મનમોહન, (લાલ)કૃષ્ણ અને મોહન (ભાગવત )

manmohan_singh_4001l-k-advaniMohan Bhagwat

અત્યારે દેશની ત્રણ ટોચની વ્યક્તિઓ કૃષ્ણના નામો ધરાવતી વ્યક્તિઓ છે તે રસપ્રદ વાત છે.

વડા પ્રધાન પદે ડૉ. મનમોહનસિંહ છે. તેમનું નામ મનમોહન કૃષ્ણનું એક નામ છે. વિપક્ષના નેતા અને ભાજપના શક્તિશાળી અને સર્વોચ્ચ નેતા  લાલકૃષ્ણનાનામમાં પણ કૃષ્ણનું નામ સમાહિત છે. તે જ રીતે દેશનું શક્તિશાળી સંગઠન રા.સ્વ. સંઘ(આરએસએસ)ના ટોચના અધિકારી એટલે કે સરસંઘચાલક તરીકે બિરાજમાન છે મોહન ભાગવત. તેમનું નામ મોહન પણ કૃ્ષ્ણનું જ એક નામ થયું ને?

છે ને મજેદાર વાત? લાલકૃષ્ણ તો તેમના પક્ષમાં પોતાની હાજરીમાં જ યાદવાસ્થળી જોઈ રહ્યા છે, જ્યારે મોહન (ભાગવત) , કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉંચકીને ગોકુળને જેમ બચાવ્યું હતું તેમ ભાજપ માટે તારણહારની ભૂમિકામાં છે.

Advertisements

2 thoughts on “મનમોહન, (લાલ)કૃષ્ણ અને મોહન (ભાગવત )

 1. arvindadalja

  ત્રણ ત્રણ કૃષ્ણ ભેગા થયા છે જોઈએ આ દેશને કોણ સાચી દિશામાં દોરે છે ! વાસ્તવમાં દરેક એમ માનતા હોય તેવું લાગે છે કે પોતે જ સાચા છે અને જ્યાંસુધી વ્યવહાર અને વર્તનમાં પાર દર્શિકતા ના આવે અને વિચાર અને વર્તનમાં એકરૂપતા ના સજાય ત્યાં સુધી આપણે સૌ એ આ ખેલ જોયા કરવો રહ્યો ! કૃષ્ણના વાણી-વર્તન અને વ્યવહારમાં ખુલ્લાપણુ હતું ! અને તેઓએ ક્યારે ય ગાદી ઉપર બેસવા પ્રયત્ન કર્યો હોય તેવું જાણ્યું નથી. કંસના વધ પછી પણ રાજ્ય પોતે નહિ સંભાળેલુ ! જતું કરવું અને જરૂર જણાય અને પોતાના સ્વજન પણ અધર્મનું આચરણ કરતા જણાય તો તેમનો પણ વધ કરવો તેવું માત્ર માનનારા નહિ પણ અમલમાં મૂકનારા કૃષ્ણ એટલે જ તો પૂર્ણ પુરષોતમ કહેવાયા હશે ને ?

  સ-સ્નેહ
  અરવિંદ

 2. શિરીષ દવે

  ઈશ્વરઃ સર્વભૂતાનાં હ્રુદ્દેશેર્જૂન તિષ્ઠતિ,
  ભ્રામયન્‌ સર્વભૂતાની‌ યંત્રારુઢેન માયયા,
  God helps who helps themselves.

  મનમોહનસિંહના હાથમાં લગામ નથી.
  જો હોત તો માહિતી અધિકારનો “ઇન્ફર્મેશન કમિશ્નરો” દ્વારા ફજેતો ન થાત.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s