કૉંગ્રેસના કરકસરનાં પગલાં : દેર સે આયે દુરસ્ત આયે
કૉંગ્રેસે જાહેર કરેલા કરકસરનાં પગલાં વખાણને પાત્ર તો છે જ. કોઈ તેને દંભ કહે તો દંભ. સ્ટંટ કહે તો સ્ટંટ. જે કહો તે પણ, દેશની વર્તમાન પરિસ્થિતિમાં તે અનિવાર્ય હતાં. હા, એમ કહી શકાય કે તે મોડા જરૂર જાહેર થયાં છે
Continue Reading 1 comment 19/09/2009
હવે રિક્ષામાં બ્રેક સાથે કોમર્શિયલ બ્રેક!
તાજેતરમાં ‘અભિયાન’ની ઑફિસ બહાર એક રિક્ષા પાછળ જાહેરખબર આપવાની જાહેરખબર જોઈ. એટલે થયું કે તેની તસવીર પાડીને બ્લોગવાચકો માટે મૂકું.
અત્યાર સુધી જાહેરખબરના અનેક માધ્યમો આપણે જોઈ ચૂક્યા છીએ. હૉર્ડિંગથી માંડીને લારી સુધીના માર્ગો જાહેરખબર માટે અપનાવાઈ રહ્યા છે. ટીવી ચૅનલો, ઇન્ટરનેટ, સમાચારપત્રો, કૅબલની ચૅનલ…ઈશ્વરની જેમ જાહેરખબર સર્વવ્યાપી છે. પણ અત્યાર સુધી રિક્ષામાં બેસીને જાહેરખબર બોલાતી હતી. હવે રિક્ષાની પાછળ પણ વિજ્ઞાપનો લગાવાશે. અમદાવાદના એક સાંધ્ય દૈનિકની જાહેરખબર ઘણી રિક્ષાઓ પાછળ જોવા મળે છે; અલબત્ત, આવું સાંધ્યદૈનિક નીકળે છે તેની જાણ જ આ જાહેરખબર દ્વારા થઈ!

એટલે હવે રિક્ષા સાથે અકસ્માતોનું પ્રમાણ વધે તો નવાઈ નહીં!
2 comments 16/09/2009
ગેમ શો કે ચીટિંગ શો?
ગઈ કાલે એક ગેમ શો જોયો. એ ગેમ શો હતો કે ચીટિંગ શો તે તમે જ નક્કી કરો આ પોસ્ટ વાંચીને…
http://jaywantpandyasblog.blogspot.com/2009/09/cheating-game-show.html
Add comment 15/09/2009
ડીપીએલ આઇપીએલ જેટલો જ લોકપ્રિય થશે : એજાઝ ખાન
‘ક્યા હોગા નિમ્મો કા’નો હીરો યાદ છે? એનું નામ એજાઝ ખાન. અત્યારે તે ‘ભાસ્કર ભારતી’માં ભાસ્કરની ભૂમિકા ભજવી રહ્યો છે. ગઈ કાલે તે ‘ડીપીએલ’ના ઑડિશન માટે અમદાવાદમાં હતો. તેની સાથે ફોન પર થયેલી વાતચીત વાંચવા ક્લિક કરો.
http://jaywantpandyasblog.blogspot.com/2009/09/dpl-will-be-as-popular-as-ipl-is-ejaz.html
Add comment 11/09/2009
સવિતાભાભીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ, ઇન્ટરનેટ ટીવી પર!
સવિતાભાભીને કોણ નહીં જાણતું હોય?
ભારતનું કદાચ પહેલું સેક્સી કોમિક કેરેક્ટર છે અને આ જ નામની વેબસાઇટ પણ છે, જેના પર ઘણા સમયથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નિર્માતા – નિર્દેશક કરણ જોહરે આ વેબસાઇટ પર ચાલતા એક એપિસોડમાં તેની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ના અમિતાભ જેવું એક પાત્ર બતાવવા સામે વાંધો લીધો હતો તે સમાચાર ઠીક-ઠીક પ્રસર્યા હતા. સવિતાભાભીના સર્જકનો ઇન્ટરવ્યૂ પણ તેના પાત્રના નામે મિડ ડેમાં છપાઈ ચૂક્યો છે.
