Posts filed under 'television'
ઈશ્વરની દુનિયા, ફિલ્મ, સિરિયલ, રિયાલિટી શો અને ક્રિકેટ : શું બધે હીરો, હિરોઇન અને વિલન હોય જ?
શ્રી રામ, સીતાજી અને રાવણ.
શ્રી કૃષ્ણ, રૂક્મિણી અને સામે-કંસ, જરાસંધ, દુર્યોધન…
રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યોને આપણે ધર્મગ્રંથો તરીકે સ્વીકાર્યા છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ આપણા રિયલ હીરો છે. આ બે ધર્મગ્રંથો ઉપરાંત જેટલી પણ ધર્મકથા સાંભળશો તો તેમાં દેવ અને દાનવની વાત આવશે જ. માતાજીના ચંડીપાઠમાં પણ માતાજી અને સામે પક્ષે શુંભ, નિશુંભ, મહિષાસુર, ચંડ, મુંડ વગેરેની વાત આવે છે.
સવાલ એ છે કે શું હીરો, હિરોઈન અને વિલનની વાત માત્ર ફિલ્મોમાં નહીં, બધે જ આવે?
નવલકથા, નવલિકા,વાર્તા (રાજા, રાણી અને એક દુષ્ટ પ્રધાન કે રાક્ષસની બાળપણમાં સંભળાવાતી વાર્તા)માંય નાયક, નાયિકા અને દુષ્ટ માનવીની વાત હોય છે જ.
હીરો-હિરોઇન અને વિલન વગર આપણી હિન્દી ફિલ્મોય અધૂરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી, ખાસ તો મલ્ટિપ્લેક્સ સિનેમા અને રામગોપાલ વર્મા, સંજય ગુપ્તા, મહેશ માંજરેકર જેવા દિગ્દર્શકો આવ્યા પછી નાયક-નાયિકા ૨૪ કેરેટના સોના જેવા જ હોય તેવું બતાવાતું નથી.
કોઈ પણ સિરિયલો લો, તેમાંય આ આ ત્રણ પ્રમુખ તત્ત્વો હશે જ.
રિયાલિટી શોમાં રિયાલિટી હોવાનું કહેવાય છે, પરંતુ ખરેખર તો તેય સ્ક્રિપ્ટેડ હોય તેવું લાગે છે. ‘બિગ બોસ’ની કોઈ પણ શ્રેણી લો, તેમાં એક પુરુષ એવો હશે જેને થોડો સારો બતાવાયો હશે, એક રૂપાળી સ્ત્રી હશે અને એક વ્યક્તિ એવી હશે જેના પર લોકોને ધિક્કાર છૂટે. (ગઈ શ્રેણીમાં રાહુલ મહાજનને હીરો, મોનિકા બેદી-પાયલ રોહતગીને તેની હિરોઈન અને રાજા ચૌધરીને વિલન બતાવવા પ્રયાસ હતો, આ વખતે હીરો તરીકે પ્રવેશ, હિરોઇન તરીકે ક્લાઉડિયા અને વિલન તરીકે કમાલ ખાન છે. કમાલ આઉટ થઈ ગયો હોવા છતાં તેને વાઇલ્ડ કાર્ડ દ્વારા લઈ અવાયો. દેશનો આદેશ કોણ માને છે?)
કમનસીબે, ક્રિકેટમાંય આવું થવા લાગ્યું છે. શ્રીસંત અને હરભજનનું લાફા પ્રકરણ થયેલું તે શું હતું?
સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં દેખાડાય છે તેવા લોકો- તેવી દુનિયા ક્યાંય હશે ખરા? કે બધું જ સ્ક્રિપ્ટેડ જ હશે? ઈશ્વરને કહેવાનું મન થાય છે કે તું આવી સ્ક્રિપ્ટ કેમ લખે છે, જેમાં હીરો-હિરોઈન છેક સુધી વિલનના હાથે પીટાયા રાખે અને છેલ્લા સીનમાં હીરો વિલનને બેત્રણ મુક્કા મારે?
Add comment 27/11/2009
‘સોનુ સ્વીટી’ = ‘સોહની મહિવાલ’!
Add comment 29/10/2009
લાપતાગંજ : લાપતા મનોરંજનનું સરનામું?
