાલતા રહેવાના છે. બ્રિટનના વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને પોતે માફી માગવી પડી હોય તેવા આ ધરતીકંપની તીવ્રતા એ વાત પરથી અંદાજાઈ જશે કે તેમાં તમામ પક્ષના સાંસદો સંડોવાયેલા હતા અને તેનું એપીસેન્ટર હતું હાઉસ ઓફ કોમન્સ!

હકીકતે આપણે એવું માનીએ છીએ કે ભારતમાં રાજકારણીઓ સૌથી ભ્રષ્ટ છે, પણ બ્રિટનનું આ કૌભાંડ જાણશો તો ચોંકી જશો અને એવાં તારણ પર પહોંચી જશો કે કાગડા સર્વત્ર કાળા જ હોય. બ્રિટનમાં સાંસદોના ખર્ચનું કૌભાંડ ત્યાંના અખબાર ‘ડેઇલી ટેલિગ્રાફ’એ ઉઘાડું પાડ્યું છે. સાંસદોએ પોતાના ખર્ચા માટે સરકાર સમક્ષ મૂકેલા દાવાની વિગતો ‘ડેઇલી ટેલિગ્રાફ’ રોજે રોજ પાના ને પાના ભરીને છાપી રહ્યું છે. અને ખર્ચા પણ કેવા? બાથરૂમના પ્લગ, લોન મોવર્સ, સિલ્કના કુશન, ટેલિવિઝન સેટ, પોટેડ પ્લાન્ટ અને કૂતરાનું ભોજન…આ બધાં ખર્ચા માટે સાંસદોએ દાવા રજૂ કર્યા છે.

બીજા બધા દેશોની જેમ બ્રિટનમાં પણ સાંસદોને જે વિસ્તારમાં તેઓ રહેતા હોય તેમાં અને જ્યાં સંસદ મળતી હોય તે રાજધાનીમાં રહેવા માટેનો ખર્ચ ચૂકવવામાં આવે છે અને તે વાજબી પણ છે. તેમને પ્રવાસનો ખર્ચ અને તેમનાં કાર્યાલયોમાં જે કંઈ કર્મચારીગણ રાખવો પડે તેનો ખર્ચ પણ ચૂકવવામાં આવે છે.
પણ આ પ્રકારની સરકારી મદદનો ગેરફાયદો ઉઠાવવાનું કઈ હદ સુધી વાજબી? સાંસદો તેમના બીજા ઘરના વધારાના ખર્ચા માટે જે વળતર મળતું હોય છે તેનો ગેરફાયદો ઉઠાવતા રહ્યા હતા. અને આ કંઈ ઓફિસમાંથી ઘરે લઈ જવાતાં ‘નોટપેડ’ કે પેન કે પછી બાળકોના શાળાના પ્રૉજેક્ટ માટે લઈ જવાતી સ્ટેશનરી કે પછી વિદેશમાં રહેતા પોતાના નિકટના સગાને ઘરના બદલે ઓફિસમાંથી કરાયેલ આંતરરાષ્ટ્રીય કોલ નહોતો. અલબત્ત, સાંસદો આ તો બધું કરતા જ રહ્યા છે. પરંતુ અહીં એવા બધા ખર્ચા તેમણે ગણાવ્યા છે જેના માટે બીજા સામાન્ય માણસને પણ શરમ થાય.

ત્યાંના સાંસદો એવું કરતા રહ્યા છે કે એક નિવાસસ્થાનને તેમનું બીજું ઘર બતાવીને તેઓ ભથ્થું લઈ લે. તેની સજાવટ, ફર્નિશિંગ અને ફરી ફનિર્શંિગ માટે લોકાના નાણાં બેફામ વપરાય. પછી એ ઘર વેચી દે અને બીજું ઘર લે. તેમાં ફરી એનું એ જ ચક્કર ચલાવે.
આ તો કંંઈ નથી, કોણે અને કેવી કેવી હસ્તીએ કેવા કેવા ખર્ચા કર્યા તે જાણશો તો તમને ચક્કર આવી જશે, ભલે તમે બ્રિટનના કરદાતા નાગરિક ન હો! વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને તેમના રસોડા, સેટેલાઇટ ટીવી અને લાઇટ બલ્બ માટે ૧૦,૮૦૦ પાઉન્ડનો દાવો કર્યો! બ્રાઉને તેમના ભાઈને સફાઈ સેવા માટે ૬,૦૦૦ પાઉન્ડ ચૂકવ્યા અને એક જ પ્લમ્બિંગ બિલ માટે બે વાર દાવા કર્યા. ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લૈર પણ કંઈ પાછળ નથી. તેમણે હાથીદાંતથી સજાવેલું રસોડું બનાવવા તેમજ આગા કૂકર રિપેર કરાવવા ૧૦,૬૦૦ પાઉન્ડનો દાવો કર્યો! ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન, લેબર પાર્ટીના સાંસદ, જેમને સૌથી આળસુ સાંસદનો ખિતાબ મળેલો છે (!) તેવા જોન પ્રેસ્કોટ ‘પ્રેઝઝા’એ તેમનાં આખાં ઘરમાં મોક ટ્યૂડર બોર્ડ લગાવવા માટે તેમજ ભોજનનાં બિલનો ખર્ચ ૯,૮૦૦ પાઉન્ડ રજૂ કર્યો.

સમુદાય અને સ્થાનિક સરકાર તેમજ શ્રમ મંત્રી હેઝલ બ્લીયર્સે એક જ વર્ષમાં લંડનની ત્રણ જુદીજુદી સંપત્તિ માટે દાવો કર્યો અને ત્રણ મહિનામાં ફર્નિચર માટે ૫,૦૦૦ પાઉન્ડનો દાવો કર્યો. એવો પણ આક્ષેપ છે કે આ માનુનીએ તેમના મતવિસ્તાર સેલફોર્ડમાંથી દક્ષિણ લંડનમાં ફ્લેટ ખરીદ્યો. તેના માટે તેમણે પ્રતિ માસ ૮૦૦ પાઉન્ડનો વળતરનો દાવો કર્યો. બાદમાં તેમણે આ ફ્લૅટ ૪૫,૦૦૦નો નફો લઈને ફ્લૅટ વેચી દીધો, તેના પર કેપિટલ ગેઇન ટેક્સ પણ ન ચૂકવ્યો!

માત્ર લેબર પાર્ટીના જ નહીં, કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો પણ આવા જ નીકળ્યા. અને નીચલા ગૃહ ‘હાઉસ ઓફ કોમન્સ’ (આપણે ત્યાં લોકસભા છે તેમ)ના જ નહીં, ‘હાઉસ ઓફ લોડર્સ’ (જેમ કે આપણી રાજ્યસભા)ના સાંસદોએ પણ આવા જ ખર્ચાના દાવા કરીને ખર્ચ વસૂલી લીધો..કરદાતાની કેડ પર!

એક તરફ, એવા સમાચાર છે કે બ્રિટનમાં છેલ્લાં ૩૦ વર્ષમાં ન અનુભવાઈ હોય તેવી મંદી છે. ઘર ચલાવવાનો ખર્ચ પૂરો કરવા ત્યાંની પ્રજા સંઘર્ષ કરી રહી છે. નોકરીઓમાંથી રોજે રોજ સેંકડો માણસો છૂટા કરાઈ રહ્યા છે. મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. પેટ્રોલડિઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે. આવા સમયે આવા સમાચાર પ્રજાને ધક્કો પહોંચાડે તે સ્વાભાવિક છે.

પણ આ ડઠ્ઠર રાજકારણીઓ કહેવાતા પ્રજાના સેવકોએ શું પ્રતિક્રિયા આપી?
વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને કહ્યું કે બધો વાંક ‘સિસ્ટમ’ (પ્રણાલી)નો છે. લેબર પાર્ટીનાં નાયબ નેતા હેરિએટ હરમને તો વળી ઓળિયોઘોળિયો સાંસદોના બદલે હાઉસ ઓફ કોમન્સના અધિકારીઓ પર નાખ્યો કે વાંક તેમનો જ છે. સાંસદો તો દાવો મૂકે પણ સંસદના અધિકારીઓએ તો તે તપાસવા જોઈએ ને!

બ્રિટનના રાજકારણને હચમચાવી મૂકનાર આ કૌભાંડને બહાર લાવવાનો શ્રેય પત્રકાર હીધર બ્રૂકને જાય છે. તેણે ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન એક્ટ, ૨૦૦૦ હેઠળ સાંસદોના ખર્ચના દાવાની વિગતો જાણવા વિનંતી કરી. ઇન્ફોર્મેશન ટ્રિબ્યુનલે આ વિનંતી માન્ય રાખી પરંતુ હાઉસ ઑફ કોમન્સના અધિકારીઓએ આ નિર્ણયને એક કાયદા હેઠળ પડકાર્યો એમ કહીને કે આ ગેરકાયદે ઘૂસણખોરી છે (સાંસદોની જિંદગીમાં). છેવટે વાત હાઇ કોર્ટમાં પહોંચી અને કોર્ટના આદેશના આધારે હાઉસ ઓફ કોમન્સના અધિકારીઓ સાંસદોના ખર્ચની સંપૂર્ણ વિગતો જુલાઈ ૨૦૦૯માં પ્રસિદ્ધ કરવા તૈયાર થયા. પરંતુ તે અગાઉ જ ‘ડેઈલી ટેલિગ્રાફ’એ આ વિગતો પ્રકાશિત કરવા માંડતા હોબાળો મચી ગયો. હવે આ વિગતો કેવી રીતે ‘લિક’ થઈ તેની તપાસ થવાની છે! આ પ્રકરણમાં એકાદ બે સાંસદો તથા ગૃહના અધ્યક્ષ સિવાય કોઈનાં રાજીનામાં આવ્યા નથી. નાયબ નેતા હેરિએટ હરમને ૨૦મી મેએ સાંસદોના ખર્ચાને કાબૂમાં રાખવા માટે સંસદીય ધોરણો સત્તામંડળ (પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી)ની રચના કરી નાખી છે.

