bhavnagar

હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર ટ્રેક બનશે!

ભાવનગર…એક ખૂણામાં પડી ગયેલું ગુજરાતનું શહેર. બીજી બધી વાતો જવા દઈએ તોય જ્યારથી ભાવનગરથી અમદાવાદ આવવાનું થતું હતું અને ૨૦૦૩માં અમદાવાદ સ્થાયી થયા પછી અમદાવાદથી હવે ભાવનગર જવાનું થાય છે ત્યારે એક પ્રશ્ન જરૂર થતો હતો. અમદાવાદ-ભાવનગર હાઇવે ક્યારે ફોર ટ્રેક બનશે?

આજના ‘સંદેશ’માં સમાચાર છે કે, આખરે હવે એ નક્કી થયું છે (હજુ પણ ક્યારે ખરેખર સાકાર થશે તે પ્રશ્ન તો છે જ) કે ભાવનગર-અમદાવાદ હાઇવે ફોર ટ્રેક બનશે.

બીજી વાત, કલ્પસર યોજનાની વાતો પણ ઘણાં વર્ષોથી (ચીમનભાઈ મુખ્યમંત્રી હતા તે સમયથી) સાંભળતો આવ્યો છું. તેની તો હવે વાત સંભળાવાનીય બંધ થઈ ગઈ છે. મોદીજી, રાજકીય રીતે બહુ શક્તિશાળી નહીં તેવા ભાવનગરના વિકાસ તરફ દૃષ્ટિ કરશો? બાકી, અસામાજિક- રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિની રીતે ભાવનગર ઘણું સંવેદનશીલ બનતું જાય છે. ખાસ તો આસપાસ દરિયાકિનારો હોવાથી.

 

Advertisements

2 thoughts on “હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર ટ્રેક બનશે!”

 1. bhai jaywant, tari vat sav sachi chhe. rode uprant trein nu pan aetluj jaruri chhe. virodh pakhsh na neta sakti shihji bhavnagar na chhe ane uper sarkar pan temni chhe tyare jaldi bane to jame….baki to bapa sitaram

 2. ભાવનગરની વાત અને સાથે સાથે કલ્પસરની વાત એટલે પ્રતિભાવ આપ્યા વગર રહી જ ન શકાય.

  કલ્પસર અગર થશે તો તે નરેન્દ્રમોદી જ કરી શકશે. બીજા કોઇની તાકાત નથી.
  કલ્પસરની એક વેબસાઈટ છે અને કલ્પસર વિષે તેમાં ઠીક ઠીક માહિતિ આપેલી છે.

  મેં સીલ્ટીંગ ન થાય તે માટે ડેમની ઉપરના ભાગમાં નહીં પણ તળીયાને ભાગે ગેટ રાખવાનું સૂચવ્યું છે.

  જેથી કરીને ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધે અને ડેમ ઓવરફ્લો થાય અને તેનું ડેમ ઉપર દબાણ વધે ત્યારે નીચેના દરવાજા ખોલી નાખવામાં અને અને તેથી સીલ્ટીંગ કરવા વાળી માટી/કાંપ જે નીચે હોય છે તે દરીયામાં વહી જાય અને તેથી ડ્રેજરથી અવારનવાર કાંપ કાઢવો ન પડે.

  જોકે આ વાત માનવામાં આવશે નહીં કારણકે આમાં ડેમની ડીઝાઇન નવેસરથી કરવી પડે અને ડેમ થોડો વધુ ખર્ચાળ થાય. પણ સીલ્ટીંગને કારણે ૫૦૦ વર્ષે પણ ડેમ નકામો ન થાય. હાલની ડીઝાઇન પ્રમાણે ડેમ ૧૫૦/૨૦૦ વર્ષે નકામો થઇ જશે.

  જોકે મશીન-ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઇ હશે તેથી કદાચ તેનો ઉપાય થઇ પણ ગયો હોય પણ તેથી કરીને તે આધાર ઉપર આજે સસ્તી ડીઝાઇન કરવી યોગ્ય નથી.

