ભગવાન શ્રી રામનો વૈકુંઠમાં દરબાર ભરાયો છે. દરબારમાં તેમની સાથે માતા સીતા, પરમ ભક્ત હનુમાન, ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સુગ્રીવ અને અંગદ વગેરે હાજર છે. શ્રી રામના મોઢા પર ચિરપરિચિત હાસ્ય છે.

સુગ્રીવ તેમને કહે છે : ‘પ્રભુ! તમને તો પૃથ્વીની કંઈ ચિંતા જ નથી.’ શ્રી રામ કહે છે : ‘પૃથ્વી પર તો રામરાજ્ય છે ને?’ સુગ્રીવ કહે છે : ‘રામરાજ્ય કેવું? મનમોહન રાજ્ય છે.’ શ્રી રામ કહે છે : ‘પણ મનમોહન એટલે તો કૃષ્ણ ને. તેઓ તો મારું જ બીજું રૂપ છે.’ સુગ્રીવ ઉવાચ : ‘પ્રભુ! આ મનમોહન તેમના નામ પ્રમાણ બિલકુલ ગુણ ધરાવતા નથી. તેઓ તો તેમના દેશમાં કંઈક કહે છે ને વિદેશમાં કંઈક. કૃષ્ણએ એટલે કે આપે તો કેટલા રાક્ષસોનો સંહાર કર્યો હતો. મહાભારતના યુદ્ધમાં સત્યની પડખે ઊભા હતા. પણ આ મનમોહનને તો તેમની મતબેંક જ દેખાય છે. આ મનમોહન તો કૌરવોની સંખ્યા જ જુએ છે અને કહે છે કે હસ્તિનાપુર પર તો માત્ર કૌરવોનો પહેલો હક છે. તમે તો મનમોહન તરીકે વિષ્ટિકારની સારી ભૂમિકા ભજવી હતી. જ્યારે આ મનમોહન તો વિષ્ટિકાર તરીકે જ નહીં, પોતાના દેશના વડા તરીકે કાચા છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનને પાઠ ભણાવવાના બદલે તેમની સાથે વાટાઘાટ કરવા તૈયાર થઈ ગયા છે. કાશ્મીરનો પ્રશ્ન હજુ લટકતો છે ત્યાં બલુચિસ્તાનનો પ્રશ્ન પાકિસ્તાને ભારતને ગળામાં લટકાવી દીધો છે. હવે ભારત જ્યારે પાકિસ્તાનને કહેશે કે તમે અમારા દેશમાં આતંકવાદ ફેલાવો છો ત્યારે પાકિસ્તાન સામે આરોપ મૂકશે કે તમે બલુચિસ્તાનમાં આ જ કરો છો.’ સુગ્રીવ એકશ્વાસે બોલી રહ્યા.

ભગવાન શ્રી રામ બોલ્યા : ‘પણ આ આતંકવાદ કઈ બલા છે?’ અંગદે જવાબ આપ્યો : ‘પોતાના મઝહબને દુનિયાભરમાં સ્થાપિત કરવા કેટલાક ગાંડાલોકો દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યા છે. તેઓ ખુલ્લેઆમ લડાઈ લડતા નથી. પણ ચોરી છૂપીથી લડે છે. તેનું નામ આતંકવાદ-ત્રાસવાદ. કેટલાક તેને તાલિબાનીપણું પણ કહે છે.’

mangloreસુગ્રીવે વધુ માહિતી આપી, ‘પણ હવે તો આ શબ્દ કેટલાક અન્ય ધર્મીઓ માટે પણ વપરાય છે.’ અંગદે રોષપૂર્વક કહ્યું : ‘ખોટી રીતે વપરાય છે. થોડા સમય પહેલાં હું કિષ્કિન્ધા બાજુ ગયો હતો. મેં જોયું કે ત્યાં કોઈ સ્થળે યુવતીઓ મદિરાપાન કરી રહી હતી. લાજમર્યાદા નેવે મૂકનારાં વસ્ત્રો પહેર્યાં હતાં અને અભદ્ર ચેષ્ટાઓ કરી રહી હતી. કેટલાક યુવાનો તેમને સમજાવવા આવ્યા તો ન માન્યા. તેમની ઠેકડી ઉડાવી. યુવાનો રોષે ભરાયા ને તેમને પરાણે ત્યાંથી લઈ જવા લાગ્યા તો છબીકારો તેની છબી ખેંચવા લાગ્યા અને સમાચાર માધ્યમોમાં તેમને તાલિબાની કહેવા લાગ્યા. જો તેમનાં માબાપોએ આ યુવતીઓને બેચાર તમાચા માર્યા હોત તો આટલી બગડી ન જાત. મને પણ ત્યારે મન થઈ ગયું તે યુવતીઓને બેચાર તમાચા મારવાનું, પણ મેં મારી જાત પર મહાપરાણે સંયમ રાખ્યો. ’ સુગ્રીવ કહે : ‘રે! રે! અંગદ! જોજે ભાઈ, તું આવું કંઈ ન કરતો, નહીં તો તને ય લોકો તાલિબાની કહી દેશે અને શ્રી રામનું નામ પણ વગોવશે.’