પણ ખુદ સાંસદોના ધોરણો નીચે જાય ત્યારે કોને કહેવું? ભારતની જેમ બ્રિટનની પ્રજાને પણ આ સવાલ મૂંઝવી રહ્યો છે.

2 comments 05/06/2009

રાહુલબાબાને જશ અને ભાજપનું ભેંકાર ભાસતું ભાવિ : સત્ય શું છે?

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલબાબાની આરતીઓ ઉતારાઈ રહી છે. બિચારા મનમોહનસિંહ, જેમના નામે કોંગ્રેસને મત મળ્યા છે તેમને ભૂલી જવાઈ રહ્યા છે- ખાસ કરીને માધ્યમો દ્વારા. મનના કોઈ ખૂણામાં વાઈરસની જેમ કાયમી ઘર કરી ગયેલી ગુલામીનાં મૂળ જલદી ઉખડે તેમ નથી. એટલે જ કોંગ્રેસ અને માધ્યમોએ ચિંતા રાહુલબાબાને પરણાવી દેવાની કરવી જોઈએ, કેમ કે, તેઓ પરણશે નહીં તો પછી નવો કે નવી વારસદાર ક્યાંથી આવશે? જોકે ઇંદિરા ગાંધી ચીંધ્યા માર્ગે લાવવાનો રસ્તો પણ ખુલ્લો તો છે જ. રાહુલના વારસદારનો પ્રશ્ન અત્યારે છે તેમ ને તેમ ચાલુ રહે તો પ્રિયંકાને રાજકારણમાં તાણી લાવવી. આમેય કોંગ્રેસ તો આ લોકોના પિતાશ્રીની જાગીર જ છે ને!

ચાલો. રમૂજને બાજુએ રાખીએ. કોંગ્રેસની આ જીત બદલ બધા રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી તેવું કહી રહ્યા છે, પણ થોડાંક આ પાસાં પર પણ નજર કરીએ તો સત્ય સમજાઈ જશે કે ખરેખર ક્યાં પરિબળોના લીધે કોંગ્રેસ વિજયી બની?

*  બેશક, ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધીની મહેનત સફળ રહી, પરંતુ તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઇવન ગુજરાતમાં શું થયું?

* તમિલનાડુમાં કરુણાનિધિએ શ્રીલંકામાં તમિલો પર થઈ રહેલા અત્યાચાર, ખાસ કરીને પ્રભાકરનનો મુદ્દો ઉપાડ્યો. ત્રાસવાદી પ્રભાકરનને પોતાનો મિત્ર ગણાવ્યો. હવે જે પ્રભાકરન કોંગ્રેસના એક સમયના વડા- અત્યારનાં વડાંના પતિ અને ભાવિ વડા ગણાતા નેતાના પિતાના હત્યારાને મિત્ર ગણાવતા હોય તેમની સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસને કોઈ વાંધો ન આવ્યો. જોકે  હવે તે જ ડીએમકેએ કોંગ્રેસને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે.  તો  પ્રભાકરન પર જયલલિતા સોફ્ટ રહ્યાં અને કરુણાનિધિએ સમર્થન કર્યું એટલે તમિલનાડુમાં પ્રજા ડીએમકેના પક્ષે રહી. વળી, ત્યાં અભિનેતા વિજયકાંતનો પક્ષ પણ જયલલિતાના પક્ષમાં ભાગ પડાવી ગયો.

* આંધ્રપ્રદેશમાં અભિનેતા ચિરંજીવીનો પક્ષ ભલે ખાસ સફળતા ન મેળવી શક્યો પરંતુ તેણેય કોંગ્રેસને જીતાવવામાં મદદ તો કરી જ.

* કેરળમાં ડાબેરીઓથી ત્રાસેલી પ્રજા પાસે કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

* પં. બંગાળમાં અત્યાર સુધી ડાબેરીઓથી ત્રાસેલી પ્રજાના મતો  તૃણમૂળ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતા હતા. આ વખતે બંને સાથે મળીને ચૂંટણી લડ્યા. જીત્યા.

* મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મનસે કોંગ્રેસને ફાયદો કરાવી ગઈ.

* ગુજરાતમાં ગોરધન ઝડફિયા અને સુનીલ ઓઝા જેવા ભાજપના અસંતુષ્ટોનો પક્ષ મહા ગુજરાત જનતા પક્ષ (મજપ) ભાજપના મતોમાં ભાગ પડાવી ગયો અને કેટલાક ઠેકાણે રાતોરાત ભાજપમાં સમાવાયેલા-આયાત કરાયેલા ઉમેદવારોના કારણે ભાજપના પ્રતિબદ્ધ મતદારો-કાર્યકરો  ભાજપથી મોંઢુ ફેરવી બેઠા. આવું ન થયું હોત તો ભાજપને કદાચ ૧૮ બેઠક આરામથી મળી ગઈ હોત.

હવે ભાજપના ભાવિની વાત કરીએ.

ભાજપની વર્તમાન સ્થિત  પ્રકાશ મહેરાની ફિલ્મ ‘હેરા ફેરી’ના દારૂડિયા (અભિનેતા રામ પી. શેઠી)

લાલકૃષ્ણ આડવાણી

લાલકૃષ્ણ આડવાણી

જેવી છે. અમિતાભ જુગાર રમતો હોય ત્યારે વિનોદ ખન્ના તેને બાતમી આપવા જ્યારે જ્યારે જાય ત્યારે કેબિનમાંથી બહાર નીકળતા આ દારૂડિયા સાથે ભટકાય અને પેલો ઉલટો ફરીને ફરી કેબિનમાં દાખલ થઈ જાય!

બીજી રીતે કહીએ તો બાળકોને રમવાની એક રમત સાપસીડી છે. આ રમતમાં ૧૦૦ આંક પર પહોંચો તો જીતી જાવ, પણ તે અગાઉ ૯૯ પર મોટો સાપ મોંઢુ ફાડીને બેઠો હોય. ૯૦ને વટાવી ગયા પછી  મોટા ભાગે એવા પાસા પડે કે તમે ૯૯ પર  પહોંચો તો સડસડાટ ૪૮ કે ૪૦ એવા કોઈ આંકે પહોંચી જાવ.

ભાજપની સ્થિતિ આવી જ બને છે.

૧૯૮૪માં ૨ બેઠકો જીતેલો ભાજપ ૧૯૮૯માં ૮૫ બેઠકે પહોંચ્યો. રામમંદિરનો મુ્દ્દો વેગ પકડી ચૂક્યો હતો. લાલુપ્રસાદ દ્વારા આડવાણીની ધરપકડ, ચંદ્રશેખર સરકારમાં કોંગ્રેસનું વલણ, કારસેવકો પર મુલાયમસિંહ દ્વારા આડેધડ ગોળીઓ ચલાવવી, કોંગ્રેસના બોફોર્સ અને સબમરિન કાંડ વગેરેના કારણે ૧૯૯૧માં તેને સ્પષ્ટ બહુમતી મળે તેવી પૂરી શક્યતા હતી…પરંતુ રાજીવ ગાંધીની હત્યા થઈ. પરિણામે લોકોની સહાનુભૂતિ કોંગ્રેસને મળી. અલબત્ત, તેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહોતી મળી અને ભાજપનો સાવ નિરાશાજનક દેખાવ નહોતો થયો. ભાજપને ૧૨૦ બેઠકો મળી હતી. તે પછી ઉત્તરોત્તર ભાજપની બેઠકો વધતી ગઈ. ૧૯૯૬માં ૧૬૦, ૧૯૯૮માં ૧૮૨, ૧૯૯૯માં લગભગ એટલી જ બેઠકો મળી. ૧૯૯૮માં અને ૯૯માં સત્તા પર આવીને પાંચ વર્ષ પૂરા કરનાર એનડીએ હારશે તેવી કોઈને કલ્પના નહોતી (જેમ આ ચૂંટણીમાં કોંગ્રેસ ૨૦૦ ઉપર બેઠકો મેળવશે અને યુપીએને ડાબેરીઓના ટેકાની જરૂર નહીં પડે તેવી કોઈને કલ્પના નહોતી તેમ જ) પરંતુ એનડીએનો પરાજય થયો. ૨૦૦૪માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે માત્ર સાત બેઠકોનો જ તફાવત રહ્યો. ૨૦૦૯માં આ તફાવત વધીને સોએક બેઠકો  જેટલો થઈ ગયો.

* ભાજપને જો ફરી સત્તામાં આવવું હોય તો તેણે તેની સ્થિતિ દારૂડિયા જેવી નહીં રાખવી પડે. ઘડીકમાં રામમંદિરનો મુદ્દો હાથમાં લીધો ને ઘડીકમાં છોડ્યો, તેવું નહીં ચાલે. કોઈ એક મુદ્દો પકડી લો.  (અહીં રામમંદિર બરાબર હિન્દુત્વ એવું સમજવું.)

* નેતાઓ વચ્ચે વધુ સાંમજસ્ય, સંકલન રાખવું પડશે, જેવું એક સમયે વાજપેયી, આડવાણી અને મુરલી મનોહર જોશી વચ્ચે હતું. પક્ષમાં અત્યારે આ સત્તાની ધરી પણ એકતરફી ઝૂકી ગઈ છે. તે પહેલાંની જેમ સંતુલિત કરવી પડશે.

* શિસ્તવાદી -પ્રમાણિક અને રાષ્ટ્રવાદી છબિ મજબૂત બનાવવી પડશે. જશવંતસિંહ જેવા પક્ષના ટોચના નેતા ચૂંટણી પહેલાં નોટ વહેંચતા પકડાય અને છતાં તેમને ટિકિટ આપી આસામમાં લડવા મોકલાય તેવું ન ચાલે.

