જે સમયગાળામાં મારે ઑસ્ટ્રેલિયામાં ભારતીયો પર થઈ રહેલા હુમલા (જોકે હુમલા હજુ પણ અટક્યા તો નથી જ) વિશે ‘અભિયાન’ માટે લખવાનું હતું ત્યારે ઑસ્ટ્રેલિયન અખબારો તેના વિશે શું લખે છે તે જાણવા હું તેમની વેબસાઇટ પર ગયો, પણ એકેય વેબસાઇટ પર તેના વિશે એકેય હરફ વાંચવા ન મળ્યો. હા, બીજા દિવસે જ્યારે ત્યાંના વડા પ્રધાન કેવિન રુડે નિવેદન કર્યું તે પાછું મૂકાયું હતું. ક્યાંય આના વિશે કશો ઉહાપોહ નહીં! ઉલટું, ભારતમાં એક ઑસ્ટ્રેલિયનની હત્યાની વાત હતી.

આની સરખામણીમાં આપણાં અખબારો? આપણાં અખબારો કે મિડિયા હોય તો તેમણે કાગારોળ મચાવી દીધી હોત. થોડા વખત પહેલાં ઈંગ્લેન્ડની એક યુવતીની ગોવામાં હત્યાનો કિસ્સો યાદ છે ને? આપણે ત્યાં ચર્ચનું છાપરું તૂટે છે તો તે પણ સમાચાર બને છે. ગુજરાતમાં રમખાણોમાં મિડિયાએ ભજવેલી ભૂંડી ભૂમિકા બધાં જ જાણે છે. આજે વિશ્વમાં ગુજરાત અને ગુજરાતની છાપ સારી ન હોય (અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નથી મળતા તે માટે)તો તેમાં આપણું મિડિયા મહત્ત્વનું કારણ છે.

ગુજરાતનાં રમખાણો તો છોડો, મુંબઈમાં ત્રાસવાદી હુમલા વખતે પણ બરખા દત્ત આણિ મંડળીએ કેવી ભૂમિકા ભજવી હતી, કારગિલ વખતેય આ જ બરખા દત્ત બંકરમાં પહોંચીને રિપોર્ટંિગ (કે મિસરિપોર્ટિંગ) કરતી હતી તે બધાને યાદ હશે જ.

3 thoughts on “ઑસ્ટ્રેલિયન મિડિયા અને આપણું મિડિયા

 1. ત્રાસ તક લટકા દત્ત અને તારાજદીપ સરદેસાઇઓ નું રીપોર્ટીગ એટલે મિડીયા ના નામનું ના(સમાચારના) નાહી નાંખવાનું તટસ્થતા શું છે એ આ બધાને શીખવાળવી પડે એવી વાત છે એમના ઘટીયા અર્થઘટનો અને વાહીયાત તમાશા જોવા પડે મજબુરી મિડીયા ને એની તાકાતનો અંદાજ નથી ફક્ત તમાશબીન બની ને રહી ગયુ છે

 2. Yas Me Totaly Agarry With u
  Indian Media Not Working Proparly Mr.Abdul Kalam Also Notice abt Indian Media
  Pls Refar Dr.Abdulkalam’s Speech Ar Hydab

 3. તમે લખો છો કે “ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નથી મળતા તે માટે)તો તેમાં આપણું મિડિયા મહત્ત્વનું કારણ છે.”

  પણ ન.મો.નું કહેવું તો એવું છે કે એમણે કદી વિઝા માંગ્યા જ નથી!

  એ વિશે એઝ એ જર્નાલીસ્ટ તમારું કહેવું છે?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.