Posted in society

બેન્ડવાજા પર જ નહીં, ઘોંઘાટ પર પણ પ્રતિબંધ જરૂરી

તા. ૧૮ નવેમ્બર ૨૦૦૮ના ‘દિવ્ય ભાસ્કર’માં એક સારા સમાચાર છે. ઃ મુસ્લિમ સમાજે બેન્ડવાજા પર પ્રતિબંધ મૂકવાનું જાહેર કર્યું. આમ તો મુસ્લિમ સમાજ બહુ જ રૂઢિચુસ્ત ગણાય છે અને સુધારા માટે ખાસ જાણીતો નથી, પરંતુ આ સુધારો નોંધનીય છે. જોકે ફરી એ જ વાત છે કે આ સુધારો કરાયો છે તો રૂઢિના નામે જ. એટલે કે એમ કહીને કે શરિયતમાં આ બાબત નથી. સાથે એમ પણ કહેવાયું છે કે આ પૈસાનો બગાડ અને પ્રદૂષણ પણ છે.

ગુડ. બહુ જ સરસ. આ કામ માટે મુસ્લિમ સમાજની પીઠ થાબડવી જોઈએ. એમ તો થોડા સમય પહેલાં જૈન સમાજે પણ રાત્રિના ભોજન નહીં કરવાનું અને એટલે જ રાત્રે લગ્નસમારંભો પણ નહીં યોજવાનો આવકારદાયક નિર્ણય લીધો હતો. મુદ્દે વાત શું છે કે રાત્રે લગ્નસમારંભ યોજાય એટલે કેટલી બધી લાઇટ બળે? મંડપમાં લાઇટ તો હોય જ પણ પ્રવેશદ્વાર અને અંદર રસ્તા પર રોશની તો હોય જ. ઉપરાંત જે પરિસરમાં લગ્ન ચાલતા હોય ત્યાં સ્પીકરમાં સંગીત કે ગીતો વાગતા હોય.આપણે બીજા બધા પ્રદૂષણના મુદ્દે ઘણું કામ કરીએ છીએ પણ આ ઘોંઘાટના પ્રદૂષણના મુદ્દે કામ થતું નથી. લગ્નસમારંભોમાં જે પ્રકારે વરઘોડા નીકળે છે તેના પર સમાજે સ્વયંભૂ જ પ્રતિબંધ મૂકવો જોઈએ.

જૂના જમાનામાં વાત અલગ હતી, પણ હવે જે પ્રકારે ટ્રાફિક થતો જાય છે તેના કારણે આ વરઘોડા કેટલો બધો સમય ટ્રાફિક જામ કરી દે છે! અને એવાં તો કેટલાંય લગ્નો યોજાતા હશે. લગ્ન તો ઠીક, પણ ધાર્મિક યાત્રાઓમાં જે ઉત્સાહ (મોટા ભાગે નાચવાની ચળ) હોય છે તે વધુ પડતો જ લાગે છે. તેમાંય બેન્ડવાજા તો ખરા જ. અને છેલ્લાં કેટલાંક વર્ષોથી બેન્ડવાજામાં બેસૂરા અવાજે (પાછો તે માણસ છોકરીના અવાજમાં પણ ગાતો હોય) ગાતો હોય અને સાથે કીબોર્ડ વગાડતો હોય. લગ્ન હોય કે કોઈ સંપ્રદાય કે ધર્મની યાત્રા, તેમાં બેન્ડવાજા ફરજિયાત થઈ ગયા છે જાણે. અને ફટાકડાથી તો તોબા! ફટાકડાનો આનંદ માણવો આબાલવૃદ્ધ સહુને ગમે એમાં ના નહીં, પણ રસ્તા પર ફટાકડા ફોડાય તેમાં અકસ્માત તો થતા થાય પણ રસ્તા પરથી જનારા માણસને બે મિનિટ થોભી જવું પડે કે સાવચેતી તો રાખવી જ પડે. ભરપૂર શક્યતા હોય છે કે ફટાકડો ઊડીને વાહનની પેટ્રોલની ટાંકી પર પડે અને મોટો ધડાકો થાય. અરે ભાઈ, નાચવું જ હોય તો કોઈ મેદાન, વાડી કે પ્લોટ તમે ભાડે રાખો જ છો અને તેમાં તો પાછા દાંડિયારાસ યોજો જ છો તો તેમાં નાચી લો ને. રસ્તા પર નાચવાનો મોહ શાને માટે? તેમાંય ઉનાળામાં લગ્ન હોય તો વરઘોડો ખરેખર ત્રાસદાયક જ લાગે છે.

અમદાવાદ શહેર પૂરતું, કારમાં મોટે મોટેથી સંગીત વગાડવા પર પ્રતિબંધ તો ટ્રાફિક વિભાગે મૂક્યો છે, પણ તેના અમલમાં અન્ય કાયદાઓના અમલ જેવું જ છે, અર્થહીન. બાકી, ફ્લેટમાં કે ટેનામેન્ટમાં કોઈ વીરલા કે વીરલી ધૂમધડાકાભેર સંગીત સાંભળતા હોય તો તેને ટોકવા જતા સામે બેચાર વાતો સાંભળવાની તૈયારી રાખવી પડે તેવો આ સમય છે. નવરાત્રિમાં પણ ગલીએ અને મોહલ્લે આયોજનો થાય છે, પણ તેમાં જો સાઉન્ડનું સ્તર યોગ્ય જાળવવામાં આવે તો તેમાં ભાગ લેનારાને તો મજા પડે જ પડે, પરંતુ જે લોકો બીમાર છે, વૃદ્ધો છે, વિદ્યાર્થીઓ છે તેમને રાહત મળે.
અત્યારે જે મંદી ચાલી રહી છે તેમાં તો ખાસ, એક નિર્ણય લેવા જેવો છે, લગ્ન સાદાઇથી કરવાનો. પણ સવાલ એ છે કે ભપકાની, દેખાદેખીની ટેવ જે પડી છે તેમાંથી કેમ કરીને છૂટાશે?

 

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “બેન્ડવાજા પર જ નહીં, ઘોંઘાટ પર પણ પ્રતિબંધ જરૂરી

  1. i like your comment. i myself is also strictly against any chaos .When i heard about foreign traffic system where there is no vehicle noise.Totally calm prevails there, i feel very good to know this good news.I hope that one day it should be happen in our country also. let us hope .

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s