* પોતાની બાજુ સબળ હોવા છતાં બચાવની મુદ્રામાં આવી જવાનું ટાળવું પડશે. કંદહાર મુદ્દે ભાજપને બચાવ કરવાનો જ નહોતો. એ વખતે માધ્યમો-ઇલેક્ટ્રોનિક મિડિયા આવી ગયું હતું. વિમાનને દેશથી બહાર જતો રોકી ન શક્યા તે ભૂલ, પણ પછી તો વિમાન અફઘાનિસ્તાનમાં હતું. વળી ઇલે. મિડિયામાં વિમાનમાં અપહૃત મુસાફરોના રોકકળ કરી રહેલા સ્વજનોનાં દૃશ્યો સતત બતાવાતાં હતાં. તે લોકો પણ કમાન્ડર ઓપરેશન કરવા માનતા નહોતા. બધા રાજકીય પક્ષો એક નહોતા. કમાન્ડર ઓપરેશન કરવું પડે તો પણ વિદેશી અને ખાસ કરીને દુશ્મનોના (તે સમયે) પ્રભુત્વવાળી ભૂમિ પર કરવું પડે તેમ હતું. એ સ્થિતિમાં ત્રાસવાદીઓને છોડવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. મુફ્તિ મોહમ્મદ સઈદની દીકરી રૂબિના કરતાં આખી પરિસ્થિત જુદી હતી.

* ‘મિ. નટવરલાલ’ના ગીતની જેમ ઊંચી ઊંચી બાતોં સે કિસી કા પેટ ભરતા નહીં. રામમંદિર જેવી વાત હોય તો અલગ છે કે એક જુવાળ થાય. ગોધરાકાંડ પછી રમખાણો અને તે પછી સેક્યુલરો દ્વારા ગુજરાતીઓને સતત રમખાણો મુદ્દે જ ધિબેડવા (અને ગોધરાકાંડ વિશે એક શબ્દ પણ નહીં બોલવો કે લખવો)ની પ્રવૃત્તિઓ થાય ત્યારે ભાજપને મબલક મતો મળે છે, પરંતુ તેવા મુદ્દા ન હોય ત્યારે? માત્ર હિન્દુત્વના મુદ્દે લોકો મત ન આપે. લોકોને જોઈએ બે ટંકની રોટી. નોકરી પણ જોઈએ. મધ્યમ વર્ગીય પ્રજાને જોઈએ આવકવેરામાં રાહત (જે મનમોહનસિંહની સરકારે આપી). વેપારી વર્ગ તેમનું હિત જુએ. એટલે જ મોંઘવારી આગળ બીજા બધા મુદ્દા નકામા બની જાય છે. ૧૯૯૯ કે તેની આસપાસ ભાજપ દિલ્હીની વિધાનસભા ચૂંટણી હારી ગયો ત્યારે મોંઘવારીના કારણે જ હારી ગયો હતો. તે પછી શીલા દીક્ષિત ગાદી પર જે બેઠાં છે તે હજુ ઉતર્યા નથી અને લોકસભાની બેઠકો પણ જીતી બતાવે છે. એટલે ભાજપે સામાન્ય લોકોના પ્રશ્ન ઉપાડવા પડશે. ૨૦૦૪માં આડવાણીએ એવું કહ્યું હોવાનું યાદ છે કે હવે એવું સૂત્ર આપવું જોઈએ કે રોટી, કપડા, મકાન અને મોબાઈલ એ જરૂરિયાત બની ગયાં છે. સાહેબ! મોબાઈલ વગર ચાલે, પણ રોટી, કપડાં અને મકાન વગર નહીં.  એટલે સામાન્ય લોકોની તકલીફ સમજવી પડે.

* ભાજપ માટે આ ચૂંટણીમાં સ્થિતિ સાવ નિરાશાજનક પણ નથી. કોંગ્રેસની જીતના કારણે માધ્યમો માં વિસરાઈ ગયેલી વાત તો એ છે કે દક્ષિણમાં પહેલી વાર ભાજપે જોરદાર પગપેસારો કર્યો છે. કર્ણાટકમાં તે ૨૮ પૈકી ૧૯ બેઠકો પર વિજયી રહ્યો છે તે જેવી તેવી વાત નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પણ ભાજપની પડખે રહ્યાં છે જ્યાં મુખ્યમંત્રીઓ સારું શાસન આપી રહ્યા છે.

* આવતી ચૂંટણીમાં જીતવું હોય તો ભાજપે આ રાજ્યોમાં મજબૂત સ્થિતિ જાળવી રાખવા ઉપરાંત હાથમાંથી સરી ગયેલાં પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સુધારવા પક્ષીય કામકાજ સુધારવું પડશે, યોગ્ય સાથી પક્ષો શોધવા પડશે. સંગઠનકાર્ય વિસ્તારી દક્ષિણ અને પૂર્વમાં પણ પગ ફેલાવવો પડશે. સાવ ભાંગીને ભૂક્કા થઈ ગયેલા ઉત્તરપ્રદેશના તેના ગઢને ફરીથી ચણવો પડશે.

* ફક્ત સત્તા જ કેન્દ્રમાં ન રાખતા, જરૂર પડે સત્તાને ત્યાગતા-છોડતા પણ શીખવું પડશે. યાદ રહે, ૧૯૯૬માં ૧૩ દિવસની વાજપેયી સરકાર પછી વાજપેયીએ જે રીતે સત્તા ત્યાગી હતી, ૧૯૯૮માં પણ જે રીતે ભાજપનો પરાજય થયો હતો,  કર્ણાટકમાં પણ થોડા સમય પહેલાં જે રીતે ભાજપને -જનતા દળ (એસ)ના દગાથી સત્તા છોડવી પડી હતી તે બધું ભાજપના ફાયદામાં ગયું હતું.

* માત્ર નકારાત્મક – વિરોધ કરવા ખાતર વિરોધ કરવો-ગાળાગાળીવાળો-તિરસ્કારભર્યો-હાંસી ઉડાવતો વિરોધ નહીં-સબળ વિરોધ કરવો પડે. નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં ત્રાસવાદી હુમલા વખતે મનમોહનસિંહ સાથે આડવાણી ન આવ્યા તે ખોટો સંદેશ આપે.  ચૂંટણી દરમિયાન હાઇટેક પ્રચાર પર ગયા વખતે પણ ભાજપે ભાર આપ્યો હતો અને આ વખતેય. હાઇટેક પ્રચાર શહેરના કેટલાક યુવાનોને જ અસર કરે. શહેરના હજુ ઘણા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ મર્યાદિત અથવા નહીંવત્ કરે છે. ગામડાંમાં તો સાવ નહીંવત્! ત્યાં તો લોકસંપર્ક જ શ્રેષ્ઠ રહે.

એટલે ભાજપે જો ૨૦૧૪માં સત્તામાં આવવું હશે તો તેની પાસે પાંચ વર્ષ (અને અત્યારે ડીએમકેએ જેવા ત્રાગા શરૂ કર્યા છે તેવા તેના અને બીજા પક્ષોના ચાલુ રહેશે તો કદાચ તેથી પણ ઓછા વર્ષ) છે તૈયારી માટે.

તો  રેડી, ગેટ સેટ, ગો!

4 comments 22/05/2009

યુ.પી.એ. કેમ જીત્યો? એન.ડી.એ. કેમ હાર્યો?

ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. ભલે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુ.પી.એ.ને સ્પષ્ટ બહુમતી ન મળી હોય પરંતુ સ્પષ્ટ બહુમતીમાં માત્ર ૧૨ કે ૧૩ સદસ્યો જ ખૂટે છે જે તેને આરામથી મળી શકે તેમ છે. મોંઘવારી, મંદી, ત્રાસવાદ જેવા મુદ્દા હોવા છતાં ભાજપના નેતૃત્વવાળા મોરચા- એન.ડી.એ.નો પરાજય થયો અને યુ.પી.એ.નો ઝળહળતો વિજય. કારણ શું?

(૧) કૉંગ્રેસને પંજાબ, રાજસ્થાન, દિલ્હી, કેરળમાં ઝળહળતી સફળતા મળી છે.  પ. બંગાળમાં વર્ષો પછી તેણે સારો દેખાવ કર્યો છે અને આવું જ ઉત્તરપ્રદેશ વિશે કહી શકાય. 

(૨) પંજાબમાં શિરોમણિ અકાલી દળ (એસ.એ.ડી.) અને ભાજપની સંયુક્ત સરકારનું કામ બોલ્યું નહીં. રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાનું કામ લોકોને પસંદ ન પડ્યું. તેની અસર વિધાનસભા ચૂંટણીમાં પડી અને કૉંગ્રેસની સરકાર આવી. આ અસર લોકસભામાં પણ ચાલુ રહી છે. દિલ્હીમાં શીલા દીક્ષિતના સુશાસનના કારણે લોકોએ તેમને  વિધાનસભામાં ફરી તો ચૂંટ્યાજ પરંતુ સાથે તેમના દીકરા સંદીપ દીક્ષિત સહિત સાતે સાત બેઠક કૉંગ્રેસના ખિસ્સામાં નાખી દીધી. કેરળમાં ડાબેરીઓનું કુશાસન કૉંગ્રેસના ફાયદામાં રહ્યું. પ.બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂળ કૉંગ્રેસ (જે પહેલાં કૉંગ્રેસનો જ ભાગ હતી) અને કૉંગ્રેસનો સાથ રંગ લાવ્યો. ડાબેરીઓના બે દાયકા ઉપરાંતના શાસનથી લોકો  હવે તંગ આવી ગયા છે તે દીવા જેવું સ્પષ્ટ છે. 

