Posted in national

મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપીલ અંગે વિચારણાલાયક પ્રશ્નો

આપણા વડા પ્રધાન મનમોહનસિંહે પરદેશી બની ચૂકેલા ભારતીયોને સ્વદેશ પાછા આવીને ભારતના વિકાસમાં સહયોગ આપવાની અપીલ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન કરી. અપીલ તો સારી છે, પરંતુ વિચારવું જોઈએ કે,

ભારતીયો સ્વદેશ છોડીને કેમ જાય છે?

–  જો બિનનિવાસી ભારતીયો ભારતમાં પાછા આવી જશે તો તેમની વ્યવસ્થા અહીં થઈ શકે તેમ છે?

શું ભારતની વસ્તી એમ જ ફાટફાટ થતી નથી? અને તેના કારણે ઘરથી માંડીને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉદ્ભવેલા નથી?

શું બિનનિવાસી ભારતીયોને પરદેશમાં જે સુખસગવડ મળે છે તેવી અહીં મળશે? તેમને ત્યાં જે પેકેજ મળે છે, ત્યાં જે આદરસન્માન મળે છે, તેમની જેવી કદર ત્યાં થાય છે તેવી અહીં થઈ શકશે?

અલબત્ત, બિનનિવાસી ભારતીયો પાછા ફરે તો ભારતને ફાયદો જ છે, કમ સે કમ, ઘૂસણખોર બાંગ્લાદેશીઓ કરતાં તો સારા જ. જોકે, દેશની પ્રગતિમાં તેમના આવવાથી કેટલી ઝડપ આવે તે જોવું પડે કેમ કે, ભારતની હવા જ કંઈક એવી હોય કે કેમ ખબર નહીં, બહાર જઈને આપણા ભારતીયોની શક્તિ વધુ ખીલે છે.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

3 thoughts on “મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપીલ અંગે વિચારણાલાયક પ્રશ્નો

 1. આ મૂદ્દે અનંત ચર્ચા થઇ શકે છે. તમે મૂક્યા છે એ સિવાય પણ ચર્ચાના અને પરિમાણો છે કે NRI એ શા માટે ભારત પાછા આવવું જોઇએ કે ના આવવું જોઇએ. એ ચર્ચા અહીં શક્ય નથી.

  જો કે એક વસ્તુ ચોક્ક્સ છે કે કોઇ જાદૂ થકી જો બધા NRI ભારતમાં પાછા આવી જશે તો ઘણા બધાં દેશોની અર્થવ્યવસ્થાઓ ભાંગી જશે. બીજા દેશો વિશે તો નહીં પણ સિંગાપોર વિશે આ વાત હું 100% ખાતરી સાથે કહી શકું.

  અને તમે લખ્યું છે કે બહાર જઇને જ ભારતીયોની શક્તિ વધૂ ખૂલે છે એનું કારણ બહુ સામાન્ય છે. બહારના દેશોમાં ડોલર, પાઉન્ડ કે દિરહામ મળે છે. 🙂

  1. ડોલર, પાઉન્ડ, દિરહામ…એ વાત એટલે સાચી નથી કે અહીં તેના જેટલો જ પગાર રૂપિયામાં મેળવતા લોકો પણ છે. તેમ છતાં કામ નથી કરતા. કદાચ, ભૂમિનો પ્રભાવ? ઉલટું, ઓછો પગાર મેળવનારા ઘણા લોકો વધુ અને ઉત્કૃષ્ટ કામ કરનારા ભારતમાં છે.

 2. ના નહિ જ ! ભૂમિનો પ્રભાવ તો નહિ જ ! કમનસીબે કામચોરી અને દાંડાઈ ઉપરથી નીચે તરફ આવતી હોય છે અને આપણાં દેશમાં કયો રાજકારણી નેતા કામ માટે પ્રતિબધ્ધ જણાયો ? દેશનુ ચારિત્ર્ય અને સંસ્કાર અને સંસ્કૃતિની મોટી મોટી વાત કરનારા સાધુ-સંતો-ગુરૂઓ પણ પરોપજીવી બની રહ્યા હોય ત્યાં આવા લોકો જે કાંઈ સલાહ્-ઉપદેશ આપે તે સાંભળવામાં સરસ લાગે પણ અમલમાં તો આવા નેતા કે સાધુ-સંતો ના વર્તનનું જ અનુકરણ જનસમુદાય કરતો રહે છે ! વિદેશમાં મળતી સવલતો માત્ર ડોલર કે પાઉંડમાં નહિ પણ અન્ય જેવીકે કાયદાના અમલની સખ્તાઈ ચમરબંધીને પણ કાયદા નીચે ન્યાય્/સજા ઝડપથી થાય ! અહિ વર્ષો વીતી જાય ! અફઝ્લ જેવાને ફાંસી દેવા પણ રાજકારણ રમાય ! કોઈ પણ ખાધ્ધ્ય કે પેય ચીજોની શુધ્ધતા વિષે ક્યારે ય વિશ્વાસ કરી ના શકાય તેવા આપણાં વ્યાપારીઓ અને ઉધ્યોગ પતિઓ બિન્દાસ રીતે તમામ કાયદઓનું ઉલ્લંઘન કરી શકે જ્યારે સામાન્ય જનની પીડાનો કોઈને અહેસાસ પણ ના થાય તેવી જાડી ચામડીના નેતાઓ અને સાધુ-સંતો કે ગુરૂઓ વચ્ચે કોઈ ફરક દેખાતો નથી હોતો ! આવા ભ્રષ્ટાચારી અને લાંચીયા તંત્રને પનારે પડવા કોઈ સામાન્ય બુધ્ધિ ધરાવનાર અને વિદેશમાં સેટેલ થયેલો અહિ પરત આવવા ના જ વિચારે ! ગંદકીનું સામ્રાજ્ય વિષે તો અલગથી લખવું પડે ! તાજેતરમાં જ જયરામ રમેશે કદાચ સાચું જ કહેલું કે ગંદકી અંગે જો નોબેલ પ્રાઈઝ અપાતું હોય તો તે આપણાં દેશને જ અચુક મળે ! થોડામાં જાજું કરી વાંચશો !

  સ-સ્નેહ
  અરવિંદ્

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s