  જો નરેન્દ્ર મોદી કલ્પસર યોજના શરુ કરીને પૂરી કરશે તો તેઓ ભારતમાં કૃષ્ણની સમકક્ષ ગણાશે.

  કારણકે કલ્પસર એક વિશાળ બહુક્ષેત્રીય ફાયદાવાળું મીઠાપાણીનું સરોવર હશે જે સેંકડો માઇલો સુધીની ક્ષારવાળી અને તદન ખારી જમીનને પણ મીઠી અને ફળદ્રુપ બનાવી દેશે.

  મીઠાપાણીના સ્તર ઘણાજ ઉંચા આવી જશે.
  સીંચાઇ સરળ અને વ્યાપક થશે.
  દુષ્કાળ અને પાણીની તંગી ભૂતકાળ થઇ જશે,
  ઊર્જાની જરાપણ તંગી નહીં રહે,
  જંગલોનો વિકાસ થઇ શકશે,
  ખાસ કરીને સરોવરના કાંઠા ઉપર એક કિલોમીટર પહોળો ગાઢ વનરાજીનો પટ્ટો બનાવવો પડેશે જે જમીનના કાંપને સરોવરમાં જતો રોકશે.
  જો ડેમ ઉપર મોટર વે અને રેલ વે બનાવવામાં આવશે તો સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચેનું અંતર ૫૦૦ કિલોમીટર ઘટી જશે, તેથી તેટલી ઈંધણમાં અબજો રુપીયાની માસિક બચત થશે.
  સમયની બચત થશે.

  અત્યારે જેમ સુરત, અમદાવાદની સાથે વિકાસમાં હરિફાઇ કરે છે તેમ ભાવનગર અને ભરુચ, મુંબઇ સાથે હરિફાઇ કરશે. જોકે અમદાવાદ, કલ્પસરને કારણે મુંબઇથી આગળ નીકળી જશે. જાફરાબાદ, રાજુલા, મહુવા, તળાજા, ભાવનગર, ધોલેરા, ધંધુકા, બગોદરા, ધોળકા, અમદાવાદ, ખંભાત, ધુવારણ અને ભરુચ નો પટ્ટો વિશ્વનો શ્રેષ્ઠ વિકસિત પટ્ટો બનશે. અને ગુજરાતની સાથે સાથે ભારત વિશ્વના વિકસિત દેશોની હરોળમાં આવી શકશે.

  પણ આ કર્મયજ્ઞમાં પર્યાવરણવાદીઓ બેહુદી વાતો કરશે અને ભલભલાને ભ્રમિત કરશે.
  જમીનમાં ભેજ વધી જવાની અને રોગચાળો ફેલાવાની વાતો કરશે. ગરીબોને ગરીબ રાખવાની અને તેમની સંસ્કૃતિનો નાશ થઇ જશે તેવી વાતો ચગાવશે. વાસ્તવમાં આ ન ટકી શકે તેવી છે.

  ૧૦૦૦ વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર જ નહીં પણ ગુજરાત પણ જંગલ વિસ્તાર જ હતો. અને દરેક વૃક્ષ એક ડેમ છે તે હિસાબે જમીનમાં બેસુમાર પાણી હતું અને તેથી જ સૌરાષ્ટ્ર એક સુરાષ્ટ્ર હતું અને ગુજરાત “ગુરુજન રાષ્ટ્ર” હતું અને તેથી જ ભૃગુ ઋષિની, સાંદીપની ઋષિની, વિશ્વામિત્ર ઋષિની, વશિષ્ઠ ઋશિની અને અગત્સ્યઋષિની વિદ્યાપીઠો ભરુચ, ગિરનાર, પાવાગઢ, આરાસુર, આબુ, અને સાબરમતીના સાંનિધ્યમાં હતી. કૃષ્ણભગવાન પણ સૌરાષ્ટ્રની સમૃદ્ધિને કારણે જ સુદામાના સાંનિધ્યમાં ભણવા (સાંદીપની પાસે ગિરનારની તળેટીમાં) અને રહેવા (દ્વારિકા) આવ્યા હતા.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s