અંગદ કહે : ‘હું કાનપુર ગયો ત્યાં એક મહાવિદ્યાલય (કોલેજ)માં અંગપ્રદર્શન થાય તેવાં વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી તો સમાચાર માધ્યમોએ તેને પણ તાલિબાની ફતવો ગણાવી દીધો.’

rakhi sawantનળ બોલ્યો : ‘લાજમર્યાદા જેવું કંઈ રહ્યું જ નથી. એક અત્યંત લજ્જાવિહીન નારી છે રાખી સાવંત. તે તો માતા સીતાનું નામ વટાવી ખાય છે. તે કહે છે, સીતાજી સ્વયંવર યોજી શકે તો પોતે કેમ નહીં?’ સીતાજી બોલ્યા : ‘મેં અગ્નિપરીક્ષા પણ આપી હતી. જીવનભર પતિવ્રતા બનીને રહી હતી. એ બાળામાં એવી હિંમત છે?’

અંગદ કહે : ‘માતા! વાત જવા દો. એ બાળા તો લજ્જાવિહીન છે પણ હવે તેનો ખુલ્લેઆમ બચાવ કરનારા કોલમિસ્ટો-ચેનલોવાળા પણ છે. પૈસા માટે ધરતી પર કંઈ પણ થઈ શકે છે. થોડા સમય પહેલાં એક નટ નામે અક્ષયકુમારે તેની પત્ની પાસે પોતાની ધોતી (પેન્ટ)નું બટન જાહેરમાં ખોલાવડાવ્યું તેનો પણ મોટા પાયે બચાવ કરાઈ રહ્યો છે.’

Shahrukh-Khan8ત્યાં ‘નારાયણ નારાયણ’નો અવાજ સંભળાય છે. નારદજી પ્રણામ કરીને સમાચાર આપે છે : ‘પ્રભુ! હવે તો ધરતી પર નાની વાતનો પહાડ બનાવી દેવાય છે. એક અભિનેતા છેલ્લા કેટલાક સમયથી કામવિહીન અને કીર્તિવિહીન હતો. તે પરદેશ ગયો ને ત્યાં તેની સુરક્ષાતપાસ થઈ તો તેણે વિરોધનો વાવંટોળ સર્જી દીધો. વળી આ જ વિષય પર તેનું એક ચિત્રપટ, કંઈક ‘માય નેમ ઇઝ ખાન’ આવી રહ્યું છે.’

શ્રી રામ બોલ્યા : ‘તેમાં વિરોધ શાનો કરવાનો? કાયદો તો બધાને સરખો લાગુ પડે. મને પણ લાગુ પડ્યો હતો. ધોબીએ સહેજ આક્ષેપ કર્યો ને મેં સીતાને વનમાં નહોતાં મોકલી દીધાં?’

લક્ષ્મણ રોષપૂર્વક કહે : ‘મેં તો માતા સીતાને ક્યારેય ઊંચી આંખ કરીને નથી જોયાં, પણ પ્રભુ તમારા અને સીતાના પ્રણય વિશે સમાચારપત્રોમાં બહુ લખાઈ રહ્યું છે. સીતાજીનું અભદ્ર વર્ણન કરાઈ રહ્યું છે. આપ આજ્ઞા આપો તો એ બધાને હું સીધાદોર કરી નાખું. આ હનુમાન જો પૃથ્વી પર હોત તો તેમના બ્રહ્મચર્યની પણ ઠેકડી ઉડાવાતી હોત.’

