Posted in television

પતિ પત્ની ઔર વો : ઓહ!

ગઇ કાલે (તા. ૮ ઑક્ટોબર) ‘પતિ પત્ની ઔર વો’નો હપ્તો જોયો. જોઈને  જે માબાપોએ પૈસા માટે પોતાનાં પાંચ -છ મહિના વર્ષ દોઢ વર્ષના સંતાનોને આ અવળચંડી સેલિબ્રિટીઓને હસ્તક મૂક્યા છે તેમના પ્રત્યે તિરસ્કાર છૂટ્યો.

દેબીના બેનર્જી (જે નવી ‘રામાયણ’ સિરિયલમાં સીતા બની હતી) તેને ત્યાં ટી પાર્ટી હતી. તેને વાનગીઓ બનાવવાની હતી. એટલે તે તેને સોંપવામાં આવેલ બાળકને કહેતી હતી, ”રો બેટા, રો, મેરે લિયે તૂ રો!”

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં કૃષ્ણા તુલસી બનનાર મૌની રોય તો વળી ન તો છોકરાને સંભાળી શકતી હતી ન તો રસોઈ. તે છોકરાને બહાર લઈને ગઈ અને પાછી આવી ત્યાં સુધી ગેસ ચાલુ જ હતો. આના કારણે ગૌરવ ચોપરા ગુસ્સે ભરાયો હતો, પણ તેણે મૌનીને કંઈ કહ્યું નહીં!

અને ગ્રેટ રાખી સાવંતની તો વાત જ શું કરવી? તેણે તેને સોંપાયેલ બાળકને બાળકીનો પોશાક પહેરાવ્યો. પોશાક તો ઠીક, સ્ત્રીઓ જેવો મેકઅપ પણ કર્યો. એટલે બાળકની માએ ફોન કરી તેને એવો પોશાક ન પહેરવા કહ્યું. એટલે રાખીનું મોંઢું પડી ગયું.

વળી રાખી આ બાળકને એમ કહેતી હતી કે આપણે તારી વાત ચલાવીશું મૌનીને (કે કોઈક બીજાની, યાદ નથી) સોંપાયેલ દીકરી સાથે. આપણે તો ક્રિશ્ચિયન એટલે આપણે તો વેરોનિકા (એ બાળકીનું નામ) ચાલે!  હવે એ છોકરો હિન્દુ. તેણે રાખીનો ધર્મ અપનાવવાનો?

આ છોકરાઓને આ સેલિબ્રિટી થકી કેવા સંસ્કાર મળશે તે તેમનાં માબાપોએ કેમ ન વિચાર્યું?

મને તો નવાઈ લાગે છે કે માબાપ પોતાના આટલા નાનાં સંતાનોને કેવી રીતે બીજા કોઈને સોંપી શકે? તે પણ આટલા બધા દિવસો? પૈસા માટે લોકો કેટલા નીચે જશે? શું કાલે સવારે પતિ-પત્નીનો શો ચાલુ થશે તો પોતાની પત્નીઓ કે પતિઓને પણ આ જ રીતે મોકલશે?

ખરેખર, આ શોના નામ ‘પતિ પત્ની ઔર વો’ની જેમ આ સેલિબ્રિટીઓ તેમને સોંપાયેલ સંતાનને ‘વો’ (‘પતિ પત્ની ઔર વો’માં ‘વો’ સામાન્ય રીતે શોક્યના સંદર્ભમાં વપરાય છે)ની જેમ જ સાચવે છે.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “પતિ પત્ની ઔર વો : ઓહ!

  1. આવા મા-બાપથી બાળકોને ઈશ્વર બચાવે ! સમાજ્માં પોતાનું બાળક ટીવીમાં કામ કરે છે તેવા પોતાના અહમને પોષવા આવા મા-બાપો બાળકને તો શું પોતાની પત્ની કે પતિ કે માને પણ ગમે તેવાલોકોના હાથમાં સોંપતા અચકાઈ તેમ નથી. ટીવીના શો/સીરીયલોએ માજા મૂકી છે. કોઈ પણ સીરીયલમાં 30 મિનિટમાંથી 20 મિનિટ સુધી પ્રેક્ષકોના માથામાં જાહેરાતો મારવામાં આવે છે. બાકી રહી 10 મિનિટ જેમાંથી 7 મિનિટ ફ્લેશ બેક્માં જાય અને 3 મિનિટ વાર્તા આગળ ચાલે પણ આ 3 મિનિટમાં બેક ગ્રાઉંડ મ્યુઝિક માથું ભાંગી નાખે તેવું ઘોંઘાટિયું વાગે કે સંવાદો શું બોલાયા તે સમજી ના શકાય ! સાચી વાત તો એ છે કે શાણા માણસોએ ટીવીની આવી સીરીયલો જોવાની બંધ કરવી જ રહી. સમાચારોની ચેનલો પણ આજ રસ્તે જઈ રહી છે. બ્રેકીંગ ન્યુસને નામે સવારથી શરૂ કરેલા સમાચારો છે ક મોડી રાત સુધી પ્રેક્ષકોના માથાંમાં ફટકારવાના ચાલુ જ રહે છે ! અસ્તુ !

    સ-સ્નેહ
    અરવિદ્

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s