પણ ટીવી પર ઇન્ટરવ્યૂની વાત શું છે તે કહો ને, તમે કહેશો.
તો વાત એમ છે કે, ઇન્ટરનેટ પર એક શો શરૂ થયો છે. ભારત માટે આ નવું છે. ઇન્ટરનેટ ટીવી તેને કહી શકાય. આ શોનું નામ છે ‘જયહિંદ’. તેમાં આ કામાતુર અને રૂપાળી મહિલાનો ઇન્ટરવ્યૂ દેખાડાયો છે.
સોરી, પણ વધુ વાંચવા તમારે ક્લિક કરવું પડશે :
(અપડેટ : કાર્તિક મિસ્ત્રી અને રજની અગ્રાવતની ઈચ્છા મુજબ, માત્ર ઍડ્રેસ આપવાના બદલે લિન્ક જ મૂકી દઉં છું. આમ તો જે ઍડ્રેસ આપેલું તેમાં પહેલી જ પોસ્ટ હતી એટલે નજરે ન ચડે તેવું કંઈ નહોતું. માત્ર ક્લિકની જ વાર હતી, પણ ખેર, કિન્તુ પરંતુ…) http://jaywantpandyasblog.blogspot.com/2009/09/savitabhabhis-exclusive-and-real-one.html
8 comments 10/09/2009
હરભજનસિંહ દોષી હતો?
હરભજનસિંહ ફરી એક વાર વિવાદમાં છે. બેંગાલુરુ વિમાનમથકે કારમાંથી સામાન કાઢતી વખતે એક કેમેરામેનનો કેમેરા તેને અથડાયો. માધ્યમોના કેટલાક અહેવાલો અનુસાર, આનાથી રોષે ભરાઈને ભજ્જીએ કેમેરામેનને માર્યો. પણ આ વિડિયો જોશો તો ખ્યાલ આવી જશે કે ભજ્જી રોષે જરૂર ભરાયો હતો પરંતુ તેણે કેમેરામેનને માર્યો નથી, તેનો કેમેરા હડસેલ્યો હતો.
આપણે ત્યાં સમાચારપત્રો અને ખાસ તો, ટીવી સમાચાર ચૅનલોની સંખ્યા, પેલી રાજકુમારીની જેમ, દિવસે ન વધે એટલી રાત્રે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધતી જાય છે. રિપોર્ટરો અને કેમેરામેન પર ગ્રૂપ એડિટર, ઍક્ઝિક્યુટિવ એડિટર, ન્યૂઝ એડિટર વગેરે એડિટરોનું દબાણ હોય છે, કોઈ પણ ભોગે બ્રૅકિંગ ન્યૂઝ અને એક્ઝક્લુઝિવ ન્યૂઝ તેમજ ફૂટેજ લાવવાનું. એક ચૅનલની તો ટેગલાઇન જ છે – ખબર હર કિંમત પર! અને આ બ્રૅકિંગ ન્યૂઝ તથા એક્ઝક્લુઝિવ ન્યૂઝ મોટા ભાગે સેલિબ્રિટી કેન્દ્રિત હોય છે. એટલે રિપોર્ટરો અને કેમેરામેન સેલિબ્રિટી જ્યાં જાય ત્યાં પહોંચી જાય છે. (વિદેશમાં તો હદ કરી નાખે છે. ‘સ્લમડોગ મિલિયોનેર’ની અભિનેત્રી ફ્રેન્ડા પિન્ટો લઘુશંકા કરીને બહાર નીકળી રહી છે તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા!) સેલિબ્રિટી કે નેતાઓ પત્રકાર પરિષદમાં બોલતા હોય તો બધા ધક્કામુક્કી કરતા હોય છે. માઇક ધરતા હોય છે. આવામાં સંભવ છે કે ક્યારેક સેલિબ્રિટી કે નેતાને ગુસ્સો આવી જાય. પણ વાંક રિપોર્ટરોનો પણ નથી. વાંક છે તેમને તાત્કાલિક – પલ પલ કી ખબર લાવવાનું કહેનારનો. કેમ કોઈ એમ નથી કહેતું કે અમે સાચા-તટસ્થ સમાચાર આપીશું?