 

મનમોહનસિંહ : પ્રમાણિક અને સુશાસક નેતાની છબી વિજય અપાવી ગઈ

મનમોહનસિંહ : પ્રમાણિક અને સુશાસક નેતાની છબી વિજય અપાવી ગઈ

(૩) આ ચૂંટણીમાં કૉંગ્રેસ પ્રેરિત મોરચાના વિજયનો  શ્રેય મનમોહનસિંહની પ્રમાણિક, ઓછા બોલા (ઘણા સારા રાજકારણીઓએ આ વખતે બોલીને બગાડ્યું.) અને સારા શાસકની છબીને તો મળવો જ જોઈએ (તેમનું નામ ભાવિ વડા પ્રધાન તરીકે પહેલેથી ઘોષિત ન કરાયું હોત તો યુ.પી.એ. ને આટલી બેઠકો મળી તે મળી હોત કે કેમ તે એક સવાલ છે.)  આ ઉપરાંત રાહુલ ગાંધીના સંગઠનને બેઠા કરવાના પ્રયત્નોને પણ મળવો જોઈએ. રાહુલ ગાંધીએ કૉંગ્રેસના ધીમેધીમે મરવા પડી રહેલા સંગઠનમાં નવો પ્રાણ પૂર્યો. ચમચા પ્રકારના કાર્યકરો અને ‘ગૂડ ફોર નથિંગ’ જેવા કાર્યકરો અને નેતાઓને હટાવ્યા. (વીરપ્પા મોઈલીને મિડિયા ઇનચાર્જ પદેથી ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના એકાદ બે દિવસ પહેલાં જ હટાવાયા તે તેનો તાજેતરનો દાખલો છે.) પક્ષમાં સર્વે કરાવ્યો. પક્ષના કાર્યકરોનું સામાન્ય જ્ઞાન ચકાસ્યું; જેમ કે, કેટલા લોકો પક્ષનું બંધારણ જાણે છે? ગુજરાતમાં જેમ યુવા કૉંગ્રેસની ચૂંટણી કરાવી અને તેમાં અશિસ્ત થઈ તો તેના પગલાં ભર્યા તેમ બધે કર્યું. ખાસ કરીને

રાહુલ ગાંધી : સંગઠનને બેઠું કરવાની મહેનત લેખે લાગી

રાહુલ ગાંધી : સંગઠનને બેઠું કરવાની મહેનત લેખે લાગી

 ઉત્તર પ્રદેશમાં વર્ષો પછી જે પ્રકારની સફળતા કૉંગ્રેસને મળી છે તેનો શ્રેય પણ રાહુલબાબાને જ જાય છે. તેમણે દલિતોના ઘરમાં રહેવાનું જે કર્યું, ખેતર ખેડ્યું  (સ્ટંટ કહો તો સ્ટંટ) અને આ બધું ચૂંટણીના ઘણા સમય પહેલાં તેમણે શરૂ કરી દીધું હતું. ઉત્તરપ્રદેશમાં કોઈના પણ સાથ વગર ચૂંટણી લડવાનું નક્કી કર્યું. 

 

 

(૪) મોંઘવારી, મંદી કે ત્રાસવાદનો મુદ્દો ન હતો તેવું નથી, પરંતુ મોંઘવારી તો દરેક શાસનમાં વધી જ છે (સિવાય કે મોરારજી દેસાઈની સરકારના શાસનમાં). મંદીની પ્રમાણમાં ઓછી અસર ભારતમાં દેખાય છે. ત્રાસવાદના મુદ્દો જબરદસ્ત હતો. અફઝલ ગુરુને ફાંસી અપાઈ નથી તે પણ વાત હતી. પરંતુ ભાજપને કૉંગ્રેસે કંદહાર પ્રકરણે બરાબર સાણસામાં લીધો. ભાજપના નેતાઓ તેમાં ગોથા ખાઈ ગયા. જશવંતસિંહ અને અડવાણીના વિરોધાભાસી નિવેદનોએ ગેરસમજ પેદા કરી. ઉપરાંત જ્યાં ત્રાસવાદી હુમલા થયા હતા તેવા દક્ષિણ મુંબઈમાં ઓછું મતદાન થયું. લોકો એવું સમજ્યા કે કૉંગ્રેસ હોય કે ભાજપ ત્રાસવાદને કોઈ નાબૂદ કરી શકે તેમ નથી.

ભાજપનાં પરાજયનાં કારણો : 

(૧) ભાજપે તેના સંગઠનને મજબૂત બનાવવું પડશે. ભાજપમાં નેતાઓ વધુ છે પણ કાર્યકરો ઘટતા જાય છે. બધાને નેતા થવું છે. 

 

લાલકૃષ્ણ આડવાણી : સત્તા કરતાં ધ્યેયલક્ષી કામ કરવું પડશે

લાલકૃષ્ણ આડવાણી : સત્તા કરતાં ધ્યેયલક્ષી કામ કરવું પડશે

(૨) શીર્ષસ્થ નેતાઓ વચ્ચે વધુ સંકલનની જરૂર છે. અરુણ જેટલી અને રાજનાથસિંહ વચ્ચે મતભેદ, જશવંતસિંહ અને અડવાણી વચ્ચે મતભેદ, શેખાવત અને આડવાણી વચ્ચે મતભેદ આ ચૂંટણીમાં શિસ્તબદ્ધ પક્ષની છબીને નુકસાન કરી ગઈ. 

 

(૩) પક્ષના પાયાના કાર્યકરોની અવગણના ટાળવી જોઈએ. ગુજરાતમાં જેમ કિરણ પટેલ, ભાવસિંહ રાઠોડ વગેરેને રાતોરાત ટિકિટ આપી દેવાઈ તેમ શેખાવત જેવા દિગ્ગજ નેતા પણ, જેમને પક્ષે ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા અને એટલે તેઓ પક્ષના સભ્યપદેથી દૂર થયા તેઓ ઉપરાષ્ટ્રપતિપદેથી નિવૃત થાય ત્યારે તેમને ફરી પક્ષમાં સક્રિય કરવા જોઈએ તેના બદલે શેખાવતે એમ કહેવું પડે કે હું તો પક્ષમાં જ નથી, તે કરુણ સ્થિતિ છે. 

(૪) હિન્દુત્વના મુદ્દાને મરજી થાય ત્યારે ઉપાડવો અને મરજી થાય ત્યારે તરછોડી દેવો. પક્ષે નક્કી કરવું પડશે કે આ મુદ્દે જ આગળ વધવું છે કે કેમ. જો  હા તો તે  જ મુદ્દે વળગી રહો. એન.ડી.એ. ની સરકાર હતી ત્યારે પક્ષે રામમંદિર મુદ્દે કંઈ ન કર્યું. ઉપરાંત જેમના ટેકાથી સરકાર બને છે તેવાં સાથી સંગઠનો વિહિપ, રા.સ્વ. સંઘ, ભારતીય કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને ખતમ કરવાથી કે તેમની અવગણના કરવાથી પણ પરિણામો પર અસર પાડી શકે છે. 

(૫) દેશમાં એક પેઢી એવી છે જેણે પોતાના ઘરમાં અને સમાજમાં ધાર્મિક ચુસ્તતા (તેને તમે કટ્ટરતા કહો તોય વાંધો નથી) જોયેલી છે; જેમ કે, ૪૦-૫૦ વર્ષો પહેલાં નહાયા વગર રસોડામાં પણ જવાતું નહોતું. પૂજા વગર અન્નનો એક દાણોય મોઢામાં નાખી શકાતો નહોતો.  આ પેઢીના એક વર્ગને એવો ડર છે  કે જેમ તાલિબાનોએ હુકમો છોડ્યા છે કે દાઢી રાખવી,ટોપી રાખવી, સ્ત્રીઓએ બુરખો પહેરવો, સ્ત્રીશિક્ષણ બંધ, ટીવી અને ફિલ્મમનોરંજન બંધ, તેમ  ભાજપ સત્તામાં આવશે તો  તેવું જ થશે. 

અત્યારે એક મોટો વર્ગ અમેરિકી સંસ્કૃતિ અથવા તો ભોગવાદી સંસ્કૃતિમાં માનતો થયો છે. પબ, દારૂ, મોજમજા, ટૂંકાં કપડાં, ફ્રી સેક્સ, સ્વતંત્રતાની અભિવ્યક્તિના નામે સ્વચ્છંતા વગેરે તેને ગમે છે.  કર્ણાટકમાં ભાજપની સરકારના શાસનમાં પબ પર હુમલા થાય છે તે તેને પસંદ નથી પડતું. આ પ્રકારની વિચારસરણીમાં માનતા યુવા કે પછી તેનાથી સિનિયર પેઢીનો વર્ગ એટલે ભાજપને મત આપતો નથી. 

આનું ઉદાહરણ આપી શકાય તેમ છે. ભારતમાં હવે ગે અને લેસ્બિયન, ટ્રાન્સ જેન્ડરો (સ્ત્રીમાંથી પુરુષ અથવા તેથી ઉલટું થયેલા) તથા ટ્રાન્સ સેક્સ્યુઅલોની વિકૃતિ ધરાવનારાઓની સંખ્યા વધતી જાય છે. મુંબઈમાં આવા ગે અને લેસ્બિયનોએ કૉંગ્રેસને મત આપવાનું નક્કી કર્યું હતું. કેમ? તેમનું કહેવું હતું કે આમ તો કૉંગ્રેસ પણ અમારા માટે કંઈ કરતી નથી પરંતુ તેને મત એટલા માટે કે તે ઉદાર અને સહિષ્ણુ છે. (એટલે કે અમારી વિકૃત પ્રવૃત્તિઓને સમર્થન ભલે ન કરે, પણ અટકાવતી તો નથી.) ( http://www.mid-day.com/poll2009/2009/apr/280409gay-lesbian-transgender-Congress-election-general-election-UNAIDS.htm) એટલે આ  પ્રકારના લોકો પણ કૉંગ્રેસને જ મત આપે છે. 

(૬) આ દેશમાં મુસ્લિમોની સંખ્યા ઘણી વધી રહી છે, ખાસ કરીને બાંગ્લાદેશથી અને પાકિસ્તાનથી ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. કૉંગ્રેસ તથા અન્ય  ’સેક્યુલર’ પક્ષો તેમને રેશન કાર્ડ આપી તેમને પોતાના ‘મતદાર’ બનાવી દે છે. 

(૭) ભાજપે કર્ણાટકમાં ભલે સરકાર બનાવી હોય પણ દક્ષિણ અને પૂર્વમાં તેને હજુ ઘણો પગપેસારો કરવાનો છે. 