પ્રભુ એકદમ શાંતિપૂર્વક બોલ્યા : ‘રહેવા દે અનુજ! એ બધા નાદાન છે. તેમને મારી એક જ બાજુ દેખાય છે. વાલ્મિકીજીએ રામાયણમાં કંઈ આવું જ થોડું લખ્યું છે? વાત કરવી હોય તો મેં જે મર્યાદા પાળી તેની કરો ને. મેં માતાપિતાનું વચન નિભાવ્યું તેની કેમ કોઈ વાત નથી કરતું? મેં શૂર્પણખા સુંદર યુવતી તરીકે આવી ત્યારે તેની સામે કામુક કે લોલુપ દૃષ્ટિએ પણ નહોતું જોયું તે કેમ કોઈ નથી લખતું? મેં તો રાક્ષસના નાશ માટે દેશ છોડ્યો હતો. ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો હતો. સાધુજીવન ગાળ્યું હતું. તે કોઈ નથી લખતું. અરે! રાવણ જેવા રાવણે પણ સીતાજીને ઊની આંચ નહોતી આવવા દીધી, આ તો બધા રાવણથીય બદતર છે.’

લક્ષ્મણ કહે : ‘પણ પ્રભુ! ક્યાં સુધી આ બધું ચલાવી લેશો?’
સુગ્રીવ વચ્ચે બોલ્યા : ‘આજકાલ પૃથ્વી પર એક નવા પ્રકારનો રોગ ફેલાયો છે. કંઈક સવાઇન ફલુ જેવું નામ છે. તે ન થાય એટલે માનવો કહે છે : એકબીજાને ભેટવું નહીં. ચુંબન ન કરવું. હાથ ન મેળવવા.’

હનુમાનજી બોલ્યા : ‘પણ આ બધું તો હિન્દુ ધર્મમાં પહેલેથી જ કહેવાયું છે. હાથ મેળવવાની નહીં, નમસ્કાર કરવાની આપણી પરંપરા છે. અને ચુંબનની તો વાત જ જવા દો. પણ આવું કોઈએ પહેલાં કહ્યું હોત તો તેને વળી કેટલાક પશ્ચિમીવાદી-ઉદારવાદી માનવો તાલિબાનીપણું કહીને ધિક્કારી કાઢત.’

નારદજી કહે છે : ‘લાગે છે પ્રભુ! હવે તમારે નવો અવતાર લેવાનો સમય પાકી ગયો છે.’ પ્રભુ કહે છે : ‘ના, આ તો કંઈ નથી. પાપની જ્યારે ચરમસીમા આવશે ત્યારે હું અવતાર લઈશ. પાપીઓના પાપનો ઘડો છલકાવા દ્યો નારદજી.’

(આ નાટિકા સંપૂર્ણ કાલ્પનિક છે. કોઈએ બંધબેસતી ટોપી પહેરવી નહીં.)

7 thoughts on “શ્રી રામના દરબારમાં લક્ષ્મણ બોલ્યા : ‘હનુમાન જો પૃથ્વી પર હોત તો તેમના બ્રહ્મચર્યની પણ ઠેકડી ઉડાવાતી હોત.’

 1. priya suhad jayvantbhai,

  ramayan ma aavu j lakhayu 6e evu koi kehtu nathi aavu pan lakhayu 6e evu matra hu j kahu 6u ..ne sarajaher 6adechok, vat ke saath…pura abhyas ne sanbdarbh sathe… shastro na name jo pracheen grantho ma thi matra bhaktibhav na updesho j vini vini ne pirasva ma aave to enu counter balancing thavu j joie evu spasht pane manu 6u..ne aapna grantho ma aava sanbdrabho khune khanchre nathi pane pane 6e..jarur na hoy tya pan..namaskar vali vat kaya shatsro ma kai rite 6e e sandarbh sahit tanksho ji ni chumban no virodh kya 6e e pan..

  media na manso ma regressive ne e y pa6a aadharheen kuratk joi ne vytha thai 6e etle lakhu 6u..nahi to sahelai thi bija meendha loko-lekhako ni jem aa ignore kari shakat.

  ne mari aa vat ekdam vastavik 6e…hu kataxika ni aad lai ne 6upo ganganta kkarva ma manto j nathi..e babate hu sudarshanchakra j chalavu 6u…bansuri vagdto nathi 🙂

  ne gauravbher kahu 6u ke aa paghdi mate bandhbestu mathu fakt maru j 6e…ema majbut magaj pan 6e etle 😉

  1. સન્માનનીય શ્રી જયભાઈ,
   મેં અગાઉ જ સ્પષ્ટતા કરી છે કે આ નાટિકા કાલ્પનિક છે, તેની બંધબેસતી ટોપી કોઈએ પહેરવી નહીં, છતાં તમે પહેરી છે તો તમે પ્રશંસાને પાત્ર છો.
   આ સિવાય મારે કોઈ સ્પષ્ટતા કરવાની રહેતી નથી. 🙂

   1. અને જો તમે આ બ્લોગ પર આપેલી લિંક પર ગૂગલમાં ટ્રાન્સલિટરેશનની સહાય લઈને ગુજરાતી લિપિમાં જ કોમેન્ટ મૂકશો તો મારા જેવા પામર અને નબળા મગજના વ્યક્તિને સમજવામાં વધુ સરળતા રહેશે, એડવાન્સમાં આભાર. બાકી, અભિયાનના આવનાર અંક માટેનો તમારો લેખ પ્રશંસનીય છે. તમારો કોઈ બ્લોગ નથી, નહીં તો તેમાં કોમેન્ટ જરૂર મૂકત.

