દિવાળી દરમિયાન ભાવનગર જવાનું થયું. ભાવનગરમાં ૧૩ વર્ષ રહ્યો છું. એટલે આજે પણ લાગણી રહે. અમદાવાદમાં કમાણી છે. અમદાવાદ સાથે પણ લાગણી, કાઠિયાવાડીમાં કહીએ તો, બંધાણી છે. છતાં ભાવનગર, પોરબંદર અને રાણાવાવ પ્રત્યે અદમ્ય ખેંચાણ રહે જ. ભાવનગરમાં ઘણી નવાજૂની છે.

– મિડિયામાં છું એટલે મિડિયાની વાત. ભાવનગરમાં ઘણા છાપાં છે. સવારનાય અને સાંજનાય. અગાઉ મનુભાઈ વ્યાસ અને પછી ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ ઓઝા અને શામળદાસ આર્ટ્સ કૉલેજના પ્રોફેસર નલીન ભટ્ટના ‘પગદંડી’એ ભૂતપૂર્વ નાણા રાજ્ય મંત્રી પ્રતાપ શાહના ‘સૌરાષ્ટ્ર સમાચાર’ને ઘણી હરીફાઈ પૂરી પાડી હતી. ઘણા વર્ષ પછી તે અલંગના વ્યવસાયી કોમલ શર્મા અને મહેન્દ્ર ગોહિલ પાસે ગયું. હવે તેના મેનેજિંગ તંત્રી બન્યા છે સુકેતુ શાહ, જે અમદાવાદના છે. ‘પગદંડી’ની કદાચ અમદાવાદ એડિશન પણ થશે.

– ભાવનગરમાં કોમલ શર્મા સાથે સાંજનું છાપું ‘સૌરાષ્ટ્ર આસપાસ’ શરૂ કર્યા પછી તેમાંથી છુટા પડીને હિતેશ રવિયાએ ‘સિટી વોચ ગુજરાત’ નામે ભાવનગર શહેર અને જિલ્લા પૂરતી બતાવાતી ૨૪ કલાકની સમાચાર ચેનલ ચાલુ કરી છે અને સાથે ઇ પેપર પણ. તેની વેબસાઇટ છે http://www.citywatchgujarat.com/ તેના મુખ્ય તંત્રી છે કિરણ ગોહિલ, જે અગાઉ ‘સૌરાષ્ટ્ર સમાચાર’, ‘ગુજરાત સમાચાર’, ‘શો ટાઇમ’ અને ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથે સંકળાયેલા હતા.

દક્ષિણામૂર્તિ શાળા
દક્ષિણામૂર્તિ શાળા

-ભાવનગરની આગવી શિક્ષણ સંસ્થા, જેની સાથે શિક્ષણમાં ક્રાંતિ લાવનાર (મૂછાળી મા તરીકે જાણીતા) ગિજુભાઈ બધેકાનું નામ જોડાયેલું છે તેવી દક્ષિણામૂર્તિ શાળાને બંધ કરવાની પેરવી હતી જેના કારણે ભાવનગર સાથે લાગણીથી જોડાયેલા મારા સહિત અનેક લોકોને ચિંતા થઈ હશે, તે હવે બંધ થવાની નથી. (હાશ!)

-નવાપરામાં કબ્રસ્તાનનું દબાણ હટાવીને રોડ પહોળો કરાયો છે. અમદાવાદ જેવા આ પહોળા રોડને જોઈને એટલો આનંદ થાય કે વાત ન પૂછો. એટલું જ નહીં, ઘણા રોડ સારા બનાવાયા છે. બાકી, ભાવનગરમાં હતો અને પત્રકાર નહોતો બન્યો ત્યારથી રોડ વિશે ચર્ચાપત્રો લખી લખીને થાકી ગયો હતો. તે પછી ૨૦૦૩ સુધી ભાવનગર રહ્યો ત્યાર પછી પણ રોડ સુધર્યા નહોતા.

