ઉજવણીના આનંદમાં મોતનો મલાજો નહીં પાળવાનો?

ગયા મંગળવારે (તા. ૨૨ સપ્ટે.) મારા એક સગામાં મોત થઈ ગયું. એ લોકો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. સાંજે જ મોત થયું અને સાડા આઠ વાગે તેમને અંતિમ વિધિ માટે લઈ ગયા. અંતિમ વિધિ કરીને રાત્રે ૧૧.૩૦એ પાછા આવ્યા તો જોયું તો  લાઉડસ્પીકરમાં મોટા અવાજમાં રેલાતા સંગીત સાથે લોકો ગરબા લઈ રહ્યા હતા! સોસાયટી પાછી એટલી મોટીય નથી ને વળી ગરબા જે ચોકમાં રમતા હતા તેની સામે જ તો એ સગા રહે છે! મને થયું કે આટલો મલાજો પણ નહીં પાળવાનો?

મલાજામાં મને મારા નાનપણનો એક કિસ્સો યાદ આવે છે. ૧૯૮૨-૮૩ આસપાસની વાત. અમે રાણાવાવ (જિ. પોરબંદર) રહેતા હતા. અમે રિક્ષામાં અમારા ઘર તરફ પરત ફરી રહ્યા હતા એ વખતે અમારી સામે રહેતા માડીનું મોત થઈ ગયું હતું. મને યાદ છે એ વખતે રિક્ષામાં ટેપ વાગી રહ્યું હતું તો એ ટેપ છેક અમે રહેતા હતા એ ગલીમાં પ્રવેશતાં પહેલાં બંધ કરાવી દેવાયું હતું!

હશે ત્યારે, બીજું શું? આપણી દુનિયાનો એક જ મંત્ર લાગે છે – જલસા કર બાપુ જલસા કર, દુનિયા જાય તેલ પીવા જલસા કર.

Advertisements

7 thoughts on “ઉજવણીના આનંદમાં મોતનો મલાજો નહીં પાળવાનો?

  1. અરે, અમારી સોસાયટીમાં પણ એમ જ થયું છે અને તે વસ્ત્રાપુરમાં જ છે. એ મારી તો સોસાયટી નહીં?

    1. jaywantpandya

      આભાર આમંત્રણ માટે. એ બાજુ આવવાનું થશે અને તમને અનુકૂળતા હશે તો ચોક્કસ મળીશું.

  2. arvindadalja

    જયવંતભાઈ તમે પડોશીને ત્યાં અને ઘરની બાજુમાં મોતના મલાજાની વાત કરો છો પણ અંતિમ વિધિમાં જોડાનારના મોબાઈલ સ્મશાનમાં અને ઉઠ્મણાં/બેસણાંમાં પણ વાગતા રહેતા હોય છે જાણે તે કોઈ એવી મોટી હસ્તી હોય કે જેના સંપર્ક વગર કદાચ વર્લ્ડવોર ફાટી નીકળવાની દહેશત હોય ! અંતમાં તમારી આખરી લાઈન જ સાચી છે કે જલસા કર ભાઈ જલસા કર દુનિયા જાય તેલ પીવા જલસા કર !

  3. શરમ આવવી જોઈએ, બધાને. મને એમ હતું કે આજે તો ગરબા બંધ રાખશે. પણ 😦 એની વે, હવે સોસાયટી તમે જોઈ છે તો સામે કે-૫માં હું રહું છું – ઘરે આવવાનું હાર્દિક નિમંત્રણ!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s