મનોરંજન સાથે સમાજની ચિંતા દર્શાવતી સિરિયલો ગૂમ થઈ હતી, પણ ‘તારક મહેતા કા ઉલટા ચશમા’ અને ‘લાપતાગંજ’ સાથે આવી સિરિયલોનું ચક્ર પાછું ફર્યું હોય તેમ લાગે છે. ‘લાપતાગંજ’માં શું હશે તે જાણવા વાંચો આ પોસ્ટ.
Continue Reading 1 comment 14/10/2009
પતિ પત્ની ઔર વો : ઓહ!
ગઇ કાલે (તા. ૮ ઑક્ટોબર) ‘પતિ પત્ની ઔર વો’નો હપ્તો જોયો. જોઈને જે માબાપોએ પૈસા માટે પોતાનાં પાંચ -છ મહિના વર્ષ દોઢ વર્ષના સંતાનોને આ અવળચંડી સેલિબ્રિટીઓને હસ્તક મૂક્યા છે તેમના પ્રત્યે તિરસ્કાર છૂટ્યો.
દેબીના બેનર્જી (જે નવી ‘રામાયણ’ સિરિયલમાં સીતા બની હતી) તેને ત્યાં ટી પાર્ટી હતી. તેને વાનગીઓ બનાવવાની હતી. એટલે તે તેને સોંપવામાં આવેલ બાળકને કહેતી હતી, ”રો બેટા, રો, મેરે લિયે તૂ રો!”
‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં કૃષ્ણા તુલસી બનનાર મૌની રોય તો વળી ન તો છોકરાને સંભાળી શકતી હતી ન તો રસોઈ. તે છોકરાને બહાર લઈને ગઈ અને પાછી આવી ત્યાં સુધી ગેસ ચાલુ જ હતો. આના કારણે ગૌરવ ચોપરા ગુસ્સે ભરાયો હતો, પણ તેણે મૌનીને કંઈ કહ્યું નહીં!
અને ગ્રેટ રાખી સાવંતની તો વાત જ શું કરવી? તેણે તેને સોંપાયેલ બાળકને બાળકીનો પોશાક પહેરાવ્યો. પોશાક તો ઠીક, સ્ત્રીઓ જેવો મેકઅપ પણ કર્યો. એટલે બાળકની માએ ફોન કરી તેને એવો પોશાક ન પહેરવા કહ્યું. એટલે રાખીનું મોંઢું પડી ગયું.
વળી રાખી આ બાળકને એમ કહેતી હતી કે આપણે તારી વાત ચલાવીશું મૌનીને (કે કોઈક બીજાની, યાદ નથી) સોંપાયેલ દીકરી સાથે. આપણે તો ક્રિશ્ચિયન એટલે આપણે તો વેરોનિકા (એ બાળકીનું નામ) ચાલે! હવે એ છોકરો હિન્દુ. તેણે રાખીનો ધર્મ અપનાવવાનો?
આ છોકરાઓને આ સેલિબ્રિટી થકી કેવા સંસ્કાર મળશે તે તેમનાં માબાપોએ કેમ ન વિચાર્યું?
મને તો નવાઈ લાગે છે કે માબાપ પોતાના આટલા નાનાં સંતાનોને કેવી રીતે બીજા કોઈને સોંપી શકે? તે પણ આટલા બધા દિવસો? પૈસા માટે લોકો કેટલા નીચે જશે? શું કાલે સવારે પતિ-પત્નીનો શો ચાલુ થશે તો પોતાની પત્નીઓ કે પતિઓને પણ આ જ રીતે મોકલશે?
ખરેખર, આ શોના નામ ‘પતિ પત્ની ઔર વો’ની જેમ આ સેલિબ્રિટીઓ તેમને સોંપાયેલ સંતાનને ‘વો’ (‘પતિ પત્ની ઔર વો’માં ‘વો’ સામાન્ય રીતે શોક્યના સંદર્ભમાં વપરાય છે)ની જેમ જ સાચવે છે.
1 comment 09/10/2009
ગેમ શો કે ચીટિંગ શો?
ગઈ કાલે એક ગેમ શો જોયો. એ ગેમ શો હતો કે ચીટિંગ શો તે તમે જ નક્કી કરો આ પોસ્ટ વાંચીને…
http://jaywantpandyasblog.blogspot.com/2009/09/cheating-game-show.html
Add comment 15/09/2009
ડીપીએલ આઇપીએલ જેટલો જ લોકપ્રિય થશે : એજાઝ ખાન
‘ક્યા હોગા નિમ્મો કા’નો હીરો યાદ છે? એનું નામ એજાઝ ખાન. અત્યારે તે ‘ભાસ્કર ભારતી’માં ભાસ્કરની ભૂમિકા ભજવી રહ્યો છે. ગઈ કાલે તે ‘ડીપીએલ’ના ઑડિશન માટે અમદાવાદમાં હતો. તેની સાથે ફોન પર થયેલી વાતચીત વાંચવા ક્લિક કરો.
http://jaywantpandyasblog.blogspot.com/2009/09/dpl-will-be-as-popular-as-ipl-is-ejaz.html
Add comment 11/09/2009
સવિતાભાભીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ, ઇન્ટરનેટ ટીવી પર!
સવિતાભાભીને કોણ નહીં જાણતું હોય?
ભારતનું કદાચ પહેલું સેક્સી કોમિક કેરેક્ટર છે અને આ જ નામની વેબસાઇટ પણ છે, જેના પર ઘણા સમયથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નિર્માતા – નિર્દેશક કરણ જોહરે આ વેબસાઇટ પર ચાલતા એક એપિસોડમાં તેની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ના અમિતાભ જેવું એક પાત્ર બતાવવા સામે વાંધો લીધો હતો તે સમાચાર ઠીક-ઠીક પ્રસર્યા હતા. સવિતાભાભીના સર્જકનો ઇન્ટરવ્યૂ પણ તેના પાત્રના નામે મિડ ડેમાં છપાઈ ચૂક્યો છે.
પણ ટીવી પર ઇન્ટરવ્યૂની વાત શું છે તે કહો ને, તમે કહેશો.
તો વાત એમ છે કે, ઇન્ટરનેટ પર એક શો શરૂ થયો છે. ભારત માટે આ નવું છે. ઇન્ટરનેટ ટીવી તેને કહી શકાય. આ શોનું નામ છે ‘જયહિંદ’. તેમાં આ કામાતુર અને રૂપાળી મહિલાનો ઇન્ટરવ્યૂ દેખાડાયો છે.
સોરી, પણ વધુ વાંચવા તમારે ક્લિક કરવું પડશે :
(અપડેટ : કાર્તિક મિસ્ત્રી અને રજની અગ્રાવતની ઈચ્છા મુજબ, માત્ર ઍડ્રેસ આપવાના બદલે લિન્ક જ મૂકી દઉં છું. આમ તો જે ઍડ્રેસ આપેલું તેમાં પહેલી જ પોસ્ટ હતી એટલે નજરે ન ચડે તેવું કંઈ નહોતું. માત્ર ક્લિકની જ વાર હતી, પણ ખેર, કિન્તુ પરંતુ…) http://jaywantpandyasblog.blogspot.com/2009/09/savitabhabhis-exclusive-and-real-one.html
8 comments 10/09/2009
દૂરદર્શન પાસે સારા કાર્યક્રમો તો છે, પણ…
દૂરદર્શનને આપણે લગભગ વિસરી જ ગયા છીએ. અત્રે તત્રે સર્વત્ર બધે જ ચર્ચા સ્ટાર પ્લસ, ઝી ટીવી અને સોની ટીવીની જ છે. હા ભાઈ હા, નંબર વન કલર્સને તો કેમ ભૂલાય? પણ દૂરદર્શન પાસે પણ સારા કાર્યક્રમો છે. કયા અને શા માટે તેની ચર્ચા નથી? વાંચવા ક્લિક કરો :
Add comment 08/09/2009
નાના પડદે જામશે મોટા સ્ટારોની ટક્કર
નાના પડદે મોટા સ્ટારોની ટક્કર જામવાની છે…
વધુ વાંચવા ક્લિક કરો
http://jaywantpandyasblog.blogspot.com/
2 comments 08/09/2009
ટીવી બૉલ્ડ બની રહ્યું છે?
લગ્નેત્તર સંબંધ, લફરાં, વાછૂટ, શૌચ…આ બધા જ વિષયો પર પ્રશ્નોત્તરી કાર્યક્રમથી લઈને કૉમેડી સુધીનું બધું તમારા ડ્રૉઈંગરૂમમાં પીરસાઈ રહ્યું છે બેરોકટોક. આને ટીવીની અને કાર્યક્રમ આયોજકોની બૉલ્ડનેસ કહીશું કે નફટાઈ?
Continue Reading 4 comments 23/08/2009
જે બ્બાત!
‘ચાઇનાગેટ’માં જગીરા (મુકેશ તિવારી)નો તકિયા કલામ હતો : ‘જે બ્બાત!’
‘આજ તક’ પર આવતા પ્રભુ ચાવલાના મુલાકાતના પ્રોગ્રામ ‘સીધી બાત’ પરથી નામ ઉલટાવીને ‘ટેઢી બાત’ નામનો કાર્યક્રમ સબ ટીવી પર શરૂ થયો છે. એમાં પ્રભુ ચાવલાની કોઈ મિમિક્રી કે ફિરકી નથી. પણ જુદા-જુદા ક્ષેત્રના લોકોની ફિરકી લેવામાં આવે છે.
ટીવીનો અમિતાભ અને ક્વિકિસ તેમજ મિમિક્રી માટે જાણીતો, ટૂંકમાં મલ્ટિટેલન્ટેડ શેખર સુમન ઘણા સમયથી એક્ટિંગથી દૂર હતો. કોમેડી સર્કસ અને તેના અનેક બદલાયેલા નામો વાળા શો (ચિંચપોકલી ટૂ ચાઇના, આઈપીએલ…ઇત્યાદિ ઇત્યાદિ, અત્યારે દેખ ઇન્ડિયા દેખ એવું નામ છે) માં માત્ર જજ બનીને તે આવતો હતો. પણ તેમાં કંઈ મજા ન આવે. હવે આ શેખર ‘ટેઢી બાત’થી ફરી એક્ટિંગ કરી રહ્યો છે.
એકાદ એપિસોડ જોયો ત્યારે લાગ્યું કે જામતો નથી, પણ આજનો એપિસોડ દાદુ રહ્યો. ગુજરાતી શેરદલાલનું પાત્ર અદ્ભુત ભજવ્યું. શેખર છે તેવું લાગે જ નહીં એટલી હટ કે એક્ટિંગ. તેના મેકઅપમેનને પણ દાદ આપવી પડે તેવો મેકઅપ કર્યો હતો. આ એપિસોડ પરથી શેખર માટે કહેવું પડે,
જે બ્બાત!
(યૂ ટ્યૂબમાં જોવા મળે તો આ એપિસોડ ખાસ જોજો!)
1 comment 13/08/2009
રસપ્રદ અવતરણો-સંવાદ
(૧) ‘સચ કા સામના’ કરતાં ‘દસ કા દમ’માં કેટલાક મજેદાર પ્રશ્નો પૂછાતા હોય છે; જેમ કે આ વખતે ફરાહ ખાન વાળા એપિસોડમાં સવાલ હતો કે કેટલા ટકા ભારતીયોને લાગે છે કે તેમને જોરદાર વિચારો જાજરૂમાં આવે છે? સલમાને ફરાહ ખાનને આ સવાલ તેના સંદર્ભમાં પૂછ્યો તે ફરાહે કહ્યું,
મને તો જાજરૂમાં માત્ર જાજરૂ આવે છે!
-
(૨) ગઈ કાલે સેટ મેક્સ પર ‘અગ્નિપથ’ ફિલ્મ જોઈ. તેમાં સંવાદો ચોટદાર છે. હવેની ફિલ્મોમાં આવા ચોટદાર સંવાદોનું પ્રમાણ ઘટતું જાય છે. ફિલ્મમાં ઇન્સ્પેક્ટર સુધીર પાંડે ડોન અમિતાભની પાસે પોતાનો જાન બક્ષી દેવા કાકલૂદી કરતો હોય છે. તે પછીના દૃશ્યમાં કમિશનર અને સિદ્ધાંતવાદી કમિશનર વિક્રમ ગોખલે આવે છે ત્યારે અમિતાભ તેને કહે છે,
‘પગાર બઢાઓ, ઇતને પગાર મેં ઘર નહીં ચલતા, ઈમાન કૈસે ચલેગા?’
વિક્રમ ગોખલે ચાલ્યો જાય છે, થોડી વાર પછી અમિતાભની ગાંધીવાદી રોહિણી હટ્ટંગડી જતા જતા કહે છે, ‘મેરા ઘર આજ ભી ૫૦૦ રૂપિયે મેં ચલ જાતા હૈ!’
(3) ‘ભાગમભાગ’ અને ‘દિલ બોલે હડિપ્પા’ની વાર્તાને ભેગી કરી કોઈ ગુજરાતી ફિલ્મ બનાવે તો તેનું નામ શું રાખી શકાય?