Add comment 10/09/2009
ન્યૂઝ વીક કહે છે : વી આર ઓલ હિન્દુઝ નાવ!
હિન્દુઓને અને તેના માટે કામ કરતી સંસ્થાઓને ભાંડવાની આ દેશમાં ફેશન થઈ ગઈ છે. જો તમારે ઇન્ટેલેક્ચ્યુઅલ (બુદ્ધિજીવી) અને સેક્યુલર દેખાવું હોય તો તેમ કરવું જરૂરી પણ છે. અખબારથી માંડીને ટીવી ચેનલો અને હિન્દી ફિલ્મો-સાહિત્ય અને નવલકથા તમામ ક્ષેત્રે આવું દુખદ વલણ જોવા મળે છે. હિન્દુઓનો પક્ષ લેનાર વ્યક્તિ કે સંગઠનને કટ્ટરવાદી-ફાસીવાદી-હિટલરવાદી જાહેર કરી દેવામાં આવે છે.
પણ સુખદ સમાચારનો વાયરો ફૂંકાયો છે અમેરિકા તરફથી. (હજુ સુધી આ લેખ વિશે ક્યાંય કેમ નથી લખાયું તે આશ્ચર્ય છે.) અમેરિકાના ‘ન્યૂઝવીક’ સામયિકમાં ગયા મહિને લિઝા મિલરે એક લેખ લખ્યો હતો, જેનું મથાળું હતું : We Are All Hindus Now!
વાંચીને આશ્ચર્ય થાય એવું છે કે આ બહેન આવું કટાક્ષમાં તો નથી કહી રહ્યા ને? પણ તેમનો આ લેખ વાંચશો તો ખબર પડશે કે બિલકુલ સત્ય વાત છે.
ભારતમાં જે મોટું પરિવર્તન, ખાણીપીણીથી લઈને વેશભૂષા અને રહેણીકરણીમાં આવી રહ્યું છે તેને લઈને કોઈ લેખ લખે તો તેનું શીર્ષક કદાચ આવું થાય :
We Are All Christians/Americans Now!
Add comment 08/09/2009
દૂરદર્શન પાસે સારા કાર્યક્રમો તો છે, પણ…
દૂરદર્શનને આપણે લગભગ વિસરી જ ગયા છીએ. અત્રે તત્રે સર્વત્ર બધે જ ચર્ચા સ્ટાર પ્લસ, ઝી ટીવી અને સોની ટીવીની જ છે. હા ભાઈ હા, નંબર વન કલર્સને તો કેમ ભૂલાય? પણ દૂરદર્શન પાસે પણ સારા કાર્યક્રમો છે. કયા અને શા માટે તેની ચર્ચા નથી? વાંચવા ક્લિક કરો :
Add comment 08/09/2009
નાના પડદે જામશે મોટા સ્ટારોની ટક્કર
નાના પડદે મોટા સ્ટારોની ટક્કર જામવાની છે…
વધુ વાંચવા ક્લિક કરો
http://jaywantpandyasblog.blogspot.com/
2 comments 08/09/2009
ભલે પધાર્યા : નો હોર્ન ડે
અમદાવાદમાં પર્યાવરણમિત્ર નામની સંસ્થાએ આવતીકાલે ‘નો હોર્ન ડે’ ઉજવવાની જાહેરાત કરી છે. મુંબઈમાં, જો ભૂલતો ન હોઉં તો, દર સોમવારે ‘નો હોન્ક ડે’ ઉજવાય છે અને અમિતાભ બચ્ચન સહિતની સેલિબ્રિટીઓ તેની તરફેણ કરે છે.
