Posted in language

ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત કરો ને!

સુનીલ શેટ્ટી  આપણા ગુજરાતી અભિનેતા એવા મનોજ જોશીને ટકોર કરી ગયો. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, ફિલ્મ ‘દે ધના ધન’ના પ્રમોશન માટે અમદાવાદ આવેલા અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને મનોજ જોશી પૈકી મનોજ જોશી લોકો સાથે હિન્દીમાં વાતો કરતા હતા ત્યારે સુનીલે ટકોર કરી,

‘ભાઈ, ગુજરાતી છો તો ગુજરાતીમાં વાતો કરો ને.’

આ ટકોર મને સ્પર્શી ગઈ છે.

બાકી, અગાઉ પણ એક પોસ્ટમાં મેં લખ્યું હતું કે, ગુજરાતીમાં, ખાસ કરીને, અમદાવાદમાં બે અજાણ્યા મળે એટલે પહેલાં હિન્દીમાં કે અંગ્રેજીમાં જ વાત શરૂ થાય, ખાસ તો જ્યારે બેમાંથી એક વ્યક્તિ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર, ઇન્ટરનેટ પ્રોવાઇડર કે અન્ય કોઈ કંપનીમાં હોય. સરવાળે બને એવું કે બંને ગુજરાતીઓ હિન્દીમાં જ વાતો કરતા હોય. કેવી વક્રતા!

હમણાં એક મિત્ર સાથે મોબાઇલ કંપનીમાં જવાનું થયું. મિત્રે જ સીધી ગુજરાતીના બદલે હિન્દીમાં વાતો શરૂ કરી. મોબાઇલ કંપનીનો પેલો ભાઈ બીજા કોઈ સાથે ગુજરાતીમાં જ વાતો કરતો હતો. તોપણ મિત્ર હિન્દીમાં જ વાતચીત કરે. મિત્રને કહ્યું તો કહે તેમાં શું થયું? હિન્દી રાષ્ટ્રભાષા જ છે ને.

વાત સાચી. હિન્દી રાષ્ટ્રભાષા છે, પણ સાથે ગુજરાતીય માતૃભાષા નથી?

બાકી, સમાચારપત્રો કે સામયિકો તો રોજેરોજ જોઈએ તો દુઃખ થાય તેવા હેડિંગ હોય. અંગ્રેજી શબ્દો હોય તો સમજ્યા, પણ હવે તો ફોન્ટ (લિપિ) પણ અંગ્રેજી હોય, જેમ કે, RSS અને VHPનો એજન્ડા હતો…બેક Cover…Cover story….

આત્યંતિક ભલે લાગે, પણ ગુજરાતમાં એક રાજ ઠાકરેની જરૂર નથી લાગતી? (એ તો ચીમનભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતનું નામ ગાજતું અને ગુજરાતનું ઉપજતું થયું, બાકી, તો દૂરદર્શનમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી ગુજરાતમાં થઈ તેની એક સેકન્ડની ક્લિપ જોવા મળે તોપણ આનંદ થતો તેવી સ્થિતિ હતી.) જય ગરવી ગુજરાત!

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

18 thoughts on “ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત કરો ને!

  1. Hun Gujarati choon ane gujarati j rahish.
   Saav saachi vaat che…jyaare be Gujarati jan male, tyaare khabar hova chataan Gujarati seevay anya bhashaman j bole…shaa maate? Aa vaat Aaj sudhi hun samjee nathi shakee.
   Aaaje, aa pale, aam angreji lipiman aapani gujarati bhasha lakhva maate sharam aave che pan man ni vaat gujrati man vyakt karva no lahavo kem jato karay?Saathe saathe gujarati typing shikhvaanun man pan thaay che, aaje prerna malee che.
   “JYAN JYAN VASE EK GUJARATI, TYAN TYAN SAD KAAL GUJARAT”

   JAI GARVI GUJARAT.

