Posts filed under 'satire'

શ્રી રામના દરબારમાં લક્ષ્મણ બોલ્યા : ‘હનુમાન જો પૃથ્વી પર હોત તો તેમના બ્રહ્મચર્યની પણ ઠેકડી ઉડાવાતી હોત.’

ભગવાન શ્રી રામનો વૈકુંઠમાં દરબાર ભરાયો છે. દરબારમાં તેમની સાથે માતા સીતા, પરમ ભક્ત હનુમાન, ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સુગ્રીવ અને અંગદ વગેરે હાજર છે. શ્રી રામના મોઢા પર ચિરપરિચિત હાસ્ય છે.

સુગ્રીવ તેમને કહે છે : ‘પ્રભુ! તમને તો પૃથ્વીની કંઈ ચિંતા જ નથી.’ શ્રી રામ કહે છે : ‘પૃથ્વી પર તો રામરાજ્ય છે ને?’ સુગ્રીવ કહે છે : ‘રામરાજ્ય કેવું? મનમોહન રાજ્ય છે.’ શ્રી રામ કહે છે : ‘પણ મનમોહન એટલે તો કૃષ્ણ ને. તેઓ તો મારું જ બીજું રૂપ છે.’ સુગ્રીવ ઉવાચ : ‘પ્રભુ! આ મનમોહન તેમના નામ પ્રમાણ બિલકુલ ગુણ ધરાવતા નથી. તેઓ તો તેમના દેશમાં કંઈક કહે છે ને વિદેશમાં કંઈક. કૃષ્ણએ એટલે કે આપે તો કેટલા રાક્ષસોનો સંહાર કર્યો હતો. મહાભારતના યુદ્ધમાં સત્યની પડખે ઊભા હતા. પણ આ મનમોહનને તો તેમની મતબેંક જ દેખાય છે. આ મનમોહન તો કૌરવોની સંખ્યા જ જુએ છે અને કહે છે કે હસ્તિનાપુર પર તો માત્ર કૌરવોનો પહેલો હક છે. તમે તો મનમોહન તરીકે વિષ્ટિકારની સારી ભૂમિકા ભજવી હતી. જ્યારે આ મનમોહન તો વિષ્ટિકાર તરીકે જ નહીં, પોતાના દેશના વડા તરીકે કાચા છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનને પાઠ ભણાવવાના બદલે તેમની સાથે વાટાઘાટ કરવા તૈયાર થઈ ગયા છે. કાશ્મીરનો પ્રશ્ન હજુ લટકતો છે ત્યાં બલુચિસ્તાનનો પ્રશ્ન પાકિસ્તાને ભારતને ગળામાં લટકાવી દીધો છે. હવે ભારત જ્યારે પાકિસ્તાનને કહેશે કે તમે અમારા દેશમાં આતંકવાદ ફેલાવો છો ત્યારે પાકિસ્તાન સામે આરોપ મૂકશે કે તમે બલુચિસ્તાનમાં આ જ કરો છો.’ સુગ્રીવ એકશ્વાસે બોલી રહ્યા.

ભગવાન શ્રી રામ બોલ્યા : ‘પણ આ આતંકવાદ કઈ બલા છે?’ અંગદે જવાબ આપ્યો : ‘પોતાના મઝહબને દુનિયાભરમાં સ્થાપિત કરવા કેટલાક ગાંડાલોકો દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યા છે. તેઓ ખુલ્લેઆમ લડાઈ લડતા નથી. પણ ચોરી છૂપીથી લડે છે. તેનું નામ આતંકવાદ-ત્રાસવાદ. કેટલાક તેને તાલિબાનીપણું પણ કહે છે.’