સારી વાત છે, પણ આવો દિવસ ઉજવવાની શરૂઆત કરવાથી કેટલો ફર્ક પડશે તે તો ખબર નથી, પણ તેની જરૂર એટલા માટે છે કે હવે આવા દિવસો થકી જાગૃતિ કેળવી શકાય છે. આજથી કેટલાંક વર્ષો પહેલાં વેલેન્ટાઇન ડેનું ભારતમાં અસ્તિત્વ જ નહોતું. પણ મિડિયા અને માર્કેટિંગ થકી જો તેની આટલી ધૂમ કરી શકાતી હોય તો કેટલાક લોકજાગૃતિના મુદ્દે આવા દિવસ ઉજવવાની શરૂઆત કરવી જ જોઈએ. લોકમાન્ય ટિળકે આવા જ ઉદ્દેશથી ગણેશોત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી. જોકે આજે તે થોડાઘણા અંશે પર્યાવરણને નુકસાનકર્તા બની ગયો છે તે પણ સ્વીકારવું પડે.
તમે જો ટ્રાફિકમાં નીકળો અને અવાજ રેકોર્ડ કરો તો ખબર પડે કે કેટલા હોર્ન વાગે છે અને તેનાથી મગજને કેટલો ત્રાસ પહોંચે છે. હોર્નના અવાજની તીવ્રતાની પણ કોઈ સીમા નહીં. બાઇકમાં પણ કારવાળા હોન ચાલે. અને હોર્ન વગાડનારા પાછા, એક હોર્ન વગાડી દીધો એટલે એવું સમજે કે આગળવાળા રસ્તો કરી જ આપશે પણ આગળવાળા રસ્તો કરી ન શકે તેમ હોય તો? અને હોર્ન એટલા વગાડીને માથું ફેરવી નાખવાનું કે વાત ન પૂછો. પણ એ નહીં સમજે કે આગળવાળાને પણ કંઈ રસ્તામાં રોકાઈ જવાનો શોખ તો નહીં જ હોય ને. તેને પણ કોઈ નડતું હશે એટલે જ સાઇડ નહીં આપતો/આપતી હોય.
‘નો હોર્ન ડે’ની સાથે ‘ડીમ લાઇટ ડે’ પણ ઉજવવો જોઈએ. મોટરમાં ઘણી વાર તો છ-છ લાઇટ હોય છે અને બધી ફૂલ. હવે શહેરની અંદર આંખોને આંજી દેતી લાઇટની જરૂર ખરી?
અને સૌથી વધુ તો લોકોને, ચાર રસ્તે વાહન ધીમું પાડવું, ડાબી બાજુએથી ઓવરટેક ન કરવો, વળવું હોય તો સિગન્લ બતાવવું, અમુકથી વધુ સ્પીડે શહેરમાં બાઇક કે કાર, કોઈ પણ વાહન ન ચલાવી શકાય…વગેરે જેવા ટ્રાફિકના નિયમો-સાવ સાદા અને પાયાના નિયમો શીખવવાની જરૂર છે. જે લોકો આ નિયમોનો ભંગ કરતા જણાય તેમના લાઇસન્સ જ રદ કરી દેવાના કે જેલમાં નાખી દેવાના.
અત્યારે તો ‘નો હોર્ન ડે’ને આપણે કહેવાનું છે : ભલે પધાર્યા!
1 comment 04/09/2009
…અને હવે અખબારમાં પણ ગાળ!
‘કમીને’ ફિલ્મ ગાળોના પ્રયોગ માટે ઘણી વખોડાઈ છે (અને આ જ કારણસર ઘણાએ રિયાલિટીના નામે વખાણી પણ છે). ફિલ્મોમાં અપશબ્દો તો ઘણાં વર્ષોથી આવતા હતાં. (કુત્તે, કમીને, હરામઝાદે, સુવ્વર કી ઔલાદ) પણ કાળક્રમે ગાળની પરિભાષા અને તીવ્રતા બદલાઈ રહી છે. એક સમયે હરામી શબ્દ પણ ગાળ ગણાતો હતો. આજે વાતચીતમાં સામાન્ય રીતે બોલાય છે. અત્યારે માબહેન સમાણી ગાળ, ‘લ’, ‘ભ’ અને ‘ચ’ અક્ષર પરથી શરૂ થતી ગાળો ફિલ્મોમાં આવવા લાગી હોય તો તે કદાચ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’થી. અરે! ‘એલઓસી : કારગિલ’ જેવી યુદ્ધની ફિલ્મમાં પણ ગાળોનો ઉપયોગ થયો હતો. રિયાલિટીના નામે હવે ફિલ્મોમાં સેક્સનાં દ્રશ્યો જેટલો જ કોમન ઉપયોગ ગાળોનો થઈ ગયો છે.