   1. નયનાબહેનની અટક જોતાં તેઓ મૂળ ગુજરાતી નથી લાગતાં અને છતાં પોતાને ગુજરાતી માને છે તે ગર્વની વાત છે. વિપુલભાઈને ચીંધાડ્યું તે જ નયનાબહેન, તમને પણ ચીંધાડું છું….ગુજરાતી ફોન્ટમાં ટાઇપ કરવા મારા બ્લોગ પર જમણી બાજુ ‘જરા નજર તો નાખતા જજો’ વિભાગમાં ‘ગુજરાતીમાં ટાઇપ કરો’ પર ક્લિક કરો. અથવા આ પોસ્ટ ‘અંગ્રેજીમાં લખો અને ગુજરાતીમાં ટાઇપ કરો.’ વાંચો. https://jaywantpandya.wordpress.com/2009/05/17/

  1. ગુજરાતી ફોન્ટમાં ટાઇપ કરવા મારા બ્લોગ પર જમણી બાજુ ‘જરા નજર તો નાખતા જજો’ વિભાગમાં ‘ગુજરાતીમાં ટાઇપ કરો’ પર ક્લિક કરો. અથવા આ પોસ્ટ ‘અંગ્રેજીમાં લખો અને ગુજરાતીમાં ટાઇપ કરો.’ વાંચો. https://jaywantpandya.wordpress.com/2009/05/17/

 1. * હું ગાંધીધામમાં ટેલીકોમ્યુનીકેશન ફિલ્ડમાં છું, અમારે પણ અહિં એવું જ બને છે , કે હિન્દીમાં જ વાતની શરૂઆત થાય પરંતુ ઉપર લખ્યુ એમ મને જેવી ખબર પડે કે એ ભાઈ/બહેન ગુજરાતી છે તો હું એના સાથે ગુજરાતીમાં જ વાત કરૂં.

  * અમુક કચ્છી કે ગુજરાતી પરિવાર જોયા છે જે લોકો ઘરમાં પણ (હોશિયારી પાડવા?) હિન્દીમાં વાત કરતા હોય.

  * સિન્ધીઓ અને મારવાડીઓમાં તો જુની પેઢીજ પોતની માતૃભાષામાં વાત કરે બાકી એમના વારસદારો તો હિન્દીમાં જ વાત કરે.

  * મનસેના કાર્યકરોએ કર્યુ એનાથી થોડું અલગ કરવાની તો જરૂર છે જ એટલે કે અંગ્રેજીમાં શપથ લ્યે એની “ધોતી ખેંચ” કરવી જોઇએ. અને સાથે સાથે બીનજરૂરી અંગ્રેજી શબ્દો વાપરનાર લેખકો વિશે આપનું શું કહેવું છે?

  1. બિનજરૂરી અંગ્રેજી શબ્દો વાપરનાર લેખકોને ઈશ્વર સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના.

 2. જ્યવંત ભાઈ
  આપની વાત સાથે સંપૂર્ણ સમનત છું.કમભાગ્યે ગુજરાતીઓની ગુલામી માનસિકતા અનન્ય છે. અંગ્રેજી પ્રત્યેનો આંધળો અને અસમજ સાથેનો પ્રેમ તો કદાચ પાગલ પણાં સુધી પહોંચી ગયો લાગે છે ! અને ગુજરાતી મા-બાપો અને બાળકો જે અંગ્રજી લખે છે કે બોલે છે તે વાંચો કે સાંભળો તો કદાચ અરેરાટી પણ નીકળી જાય તો નવાઈ નહિ. વળી મોબાઈલમાં અને ઈ-મેલમાં વપરાતું અંગ્રેજી તો તદન નવી ભાત પાડે છ અને આવતા 20 વર્ષમાં આ અંગ્રેજી ભાષા કે જે ગુજરારીઓના પલ્લે પડી છે તેની કેવી હાલત થશે તે તો સમય જ કહે શે ! જો ચાઈનીસ સમોસા-જૈન પિઝા-બર્ગર્-હોટડોગ વગેરે ખાધ્ય વાનગીની હાલત ગુજરાતીઓએ કરી છે તેવી જ હાલત કદાચિત અંગ્રેજી વર્ણસંકર ભાષા બની જશે અને કદાચ અંગ્રેજોને નવી ભાષા રચવા ફરજ પડશે !

