Posts Tagged gmail
સાવધાન! ફેસબુક તમારા કોન્ટેક્ટ્સને મેઇલ કરે છે!
ગઈ કાલે આ બ્લોગ પર એક પોસ્ટ મૂકાઈ હતી જે મેં નજરે પડતા તરત જ કાઢી નાખી. એ હતી કે ફેસબુક ઇન્વાઇટ્સ યુ ટૂ ઓપન એકાઉન્ટ. એ કઈ રીતે પોસ્ટ થઈ? પહેલાં તો હેકિંગની શંકા ગઈ. આવું અગાઉ પણ થયેલું.
દરમિયાન ટોરેન્સ કાંઠેથી મિત્ર મનીષ મિસ્ત્રીએ પણ આ બાબતે ધ્યાન દોર્યું અને જીમેઇલની લિન્ક મોકલી. તે અનુસરી જોઈ. પણ કંઈ ફેર પડ્યો નહીં. છેવટે ગૂગલ પર સર્ચ કર્યું તો ઉકેલ મળી ગયો. જે આવો છે.
ફેસબુકમાં લોગ ઇન થાવ.ફ્રેન્ડ્સ પેજમાં જાવ. પછી ઇન્વાઇટ ફ્રેન્ડ્સ પર ક્લિક કરો. ત્યાર બાદ વ્યૂ ઓલ. તે પછી ઇન્વિટેશન્સ. તેમાં બધા કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરી તેને ઇરેઝ કરી નાખો.
ફેસબુકમાં તમે રજિસ્ટર થયા હો અને તમે તમારો ઇમેઇલ આઇડી અને પાસવર્ડ આપ્યા હોય ત્યારે તે તમારા કોન્ટેક્ટમાંથી બધાને અમુક સમયાંતરે (મોટા ભાગે દર મહિને) ઇમેઇલ કર્યા રાખે છે. તમને તેની ખબર પણ ન હોય.
મારા ઇમેઇલ કોન્ટેક્ટમાં આ બ્લોગ પર ઇમેઇલથી પોસ્ટ લખવા માટેનું ઇમેઇલ એડ્રેસ હતું જેના પર ફેસબુકે સ્વયંભૂ મેઇલ કરી દીધો એટલે બ્લોગ પર પોસ્ટ ચડી ગઈ.
7 comments 02/09/2009
ગૂગલક્રોમ આડું ચાલે છે
હમણાં ગૂગલક્રોમને મારી સાથે શું વાંધો પડ્યો છે ખબર નથી. યાહૂમેઇલ પર સાઇન ઇન થવા જઉં તો એને એ જ પેજ પર તે પાછું ફરે છે. ગૂગલક્રોમના હેલ્પફોરમ પર પોસ્ટ (http://www.google.com/support/forum/p/Chrome/thread?tid=7edad559b91974a1&hl=en)મૂકી અને એક Nakro નામની એક વ્યક્તિએ સૂચન આપ્યું કે બ્રાઉઝિંગ ડેટા ક્લિયર કરી નાખો. પછી જુઓ, ગાડું દોડતું થઈ જશે. એમ કર્યું તો થયું. વળી બીજા દિવસે હતા એના એ. બ્રાઉઝિંગ ડેટા ક્લિયર કર્યા પછી પણ યાહૂમેઇલમાં સાઇન ઇન ન થવા દે. વળી આ જ હેલ્પ ફોરમમાં ખાંખાખોળા કર્યા તો એક સૂચન
એવું જાણવા મળ્યું કે એબાઉટ ગૂગલક્રોમ પર ક્લિક કરવાથી તે અપડેટ થઈ જશે તો પ્રૉબ્લેમ સોલ્વ થશે. તેમ કર્યું તો વળી ગાડું ચાલ્યું. પણ ત્રીજા દિવસે તો ઉપરોક્ત બંને ચીજો કરી જોઈ તો ય ન ચાલે. ને હવે તો જીમેઇલમાં પણ સાઇન ઇન થવાના વાંધા છે.
ભગવદ્ગોમંડલની સાઇટ (www.bhagawadgomandal.comમાં, www.bhagawadgomandaonline.comમાં નહીં)માં પણ આવું થાય છે. કોઈ શબ્દનો અર્થ શોધવા જાવ તો શબ્દ દેખાડે પણ અર્થ નહીં. આવું ગૂગલક્રોમમાં જ થાય છે, ફ્લોકમાં નહીં. જુઓ નીચેની તસવીરો.
(કાર્તિક + મનીષ ) મિસ્ત્રી, (ગૂગલક્રોમ વાપરવાનું બંધ કરવા અને ભગવદ્ગોમંડળઓનલાઇન. કોમ વાપરવા સિવાય) આનો શું ઉપાય સૂચવો છો તમે?

જોયું? ગૂગલક્રોમમાં ભગવદ્ ગો મંડળની વેબસાઇટમાં ફાકામસ્તીના અર્થ પર ગ્રે રંગની પટ્ટી આવી ગઈ છે?

ફ્લોકમાં ફાકામસ્તીનો અર્થ સ્પષ્ટ દેખાય છે!
6 comments 28/07/2009
શું ટ્રાન્સલેટરોની છુટ્ટી થઈ જશે?