અપશબ્દો કહેતાં આ ગાળો ઇન્ટરનેટ પર મેસેજ બોર્ડમાં કે કોઈ લેખની નીચે કોમેન્ટ રૂપે તો છૂટથી વપરાય છે જ પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં પત્રકાર અને દેશનાં જાણીતા કોલમિસ્ટ (‘ઇરેટિકા’ ફેમ)માં જેમનું નામ ગણાય તેવાં, પારસી બાનુ બચી કરકરિયાએ તાજેતરમાં તેમની કોલમ કમ બ્લોગમાં એક લેખ લખેલો. લેખનું શીર્ષક, ભાજપમાં ચાલતા ડખા અંગે જાણીતા પત્રકાર તથા ભાજપના હજુ હાંકી નહીં કઢાયેલા સભ્ય અરુણ શૌરીએ જે ટિપ્પણી કરી હતી કે ‘રાજનાથસિંહ ઇઝ એલિસ ઇન બ્લન્ડરલૅન્ડ’ છે, તેના પરથી હતું : Who the **** is Alice? (કદાચ બચી એક અંગ્રેજી ગીતના શબ્દોનો ઉપયોગ કરવા ઈચ્છતા હશે.) ભાજપની પરિસ્થિતિ પર લખેલા આ વ્યંગાત્મક લેખના શીર્ષકમાં જ તેમણે ગાળનો ઉપયોગ કર્યો હતો. પારસીઓ ગાળો બોલતા હોય છે. એટલે આ બાનુ પણ ગાળ બોલતા હશે. પરંતુ તેમણે લેખમાં તેનો ઉપયોગ કર્યો એ અરુચિકર હતું. સ્વાભાવિક રીતે ઓનલાઇન વાચનારાઓને પણ તે પસંદ ન પડ્યું અને કોમેન્ટનો મારો થઈ ગયો. કેટલીક કોમેન્ટ આ પ્રમાણેની હતી :
Indian says:
August 27, 2009 at 10:31 AM IST
What a great writter you are title itself give the correct impression of yous?
Please try to write decent langauge.
janak says:
August 27, 2009 at 10:38 AM IST
It is very shocking that you are writing abuse! and also being female is very much shocking! I request you to not abusive words.
kunal kumar says:
August 27, 2009 at 12:15 PM IST
I think you should take care of the language you are using in the newspaper,as being a national daily read by all the family members.
Using such a word doesn’t mean that you have got a better command over language or have got more independent thinking.And why did you use “***”, write the complete word.There is no use of using a transparent curtain.A writer of your calibre and stature should understand this.In fact the editor should write an apology in tomorrow’s newspaper.
E. D’Souza says:
August 27, 2009 at 12:55 PM IST
Hello madam, can you please explain what the three asterisks after the alphabet ‘f’ stands for? My five year old daughter is curious to know about it.
Amit says:
August 27, 2009 at 06:51 PM IST
How dare TOI print this blog……i did not read it because at least we are not use to these type of slang laguage in News Paper…..F*** off this ariticle….
Mahesh says:
August 27, 2009 at 11:48 PM IST
TOI, please change the title of this article…
Surya Mishra Derby UK says:
August 30, 2009 at 07:03 PM IST
What is the meaning of f***; what does it stand for in journalistic language context; especially in Indian culture? This speaks how are Indian journalism is picking up from western gutter. Even in West, such distorted language referring to slang are getting shunned; and Indian usage of English language is suppose to be best as it has been preserved and gratified so far being from Original Oxfordian language of English. If we can not understand ‘Alice in blounderland’ then how can we follow f***?