mangloreસુગ્રીવે વધુ માહિતી આપી, ‘પણ હવે તો આ શબ્દ કેટલાક અન્ય ધર્મીઓ માટે પણ વપરાય છે.’ અંગદે રોષપૂર્વક કહ્યું : ‘ખોટી રીતે વપરાય છે. થોડા સમય પહેલાં હું કિષ્કિન્ધા બાજુ ગયો હતો. મેં જોયું કે ત્યાં કોઈ સ્થળે યુવતીઓ મદિરાપાન કરી રહી હતી. લાજમર્યાદા નેવે મૂકનારાં વસ્ત્રો પહેર્યાં હતાં અને અભદ્ર ચેષ્ટાઓ કરી રહી હતી. કેટલાક યુવાનો તેમને સમજાવવા આવ્યા તો ન માન્યા. તેમની ઠેકડી ઉડાવી. યુવાનો રોષે ભરાયા ને તેમને પરાણે ત્યાંથી લઈ જવા લાગ્યા તો છબીકારો તેની છબી ખેંચવા લાગ્યા અને સમાચાર માધ્યમોમાં તેમને તાલિબાની કહેવા લાગ્યા. જો તેમનાં માબાપોએ આ યુવતીઓને બેચાર તમાચા માર્યા હોત તો આટલી બગડી ન જાત. મને પણ ત્યારે મન થઈ ગયું તે યુવતીઓને બેચાર તમાચા મારવાનું, પણ મેં મારી જાત પર મહાપરાણે સંયમ રાખ્યો. ’ સુગ્રીવ કહે : ‘રે! રે! અંગદ! જોજે ભાઈ, તું આવું કંઈ ન કરતો, નહીં તો તને ય લોકો તાલિબાની કહી દેશે અને શ્રી રામનું નામ પણ વગોવશે.’

અંગદ કહે : ‘હું કાનપુર ગયો ત્યાં એક મહાવિદ્યાલય (કોલેજ)માં અંગપ્રદર્શન થાય તેવાં વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી તો સમાચાર માધ્યમોએ તેને પણ તાલિબાની ફતવો ગણાવી દીધો.’

rakhi sawantનળ બોલ્યો : ‘લાજમર્યાદા જેવું કંઈ રહ્યું જ નથી. એક અત્યંત લજ્જાવિહીન નારી છે રાખી સાવંત. તે તો માતા સીતાનું નામ વટાવી ખાય છે. તે કહે છે, સીતાજી સ્વયંવર યોજી શકે તો પોતે કેમ નહીં?’ સીતાજી બોલ્યા : ‘મેં અગ્નિપરીક્ષા પણ આપી હતી. જીવનભર પતિવ્રતા બનીને રહી હતી. એ બાળામાં એવી હિંમત છે?’

અંગદ કહે : ‘માતા! વાત જવા દો. એ બાળા તો લજ્જાવિહીન છે પણ હવે તેનો ખુલ્લેઆમ બચાવ કરનારા કોલમિસ્ટો-ચેનલોવાળા પણ છે. પૈસા માટે ધરતી પર કંઈ પણ થઈ શકે છે. થોડા સમય પહેલાં એક નટ નામે અક્ષયકુમારે તેની પત્ની પાસે પોતાની ધોતી (પેન્ટ)નું બટન જાહેરમાં ખોલાવડાવ્યું તેનો પણ મોટા પાયે બચાવ કરાઈ રહ્યો છે.’

Shahrukh-Khan8ત્યાં ‘નારાયણ નારાયણ’નો અવાજ સંભળાય છે. નારદજી પ્રણામ કરીને સમાચાર આપે છે : ‘પ્રભુ! હવે તો ધરતી પર નાની વાતનો પહાડ બનાવી દેવાય છે. એક અભિનેતા છેલ્લા કેટલાક સમયથી કામવિહીન અને કીર્તિવિહીન હતો. તે પરદેશ ગયો ને ત્યાં તેની સુરક્ષાતપાસ થઈ તો તેણે વિરોધનો વાવંટોળ સર્જી દીધો. વળી આ જ વિષય પર તેનું એક ચિત્રપટ, કંઈક ‘માય નેમ ઇઝ ખાન’ આવી રહ્યું છે.’

શ્રી રામ બોલ્યા : ‘તેમાં વિરોધ શાનો કરવાનો? કાયદો તો બધાને સરખો લાગુ પડે. મને પણ લાગુ પડ્યો હતો. ધોબીએ સહેજ આક્ષેપ કર્યો ને મેં સીતાને વનમાં નહોતાં મોકલી દીધાં?’

લક્ષ્મણ રોષપૂર્વક કહે : ‘મેં તો માતા સીતાને ક્યારેય ઊંચી આંખ કરીને નથી જોયાં, પણ પ્રભુ તમારા અને સીતાના પ્રણય વિશે સમાચારપત્રોમાં બહુ લખાઈ રહ્યું છે. સીતાજીનું અભદ્ર વર્ણન કરાઈ રહ્યું છે. આપ આજ્ઞા આપો તો એ બધાને હું સીધાદોર કરી નાખું. આ હનુમાન જો પૃથ્વી પર હોત તો તેમના બ્રહ્મચર્યની પણ ઠેકડી ઉડાવાતી હોત.’

પ્રભુ એકદમ શાંતિપૂર્વક બોલ્યા : ‘રહેવા દે અનુજ! એ બધા નાદાન છે. તેમને મારી એક જ બાજુ દેખાય છે. વાલ્મિકીજીએ રામાયણમાં કંઈ આવું જ થોડું લખ્યું છે? વાત કરવી હોય તો મેં જે મર્યાદા પાળી તેની કરો ને. મેં માતાપિતાનું વચન નિભાવ્યું તેની કેમ કોઈ વાત નથી કરતું? મેં શૂર્પણખા સુંદર યુવતી તરીકે આવી ત્યારે તેની સામે કામુક કે લોલુપ દૃષ્ટિએ પણ નહોતું જોયું તે કેમ કોઈ નથી લખતું? મેં તો રાક્ષસના નાશ માટે દેશ છોડ્યો હતો. ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો હતો. સાધુજીવન ગાળ્યું હતું. તે કોઈ નથી લખતું. અરે! રાવણ જેવા રાવણે પણ સીતાજીને ઊની આંચ નહોતી આવવા દીધી, આ તો બધા રાવણથીય બદતર છે.’

લક્ષ્મણ કહે : ‘પણ પ્રભુ! ક્યાં સુધી આ બધું ચલાવી લેશો?’
સુગ્રીવ વચ્ચે બોલ્યા : ‘આજકાલ પૃથ્વી પર એક નવા પ્રકારનો રોગ ફેલાયો છે. કંઈક સવાઇન ફલુ જેવું નામ છે. તે ન થાય એટલે માનવો કહે છે : એકબીજાને ભેટવું નહીં. ચુંબન ન કરવું. હાથ ન મેળવવા.’

હનુમાનજી બોલ્યા : ‘પણ આ બધું તો હિન્દુ ધર્મમાં પહેલેથી જ કહેવાયું છે. હાથ મેળવવાની નહીં, નમસ્કાર કરવાની આપણી પરંપરા છે. અને ચુંબનની તો વાત જ જવા દો. પણ આવું કોઈએ પહેલાં કહ્યું હોત તો તેને વળી કેટલાક પશ્ચિમીવાદી-ઉદારવાદી માનવો તાલિબાનીપણું કહીને ધિક્કારી કાઢત.’

નારદજી કહે છે : ‘લાગે છે પ્રભુ! હવે તમારે નવો અવતાર લેવાનો સમય પાકી ગયો છે.’ પ્રભુ કહે છે : ‘ના, આ તો કંઈ નથી. પાપની જ્યારે ચરમસીમા આવશે ત્યારે હું અવતાર લઈશ. પાપીઓના પાપનો ઘડો છલકાવા દ્યો નારદજી.’

(આ નાટિકા સંપૂર્ણ કાલ્પનિક છે. કોઈએ બંધબેસતી ટોપી પહેરવી નહીં.)

6 comments 16/08/2009

નહીં ફૂટેલા એક બોમ્બનો સાચુકલો ઇન્ટરવ્યૂ

સુરતમાં ઠેકઠેકાણે બોમ્બ મળી આવ્યા. અમદાવાદના બોમ્બ ધડાકા પછી સુરતમાં આ ઘટના બની એટલે સુરતના લોકોને રામ યાદ આવ્યા એટલે કે પોતાના રામકયાંક ન રમી જાય. રોજ બોમ્બ મળતા હતા ને લોકોનો જીવ તાળવા સુધી પહોંચતા પહોંચતા રહી જતો હતો. ઠીક. એ પછી બોમ્બ મળવાનું બંધ થયું એટલે કેટલાક સવાયા ડાહ્યાલોકોએ હકારસૂચક પ્રશ્ન ઉઠાવ્યો કે આ બોમ્બ ક્યાંક સરકારે જ નહોતા મૂકાવ્યા ને?

 આ જે બોમ્બ મળી આવ્યા એમાં એક બોમ્બ કોઈક રીતે અમદાવાદ આવી ગયો. (કોઈ ટીખળખોર તેને સુરતથી અમદાવાદ લઈ આવ્યું હશે એમ માની લઈએ.) આ બોમ્બને પછી પોલીસે જપ્ત કરી લીધો. અમને ખબર પડી એટલે અમે બોમ્બને મળવા ગયા.

 જતાંવેંત પહેલાં તો અમે તેનું અભિવાદન કર્યું.

 હાય બોમ્બ!’

 જવાબમાં બોમ્બે માત્ર સૂચક સ્મિત કર્યું.

 તમારી મંજૂરી હોય તો થોડી મિનિટ અમે તમારી સાથે વાત કરવા માગીએ છીએ. બોમ્બની મંજૂરી તો લેવી જોઈએ ને. આ કંઈ થોડો કાલ્પનિક ઇન્ટરવ્યૂ હતો કે ટેબલ પર બેઠા ઢસડી મારવાનું હોય.

 તમે વાત કરી શકો છો. તમે પહેલા વ્યક્તિ છો જે અમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે. બાકી ઘણા તો મનમાં આવે તે અમારા મોંઢે મૂકી દેતા હોય છે.

 તમે અહીં કેવી રીતે પહોંચ્યા, આઇ મીન, અમદાવાદ?’

 અમદાવાદની વાત પડતી મૂક ને, બોમ્બ તેના ઓરિજનલ સ્વભાવમાં આવી જઈ તમેમાંથી તું પર આવી ગયો, સુરતમાં કેવી રીતે આવ્યો તેની વાત કર ને.

 એ તો બધાને ખબર છે. તમને સરકારે…

 તું કઈ જમાતનો છે , લ્યા.

 તમે આમ બિનસંસદીય ભાષાનો ઉપયોગ ન કરો.

 બિનસંસદીય ભાષાની ક્યાં માંડે છે. એ તો હજી શરૂ પણ નથી કરી. તારી મા..

 પણ તમે આટલા બધા ગુસ્સે કેમ છો?’

 ત્યારે શું? ગુસ્સે ન થાવ તો શું કરું? અલ્યા, તેં જોયું નહીં. હમણાં દિલ્હીમાં બોમ્બ ફૂટ્યા પછી પણ તમારી અક્કલ ઠેકાણે ન આવી? ત્યાં ગુજરાત સરકાર બોમ્બ મૂકવા ગઈ હતી? એ બોમ્બ પણ મારો ભાઈ જ હતો. એવી જ રચના હતી તેની.

 એ તો ભાજપવાળાઓએ…ચૂંટણી આવે છે ને એટલે…

 

તારી…બોમ્બ ગાળ બોલ્યો, એ પાંચમી કતારિયા..લીલા ચશ્મા પહેરનાર….અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ સમક્ષ બોમ્બ ફૂટ્યો તેના વિશે તું શું કહીશ?’

 એ તો તાલિબાન…

 એક્ઝેક્ટલી. તમે એક જ બાજુએથી જોવા ટેવાયેલા છો એમ હું નહીં કહું, પણ તમારે એક  બાજુએથી જ ચિત્ર જોવું છે. એલ્યા, તને પેટ્રોડોલર મળે છે આ બધું લખવાના?’

 ના.

 સાચું બોલ જે હોં. નહીંતર હું ફૂટ્યો નથી પણ ફૂટી શકું છું. મારા જાતભાઈને બોલાવી શકું છું. એલ્યા તને પેટ્રોડોલર મળતા હોય કે ન મળતા હોય, પણ તમે લોકો એ પણ નથી સમજી શકતા કે આખા દેશની સામે આ પ્રચ્છન્ન, આઇ મીન, પ્રોક્સી વોર કેટલાંય વર્ષોથી ચાલી રહી છે? કેટકેટલા બોમ્બધડાકા થયા અને તોય તમને સમજાતું નથી? આ બોમ્બધડાકા કરાવવામાં તારા જ કેટલાક દેશવાસીઓ સાથ આપી રહ્યા છે. કેટલાકે અમને પ્લાન્ટ કરવામાં સાથ આપ્યો તો કેટલાક અમે ફૂટ્યા પછી લોકોના ઘા પર મીઠું ભભરાવીને સાથ આપે છે કે અમને તો સરકારે જ પ્લાન્ટ કરાવ્યા હતા. એલ્યા, સરકારને જ્યાં ક્રેડિટ આપવાની હોય ત્યાં આપો ને. અમસ્તે અમસ્તી, સાવ ખોટી ક્રેડિટ આપવાની?’

 ક્રેડિટ લેવા માટે તો આ બધું થઈ રહ્યું છે. અમે આવું લખીએ ને તો જ ગુજરાત બહાર અમને લોકો ઓળખે. એનજીઓથી માંડીને બુદ્ધિજીવીઓ, કલાકારો, અંગ્રેજી છાપા અને ચેનલોના પત્રકારો ગુજરાત માટે અમારા ક્વોટ લે. અમને ફંડ મળે. પેટ્રો… મારાથી બફાઈ જાત, પણ હું અટકી ગયો.

 એલા બબૂચક!’ બોમ્બ તારક મહેતાના ચંપકલાલની ભાષા બોલવા લાગ્યો, તમને પૈસા માટે આટલા બધા નીચી હદે જઈ શકો છો? તમે તો વે…યા કરતાં પણ નીચે ગયા.

 હવે બોમ્બને બીજી વાતે વાળવો જરૂરી હતો. મેં દલીલ કરી, પણ તમને આ લોકો શા માટે મૂકે છે? ગુજરાતના રમખાણોનો બદલો લેવા…બાબરી મસ્જિદ પડી એના કારણે ને? એ લોકોને રોજીરોટી નથી મળતી એટલે ને? એમને અન્યાય થાય છે એટલે ને?’

 તું એ ત્રાસવાદીઓ ભેગો રહ્યો છે?  હું રહ્યો છું. કેટલાક પૈસા માટે કરે છે, તો કેટલાકને ઉશ્કેરવામાં આવે છે. એમાં તમારી જમાતનો ફાળો ઓછો નથી હોતો. પણ મને એક જવાબ આપ. ચેચન્યામાં કે ચીનમાં ત્રાસવાદીઓને કયો અન્યાય થયો છે? અરે, આ લોકો તો અંદરોઅંદર પણ ત્રાસવાદી-ત્રાસવાદી રમે એવા છે. પાકિસ્તાનમાં જો ને. અરે, મુગલ બાદશાહોનો ઇતિહાસ વાંચી જા.

 તમારું ઇતિહાસનું જ્ઞાન તો કેવું પડે હો બાકી. સોલ્લિડ છે સોલ્લિડ!’ મેં બોમ્બને મસ્કો માર્યો.

 એક વાત કહે. તારા ઘરમાં દસબાર જણા પરાણે ઘૂસી આવે. તું એની મહેમાનગતિ કર. પછી તે કબ્જો જમાવી લે. કહે કે, આ તો મારું ઘર છે. પછી તારી પત્ની પર બળાત્કાર કરે. તારા દીકરાને મારી નાખે. ગુસ્સે થઈ તું એના પર હાથ ઉપાડે. એકાદનું ખૂન કરી નાખે. એટલે તારા જ ઘરમાંથી તારી નોકરાણી કહે કે તેં તો હિંસા કરી છે. વળી ફરી એ લોકોમાંથી એકાદ જણ તારી માતાને મારી નાખે. એટલે તું ફરી ચિલ્લાય. એ વખતે પેલી નોકરાણી ફરી કહે કે સાહેબ, આ લોકોને અન્યાય થયો છે ને એટલે તેઓ આવું કરે છે. હકીકતમાં તમારે તેમને બિરયાની ખવડાવવી જોઈએ. તેમની આરતી ઉતારવી જોઈએ અને જે કંઈ ભોગ માગે તે ધરતા રહેવા જોઈએ..તો શું કર તું?’

 તો તો…હું તે નોકરાણીને જ પહેલા કાઢી મૂકું.

 સાલ્લા…હવે તો કંઈક સમજ. બાય ધ વે, તારો બ્લડ ટેસ્ટ થયો છે?’

 ના. કેમ?’

 કરાવી જો જે. એમાં ક્યાંક લીલું થીજી ગયેલું લોહી ન હોય. સાલ્લા…ભાગ અહીંથી.

 બોમ્બનું રૌદ્ર સ્વરૂપ જોઈ હું મૂઠ્ઠીવાળીને ભાગ્યો.

 

નોંધ : હવે તમને ખબર પડી જ ગઈ હશે, આ હુંએટલે કોણ?

કોઈએ બંધબેસતી પાઘડી, સોરી, ટોપી પહેરવી નહીં. અને આમ છતાં પહેરવી જ હોય અને પહેરીને  

કોઈને ખોટું લાગે તો બે વાર …. વધુ પઢે. ગુસ્તાખી માફ!

 

 

 

 

 

 

 

 

1 comment 25/09/2008


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

jayesh dave on હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર …
વજેસિંહ પારગી on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
anand mehta on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
arvindadalja on મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપ…
પક્જ કનાડા, on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …

તારીખીયું

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed