એક યુવતીને ગેલેરીમાં મોબાઈલ પર વાત કરતી જોઈ મનમાં પ્રશ્ન થયો, એવી તે કઈ વાત હશે કે તેને ગેલેરીમાં આવીને વાત કરવી પડતી હશે? પછી વિચાર્યું કે એવું બને કે કદાચ, તેના પતિથી કે સાસુથી છુપાઈને પિયરના લોકો સાથે વાત કરતી હોય તેવું બને ને. ત્યાં વળી મનમાં દીપદંડ (ટ્યૂબલાઇટ માટે આ શબ્દ પ્રયોજી શકાય?) ઝબૂક્યો કે પણ આ યુવતીને ભલે હું નામથી નથી જાણતો પરંતુ એક જ ફ્લેટમાં રહેવાના કારણે એટલી તો ખબર છે જ કે તે પરિણીત નથી. તેને તો માતા છે અને ભાઈ પણ. માતા અને ભાઈથી છુપાઈને વાત કરવી પડે તેવી કઈ વાત હશે? આનો અર્થ એવો કાઢી શકાય કે તેને ઘરના સભ્યો સાથે બનતું નથી?

ત્યાં વળી બીજો વિચાર ટપ દઈને કૂદી પડ્યો, ઘરના સભ્યો વચ્ચે ન બનતું હોય તેની સાબિતી કઈ? કેટલાક મુદ્દા મેં તારવ્યા છે, કદાચ, હું ખોટો પણ હોઈ શકું. તો બ્લોગધારકો અને બ્લોગવાચકો મારું નમ્રપણે ધ્યાન દોરી શકે છે (બાકી, ઇન્ટરનેટ પર બેફામ પ્રતિક્રિયા લખવાનું બહુ ચલણ છે).

(૧)               ઘરના સભ્યોને એકબીજાની પ્રવૃત્તિની જાણ ન હોય. જેમ કે, ભાઈ સ્કૂલે નથી ગયો તો કેમ નથી ગયો તેની બહેનને ખબર જ ન હોય.

(૨)               તમે ઘરના બીજા કોઈ સભ્યની વિરુદ્ધની વાત કાઢો અને તેના જવાબમાં તેનો બચાવ કરવાના બદલે તે પણ ટીકા કરવા લાગે, તો સમજવું કે નક્કી દાળમાં કંઈક કાળું છે!

(૩)               જ્યારે ઘરના સભ્યો વાત કરતા હોય ત્યારે બીજા સભ્યની વાત પહેલો સભ્ય નક્કર કારણ વગર, માત્ર કાપવા ખાતર કાપે તો સમજવું કે આમને ત્યાં બારેમાસ ઉત્તરાયણની સિઝન ચાલે છે.

(૪)               જ્યારે ઘરના કોઈ સભ્યની વિરુદ્ધ કોઈ ત્રાહિત વ્યક્તિ બોલે કે કંઈ કરે અને બીજા સભ્યો ચૂપચાપ જોઈ રહે (આપણા દેશમાં આ વાત ડગલે ને પગલે અનુભવાય છે) તો માનવું કે આમનો લાકડાનો ભારો ખુલ્લો છે. (લાકડાના ભારાની વાર્તા કહેવાની જરૂરી ખરી?)

આ સિવાય કોઈ કારણ તમને ધ્યાનમાં આવે તો અહીં લખી શકો છો, સ્વાગત છે તમારું!

10 thoughts on “કિતને પાસ કિતને દૂર?

 1. બેફામ પ્રતીક્રીયા એટલે શુઁ વળી ?

  બીજું એ કે તમે ઉંઝા જોડણી વાપરવાનું શરૂ કરો. મન ખુલ્લું રાખી એના જમા પાસાને વધાવો.

  વધુ માહિતી માટે આ વેબ-સાઇટ જુઓ
  http://www.gadyasoor.wordpress.com

 2. આમાં એક કારણ એ પણ હોઇ શકે કે યુવતી પણ આજની અનેકોની જેમ ‘આ મારી અંગત વાત છે, એમાં માથું નહીં મારવાનું’ માં માનતી હોય. આજકાલ ‘પ્રાઇવસી’ નામના દૈત્યએ પણ ઘણું નુક્શાન પહોંચાડ્યું છે, જેનો પ્રત્યક્ષ દાખલો આ છે. ખૂણામાં જઇને કલાકો સુધી વાતો કરનારને જલ્દી જ ખભાની નહીં તો કાઉન્સેલરની જરૂર પડતી હોય છે. પાશ્ચાત્ય જીવનશૈલીનું આંધળું અનુકરણ કરવાની આ એક વધુ અસર છે.

  ગુજરાતી અને અનેક ભાશાઓમાં અન્ય ભાષાઓના શબ્દો સમયાંતરે સ્વીકૃત થયાં છે. ટ્યુબલાઇટ ભારતની શોધ નથી, તેથી તેને મૂળ શાબ્દિક નામે ઉપયોગમાં લઇએ તો વધુ યોગ્ય ગણાશે. અત્યાર સુધીમાં એ શબ્દએ આપણી ભાષામાં ઊંડું સ્થાન મેળવી લીધું છે, તેથી હવે તેને બદલીએ તો તે પ્રયાસ ભદ્રંભદ્રતામાં ખપી જવાની પૂરેપૂરી શક્યતા છે. તેથી, ટ્યુબલાઇટ માટે દીપદંડ શબ્દ વાપરવો યોગ્ય નહીં ગણાય. આ મારો વ્યક્તિગત વિચાર છે.

 3. જુગલકિશોરભાઇની વાત મારા વિચારને મળતી આવે છે.
  કદાચ આપણામાંના ઘણાને કોકને કશુક કરતા જોઇને અનુમાન કરવા માંડવાની આદત પડી હશે.
  બીજા પક્ષે તેને કુતુહલવૃત્તિમાં ગણાવી દેતા હોઇએ.
  … પણ દેશી ભાષામાં તેને પારકી પંચાત ગણવામાં આવે છે.
  વર્તમાન સમયમાં આવી પારકી પંચાત કરવાના ફાયદા ય છે અને ગેરફાયદા પણ એટલા જ છે.
  અમદાવાદના લોકોએ આવી પંચાત કરી હોત તો … હાલમાં થયેલા બોમ્બ ધડાકા કદાચ નિવારી શકાયા હોત.
  … બાકી .. મને મારા પ્રવાસ દરમ્યાન મળતા લોકો સાથે થતી વાતમાંથી એટલુ તો જાણવા મળ્યુ જ છે કે, લોકો ધીમે ધીમે વધુને વધુ નિષ્ક્રિય થતા જાય છે..

 4. નેટવર્કનો પ્રોબ્લેમ કેમ નજરઅંદાજ કરો છો? ઘરમાં ઘણી વાર સરખું નેટવર્ક ન પકડાતું હોય તો બાલ્કનીમાં આવવું પડતું હોય છે. એ આપણા બધાનો અનુભવ છે એવું માનું છું. ઘરમાં મોટેથી ટીવી ચાલતું હોય કે મોટેથી વાતો થતી હોય કે એવું કોઇ ડિસ્ટર્બન્સ હોય ત્યારે પણ બાલ્કનીમાં કે બીજા રૂમમાં જતું રહેવું પડતું હોય છે.

 5. The problem with mobile phone is it makes caller and receiver Mobile ! Have you ever seen someone with active mobile sitting.No sooner you start talking , you leave the room -you gp to tarrace or balcony or measr the door.No wonder this lady was doing that.She may not have nothing to hide or nothing secret to say.It is just a natural reaction !!

 6. Bharat Pandya’s view is also correct. I still don’t understand why people start walking when they receive or make a call on mobile.

 7. ઘણીવાર ઘરમાં નેટવર્ક પકડાતું હોય તો ટી.વી. ના અવાજને કારણે કે ઘરના સભ્યો વચ્ચે વાતો ચાલતી હોય તો મોબાઈલમાં સામી વ્યક્તિનો અવાજ સાંભળવામાં તકલીફ પડતી હોય છે. આવા કોઈ કારણસર તે યુવતી બહાર આવીને વાત કરતી હોય તેવું બની શકે.

 8. તમે જણાવેલ સૅટ અપ પ્રમાણે જો તમે એને પહેલી વાર એમ વાતો કરતી જોઈ હૉય તો આ બધા માં થી કોઈપણ શક્યતાને નકારી શકાય તેમ નથી
  🙂