(૮) જ્યાં સત્તા મેળવે છે ત્યાં સુશાસન આપીને સત્તા ટકાવતા શીખવું પડશે. ૧૯૯૨-૯૩માં ભાજપ ચાર રાજ્યોમાં શાસન કરતો હતો. પરંતુ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં સત્તા ટકાવતા શીખવું પડશે. મદમાં છલકાઈ જવાનું બંધ કરવું પડશે. કાર્યકરો અને લોકોનાં કામો કરવા પડે. ગુજરાત એકમાત્ર અપવાદ છે જ્યાં દસ-પંદર વર્ષથી ભાજપ સત્તામાં છે. 

(૯) અંગ્રેજી-હિન્દી અને પ્રાદેશિક અખબારો-ચેનલો (સંયુક્ત રીતે કહીએ તો મિડિયા)માં બેઠેલા ઘણા તંત્રીઓ-પત્રકારો ‘સેક્યુલર’ છે. તેઓ હંમેશાં ભાજપ વિરુદ્ધ ચિત્ર સર્જતા રહે છે. ઉપરાંત ભાજપના નેતાઓ-કાર્યકરો પણ મિડિયાને હંમેશાં અવગણતા રહ્યા છે. પ્રમોદ મહાજન અને અરુણ જેટલીની જેમ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરોએ મિડિયા ફ્રેન્ડલી બનવું પડશે અને મિડિયામેનોને પોતાના મિત્રો બનાવવા પડશે.

12 comments 17/05/2009

મોદીએ જેલમાં જવાની તૈયારી રાખવી જ પડશે!

નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેલમાં જતા હું ગભરાતો નથી અને તે પછી ભાજપની મતદાન માટે જાહેરખબર છપાઈ કે ગુજરાતના રખેવાળ જેલમાં? અને સોનિયા ગાંધીના પિયરના ક્વાટ્રોચીને મુક્તિ?

મોદીએ આવું કહ્યું એટલે ટીકા થઈ રહી છે કે પહેલાં તેઓ એમ કહે છે કે તેઓ જેલમાં જતા ગભરાતા નથી અને પછી જેલમાં જવાના સંજોગો  (સર્વોચ્ચ ન્યાયાલય ‘સીટ’ને  ગુજરાતના રમખાણોમાં મોદીની ભૂમિકની તપાસ કરવા આદેશઆપ્યો તે) નિર્માણ થાય છે ત્યારે રડવા બેસે છે.

પરંતુ  ’હું જેલમાં જતા ડરતો નથી’ અને ભાજપની જાહેરખબર વચ્ચેનો  ભેદ  ’સેક્યુલર’ લોકો  સમજતા નથી અથવા સમજવા નથી માગતા. બંને વચ્ચે ભેદ એ છે કે મોદી જેલમાં જતા ડરતા નહીં જ હોય તેમ માનીએ અને બીજી જે જાહેરખબર છે તે કંઈ ‘મને જેલમાં પૂરે છે, મને બચાવો બા’ એના જેવી નથી. એ જાહેરખબર એ અન્યાય બાબતે ધ્યાન દોરે છે કે ગુજરાતના મુખ્યમંત્રીને જેલમાં પૂરવાની હિલચાલ થઈ રહી છે તો બીજી બાજુ બરાબર ચૂંટણી પહેલાં જ, નવી લોકસભા રચાય તે પહેલાં જ બોફોર્સ કાંડમાં આરોપી ગણાતા ક્વાટ્રોચીને છોડી મૂકવાની હિલચાલ થઈ છે. લાગે છે કે કોંગ્રેસને પોતાને જ ફરી સત્તામાં આવવા ભરોસો નથી.

હવે સર્વોચ્ચે ‘સીટ’ને મોદીની ભૂમિકાની તપાસ કરવા કહ્યું તે અગાઉ થોડા જ દિવસો પહેલા વર્તમાન કેન્દ્ર સરકારમાં મંત્રી અને વકીલ કપિલ સિબ્બલે નરેન્દ્ર મોદીને જેલમાં જવાની તૈયારી રાખવાનું કહ્યું તે શું સૂચવે છે? એવું કે સર્વોચ્ચમાં પણ કોંગ્રેસ ધાર્યું કરાવી શકે છે?  કોંગ્રેસના, દિગ્ગિરાજા તરીકે ઓળખાતા, દિગ્વિજયસિંહે તો ખુલ્લેઆમ માયાવતીને ધમકી આપી કે કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કર્યા છે તો ખબરદાર! અમારી પાસે સીબીઆઈ છે.

શીખવિરોધી રમખાણોમાં સંડોવાયેલા જગદીશ ટાઇટલરને સીબીઆઇ ક્લિનચીટ આપી દે છે. અને જ્યારે ગૃહમંત્રીને સીબીઆઈ કોના હાથ હેઠળ આવે તેમ ‘જૂતાફેંક’ પત્રકાર જર્નેલસિંહ પૂછે છે ત્યારે ગૃહ મંત્રી ચિદમ્બરમ કહે છે કે એ તો વડા પ્રધાનના હાથ હેઠળ આવે. એ સાચું હોય તો જુઓ! વડા પ્રધાન શીખ છે!

લાલુપ્રસાદ વરુણ ગાંધી પર રોલર ચલાવવાની વાત કરે છે અને ભડકાઉ ભાષણ બદલ વરુણ પર રા.સુ.કા. ઠોકી દેવાય છે પણ લાલુને ઉની આંચેય નથી આવતી!

આવા નેતાઓ સામે કેવી જબાન ચલાવવી જોઈએ અને કેવી રાજનીતિ કરવી જોઈએ એ મોદી બરાબર જાણે છે.

મોદીએ જેલમાં જવાની તૈયારી રાખવી પડશે. જે દેશમાં પ્રવીણ તોગડિયાને જેલમાં પૂરી શકાતા હોય, કાંચીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને જેલમાં પૂરી શકાતા હોય, પણ સામે, ‘હા, હું પાકિસ્તાની એજન્ટ છું, થાય તે કરી લો’ (અહીં ‘થાય તે કરી લો’નો બોલચાલની ભાષામાં અર્થ સમજી લેવો) તેમ બોલતા ઇમામ બુખારી સામે કોઈ પગલાં નહીં! મોદી, તમે જેલમાં જવા તૈયાર રહો. તમારા જેવા ‘સાડા પાંચ કરોડ ગુજરાતી’ની વાત કરતા (નહીં કે મનમોહનસિંહની જેમ આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે તેમ કહેતા) -વિકાસની વાત કરતા રાજનેતાની જગ્યા જેલમાં જ છે! અને એ આ દેશનું કમનસીબ છે!

9 comments 06/05/2009

મુંબઈમાં પાંખું મતદાન : સંભવિત કારણો અને તારણો

રોજબરોજની માથે ઠોકાતી જાહેરખબરો, આમિર ખાનનું મત આપોની ઝુંબેશ, કરણ જોહર દ્વારા કરીના કપૂર, શાહિદ કપૂરને લઈને મતદારોને મત આપવા બનાવાયેલી ફિલ્મ, અખબારો અને ટીવી ચૅનલો દ્વારા લોકહિતાર્થે ચલાવાતાં વિજ્ઞાપનો છતાં મુંબઈમાં અંદાજે 42 ટકા જેટલું જ મતદાન થયું.

આટલું ઓછું મતદાન થયું તેનાથી આશ્ચર્ય એટલા માટે થાય કે મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ ત્રાસવાદી હુમલા થયા પછી લોકોની બોલકી જાગૃતિ જોવા મળી હતી. ઇન્ડિયા ગેટ પર લોકો ભેગા થયા હતા. લોકોનો આક્રોશ જોવા જેવો હતો. અને માત્ર સામાન્ય લોકો જ નહીં, મુંબઈના પ્રસિદ્ધ લોકો પણ તેમાં હાજર હતા.

એટલે ધારણા એવી હતી કે આ વખતે મુંબઈમાં મતદાન જંગી પ્રમાણમાં થશે. પરંતુ એવું થયું નહીં. (એમ તો ઇન્ડિયા ગેટ પર પણ દર બુધવારે મળવાનું ફિલ્મનિર્દેશક અને રેડિફ ડૉટ કોમના ભૂતપૂર્વ કર્મચારી સુપર્ણ વર્માના નેતૃત્વમાં નક્કી કરાયું હતું. (http://www.rediff.com/news/2008/dec/03mumterror-wednesdays-will-be-days-of-national-shame.htm ) અને એક બુધવારે ઇન્ડિયા ગેટ પર લોકો જંગી પ્રમાણમાં ઉમટી પણ પડ્યા. પરંતુ પછી ધબાય નમ : થઈ ગયું.)

આ મતદાન ઓછું થયું તેના સંભવિત કારણો નીચે મુજબ હોઈ શકે :

(1) ગરમી.

(2) નેતાઓ પ્રત્યે આક્રોશ. કોઈ લાયક – સક્ષમ નેતા છે જ નહીં તેવી લાગણી.

(3) દર વખતની જેમ ઉપેક્ષા. રજા માણી લેવાનો મૂડ.

આના પરથી તારણો શું કાઢી શકાય?

(1) સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલની તો લોકો પર અસર થાય છે, પરંતુ તેમની અપીલની અસર થતી નથી.

(2) લાલકૃષ્ણ અડવાણી કહે છે તેમ ઉનાળામાં ચૂંટણી યોજાવી ન જોઈએ. (પ્રતિનિધિની ચૂંટણી જ નહીં, જીવનસાથીની ચૂંટણી એટલે કે લગ્ન પણ ન રાખવા જોઈએ.)

(3) હજુ પણ સુખી-સંપન્ન વર્ગ, મધ્યમ વર્ગ ચૂંટણી પ્રક્રિયા બાબતે નિરુત્સાહ છે.

(4) દર ચૂંટણીએ ચૂંટાતા પ્રતિનિધિ નકામા છે અને કોઈ સક્ષમ વિકલ્પ નથી તેવો બળવત્તર થતો જતો અભિપ્રાય.

Add comment 01/05/2009

નરેન્દ્ર મોદીનો એનડીટીવી પર ઇન્ટરવ્યૂ : સરદર્દ હૈ? નાક ભી બંધ? ખાંસી ભી હો ગઈ હૈ?