    તા.ક. લિંક ફરી અહીં મૂકી દઉં છું જેથી શોધવાની માથાકૂટ ન રહે. 🙂
    http://www.google.com/transliterate/indic/Gujarati

 2. જી જયવંતભાઈ,

  હું તો તમારો બ્લોગ રસ થી વાંચું છું, એટલે એમાં વયક્તિગત ભૂમિકા એ નહિ પણ તમારા વિષયવસ્તુ ના આધારે જ લખું છું. ગુજરાતી માં તો શું, ભારતભરમાં નિયમિતપણે મુખ્ય ધારા માં સંસ્કૃત કૃતિ ઓ નું આધુનિક અર્થઘટન વર્ષો થી હું જ કરું છું એટલે આ ટોપી આપમેળે મને જ શિરોધાર્ય થઇ જાય છે. નહિ તો તમે અન્ય લેખકો એ આ મુદ્દા પર લખેલા ૧૦ લેખો ના ઉદાહરણ આપી શકો છો. બાકી તો મેં અગાઉ ની [પોસ્ટ માં જ લખ્યું છે..એમ સંસ્કૃતિ અંગે ની રૂઢ માન્યતાઓ અને વાસ્તવિક હકીકતો માં અંતર છે. જેમ કે , નમસ્કારના સમર્થન અને ચુંબન ના વિરોધ નું ‘શાસ્ત્રોક્ત’ પ્રમાણ..ખેર, મને તો ગમે કે છુપા ગણગણાટ ને બદલે કોઈ તથ્યો ને તર્કબદ્ધ દલીલો થી ખુલ્લો પડકાર ફેંકે તો ચર્ચા ની મજા પડે..એટલે લખ્યું, અને ઉપર લખ્યું જ છે કે જ્યાં કઈ કોઈ પણ regessive બાબતો/ જડ માન્યતાઓ નો પ્રચાર દેખાય ત્યાં મિત્રભાવે હું મારી ફરજ બજાવતો હોઉં…ભલે તો આ બાબત પુરતી મારા તરફથી મધુરેણ સમાપયેત …લેખ ગમ્યો એ જાણી આનંદ…બાકી થાબડી ના બટકા સાથે ચટાકેદાર વાતોની જયાફત માણીશું 🙂

  1. આભાર તમારો કે તમે રસથી બ્લોગ વાંચો છો.
   સ્પષ્ટતા (૧) મેં આખી નાટિકા કાલ્પનિક હોવાની સ્પષ્ટતા કરી છે તે સ્પષ્ટતા ફરી એક વાર.
   (૨) મેં એવું લખ્યું છે કે નમસ્કારની આપણી પરંપરા છે. ભારતીય સંસ્કૃતિમાં ચુંબનથી અભિવાદનની પરંપરા જ નથી. તમે ક્યાંકથી શોધી લાવ્યા હો તો એ જાણવું પડે!
   (૩) થાબડીની રાહ રહેશે, સાથે ચટાકેદાર વાતોની પણ.

   વધુ એક આભાર કે તમે ગુજરાતી લિપિમાં કોમેન્ટ લખી.

 3. વાહ જનાબ કયા બાત હૈ?..ખુબ જ સરસ…લખતા રહો…
  તમે નાટિકા ના રામાયણ ના પાત્રો દ્વારા, તેમના મુખે આ દેશની સળગતી સમસ્યાઓને બખૂબી રીતે રજૂઆત કાબિલે દાદ દે તેવી છે!!

  મારા બ્લોગમાં આ વાંચોઃ http://gu.wordpress.com/tag/%e0%aa%95%e0%aa%b0%e0%aa%82%e0%aa%9f-%e0%aa%9f%e0%ab%8b%e0%aa%aa%e0%aa%bf%e0%aa%95/

  http://pravinshrimali.wordpress.com/2009/08/10/ચા-ની-ચૂસ્કી-બની-કડવી-અને-મ/

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.