કોમેન્ટ પરથી તો આ લેખનું શીર્ષક આવું હોવું જોઈએ : Bachi in blunderland!
1 comment 02/09/2009
સાવધાન! ફેસબુક તમારા કોન્ટેક્ટ્સને મેઇલ કરે છે!
ગઈ કાલે આ બ્લોગ પર એક પોસ્ટ મૂકાઈ હતી જે મેં નજરે પડતા તરત જ કાઢી નાખી. એ હતી કે ફેસબુક ઇન્વાઇટ્સ યુ ટૂ ઓપન એકાઉન્ટ. એ કઈ રીતે પોસ્ટ થઈ? પહેલાં તો હેકિંગની શંકા ગઈ. આવું અગાઉ પણ થયેલું.
દરમિયાન ટોરેન્સ કાંઠેથી મિત્ર મનીષ મિસ્ત્રીએ પણ આ બાબતે ધ્યાન દોર્યું અને જીમેઇલની લિન્ક મોકલી. તે અનુસરી જોઈ. પણ કંઈ ફેર પડ્યો નહીં. છેવટે ગૂગલ પર સર્ચ કર્યું તો ઉકેલ મળી ગયો. જે આવો છે.
ફેસબુકમાં લોગ ઇન થાવ.ફ્રેન્ડ્સ પેજમાં જાવ. પછી ઇન્વાઇટ ફ્રેન્ડ્સ પર ક્લિક કરો. ત્યાર બાદ વ્યૂ ઓલ. તે પછી ઇન્વિટેશન્સ. તેમાં બધા કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરી તેને ઇરેઝ કરી નાખો.
ફેસબુકમાં તમે રજિસ્ટર થયા હો અને તમે તમારો ઇમેઇલ આઇડી અને પાસવર્ડ આપ્યા હોય ત્યારે તે તમારા કોન્ટેક્ટમાંથી બધાને અમુક સમયાંતરે (મોટા ભાગે દર મહિને) ઇમેઇલ કર્યા રાખે છે. તમને તેની ખબર પણ ન હોય.
મારા ઇમેઇલ કોન્ટેક્ટમાં આ બ્લોગ પર ઇમેઇલથી પોસ્ટ લખવા માટેનું ઇમેઇલ એડ્રેસ હતું જેના પર ફેસબુકે સ્વયંભૂ મેઇલ કરી દીધો એટલે બ્લોગ પર પોસ્ટ ચડી ગઈ.
7 comments 02/09/2009
મનમોહન, (લાલ)કૃષ્ણ અને મોહન (ભાગવત )



અત્યારે દેશની ત્રણ ટોચની વ્યક્તિઓ કૃષ્ણના નામો ધરાવતી વ્યક્તિઓ છે તે રસપ્રદ વાત છે.
વડા પ્રધાન પદે ડૉ. મનમોહનસિંહ છે. તેમનું નામ મનમોહન કૃષ્ણનું એક નામ છે. વિપક્ષના નેતા અને ભાજપના શક્તિશાળી અને સર્વોચ્ચ નેતા લાલકૃષ્ણનાનામમાં પણ કૃષ્ણનું નામ સમાહિત છે. તે જ રીતે દેશનું શક્તિશાળી સંગઠન રા.સ્વ. સંઘ(આરએસએસ)ના ટોચના અધિકારી એટલે કે સરસંઘચાલક તરીકે બિરાજમાન છે મોહન ભાગવત. તેમનું નામ મોહન પણ કૃ્ષ્ણનું જ એક નામ થયું ને?
છે ને મજેદાર વાત? લાલકૃષ્ણ તો તેમના પક્ષમાં પોતાની હાજરીમાં જ યાદવાસ્થળી જોઈ રહ્યા છે, જ્યારે મોહન (ભાગવત) , કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉંચકીને ગોકુળને જેમ બચાવ્યું હતું તેમ ભાજપ માટે તારણહારની ભૂમિકામાં છે.
2 comments 30/08/2009