ન બોલે તુમ ન મૈંને કુછ કહા,

ન બોલે તુમ ન મૈંને કુછ કહા, મગર ન જાને ઐસા ક્યૂં લગા

‘આપ કો સરદર્દ હૈ?’

‘હાં.’

‘નાક ભી બંધ હૈ?’

‘હાં.’

‘ઔર ખાંસી ભી હો ગઈ હૈ?’

‘હાં ભાઈ હાં.’

‘તો કુછ લેતે ક્યોં નહીં?’

આ વિજ્ઞાપન દૂરદર્શન વખતનું છે, બહુ જાણીતું છે. તમે એક ને એક સવાલો પૂછ્યા રાખો તો ક્યારેક તો માણસ ખીજાઈને ‘હા ભાઈ હા’ એમ તો કહે ને.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરમાં એનડીટીવીના વિજય દ્વિવેદીએ હેલિકોપ્ટર કે પ્લેન, જે કોઈ હોય, તેમાં ઇન્ટરવ્યૂ લીધો.  (http://www.ndtv.com/news/videos/video_player.php?id=1092168) એમાં અનેક સવાલો બાદ, તેમણે બાબરી મસ્જિદ અને રામમંદિર અંગે પૂછ્યું. મોદીએ કહ્યું, ‘અમને તમે સો વાર આ સવાલ પૂછ્યો છે, કૉંગ્રેસને પાંચ વાર તો પૂછો. ‘

પેલા ભાઈએ વાતનો તંત ન મૂકતા એ જ સવાલ દોહરાવ્યો. મોદીની જગ્યાએ કોઈ પણ હોય, થોડો રોષ તો આવે જ. પરંતુ મોદીજીએ હસતા હસતા કહ્યું, ‘કૉંગ્રેસને પાંચ વાર સવાલ પૂછી આવો, પછી અમે જવાબ આપીશું.’

એટલે પેલા પત્રકારે શીખ વિરોધી રમખાણો માટે કૉંગ્રેસે માગેલી માફીનો ઉલ્લેખ કરી મોદીને પૂછ્યું કે ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો માટે તમે માફી માગશો? મોદીએ કહ્યું, ‘આ સવાલનો જવાબ હું ભૂતકાળમાં સો વખત આપી ચૂક્યો છું. એટલે એ ન પૂછો.’

આદુ ખાઈને મોદીની પાછળ પડી ગયેલા વિજયે પોતાનો સવાલ દોહરાવ્યે રાખ્યો. બીજા કોઈ હોત તો તેમને ત્યાંથી, અદ્ધર આકાશમાંથી જ ફેંકી દેવાનું મન થાય, પણ મોદીએ ઉપેક્ષાનો રસ્તો અપનાવ્યો. પાણી માંગ્યું અને પછી ફાઈલો જોવા લાગ્યા.

એનડીટીવીએ આનું અર્થઘટન એવી રીતે કર્યું કે મોદીને આ સવાલના જવાબ આપતા પાણી પીવું પડ્યું…વગેરે વગરે.

આ ‘સેક્યુલર’ મિડિયા અને ‘સેક્યુલર’ બદમાશ પત્રકારો એક જ મુદ્દે સવાલ પૂછ્યા રાખે છે. અર્ધસત્ય જનતા સમક્ષ પીરસ્યા રાખે છે. ભૂતકાળમાં કરણ થાપરે પણ આવું કર્યું હતું ત્યારે મોદીએ ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ અટકાવી દીધો હતો.

આ ચેનલો ગમે તે બહાને અનુગોધરાકાંડ (ગોધરાકાંડ પછીના રમખાણો)નો મુદ્દે ઉછાળ્યે રાખે છે. પરંતુ ગોધરાકાંડની ક્યારેય વાત નહીં. બાબરી મસ્જિદની વાત કરે પણ ક્યારેય આ દેશમાં તૂટેલા અનેક મંદિરોની વાત જ નહીં કરવાની. કાશ્મીરી પંડિતોની ક્યારેય વાત જ નહીં કરવાની.

એક પ્રશ્ન એ પણ છે કે શીખ વિરોધી રમખાણોને અનુગોધરાકાંડ સાથે સરખાવી શકાય ખરા?

ના. શીખ વિરોધી રમખાણો એક રાજકીય નેતાની હત્યાનું પરિણામ હતા. જ્યારે ગોધરાકાંડ પછી થયેલા રમખાણો ગોધરા પાસે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા નિર્દોષ કારસેવકોને જીવતા સળગાવી દેવાના હિચકારા કૃત્યનું પરિણામ હતા. શીખ વિરોધી રમખાણોમાં એક જ પક્ષે (એટલે કે શીખ પક્ષે) જાનહાનિ થઈ હતી જ્યારે ગોધરાકાંડ પછીના રમખાણોમાં બંને પક્ષે ઘણી જાનહાનિ થઈ હતી. બીજું, શીખ વિરોધી રમખાણો એક રાજકીય પક્ષ દ્વારા પ્રેરિત જ્યારે ગોધરાકાંડ પછીના રમખાણો  બે ધર્મના લોકો વચ્ચે થયા હતા.

હવે તમે જ કહો શીખ વિરોધી રમખાણો અને ગુજરાતના 2002ના રમખાણો વચ્ચે ક્યાંય સરખામણી થઈ શકે તેમ છે?

સબ કો સન્મતિ દે ભગવાન!

2 comments 30/04/2009

સ્લમડોગ અને સ્લેવડોગ

‘પેરિસમાં જ્યારે મારી પાછળ લોકો પડ્યા ત્યારે મને એવું લાગ્યું કે અહીં પણ મારા ચાહકો છે! પરંતુ પછી મારા ડ્રાઇવરે મને કહ્યું કે ‘આ તો અહીંના ગરીબો છે.’ ત્યારે મને લાગ્યું કે બેકારી અને ગરીબી બધે જ એકસરખી જ છે.’

અમિતાભ બચ્ચને ઉપરોક્ત શબ્દો ટાંકી પોતાના બ્લોગમાં ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મની ટીકા કરી કે ભારતની વરવી બાજુ દર્શાવતી ફિલ્મોને જ વિદેશમાં માન-સન્માન મળે છે, જ્યારે ભારતની ઉજળી બાજુ બજાવતી, વ્યાવસાયિક રીતે સફળ ગયેલી ફિલ્મોને નહીં. અમિતાભનો ઇશારો ‘સ્લમડોગ મિલિયોનેર’ને ઓસ્કરમાં મળેલ નામાંકન અને તે અગાઉ મળેલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રત્યે હતો. અમિતાભે કહ્યું કે ભારતની ગરીબી દર્શાવતી સત્યજીત રેની ફિલ્મોને પણ ઓસ્કરમાં માન મળતું હતું પરંતુ બીજી ઉત્કૃષ્ટ ફિલ્મો જેમાં ભારતની જમા બાજુ બતાવાઇ હતી તેને નહીં.

અમિતાભના આ શબ્દોનો વિવાદ થયો એટલે અમિતાભે પણ ફેરવી તોળ્યું કે ના, આ કંઈ મેં નહોતું કહ્યું. આ તો વાચકોએ લખેલી ટીકાને મેં જેમની તેમ રજૂ કરી હતી. લોકોના દબાણમાં આવીને બચ્ચને આવું કર્યું એટલે આ મુદ્દે તેમની વાતથી જે માન પેદા થયેલું તે ઉતરી ગયું!

જોકે અમિતાભે હળવેકથી બીજી એક વાત પણ સાથે કહી દીધી : ઓસ્કરને સર્વોચ્ચ એવોર્ડ માનવાની જરૂર નથી. આપણા એવોર્ડ પણ કંઈ કમ નથી.

તેમણે આવું કહ્યું એટલે કેટલાકે કહ્યું કે પોતાની ફિલ્મ ‘એકલવ્ય’ને ઓસ્કર એવોર્ડ ન મળ્યો એટલે ઈર્ષાથી પીડાઈને બચ્ચનબાબુ આવું કહે છે.

ગલત! સરાસર ગલત!

ખરેખર તો અમિતાભ બચ્ચન ભારતના ગૌરવના ઝંડેદાર છે. એક સુપરસ્ટાર હોવાના નાતે તેમણે જે કરવું જોઈએ તે કરે જ છે. વચ્ચે અનેક મંદિરોમાં દર્શન કરવા જવાનો મુદ્દો હતો ત્યારે તેમની ખૂબ જ ટીકા થઈ હતી કે અંધકશ્રદ્ધાળુ છે તો પણ તેમણે તે બંધ નહોતું કર્યું. ધાર્મિકતા અંગત બાબત છે (અને ખરેખર તો તેમ જ રહેવું જોઈએ, પણ કમનસીબે ધાર્મિકતા ભારતમાં જાહેર બાબત બની ગઈ છે.) હિન્દી ફિલ્મોદ્યોગ માટે કોઈ ‘ઇન્ડિજિનિયસ’ (સ્વદેશી કહેશું તો વળી ઘણા નાકનું ટેરવું ચડાવશે) શબ્દ ન મળતા વિદેશમાં ત્યાંના એક મોટા ફિલ્મોદ્યોગ માટે વપરાતા શબ્દ ‘હોલિવૂડ’ પરથી બોલિવૂડ (ત્યારે બોમ્બેનું મુંબઈ થયું નહોતું એટલે બોમ્બેનો ‘બો’ લઈને બોલિવૂડ) શબ્દ વપરાવા લાગ્યો. બચ્ચનબાબુ આ શબ્દ વપરાય તેના કટ્ટર વિરોધી છે.

જેમ વિદેશમાં ઓસ્કર છે તેમ તેમણે વિદેશમાં આઇફા એવોર્ડ યોજીને આપણા એવોર્ડની ગરિમા વધારવા પ્રયાસ કર્યો છે.

અહીં અમિતાભપ્રશસ્તિ કરવાનો આશય નથી, વાત આત્મગૌરવની છે.