  સ-સ્નેહ
  અરવિંદ

  1. ઘણાને હવે વર્ણસંકરની જ ટેવ પડતી જતી લાગે છે…..આમાં બાવાના બેય બગડવા જેવા હાલ થાય છે…નવું શીખવાનો વિરોધ નથી, પણ જૂનું ભૂલવું ન જોઈએ.

 3. જયવન્તભાઇ આપણી ગુજરાતીઅઓની માનસીકતાજ બીજુ શું ? અહી યુકેમાં ધોળીયાને પણ ઉત્સુકતા થાય કે આપણી ભાષા ને કલ્ચર તેમને જાણવા મળે પણ અમને તો અમારી ગુજરાતી બોલ્તા તો અપમાન જેવું ને ને કદી અને તેથી વધુ આગળ અભણ ગામડીયા હોઇએ તેવુ કોઇને લાગતુ હોય તો તે ગુજરાતીને વધુ લાગશે.સુનિલ શેટ્ટી એ કહ્યુ તે તો અન્ગૂલી નિર્દેશ કહેવાય ને આપણિ મૂઢતા…જો કે અહીના યુવાનોમ વિવેક ખરો કે તમે ગુજરાતીમ બોલો તો તે પ્રતિભાવ તેમ જ આપે છે પ્રયત્ન કરશે..મર બ્લોગ પર પધારવા નિમન્ત્રણ.

 4. ખરી વાત છે દિલીપ ભાઈ, યુકે માં ગુજરાતી પરિવાર માં જ બાળકો ને ગુજરાતી બોલતા પણ નથી આવડતું …અને મોટાભાગ નાં ગુજરાતીઓ તો એમ સમજે છે કે જેવો દેશ એવો વેશ. અહી અંગ્રજી માં બોલવાનું અને ખબર નહિ કેમ અમુક લોકો ગુજરાતી બોલ્વામાં નાનપ અનુભવે છે.!

 5. જયવંતભાઈ, સારી ચર્ચા છે.
  ટેલિફોન,મોબાઈલ અને ઇન્ટરનેટની સેવા પૂરી પાડતી સરકારી સંસ્થાઓમાં મોટાભાગે માહિતીનું સાહિત્ય અંગ્રેજીમાં જ હોય છે. કર્મચારીઓને તાલીમ અંગ્રેજી કે હિંદીમાં જ અપાય છે. જેમાંથી કોને કેટલું પલ્લે પડે છે એ અભ્યાસનો વિષય છે. કર્મચારીઓને ફાવે તો અંગ્રેજીમાં અને નહીં તો હિન્દીમાં જ બોલવાની આદત પડી ગઈ હોય છે. તમામ ગ્રાહકો કે એમના તમામ અધિકારીઓ ગુજરાતી નથી હોતા. એથી બિચારાઓને ના છૂટકે હિંદીમાં બોલ બોલ કરવાની ટેવ પડી ગઈ હોય છે. એથી કરીને સામે ગુજરાતી જ આવીને ઊભો હોય તો પણ એ પોતાની જ ભાષામાં વાત કરવા પૂરતો સજાગ નથી હોતો. જે બાબતમાં મરાઠી ભાષા બોલનારાઓ પાસેથી શીખવા જેવું હતું પણ આપણે શીખ્યા નહીં. હવે શીખી રહ્યાં છીએ. જરૂર ફરક પડશે. ફરક પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે.

 6. જ્યવંત ભાઈ
  હુ ગુજરાતિ છુ અને ગુજરાતિ હોવાનો મને અભિમાન છે નવું શીખવાનો વિરોધ નથી, પણ જૂનું ભૂલવું ન જોઈએ.બિનજરૂરી અંગ્રેજી શબ્દો વાપરનાર લેખકોને ઈશ્વર સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના.
  જય જય ગરવી ગુજરાત!

  સ-સ્નેહ
  પક્જ કનાડા,

 7. Jay Gujarat
  Always speak, if you talk with Gujarati or anybody with starting and ending “Jay Gujarat”

 8. શું શાં પૈસા ચારનું ગુજરાતીને લાગેલું મહેણું હજી ભાંગ્યું નથી. એમાં આપણે બધા જ જવાબદાર છીએ.આપણને સાચું બોલતાંય નથી આવડતું ને લખતાંય નથી આવડતું. ગુજરાતી બોલતાં હીણપત અનુભવતી હોય એ પ્રજા પાસે મોટી આશા રાખવી વ્યર્થ જ છે. હા, ગુજરાતી બહુ સમૃદ્ધ ભાષા છે પણ હજુ તે પૂરેપૂરી ગુંજાશથી ખેડાઈ નથી એ આપણી કરુણતા છે.