– વચ્ચે ભાવનગરમાં હસમુખ પટેલ એસપી તરીકે, હરિકૃષ્ણ પટેલ ડી.એસ.પી. તરીકે અને સુખદેવસિંહ ઝાલા પી.આઈ. તરીકે રહ્યા હતા ત્યારે ટ્રાફિકના નિયમો, રાત્રે ૧૦ વાગ્યે માઇક બંધ (ભાવનગરમાં ડાયરા અને નમાઝના કારણે ઘોંઘાટ થતો જ રહે છે) કરવાનું વગેરેનું સખ્ત પાલન થતું હતું. ગુનામાં પણ ઘટાડો આવ્યો હતો. દબાણો પણ  હટાવાતા હતા. પરંતુ તેમની બદલી થતા હવે પરિસ્થિતિ જૈસે થે છે.

– જોકે કલેક્ટર પ્રદીપ શાહનું સારું કામ હોવાની ચર્ચા છે. જવાહરલાલ નહેરુ (ગધેડિયા ફિલ્ડ)થી આગળ એક એમ્યૂઝમેન્ટ પાર્ક બનાવાઈ રહ્યો હોવાની ચર્ચા છે. કાયમ ચૂર્ણવાળા શેઠ બ્રધર્સના સહયોગથી એક ઔષધ વન  બની રહ્યું  હોવાનું પણ સાંભળવામાં આવ્યું.

– યુવાનોની કારકિર્દી માટે કામ કરતી વિકાસ વર્તુળ સંસ્થાના બિપીન શાહ વીરભદ્ર અખાડા આગળ સાયન્સ સિટી બનાવી રહ્યા છે. તેની વિકાસ ચેનલ પોઝિટિવ જર્નાલિઝમને પ્રોત્સાહન આપતી ચેનલ છે.

– અમદાવાદમાં ઘણાં વર્ષોથી છે તે ‘વી માર્ટ’ ભાવનગરમાં પણ ખુલી ગયો છે. ભાવનગરમાં યુનિવર્સિટી કેમ્પસ આગળ ‘ઇસ્કોન મોલ’ ઘણા વખતથી બને છે, પરંતુ હજુ બને જ છે. બનીને તૈયાર થાય ત્યારે સાચું.

– ભાવનગર મ્યુનિસિપાલિટીની સરસ વેબસાઇટ પણ છે. http://www.bmc.gujarat.gov.in/

– આ ઉપરાંત ચિરાગ વ્યાસની એક સરસ વેબસાઇટ  ભાવનગરને સંબંધિત છે, http://bhavnagaronline.org/

– આ સિવાય  http://www.bhavnagarsampurna.com/ અને http://www.bhavnagar.com/ પણ ભાવનગર વિશેની સારી માહિતી પૂરી પાડે છે.

5 thoughts on “ભાવનગરની નવાજૂની

 1. Sir ji maja aavi gai,
  Bhavnagar nu vahine
  Saurashtra samachar jou chhu ahi pan teme aa samachar nathi hota

 2. dear jayavantbhai
  realy maza aavi gai
  bhavanagar ma thi 84 news paper na registration gandhinagar khate chhe ane dar triji gadi upar PRESS lakhelu chhe

 3. Dear Friend,

  Today on 13th July 2010,
  Almighty God “jagganathji’s Rath yatra” was there.
  I have seen in entire Rathyatra there is no any banner to “SAVE WATER”,”PLANT TREES” and most important ‘ MASSAGE TO KEEP THE CITY CLEAN”.

  THESE ARE THE BASICS FORGROWTH. CAN YOU MAKE IT AS A POINT. BECAUSE TODAY ALMOST 75-80% OF OUR CITY’S CITIGENS HAVE WATCHED THE RATHYATRA. SO IT WOULD BE CREAT GR……EAT IMPACT.

  THINK ON THIS LINE AND ACT ACCORDINGLY.

  tHANKS WITH BEST REGARDS.

  UDAY BHATT
  93280 34218

 4. jai shri krishna
  Tame Bhavnagar vishe lakhyu che te jani ne khub j anand thayo. Jyare koi Bhavanagar vishe koi kahe tyare koi pan jagya par hoi tyre khub j sareu lage che .

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.