આજે ’દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં હિમાંશુ કિકાણીએ ‘સાઇબર સફર’ કોલમમાં ગૂગલમાં ગુજરાતી ટ્રાન્સલિટરેશનની વાત કરી છે અને સાથે કહ્યું છે કે ટૂંક સમયમાં ગૂગલમાં ગુજરાતી અનુવાદની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે. આ વાતનું થોડું વિસ્તરણ (એક્સ્ટેન્શન).
ગૂગલમાં અંગ્રેજીથી હિન્દી અને તેનાથી ઉલટું (વાઇસા વર્સા) અનુવાદની સુવિધા ઘણા સમયથી ઉપલબ્ધ છે. પરંતુ તેમાં બહુ વિચિત્ર વિચિત્ર અનુવાદ થતો હતો. એ સર્વવિદિત છે કે હિન્દી-ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેલ્લે આવે છે જ્યારે અંગ્રેજીમાં તે કર્તા પછી આવે છે; જેમ કે,
રામ સીતાફળ ખાય છે. (ક્રિયાપદ ‘ખાય છે’ છેલ્લે આવે છે)
Ram is eating custard apple. (ક્રિયાપદ ‘is eating’ કર્તા Ram પછી આવે છે.)
પરંતુ ગૂગલવાળા શાણા છે. તેમણે સાથે સાથે એવો વિકલ્પ (ઓપ્શન) આપ્યો છે કે વધુ સારો અનુવાદ સૂચવો. હવે મારા-તમારા જેવા જે થોડોઘણો પણ અનુવાદ જાણે છે તેઓ સુધારો સૂચવે એટલે ગૂગલ આગળ જતા ધ્યાન રાખે.
હિન્દીથી અંગ્રેજીમાં અનુવાદમાં હવે સારી ગુણવત્તા જોઈ શકાય છે. અંગ્રેજી કે હિન્દીની વાક્યરચનાની દૃષ્ટિએ સીધાસટ્ટ વાક્યો હોય તો સચોટ ભાષાંતર કરે છે, પણ અટપટી રચના હોય તો પોસ્ટની એકદમ અંતે આપેલા નમૂના મુજબ છબરડો કરે છે.
સચોટ ભાષાંતરનો એક નમૂનો.
फ़ोन करना मत भूलना
તેનો અનુવાદ.
Do not forget to call.
ગૂગલે તો આગળ વધીને જીમેઇલમાં પણ આ ટ્રાન્સલેશનની સુવિધા મૂકી દીધી છે. એને સક્રિય કરવા તમે જીમેઇલના સેટિંગ્સ-લેબ્સ-માં જઈને ટ્રાન્સલેશનની સુવિધાના ‘enable’ ઓપ્શન સામે ટિક કરશો એટલે તે સક્રિય થઈ જશે. અત્યારે તો માત્ર હિન્દીથી અંગ્રેજીમાં ઉપલબ્ધ આ સુવિધા થકી જો તમને કોઈ હિન્દીમાં મેઇલ કરશે તો તરત ઉપર લખાયેલું આવી જશે, View translated message તેના પર ક્લિક કરશો એટલે મેઇલની અંદર તમારો મેસેજ ટ્રાન્સલેટ થઈને દેખાશે.
View original message પર ક્લિક કરશો તો મૂળ મેસેજ પાછો દેખાશે! છે ને અદ્ભુત સુવિધા. હવે આ ઉલટું પણ શક્ય છે. મતલબ કે અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદ કરવો હોય તો તે પણ થઈ શકે છે! એટલે જો આ સુવિધા સતત સુધરતી રહેશે (અને તેની પૂરી શક્યતા છે) અને ભવિષ્યમાં ગુજરાતીમાં પણ ઉપલબ્ધ રહેશે તો ટ્રાન્સલેટરોની છૂટ્ટી થઈ જાય તો નવાઈ નહીં!
…જોકે, પછી અંગ્રેજીમાંથી બેઠું ટ્રાન્સલેશન કરીને લખનારા લેખકોને બખ્ખા થઈ જવાના! ટ્રાન્સલેશનની માથાકૂટ નહીંને!
અંતમાં, ગૂગલની ટ્રાન્સલેશન સુવિધા હજુ બાળવયમાં છે એટલે તેનું ટ્રાન્સલેશન કેવું થાય છે તેનો એક નમૂનો :
મૂળ અંગ્રેજી વાક્ય.
This cute as a button five-year-old plays a challenging role of an autistic child in Zee TV’s Aap Ki Antara.
હવે તેનો અનુવાદ જુઓ.
यह एक बटन के रूप में पाँच साल के जी टीवी है आप की अंतरा में एक autistic बच्चे का एक चुनौतीपूर्ण भूमिका निभाता है प्यारा.
જોયું, જેની સમજ ન પડી તેને મૂળ અંગ્રેજીના રૂપમાં જ ગૂગલે રહેવા દીધું છે. આજે ઘણા સમાચાર અને જાહેરખબર અનુવાદકો પણ આવું જ કરે છે ને. ગૂગલ તો એક યાંત્રિક સોફ્ટવેર છે, પણ અનુવાદકો તો ડિક્શનરી કે મગજનો ઉપયોગ કરવાની પણ તસદી નથી લેતા. અંગ્રેજી-હિન્દીના મૂળ શબ્દો જ વાપરવાના!
1 comment 24/06/2009