 9. સુનીલભાઈ શેટ્ટીએ બહુ સારી વાત કરી છે. આમ તો થોડું “પરોપદેશે પાંડીત્યં” જેવું લાગે છે.
  સુનીલભાઇના ઇન્ટર્વ્યુ જોયા નથી અને જોયા હોય તો યાદ નથી. પણ આપણા બીજા ઘણા હીરાભાઇઓ (જેમકે જે એક હીરાભાઇનો યુએસના એક વિમાન મથકનો કિસ્સો અખબારોમાં ચમક્યો હતો)તે ભાઇ તો ખરા જ અને ખાસ કરીને હીરીબેનો (અભિનેત્રીઓ) જ્યારે ક્યારે પણ ટીવી ઉપર દેખા દે છે ત્યારે અર્ધદગ્ધ અંગ્રેજી બોલીને વટ પાડવાની (“અમે કંઈ જેવા તેવા નથી હોં”- એમ બતાવવા) કોશિસ કરે છે. ફિલમમાં તો તેમને ભૈયા ભાષા બોલવી પડે છે એટલે તેઓ એવું સમજતા હોય છે કે પ્રેક્ષકો કદાચ તેમને “જેવાતેવા” સમજતા હશે. અને તેથી અને એટલે અર્ધદગ્ધ હિન્દી-અંગ્રેજી વર્ણસંકર ભાષા બોલે છે ત્યારે મારી જેમ ઘણાને એ વરવું લાગતું જ હશે. અને આપણે ઈચ્છીએ કે સુનીલભાઇને પણ વરવું લાગતું હશે અને કદાચ તેઓ તે સર્વેને અવારનવાર ચીમકીઓ આપતા રહ્યા હશે.
  ૨૦૦/૨૫૦ વર્ષપૂર્વે યુરોપીય ભાષાઓની અને ખાસ કરીને અંગ્રેજીભાષાની ગુજરાતી ભાષા જેવી જ દશા હતી. કારણકે બધા શાસ્ત્રીય ગ્રંથો લેટીનમાં લખાતા હતા. પણ એ બધા લેટીનની ગુલામીમાંથી મૂક્ત થઇ શક્યા. અને સૌ પોતપોતાની માતૃભાષામાં શિક્ષણ લેવાનો નિર્ણય લેવડાવી શક્યા. જ્યારે આપણે ભાષામાં વધુ પછાત થતા ગયા. ચીન, જાપાન રશિયા સૌ કોઇ પોતાની માતૃભાષાને જ પ્રાથમિકતા આપે છે.

 10. જયવંતભાઈ, સૌ પ્રથમ જય ગરવી ગુજરાત.
  આજકાલ, ગુજરાતીઓ ને ગુજરાતી ભાષા બોલવામાં પણ શરમ આવી ગઈ છે. ચાહે એ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ માં જતા બાળકો હોય કે તેમને લેવા મુકવા આવતી તેમની મમ્મી હોય, કે પછી આજકાલ ના નવી નવી નોકરી માં લાગેલા જુવાનીયાઓ હોય, દરેક જણ ગુજરાતી ભાષા ને બાજુપર રાખી ને હિન્દી યાતો અંગ્રેજી માં વાતો કરતા દેખાય છે.
  અરે માતૃભાષા એટલે સર્વોત્તમ.
  કેમ કરીને તમે તેને અવગણી શકો?
  ખ્યાલ નથી આવતો આજકાલ ના આ નવા ટ્રેન્ડ નો?
  જયવંતભાઈ, ચાલો કોઈ ગુજરાતી હોવાનો ગર્વ લે કે ના લે આપણે ગુજરાતી બ્લોગ જગત ના દરેક સભ્યો તો આ ગર્વ લઇ રહ્યા છે એ વાત ની ખુશી છે

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s