  1. આ તો તમે જોયું – એક્ચ્યુલી એને ટૉપફ્લોરવાળી જૂલીને બતાવવાનું હતું કે એની પાસે પણ હવે નવો નક્કોર નોકિયા છે!
  2. બહાર જવા નીકળી જ હશે ને તરત જ કોઇકનો ફોન આવતાં ત્યાં ગૅલેરીમાં જ ઊભી રહી ગઈ
  3. મમ્મી મંદીરે ગઈ અને ભાઈ રમવા ગયો, એટલે ઘરની બહાર અટકેલ આ બહેન ચાવી લેવાનું ભૂલી ગયા હતાં તે મમ્મી ને ઘરે જલ્દી આવવા મોબાઈલ કર્યો
  4. ભાઈને સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપવા માટે કઝીન બેકરીમાંથી કેક લઈને નીકળી ગયો છે કે નહી તે પૂછવા માટે બહાર આવી હતી
  5. મમ્મી એ જ ખખડાવીને કહ્યું છે કે જા બહાર ગૅલેરીમાં જઈને વાતો કર, મને આટલી સિરીયલ જોઈ લેવા દે!
  6. અંદર બેસેલા લોકલ બીબીસી જેવા કાંતામાસી એણે હમણાં જ લીધેલો મોબાઈલ જોઈ જશે તો આખી સોસાયટીમાં ન જાણે શું ની શું વાતો ફેલાવી દેશે…
  7. અંદર મમ્મી બે દિવસ થી બીમાર છે, આરામ કરે છે અને ડોક્ટરે બિલકુલ ઘોંઘાટ/અવાજ ન કરવાનું કહ્યું છે.
  8. અંદર ભાઈ ને ભાવિ ભાભી સાથે ફોન પર વાતો કરવામાં ડિસ્ટર્બ/સંકોચ ના થાય એટલે રિંગ વાગતા વ્હેંત/ફોન કરવાના બહાને બહાર આવી ગઈ
  9. રમેશકાકા આવીને અંદર બેઠા છે, ભાઈ આવતો જ હશે અને એ કહી ગયો છે કે આ રમલો આવે તો કહી દેજે કે ભાઈ ઘરે નથી! ભાઈને જાણ કરવા માટે…
  10. અંદર ભાઈના બધા મિત્રો આવ્યા છે અને એને એમની હાજરીમાં વાત કરતાં સંકોચ થાય છે
  11. ઈલેક્ટ્રીસીટી કંપનીનો ફોન ચાલૂ છે અને એ મીટર નો નંબર જોવા બહાર આવી હતી
  12. આટલી ગરમીમાં એ.સી. વગરના ઘરમાં પાંચ મિનિટ પણ રહેવાતું નથી એટલે જરી બહાર ગૅલેરીની ઠંડકમાં આવી ત્યાં રીંગ વાગી
  13. સામેના ફ્લૅટ વાળી જમના ને જોવા છોકરો આવ્યો છે એવું એની બહેનપણી એ મોબાઈલ પર કહ્યું તે ગૅલેરીમાંથી જરીક ડોકિયું કરવા આવી છે
  14. સામેની સસ્તા અનાજની દુકાન ખૂલી કે નહી તે પૂછવા આશાઆંટીનો ફોન આવ્યો તે જોવા બહાર આવી પણ આંટી વાતે વળગી ગયા
  15. એના જ્યોતિષીએ કહ્યું છે કે મકાનના અગ્નિ ખૂણામાં ઊભા રહીને જે વાત કરશો તે સફળ થશે એટલે એના નવા બ્યુટિપાર્લરની લૉન માટેના બધા ફોન એ આમ ગૅલેરીમાંથી જ કરે છે!
  16. બાજુવાળી ‘ચમ્પા’ કયા કલરનો ડ્રેસ પહેરીને કૉલેજ આવવાની છે તે તેની સખીને ફોન પર કહેવા માટે ગૅલેરીમાંથી ડોકિયું કરવા બહાર આવી હતી
  17. તમને ખબર નહિં હૉય પણ એમણે મહિના પહેલાં જ ઘર બદલ્યું ને આ ફ્લૅટ ભાડે આપ્યો – આ તો ભાડુઆત પાસે થી ભાડું લેવા આવી પણ એ વાયદો કરવા છતાં ઘરે નથી એટલે ફોન કરી પૂછે છે
  18. બાજુવાળા સતીશચંદ્ર નું વાઈ-ફાઈ એના આઈફોનમાં માત્ર ગૅલેરીમાંથી જ પકડાય છે એટલે એની અમેરિકા પરણાવેલી માસિયાઈ બહેનને વૉઈપ-કૉલ કરવા અહિં જ ઊભા રહેવું પડે છે
  19. એના ઘરમાં હાઈટેક બ્લુટૂથ એનેબલ્ડ સિક્યૉરીટી સિસ્ટમ છે એટલે “દરવાજો ખોલવા માટે એક નંબર દબાવો”, “લાઈટ ચાલૂ કરવા માટે બે નંબર દબાવો”….
  20. તેના અંગત ફોન ને પડોશીઓમાંથી આટલી ગંભીરતાથી કૉણ લે છે તે જોવા બહાર ઊભી હતી

  બૂરા ન માનો હોલી હૈ!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.