મોબાઇલ, ફેસબુક, હાઇ પ, ઓર્કુટ : મેનર્સની માથાકુટ

(To read this post in English click : http://jaywant-pandya.blogspot.com/)

ઓર્કુટ, ફેસબુક, હાઇ ૫, મોબાઇલ…કોઈ શંકા નથી કે આપણે દિવસે ને દિવસે ટૅક્નૉલૉજીની રીતે હાઇ ફાઇ થતા જઈ રહ્યા છીએ, પણ આ બધાના ઉપયોગમાં પ્રશ્ન આવે છે એટિકેટ કે મેનર્સનો.

મોબાઇલ આજે આલિયા-માલિયા-જમાલિયા બધા પાસે આવી ગયા છે, પણ તેને વાપરવાની રીત ક્યાં છે? ફોન કરનાર પૂછશે, ‘તમે કોણ?’ એલા ભાઈ, તેં ફોન કર્યો છે, પહેલાં તારે કહેવું જોઈએ કે તું કોણ. અચ્છા, ઘણી વાર તો ‘તમે કોણ?’ પૂછીને પછી કહેશે, ‘ફલાણા ભાઈને ફોન આપો.’ (‘આપશો’ નહીં) તો પછી તેં પૂછ્યું શું કામ કે ‘તમે કોણ?’ ઘણાને એવી ટેવ હોય છે કે ફોન કરતાં જ પૂછશે, ‘ક્યાં છો?’ અરે ભાઈ, તારો ફોન આવ્યો એટલે નક્કી લાગે છે કે હું નરકમાં છું. કામને અને પેલી વ્યક્તિ જે સ્થળ પર હોય તે બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય. અચ્છા, ફોન કરતી વખતે એમ તો પૂછવાનું જ નહીં કે વાત થઈ શકે તેવું છે કે નહીં. એ તો માની જ લેવાનું.

બીજી મજેદાર વાત એ થાય છે મોબાઇલમાં કે તમે અંકિતભાઈને સમય કાઢીને મળવા ગયા છો પણ તે અંકિતભાઈ પર મોબાઇલ આવે છે એટલે તમારા કરતાં દૂરથી વાત કરતી વ્યક્તિ અગત્યની બની જાય છે. પાછું એવું નહીં કે સામે તમે બેઠા છો એટલે વાત ટૂંકાવવાની.

એસએમએસ બહુ સરસ સુવિધા છે. ટૂંકમાં ઘણી બધી વાત કહી દે છે. પત્ર કરતાં બહુ ઝડપથી સંદેશો પહોંચી જાય છે, વેલ એન્ડ ગુડ. પરંતુ તમે મને એસએમએસ કર્યો એટલે મને કેવી રીતે ખબર પડે કે આ રમેશભાઈનો જ એસએમએસ છે? તમે કહેશો કે નંબર સેવ કર્યો હોય ને. પરંતુ ઘણી વાર એવું બને છે કે નંબર સેવ કર્યો હોવા છતાં કોલ આવે ત્યારે કે એસએમએસ આવે ત્યારે નામ બતાવે નહીં. આથી બહેતર એ જ રહે કે એસએમએસ કરતી વખતે નીચે પોતાની ઓળખ થાય તેવી રીતે નામ લખી દેવું. એટલે કે નીચે રમેશ લખો તો ખબર ન પડે. રમેશ શાહ લખો તો પણ ખબર ન પડે, પણ રમેશ શાહ, ત્રિવેણી ઇન્ફોટેક એવું લખો તો સામેવાળાને ખબર પડી જાય.

ઇમેઇલમાં પણ લોકો આડેધડ ફોરવર્ડ કરતા હોય છે. હકીકતે ફોરવર્ડ કરો તો ફોરવર્ડ કરનારની વિગતો કાઢી નાખવી જોઈએ. (કોપી પેસ્ટ કરનારાને આ બહુ ફાવે!) આનું કારણ એ છે કે ઘણી વાર સામે વાળી વ્યક્તિ તમને ફોરવર્ડ કરનારનું ઇમેઇલ એડ્રેસ સરળતાથી મેળવી લે છે. ઘણી વાર તો મેઇલ એટલી બધી વાર ફોરવર્ડ થયો હોય છે કે તેમાં ઢગલાબંધ મેઇલ એડ્રેસ હોય છે. તે કાઢવામાં તસદી જરૂર પડે, પણ તે જરૂરી હોય છે.

ઓર્કુટ અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં ફ્રેન્ડ્સ બનાવવાની બધાને ચળ ઉપડી છે. રમેશ મહેશનો ભાઈબંધ બને અને પછી જુએ કે મહેશનો ભાઈબંધ નીલેશ છે એટલે ફટ દઈને ‘એડ ફ્રેન્ડ’નું બટન દબાવે પરંતુ સાથે મેસેજ ન લખે કે પોતે નીલેશને કેવી રીતે ઓળખે છે. ફેસબુક કે ઓર્કુટમાં મારે જ્યારે આવાં નિમંત્રણો આવે છે ત્યારે હું સામે મેસેજ લખું છું, ‘ભાઈ, ઓળખાણ ન પડી. તમે મને કઈ રીતે ઓળખો છો?’ જો સામે વાળી વ્યક્તિ કહે અને બરાબર લાગે તો જ નિમંત્રણ સ્વીકારવાનું. એક તો હસવું પણ આવે ને ગુસ્સોય આવે તેવો કિસ્સો ફેસબુકમાં બની ગયો.

એક વ્યક્તિએ આવું જ મિત્ર (ખરા અર્થમાં મિત્ર-ફ્રેન્ડ કહેવાય?)નું નિમંત્રણ પાઠવ્યું. તેને સ્વીકારતા પહેલાં સ્વાભાવિક જ મેં ઉપરોક્ત સવાલ પૂછ્યો તો તે વ્યક્તિએ મને સામે પૂછ્યું કે તમે કોણ? મેં કહ્યું, ‘પત્રકાર.’ તો પોતાની ઓળખાણ આપવાના બદલે તેણે મેસેજ મોકલ્યો, ‘વેલકમ!’

Advertisements

2 thoughts on “મોબાઇલ, ફેસબુક, હાઇ પ, ઓર્કુટ : મેનર્સની માથાકુટ

  1. મોબાઇલે માણસોને ખોટું બોલતા શીખવાડી દિધા છે.માણસ હોય દાદર માં અને કહે છે હમણા વિલેપાર્લે છું આવતા એકાદ કલાક થઇ જશે.ખરુ ને ?

  2. મહેર એકતા

    આને કહેવાય સીધીસાદી ભાષામાં અપાયેલી અનમોલ માહિતી !
    આપે મેનર્સ વિશે આપેલી સમજુતીએ મારી મેનર્સ ચકાસવાની તક આપી.
    નવાંગતુકો માટે સુંદર સુચનો આપ્યા, આ વિષયે વધુ જાણકારીની અપેક્ષાસહઃ આભાર. —અશોક મોઢવાડીયા.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s