‘સ્લમડોગ મિલિયોનેર’ના જે રીતે વખાણ થઈ રહ્યા છે તે જોતાં લાગે કે આજે પણ લોકો ગુલામીથી પીડાય છે, માનસિક ગુલામી. બાકી, ઘણી ફિલ્મો ભારતીય ભાષામાં – હિન્દી ભાષામાં ઝૂંપડપટ્ટીની સ્થિતિ, મુંબઈની અંધારી આલમને બતાવતી બની જ છે. તાજેતરમાં બનેલી મધુર ભાંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઓસ્કરમાં ગયેલી ‘લગાન’ કે ‘તારે ઝમીં પર’ એવોર્ડને બિલકુલ લાયક ફિલ્મો હતી પરંતુ તેને એવોર્ડ મળ્યા નહીં. અને આપણું આત્મગૌરવ માત્ર ફિલ્મોની બાબતમાં જ નથી હણાતું, બીજી અનેક બાબતોમાં હણાય છે.

બ્રિટનના વિદેશ મંત્રી અહીં આવીને, હું ફરી દોહરાવું છું, અહીં આવીને, મુંબઈના ત્રાસવાદી હુમલા પછી આપણને શિખામણ આપી જાય છે કે પહેલા કાશ્મીરનો પ્રશ્ન હલ કરો. ત્યારે કોઈ તેમને કહી શકતું નથી કે જસ્ટ શટ અપ! વી ડોન્ટ નીડ યોર એડવાઇસ!

મુંબઈના ત્રાસવાદી હુમલા પછી, ભારત શા માટે આટલી રાજદ્વારી પ્રયાસો કરે છે, લોકોને સમજાવવા પ્રયાસ કરે છે કે પાકિસ્તાને જ અમારા પર હુમલો કર્યો છે, ત્રાસવાદી પાકિસ્તાની જ હતા એ સમજાય તેવું નથી. ભારત સામે પ્રત્યક્ષ યુદ્ધમાં જીતી શકે તેમ ન લાગતા પાકિસ્તાને ત્રાસવાદરૂપી પરોક્ષ યુદ્ધ શરૂ કર્યું છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. અને એમાં વિદેશો સમક્ષ વાત મનાવવાની શી જરૂર છે?

ક્રિકેટની વાત કરીએ તો, ગૌતમ ગંભીરની વાત હોય, હરભજન વિ. સાયમંડ્સની કે વીરેન્દ્ર સહેવાગની, અનેકવાર ખોટા નિર્ણયોનો ભોગ બની અમ્પાયરો દ્વારા સચિન તેંદુલકરના આઉટ થવાની વાત હોય, ભારતીય ટીમ મેનેજમેન્ટ ગળું ખોંખારીને કેમ એમ નથી કહી શકતું કે ધિસ ઇઝ ચીટિંગ! ધિસ ઇઝ અનજસ્ટિસ!

એટલે મૂળ પ્રશ્ન માનસિકતાનો છે. અગાઉ ભારત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે વારંવાર હારી જતું હતું તેનું કારણ ડરની માનસિકતા જ હતી. પાકિસ્તાન જે ઝનૂન બતાવતું, પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જે અંચઈ કરતા, ગાલી-ગલોચ કરતાં તેનો સંસ્કારી ભારતીય ખેલાડીઓ જવાબ નહોતા આપી શકતા. હવે આપણા ખેલાડીઓ ડરની માનસિકતામાંથી બહાર આવી ગયા છે. શ્રીનાથ હોય કે ઇશાંત શર્મા, લડાયક વૃત્તિ દરેક ખેલાડીમાં ઝળકતી જોવા મળે છે. સાયમંડ્સને તેની જ ભાષામાં હરભજન જવાબ આપી શકે છે. જોકે પછી જ્યારે કેસ ચલાવવાનો થાય ત્યારે તેની પડખે ટીમ મેનેજમેન્ટ ઊભું નથી રહેતું તે અલગ વાત છે, પરંતુ આ માનસિકતાના કારણે હવે ક્રિકેટ ટીમ સતત જીતતી દેખાય છે.

સરેરાશ ભારતીયો પણ આપણા ક્રિકેટરો જેવી માનસિકતા રાખતા ક્યારે થશે? ક્યારે એવો સમય આવશે કે ભારતમાં યોજાતા એવોર્ડમાં નામાંકન પણ મેળવશે તે અંગ્રેજી ફિલ્મના કલાકારો હરખપદૂડા થઈ ઉછળતા નાચતા ગાતા હશે? ક્યારે ભારતનો શબ્દ વિશ્વ માટે આજ્ઞા સમાન બની રહેશે? વિદેશમાં કોઈ ભારતીય જશે ત્યારે તેના પ્રત્યે માનની નજરે જોવાશે?

ઘણાને કદાચ માનવું નહીં ગમે, પણ પોખરણ-2 પછી ભારત પ્રત્યે વિદેશીઓની દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે તે ચોક્કસ છે. પોખરણ-2 માં થયેલા પરીક્ષણના કારણે ભારત પાસે અણુશસ્ત્રો હોવાનું જાહેર થયું તેના કારણે તેમજ તે પછી ભારત પર અમેરિકા સહિતના શક્તિશાળી દેશોએ લગાવેલા પ્રતિબંધો  છતાં ભારત જે રીતે પ્રગતિ કરતું રહ્યું તેના કારણે વિદેશોમાં ભારતનું આત્મગૌરવ વધ્યું છે. પરંતુ એ પછી થયેલા સતત ત્રાસવાદી હુમલાઓ અને તેનો કોઈ સક્ષમ (બિફિટિંગ) જવાબ, ખરેખર તો જડબાતોડ જવાબ ન અપાતા સરેરાશ ભારતીયને નિરાશા જ થઈ છે.

સિંહ ભલે શિકાર ન કરવાનો હોય, પરંતુ તે જ્યાંથી નીકળે ત્યાંથી અન્ય પ્રાણીઓ આઘા-પાછા થઈ જતા હોય છે. સિંહ જેવા બનવાનો સમય હવે આવી ગયો છે.

મેં હજુ સુધી ‘સ્લમડોગ મિલિયોનેર’ નથી જોઈ, જોવાની ઉત્સુકતા પણ નથી. આપ કા ક્યા હાલ હૈ?

Add comment 06/02/2009

આવા ‘અંતુલેઓ’ હોય પછી દુશ્મનની ક્યાં જરૂર છે?

એ.આર. અંતુલે. આખું નામ અબ્દુલ રહેમાન અંતુલે. જન્મ ભારતમાં જ છે, પરંતુ વાણી અને વર્તન એવાં છે કે જાણે તેઓ પાકિસ્તાનના હોય. મુંબઈ પર ત્રાસવાદી હુમલાની ઘટના ટીવીના લાઇવ કવરેજ દ્વારા આખી દુનિયાએ જોઈ. (એ હિસાબે, આવી ઘટનાના ટીવી પર લાઇવ કવરેજ પર પ્રતિબંધ ન મૂકાવો જોઈએ, હા, કેટલાક નિયમો જરૂર દાખલ કરવા જોઈએ.) આખી દુનિયાએ જોયું કે હુમલાખોરો પાકિસ્તાનના હતા. તે પછી પાકિસ્તાન પર ભારત સમગ્ર વિશ્વ સાથે મળીને આંતરરાષ્ટ્રીય દબાણ લાવ્યું. પાકિસ્તાન પર તેની ધરતી પરથી ત્રાસવાદી પ્રવૃત્તિ કરનારા લોકો પર લગામ ખેંચવા દબાણ હતું. ભારતે માગેલા ૨૦ મોસ્ટ વોન્ટેડ સોંપવા પણ ભારે દબાણ હતું.  ઇવન, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ પણ જમાત ઉદ દાવા પર પ્રતિબંધ મૂક્યો એટલે પાકિસ્તાનને આ ત્રાસવાદી સંગઠન પર પ્રતિબંધ મૂકવો પડ્યો. સમગ્ર ભારત આ મુદ્દે એક જણાતું હતું. વિરોધ પક્ષ ભાજપ પણ સરકારને સમર્થન આપી રહ્યો હતો. પાકિસ્તાન ચારે તરફથી ભીંસમાં જણાતું હતું.

આવામાં કેન્દ્રની કાઁગ્રેસ સરકારના લઘુમતી બાબતોના મંત્રી એ.આર. અંતુલેનું નિવેદન આવે છે કે મહારાષ્ટ્ર ત્રાસવાદ વિરોધી ટુકડી (એ.ટી.એસ.)ના વડા હેમંત કરકરે, સહાયક પોલિસ કમિશનર અશોક કામટે અને અથડામણ વિશેષજ્ઞ (એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ) વિજય સાલસકરનું ત્રાસવાદીઓ દ્વારા જ હત્યા થઈ છે કે પછી કોઈ બીજા દ્વારા તેની તપાસ થવી જોઈએ. 

હવે આખી દુનિયાએ આ જોયું હતું, પણ અંતુલેએ આ નિવેદન ઉઠાવી એવી શંકા વ્યક્ત કરી કે આ ત્રણેય પોલીસ અધિકારીઓની હત્યા કરવામાં આવી છે કેમ કે તેઓ માલેગાંવમાં થયેલા વિસ્ફોટમાં હિન્દુ સાધ્વી અને સેના અધિકારીની સંડોવણીની તપાસ કરી રહ્યા હતા. અંતુલેનાં આ નિવેદનથી પાકિસ્તાન તો ગેલમાં આવી ગયું. પાકિસ્તાનમાં અંતુલે નાયક બની ગયા. પાકિસ્તાનને ભારતને કહેવાનો મોકો મળી ગયો કે તમે અમારા તરફ આંગળી ચીંધો છો પણ તમારી સરકારના જ એક વરિષ્ઠ મંત્રી અંતુલેને તમારા ત્રણ પોલીસ અધિકારીઓની શહીદી પર શંકા છે. તમે અમારા પર ખોટો આક્ષેપ કરો છો. 

આ અંતુલેને દેશદ્રોહી કહેવાય કે નહીં?

તેમની સામે ભારે ઉહાપોહ થયો. મુંબઈમાં હુમલાઓ પછી દેશમાં ભારે ઉગ્ર મિજાજ જણાતા સખ્ત વલણ કાઁગ્રેસે અપનાવ્યું ત્યારે લાગ્યું હતું કે તેને સદબુદ્ધિ આવી છે. અંતુલે સામે પણ પગલાં લેવાશે તેમ પહેલી નજરે લાગ્યું, પણ પછી ધીમે ધીમે આ મામલે કાઁગ્રેસે પગલાં લેવાનું ટાળ્યું. 

