ઈ-પત્ર : લિપ્યાંતરની એક વધુ સુવિધા

નેટના ખબર અંતર
વાત એ સમયની છે જ્યારે ભારતમાં નેટ નવું નવું હતું. એ વખતે (અંદાજે ૨૦૦૦થી ૨૦૦૨ વચ્ચેનો સમયગાળો)  ઇ-પત્ર નામની એક વેબસાઇટ ધ્યાનમાં આવી હતી જે મેઇલની સુવિધા તો યાહૂ મેઇલની જેમ પૂરી પાડતી જ હતી પરંતુ સાથે સાથે તમને ભારતીય ભાષામાં મેઇલ કરવા દેતી હતી. તમે ka લખો એટલે ક થાય તેવી સુવિધા.
ગૂગલે તો છેલ્લાં એક-બે (ચોક્કસ સમયગાળો ખબર નથી) વર્ષથી આ સુવિધા આપી છે. એમાંય ગૂગલના મેઇલમાં અર્થાત્ જીમેઇલમાં તો કદાચ છેલ્લાં એકાદ વર્ષથી જ મેઇલની અંદર કમ્પોઝ કરતી વખતે આ લિપ્યાંતર અર્થાત્ ટ્રાન્સલિટરેશનની સગવડ છે. તે માટેય જોકે તમારે લેબમાં જઈને એ વિકલ્પ સક્રિય કરવો પડે.
ઇ-પત્ર વેબદુનિયા નામની વેબસાઇટની સુવિધા છે અને વેબદુનિયા એટલે મધ્યપ્રદેશના સમાચારપત્ર ‘નઇ દુનિયા’નું સાહસ. ગુજરાતીમાં સમાચાર આપવામાં પણ કદાચ વેબદુનિયા જ પ્રથમ છે.
ઇ-પત્રમાં ઘણા સમયથી લોગ ઇન નહોતો થયો. ખાતું ચાલુ હોવા અંગે પણ શંકા હતી. જોકે સદ્નનસીબે ખાતું ચાલું હતું એટલે આ ધ્યાનમાં આવ્યું.
અને હા, એ કહેવાનું રહી ગયું કે ગૂગલની ટ્રાન્સલિટરેશનમાં જેમ તમે ટાઇપ કરો એટલે ગૂગલ પોતે જ શબ્દ સૂચવે છે તેમ ઇ-પત્રમાં પણ એડિટરના વિકલ્પમાં જવાથી તમને શબ્દસૂચન મળી રહે છે. જેમને ગુજરાતી યુનિકોડમાં ટાઇપ કરવું છે તેમને માટે આ સારી સુવિધા છે. ઇ-પત્રમાં ખાતું ખોલાવી, સંદેશ કમ્પોઝ કરી તેને કોપી કરી ઇચ્છિત જગ્યાએ પેસ્ટ કરી શકાય છે.
બાય ધ વે, હમણાંથી એવું અવલોકન કર્યું છે કે ગૂગલમાં સર્ચ કરતી વેળાએ ઇચ્છિત ચીજ મળવાનું પ્રમાણ ઘટી ગયું છે, ચાહે તે વેબ, ઇમેજ કે ન્યૂઝ હોય.
Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s