- દિલ બોલે, હડી કાઢ!
Add comment 04/08/2009
‘સચ કા સામના’ તો કંઈ નથી, કાશ્મીરા શાહ અને અદા શર્માની આ કબૂલાત જુઓ
‘સચ કા સામના’માં સેલિબ્રિટી પોતાની અંગત બાબતો કબૂલે છે, પણ તે કંઈ નથી. નવી હોટ એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ બિગ ઓયે એ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની વેબસાઇટ છે અને ધમાકેદાર છે. રોજ કંઈ ને કંઈ હોટ મેટર (અને ઓફકોર્સ ફોટા) તેમાં મૂકાતા રહે છે. તેમાં વળી કાશ્મીરા શાહે લવગુરુ તરીકેની કામગીરી શરૂ કરી છે. ખબર નહીં, લોકોના સવાલોના જવાબો તે જ આપે છે કે તેના વતી કોઈ પ્રોફેશનલ વ્યક્તિ આપે છે, પણ આ સવાલ-જવાબ (http://www.bigoye.com/specials/I-love-Sex-Kashmera-Shah/145724?page=6) હોટ છે અને ભવિષ્યમાં ચર્ચા તેમજ વિવાદનો ગરમાગરમ મસાલો બનવાના એંધાણ લાગે છે, બાપુ!
કાશ્મીરાની જેમ અદા શર્મા (http://www.santabanta.com/cinema.asp?pid=29660) અને બીજી ઘણી હિરોઈનો તેમજ હીરો વાઇલ્ડ કન્ફેશન ઘણાં વર્ષોથી કરતાં આવ્યાં છે. એટલે ‘સચ કા સામના’માં નવું કંઈ લાગતું નથી. હા, તેમાં સામાન્ય માનવીને બોલાવાય છે તે એક નવું છે.
(સત્ય અને અસત્ય બંનેની મહત્તા વિશે એક અલગ પોસ્ટ લખવા વિચાર છે, પણ થોડા સમય પછી. તે કલાકોમાં પણ હોઈ શકે ને દિવસોમાં પણ. અને હા, મને યાદ છે, અગાઉના વચન મુજબ, મારે કાદર ખાન વિશે પણ લખવાનું છે. થોડા ઇંતઝાર કા મઝા લિજીયે.)
1 comment 28/07/2009
हम करें राष्ट्र आराधन
મોટા ભાગે ટીવીના ઘણા પ્રોગ્રામો-શો જોયા છે, પરંતુ 12મા ધોરણમાં હતો ત્યારે ટ્યૂશનના કારણે મારે હિન્દી સિરિયલ ‘ચાણક્ય’ જોવાનું રહી ગયું છે. આ ધારાવાહિકનું ગીત મને મળી આવ્યું છે. દેશને માતા તરીકે જોવાનું તો આ ભારત દેશમાં જ બને. ગીતના શબ્દો શુદ્ધ હિન્દીના છે એટલે ઘણાને સમજવા અઘરા જરૂર પડશે, પરંતુ હિન્દી ફિલ્મોનાં ભારેખમ ઉર્દૂવાળા સંવાદો અને ગીતો જો આપણે માણી શકતા હોઈએ તો આ ગીતના શબ્દો પણ સમજવા પ્રયત્ન જરૂર કરી શકીએ.
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
तन से, मन से, धन से
तन मन धन जीवन से
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
अंतर से, मुख से, कृति से
निश्चल हो निर्मल मति से
श्रद्धा से मस्तक नत से
हम करें राष्ट्र अभिवादन
हम करें राष्ट्र अभिवादन
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
अपने हँसते शैशव से
अपने खिलते यौवन से
प्रौढ़ता पूर्ण जीवन से
हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
अपने अतीत को पढ़कर
अपना इतिहास उलट कर
अपना भवितव्य समझ कर
हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
है याद हमें युग युग की
जलती अनेक घटनायें,
जो माँ की सेवा पथ पर
आई बन कर विपदायें,
हमने अभिषेक किया था
जननी का अरि षोणित से,
हमने श्रिंगार किया था
माता का अरि-मुंडों से,
हमने ही उसे दिया था
सांस्कृतिक उच्च सिंहासन,
माँ जिस पर बैठी सुख से
करती थी जग का शासन,
अब काल चक्र की गति से
वह टूट गया सिंहासन,
अपना तन मन धन देकर
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
तन से, मन से, धन से
तन मन धन जीवन से
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
આ ગીતનો વિડિયો જોવા નીચે ‘પ્લે’નું બટન દબાવો :
(જો વિડિયો ન દેખાય તો પેજ રિફ્રેશ કરો અથવા તો નવી વિન્ડોમાં વેબએડ્રેસ http://www.youtube.com/watch?v=XRThD56doKw કોપી પેસ્ટ કરો. )
3 comments 02/05/2009
અક્ષય-ટ્વિન્કલ –રાખીનો જય હો!
બેડરૂમનું કામ જાહેરમાં! દુનિયા રી દુનિયા વેરી બેડ બેડ!
બ્રેવો! અક્ષયપત્નીને આમ જ કહી શકાય ને!
સરાજાહેર, બધાની વચ્ચે તેણે એવું કાર્ય કર્યું જે તે બેડરૂમમાં કરતી હશે. આમ તો જોકે તે નટી (અભિનેત્રી) હતી એટલે તેણે ફિલ્મોમાં પણ આવાં બધાં દૃશ્યો ભજવવાં પડતાં હોય અને તે પણ દિગ્દર્શક,કેમેરામેન વગેરેની હાજરીમાં, એટલે તેના માટે આ નવીન કાર્ય નહોતું જ.
કહે છે કે તેણે આ કાર્ય એટલા માટે કર્યું કે તેનો આરાધ્ય પતિદેવ અક્ષયકુમાર અનબટન્ડ નામની લેવિસ જીન્સની રેન્જના જિન્સનું માર્કેટિંગ કે બ્રાન્ડિંગ કરે છે. એટલે કંપનીએ જ આવો કીમિયો વિચારી રાખેલો. પણ અમારા ટિખળી મનમાં સવાલ એ થાય છે કે કાલે સવારે ઊઠીને માનો કે અક્ષય કોઈ સંતાનરોધક ચીજ (કોન્ડોમ)નું બ્રાન્ડિંગ કરતો હોય અને રખે ને તે કંપનીના ભેજાબાજોના મનમાં પણ ‘પ્રોડક્ટ’ને અનુરૂપ કોઈ કીમિયો આવ્યો તો શું અક્ષય અને ટ્વિન્કલ કે પછી તેના બદલે, બીજું કોઈ યુગલ આ કીમિયો જાહેરમાં ભજવશે ખરાં? કરે પણ ખરા. ભાઈ, માર્કેટિંગવાળા શું ન કરાવે? પૂછો અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાનને. આ યુગલે એક કોફીના માર્કેટિંગ માટે પોતાના છૂટાછેડા થવાના છે તેવી અફવા ફેલાવી હતી.
માર્કેટિંગ કે વિજ્ઞાપનદાતાઓની તાકાત જબરદસ્ત હોય છે. એ ભલભલા મોટા અખબારોના બેનર નીચે ઉતારાવી શકે છે. (બેનર મતલબ, મુખ્ય સમાચાર) સમાચારો અને સિરિયલોમાં વિજ્ઞાપનો એવી ઘૂસણખોરી કરે છે કે સમાચારો કે સિરિયલોમાં વિજ્ઞાપનો છે કે પછી વિજ્ઞાપનો વચ્ચે સમાચારો કે સિરિયલ આવે છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય! એના માટે થઈને તમારે કોઈ ખાસ પૂર્તિ કે સામયિક બહાર પાડવું પડે. (એક જ વિષય,દા.ત. મકાનની સ્કીમની પૂર્તિ બહાર પડે છે તેવી જ રીતે). વિજ્ઞાપનો માટે થઈને તમારે સમાચારમાં પણ સુધારો કરવો પડે. એ મતલબના સમાચાર પણ લખવા પડે. હું એક અખબારમાં હતો ત્યારે એ પૂર્તિમાં એક વિજ્ઞાપન માટે થઈને ખાસ સમાચાર ઊભા કરવા પડતા હતા. માનો કે, ચાની જાહેરખબર છે તો જુદી-જુદી સેલિબ્રિટીઓ પાસે બોલાવવાનું કે તેમનું મનગમતું પીણું ચા છે.

રાખી સાવંત હવે ટીવી પર વર શોધશે!
પૈસા કયા કયા ખેલ ભજવડાવે છે? હવે રાખી સાવંતનું જ ઉદાહરણ લો ને. આઇટમ ગર્લમાંથી સેલિબ્રિટીમાં આવી ગયેલી તે નાના પડદે પોતાનો સ્વયંવર યોજવાની છે અને વળી તેમાં તે ઉદાહરણ સીતામાતાનું આપે છે. (હિન્દુવાદી સંગઠનો સાંભળો છો?) સીતામાતા સ્વયંવર યોજી શકે તો રાખી કેમ નહીં? રાખીને કોણ સમજાવે કે સીતામાતા પતિવ્રતા હતાં જ્યારે તું….!
આ રીતે પુરાણો કે ગ્રંથોમાંથી ઉદાહરણો આપીને પોતે જે કરે છે તે સાચું ઠરાવવાનો એક સરળ રસ્તો જડી ગયો છે…માત્ર રાખી સાવંત જેવી કલાકારને જ નહીં, પરંતુ રાખી જેવું ‘ચીપ’ (યુવાનોમાં સરળતાથી લોકપ્રિય થવા માટે) લખતા લેખકોને પણ! એટલે સેક્સની વાત આવે કે આવા અક્ષય-ટ્વિન્કલ જેવા તમાશા કે પછી ઉત્તર પ્રદેશમાં સ્ટેશન પર ચુંબન કરતા યુગલને રોકવામાં આવ્યા તે વાત પર વારંવાર સંસ્કૃત ગ્રંથોમાંથી ફકરા કે સુભાષિત ટાંકવામાં આવે છે. કાલિદાસની વાતો કરવામાં આવે છે. અરે ઉદાહરણચતુર પંડિતો! એ જ પુરાણો ગ્રંથોમાં શિવજીની આંખથી કામદેવ ભસ્મ થઈ ગયાની વાતો પણ છે. તેની વાત કેમ નથી કરતા? આપણાં શાસ્ત્રોમાં અર્થ અને કામને ધર્મ અને મોક્ષની વચ્ચે મૂકવામાં આવ્યા છે તે કેમ નથી જોતા?
અને સંસ્કૃત તો એક ભાષા છે, જેમ ગુજરાતી એક ભાષા છે તેમ જ. એટલે સંસ્કૃતમાં લખાય તે બધું પ્રમાણભૂત થઈ ગયું? માનો કે, થોડાં વર્ષો પછી ગુજરાતી ભાષા મરી પરવારી તો પછી કોઈ આવો જ નવો ઉદાહરણચતુર પંડિત અત્યારે સંડાસ અને મૂતરડીમાં જેવા ‘સુવાક્યો’ લખાય છે તેને ઉદાહરણરૂપે ટાંકે તો?! જેમ અત્યારે બધાં કાંઈ સંડાસ અને મૂતરડીમાં સુવાક્યો નથી લખતા, તેમ જ સંસ્કૃતનાં જે કંઈ ઉદાહરણો અપાય છે તે પ્રમાણભૂત છે તેવું કોણે કહ્યું? એ જ ગ્રંથો, જેનો તમે હવાલો આપો છો તેમાં એવી વાર્તા પણ આવે છે કે કોઈ સિદ્ધ કે યક્ષ કામક્રીડા કરી રહ્યો હતો અને ઋષિ એ વખતે નીકળ્યા ત્યારે તેને કોઈ લજ્જા ન રહી તો ઋષિએ તેને શ્રાપ આપી દેતા તેની બૂરી વલે થઈ! ભતૃહરિનું ઉદાહરણ બહુ નજીકનું ગણાય. અહલ્યાનો દાખલો પણ બહુ જાણીતો છે. કામુકતા ન રોકી શકવાથી આખું મહાભારત રચાયું તેમ કહીએ તો પણ ખોટું નથી. શાંતનુ મત્સ્યગંધા પાછળ પાગલ બન્યા એમાં દેવવ્રત ભીષ્મ બન્યા. પાંડુ કામુકતા છોડી શક્યા નહીં ને મરણને શરણ થવું પડ્યું. દુ:શાસને દ્રોપદીનાં ચીર હરવા પ્રયાસ કર્યો ને ભૂંડા મોતે મર્યો.
ભૂલાતું ન હોય તો, ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ પુસ્તકની પ્રસ્તાવનામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ એ લખ્યું છે કે કળિયુગમાં અશ્લીલતા અને અભદ્રતા જ ચારેકોર હશે.
ભલે ત્યારે, અક્ષય-ટ્વિન્કલ –રાખીનો જય હો!
5 comments 11/04/2009