આડે આવ્યું વોટબેન્ક પોલિટિક્સ. 

પાકિસ્તાન સામે યુદ્ધ તો થાય પણ ખરું અને ન પણ થાય. મુંબઈ પરના હુમલાઓ તો દેશ ભૂલી જશે, પણ થોડા સમયમાં ચૂંટણી આવશે તેનું શું? તેમાં જીતવું હશે તો મુસ્લિમોના મતો જરૂરી છે. માટે અંતુલે સામે પગલાં ભરવાથી કાઁગ્રેસ ડરી ગઈ. સામે ઉહાપોહ પણ હતો જ. 

આવામાં કાઁગ્રેસે સલામત બાજી રમી. ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કઈ રીતે આ ત્રણ પોલીસ અધિકારીઓને ત્રાસવાદીઓએ ગોળી મારી હત્યા કરી તેની વિગતો સંસદમાં આપી અને સામે અંતુલેએ એવું જાહેર કર્યું કે તેઓ આ જવાબથી સંતુષ્ટ છે. બોલો!

પણ અંતુલેએ તો અગાઉ જે શંકા કરતું નિવદેન આપ્યું હતું તેનાથી તેઓ ભારતમાં પણ કેટલાક વર્ગના હીરો બની ગયા હતા. તેમનું સંસદની નજીક એક મસ્જિદમાં સન્માન થયું. પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને બ.સ.પ. અને સ.પ.ના સાંસદોએ તેમને ટેકો આપ્યો. કાઁગ્રેસના જ મધ્યપ્રદેશમાં ચૂંટણી હારી ગયેલા દિગ્વિજયસિંહે અંતુલેનું સમર્થન કર્યું. 

આ બધાના કારણે અંતુલેની હિંમત ખુલી ગઈ. ટીવી પર તેઓ વારંવાર ‘વી ફોર વિક્ટરી’ની સાઇન કરતા બતાવાયા. આ શેનો વિજય? પાકિસ્તાનની તરફેણ કરવાનો?

દેશ જ્યારે યુદ્ધના કિનારે ઊભો હોય ત્યારે પાકિસ્તાનની તરફેણ કરનારા નેતા અંતુલે સામે પગલાં લેતા કાઁગ્રેસ કેમ ગભરાય છે? મતબેંકનું પોલિટિક્સ શા માટે? કેમ અંતુલેને પક્ષમાંથી કાઢી મૂકવામાં ન આવ્યા? કેમ તેમને મંત્રી પદેથી પાણીચું ન આપવામાં આવ્યું? માર્ગારેટ આલ્વાએ વિધાનસભા ચૂંટણી સમયે ટિકિટ વેચાતી હોવાની સાચી ફરિયાદ કરી તો તેમની સામે ગેરશિસ્તના પગલાં લેવાય અને અંતુલે આવું નિવેદન કરી ગેરશિસ્ત જ નહીં, દેશદ્રોહનું પગલું આચરે તો તેની સામે કોઈ પગલાં નહીં. 

ઉલટું તેને તો વડા પ્રધાન મનમોહનસિંહે ‘માનવીય ભૂલ’ ગણાવી. 

ડૉક્ટર મનમોહનસિંહ, લશ્કરમાં જ્યારે કોઈ સૈનિક યુદ્ધ લડવાના બદલે તેમાંથી ભાગી જાય છે તો પણ તેની સામે ‘કોર્ટ માર્શલ’નાં પગલાં ભરવામાં આવે છે. એક રાજનેતા તરીકે, કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે અંતુલેએ ખુલ્લેઆમ દેશદ્રોહ આચર્યો છે ત્યારે તેને તમે માનવીય ભૂલ ગણાવો છો? મુંબઈના ત્રાસવાદી હુમલા પછી પણ આવા અંતુલેઓને થાબડભાણાની પ્રવૃત્તિમાંથી તમે ઊંચા નથી આવતા? આવા અંતુલેઓના કારણે જ બહારના દેશના લોકો ઘરમાં ઘૂસી હિંસાચાર આચરી જાય છે. 

આવા અંતુલેઓ  હોય પછી દુશ્મનની ક્યાં જરૂર છે?

Add comment 24/12/2008

Mumbai ATS : Truth always prevails

Lot of things said and telecasted, be it print media or electronic media. Just Sadhvi Pragya Singh Thakur arrested and the media gave name to the chapter- Hindu terrorism! Nobody went into the matter whether it is true or not. It seems totally political move. Think, sadhvi was tested not for single time, but three- three times! And when after three tests, when there did not come the estimated truth came out, Mumbai ATS defends itself by telling that Sadhvi knows mind controlling by art of yog.

Not only Hindu saint, but army’s involvement was also ‘organised’ by ATS. And they were not only linked to Malegaon blasts, but to Samjauta express blasts also.

But you can not hide truth.

Now newspaper reports says that there are no proofs of linking Lt. Col. Purohit to Samjauta Express blasts.

(Here is the link : http://timesofindia.indiatimes.com/India/No_proof_linking_Lt-Col_to_Samjhauta/articleshow/3730073.cms)

Now, when they were not able to prove Sadhvi‘ and others’ involvement in Malegaon blast case, Mumbai ATS has imposed MCOCA on them. Till then, they were even not able to make chargesheet. Now as they have imposed MCOCA, they have got enough time to file chargesheet.

Even when Sadhvi Pragya Singh Thakur was arrested on basis of her motorbike was used, nobody used its mind to think that a master mind or even a culprit can not think to use its own vehicle for planting a bomb! Even, some army officers have also revealed in interviews given to media that army doesn’t have RDX. So, unlike islamic terrorists, who receive all type of militry help from neighbour country, for hindus or for that matter any other people, there will be highly impossible to make such blasts. This is matter of just common intelligence.

With Sadhvi’s areest, the pseudo secular leaders like Laloo Prasad Yadav, Amar Singh, Ram Vilas Paswan made hue and cry to put ban on Hindu organizations like Bajrang Dal and VHP.

And there comes twist in the tale. The fact comes on the fore that RSS and Bajrang Dal are not terrorist organisations. And see the wonder, it’s not told by any court or Government, but Britain Government has certified that.

(Here is the link:  http://timesofindia.indiatimes.com/India/RSS_Bajrang_Dal_not_terror_groups_UK/articleshow/3730887.cms)

For assumption, for sake of hell, if we tend to believe that Sadhvi, Lt. Col. and others were involved in said blast, then one has to think why it was happened.

Think, one Babri mosque, where no muslim used to go to offer pray, destroyed, not a single muslim was killed in that incident and though Dawood Irahim and his gang members organised and made serial bomb blasts in 1993. Since this, many hindus have been killed in infinite blasts occured in Kashmir to Kanyakumari. Nobody thinks about that.

When bomb blasts occurred  recently in Ahmedabad, logics were floated that it was retaliation of post Godhara riots. Though nobody thought that post Godhara riot were reaction of Godhara train massacre.

Whenever, a small incidence of riot or so called atrocities to minorities happens in Gujarat or any other BJP ruled states, Tista Setalwad, Javed Akhtar, Shabana Azmi, Mahesh Bhatt and Gujarati pseudo secularists declares atrocities on minority muslims in Gujarat, but when in Mumbai Raj Thakrey and his activists make violence (This is different topic which I will discuss later on this blog), they becomes silence.

To make my point more strong, I hereby give the full article of Mr. Francois Gautier, who is Editor In Chief of La Revue de l’Inde published in Outlook of 10th November, 2008.

 

 

 

 

 

 image001

2 comments 21/11/2008

Who are reponsible for plight of hindus in Hindusthan?

Situation is very bad in ‘Hindusthan’. (In urdu it is called as Pakistan. means it is place of pak = sacred people, afghanistan =place of afghan people, so hindustan = place of hindus, but is it so really?) Eastern side of ‘hindusthan’ is burning from naxalite, bodoland, ulfa terrrorists. in south there is also naxalites. many places have simi bases. kashmir is burning from terrorists. In Pujab, I recerntly read somewhere that Some religious committee has decided to facilitate those who were so called revolutioner or martyer in Khalistani movement.

 
But we should not blame on anybody. If something happens in Kashmir we always think, we, in Gujarat are safe, na? And this mentality has been come in heritage. Our kings were used to think like that. That ’s why no hindu king or hindu kingdom has survived for long. Such name  comes in mind is of Chhatrapati Shivajee. But he had no one to look after his great kingdom. After Ram, what happened? After Krishna what happened? Hindus should think about giving ‘Uttam’ and ‘Pavitra’, ‘Punyatma’ children to this country. And those who have capacity should think about having two or three children. Not only from point of view of increasing Hindu population, but this is from point of view that if everybody will have only one child, there will be no ‘kaka’, no ‘mama’, no ‘fai’, no ‘masi’ type relation and one child have no one to support him or her. This will tend to lead to so many psychological and other types of problems. And also, for hindu unity…we should avoid all such sections that can divide us like he is ’savarna’, she is ‘dalit’, he is ‘vaishnav’ and he is ’shaiv’. He is ‘north indian’ and she is ’south indian’….All are one in Hindusthan.This mentality should be there.
 
And also, when I refer to Hindu, I don’t want to avoid true muslims or true parsis or any other community who have faith in this land who want to live with peace. Hindu is way of lifestyle…It is not religion. Your religion is way how you worship god. So believe in this land and yes, if you get angry from those people who chants slogan in favour of pakistan…you should also get angry from your relatives who live in America and still take proud of indian origin. So will you justify ‘chalo gujarat’ conference in America…(Think if ‘chalo pakistan’ conference is held in India…!)

3 comments 28/08/2008


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

jayesh dave on હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર …
વજેસિંહ પારગી on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
anand mehta on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
arvindadalja on મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપ…
પક્જ કનાડા, on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …

તારીખીયું

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed