Posted in national

ગાંધી, ખાન અને ઠાકરે : સાચી વાત કોણ કરે?

રાજકારણ-પ્રદેશકારણ

રાહુલ ગાંધી, શાહરુખ ખાન અને શિવસેના…

વિતેલા કેટલાક દિવસોમાં આ ત્રણેય ચર્ચામાં રહ્યા. માન્યું કે શિવસેનાને રાજ ઠાકરેની મ.ન.સે.ને મળેલા મતોને જોતાં પોતાનું વર્ચસ્વ પુનઃ સ્થાપવું છે, એટલે તે આ બધી ગર્જનાઓ કરે છે, પણ કેટલીક વાતો તેની માનવી પડે તેવી છે.

પહેલી તો, એમાં કોઈ બેમત જ ન હોઈ શકે કે મુંબઈ આખા ભારતનું શહેર કે નગરી છે. મુંબઈ કંઈ કાશ્મીર થોડું છે જેમાં તમારે જમીન ખરીદવી હોય તો ન ખરીદી શકો, જ્યાંથી, તમે પંડિત હો ને તમને ખદેડી મૂકવામાં આવે છતાં ભારત સરકાર (પછી તે કૉંગ્રેસ હોય કે ભાજપ) કંઈ ન કરે? પ્રશ્ન એ છે કે મુંબઈ કે થોડી મોટી કલ્પના કરીએ તો મહારાષ્ટ્ર, કે પછી ભારતનું કોઈ પણ રાજ્ય લો તો ત્યાં પહેલેથી કેટલીક જાતિ વસે છે. ગુજરાતમાં ગુજરાતી, કેરળમાં મલયાલી, પંજાબમાં પંજાબી, હરિયાણામાં હરિયાણવી…ત્યાં બહારના લોકો આવીને મૂળ સંસ્કૃતિ-ભાષાને બદલવા પ્રયાસ કરે તે ઘણા – ચાલો તેમને રૂઢિચુસ્ત જ નામ આપો-ને પસંદ ન પડે. આખરે, કોઈ પણ ઘરમાં પત્ની તરીકે સ્ત્રી આવે અને આવતા વેંત બધું બદલવા લાગે તો ઘરના લોકોને પસંદ પડશે? આનો જવાબ દિલ પર હાથ રાખીને આપો જોઈ!

મુંબઈમાં કદાચ દક્ષિણ ભારતીયો સાથે કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતીયો સાથે, એટલે જ, મરાઠી માનૂસ અથવા તો  (ભલે સેક્યુલરો રાજી રહે) મરાઠી માનૂસના બની બેઠેલા ઠેકેદારોને સંઘર્ષ ઊભો થયો કે થાય છે, ગુજરાતીઓ સાથે આવું ઓછું બન્યું છે…કેમ કે ગુજરાતીઓ બહુતયા ભળી જનારી પ્રજા છે. અરે, અહીં ગુજરાતમાં જ, ખાસ તો અમદાવાદમાં,  ઉત્તર ભારતીયો-પંજાબીઓ -રાજસ્થાનીઓના કારણે, ઘણી વાર બે ગુજરાતીઓ પણ વાતચીત સીધી હિન્દીમાં શરૂ કરી દેતા હોય અને પછી તેમાં જ હંકાવ્યે રાખતા હોય પછી શું કહેવું? બહાર જાય તો તો ગુજરાતીઓ તેમની સંસ્કૃતિ અપનાવી જ લેવાના ને! આમેય ગુજરાતીઓ મોટા મનના ખરાને. જુઓને, ગુજરાતી ભાષામાં જ રોજ પડે ને કેટલા અંગ્રેજી શબ્દો ઉમેરાતા જાય છે. એક કટાર લેખકે કંઈક કંઈકના બદલે તાજેતરમાં સમથિંગ સમથિંગ લખ્યું હતું. આવું લખવાની જરૂર ખરી?

હવે વાત પાકિસ્તાની ખેલાડીઓને આઇપીએલમાં આમંત્રવાની.

શાહરુખ ખાન મને ગમતો કલાકાર છે, અત્યંત ગમતો નહીં. એવું તો કોઈ નથી. રોમેન્ટિઝમમાં શાહરુખને કોઈ ન પહોંચે. તેણે ઘરમાં સર્વધર્મ સમભાવનું ઉદાહરણ પણ બેસાડ્યું છે, તે પણ સ્વીકાર્યું. એ પણ માની લઈએ કે આઇપીએલને ચર્ચામાં રાખવા (જેમ ગયા વખતે તેણે સુનીલ ગાવસ્કરની ટીકા કરી હતી) તેણે પાકિસ્તાની ખેલાડીઓનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ તેને પ્રશ્ન પૂછાવો જોઈએ કે ખાન ભાઈ, તને ચર્ચામાં રહેવા બીજા કોઈ મુદ્દા ન મળ્યા? મુંબઈ પર ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ જે હુમલા થયા, (અથવા તો તે અગાઉ થયેલા અસંખ્ય હુમલાઓ ) તે પછી પણ તને પાકિસ્તાન પ્રત્યે કેમ પ્રેમ ઉભરાઈ આવે છે? અહીં ઘણા ખેલાડીઓ છે તેને જ, તક આપવી હોય તો આપ ને.

શિવસેનાના ‘સામના’ કે ‘દોપહર કા સામના’, જે હોય તે, માં સાચું જ લખાયું અને રાહુલ ગાંધી પ્રત્યે મુંબઈના લોકોનો પ્રેમ જોઈને તેણે નિરાશાથી લખ્યું કે જવા દો. આ લોકો માટે લડવા જેવું જ નથી, નહીં તો રાહુલ ગાંધીએ બિહારમાં ટિપ્પણી કરી હતી કે ઉત્તર ભારતીયોએ મુંબઈમાં લોકોને ત્રાસવાદી હુમલા વખતે બચાવેલા. તો શું મરાઠીઓ એ હુમલામાં રક્ષા કરવા નહોતા આવ્યા? હેમંત કરકરે, વિજય સાલસકર, અશોક કામટે વગેરે મરાઠી નહોતા? એ વાત સાચી કે આ બધા પહેલા તો ભારતીયો છે એટલે આ ચર્ચા જ નકામી છે, પણ શ્રીમાન રાહુલ મહાશય! તમે પણ શિવસેનાથી ઉતરતા તો નથી જ. એ વાતે તમારી જરૂર પ્રશંસા કરવી જોઈએ કે તમે કલાવતીના ઘરે જમવા કે લોકલ ટ્રેનમાં જવા સહિતના પ્રશંસનીય પગલાં ભરો છો (પણ માધ્યમો કે સુરક્ષાને સાથે લઈને.) શિવસેનાએ અંતે શાહરુખ સામે પારોઠનાં પગલાં ભર્યાં. બને કે કદાચ બંને વચ્ચે પૈસાથી લઈને કોઈ પણ રીતે સમાધાન થઈ ગયું હોઈ શકે, પરંતુ વાત તેણે ઉઠાવેલા મુદ્દાની છે. તેણે ઉઠાવેલા મુદ્દાઓ ખોટા નહોતા/નથી.

હકીકતે, લોકો જ પોતાના પર હુમલા હવે ભૂલી જાય છે અને એટલે જ તેમણે ચૂંટેલી સરકાર પણ. નહીં તો ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર આટલા હુમલા થયા, થતા રહે છે અને ભારત કંઈ પણ કરી ન શક્યું. અરે, હમણાં હમણાં તો ઓસ્ટ્રેલિયાએ ભારતને કહી દીધું : વંશવાદના હુમલાની રોકકળ હવે બંધ કરો! અરે! પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાળ જેવા બગલબચ્ચુ પડોશીઓ પણ ભારતનું નાક વારેવારે ખેંચી જાય છે. (ભાજપની સરકારમાં બાંગલાદેશે આપણા બીએસએફના જવાનોને મારી નાખ્યા હતા, યાદ છે ને?) ચીનની સામે તો આપણો અવાજ જ નથી નીકળતો.

આ દેશને તો આઇપીએલ, ક્રિકેટ મેચો, હિન્દી ફિલ્મો,  બિગ બોસ, સ્વયંવરો, સારેગમપ, મ્યૂઝિક કા મહામુકાબલા, ઝલક દિખલા જા, નચ બલિયે, જેવા શો અને સિરિયલો , મોબાઇલ, ઇન્ટરનેટનું કેફ જ આપ્યે રાખો.  મોબાઇલ સસ્તા કરતા જાવ, પણ દૂધ, ખાંડ, કઠોળ ભલે મોંઘા થતા.  કહે છે કે જ્યારે મોગલો અને તે પછી અંગ્રેજોનું આક્રમણ થયું  ત્યારે રાજાઓ પાસે સમૃદ્ધિ ઘણી હતી અને એટલે તેઓ ભોગવિલાસમાં ડૂબેલા હતા. અહીં તો રાજા નહીં, પ્રજા પણ ડૂબી જાય તો શું કરવાનું? માત્ર આર્થિક સમૃદ્ધિથી કંઈ નહીં વળે, સાથોસાથ સુરક્ષા પણ જોઈએ, વિશ્વના દેશોમાં  વજન પણ પડવું જોઈએ, નહીંતર આર્થિક સમૃદ્ધિનો  કોઈ અર્થ નથી,  શ્રીમન મનમોહનસિંહજી!

સિંહ જેવી ત્રાડ પાડતા પણ શીખો! સાચા સિંહ બનો!

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

14 thoughts on “ગાંધી, ખાન અને ઠાકરે : સાચી વાત કોણ કરે?

 1. ક્યારેક તો એમ થાય છે કે એકાદ ઠાકરે ની ગુજરાત ને પણ જરૂર છે…..રાહુલ કા સ્વયંવર જોઈને મારી મમ્મીએ બહુ મસ્ત કોમેન્ટ મારી હતી…. “આ રાખી સાવંત અને રાહુલ બન્ને પરણી ગ્યા હોત તો આ નખરા કરવાની જરૂર તો ના પડત… !!!”

 2. બલિદાનો આપનાર ની જાત વિષે વાતો કરી વિખવાદ ઉભો કરવો તે બલિદાન આપનાર નું આપમાન છે.એમના આપેલા બલિદાનો વ્યર્થ જાય તેવા પ્રયાસો છે,ફરી ભવિષ્યમાં કોઈ બલિદાન આપતા હજાર વાર વિચારશે.ક્રિકેટ જ નહિ દરેક જગ્યાએ,દરેક ક્ષેત્રે,રમત હોય કે ફિલ્મ,કવિ હોય કે ગાયક પાકિસ્તાન ના લોકો ભારત માં ના જોઈએ.ખાલી ક્રિકેટર જ કેમ?ગાયકો કેમ નહિ,રાહતઅલી,શફાકતઅલી,ગુલામઅલી બધાનો વિરોધ કરો.આપણાં દેશ માં આવી જે દેશ ના નાગરિકો ત્રાસવાદ ફેલાવી જાય તે દેશ ના બીજા નાગરિકો ને શું કામ પ્રવેશ આપવો?આ કાગળ ના વાઘ ત્રણ મુરખો ગુજરાતીઓના પણ એટલાજ દુશ્મનો છે.ગુજરાતીઓ સંઘર્ષ કરવાની તાકાત ધરાવતા નથી માટે મળતાવડા બને છે,આપણે બધા એમાં આવી જઈએ .આ ઠાકરે કં,કોઈને કાઢી મુકવાની નથી.ગુજરાતીઓ ને કાઢીમુકી શકી નથી.ના ઉત્તર ભારતીયો ને કાઢી મુકશે.એમની દાનત છે ફક્ત ગાદી મેળવવાની.ગાદી મળી જશે પછી બધું ભૂલી જશે,જેમ પહેલા ગુજરાતીઓને કાઢી મુકવાની વાતો કરતા હતા,પછી ભૂલી ગયા.આ લોકો આપણ ને મૂરખ બનાવે છે.

 3. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 4. ભાઈશ્રી જયવંત
  આપની વાત ખરા અર્થમાં આપનો આક્રોશ કે ગુસ્સો નમાલી સરકારમાં બેઠેલા કાયર અને પાવૈયાઓ સામે જણાય છે ! જ્યારે આપ આ આક્રોશને કારણે જાણ્યે-અજાણ્યે માત્ર સત્તાભિમુખ તત્ત્વો જેવા કે બાલ-રાજ ઠાકરે જેવા દેશની એકતામાં સુંરંગ ચાંપતી વિચારસરણીને અનુમોદન આપતા હો તેવી અસર ઉભી કરી દો છો ! દેશની એકતા વિરૂધ્ધ ગમે તેટલી મોટી હસ્તી હોય તો પણ તેને લટકાવી દેવાની સમર્થતા જ્યાં સુધી સત્તા ઉપર બેઠેલા લોકોમાં નહિ આવે ત્યાં સુધી આવા તમામ તત્ત્વો મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યમાં બેઠેલા હશે તે તમામ આવી નમાલી સરકારને ભીડવી પોતાનો સ્વાર્થ સાધવાના જ છે અને તે કોઈ રોકી નહિ શકે ! જો દેશનો ઈતિહાસ તપાસસો તો પણ તમામ વિદેશીઓએ આજ રીતે આ દેશને ગુલામ બનાવેલો અને આ દેશ તે રીતે ક્યારે ય એક નહિ હ્તો ! આભાર માનો સરદાર વલ્લ્ભભાઈ પટેલનો કે તેમના અથાગ પ્રયત્નો અને ક્યારે ક આકરા પગલાની ચેતવણી બાદ જ આ દેશ આજે એક બની શક્યો છે તેવું આપણે સૌ માનતા થયા છીએ ! તેમ છતાં આ એકતા મારા મતે તો આભાસી જ જણાય છે. વાસ્તવમાં મોટાભાગના રાજકીય લોકોને દેશની એકતા બની રહે તેમાં કોઈ રસ નથી અને તેથી જ સામાન્ય જન સમુદાયને પોતાના હિતો સાચવવા હથિયાર તરીકે ઉપયોગ કરી ભાષા/પ્રદેશ વાદથી સતત એક યા બીજા કારણે ભડકાવી અંદરો અંદર અથડાવી મારતા રહ્યા છે ! અસ્તુ !

  સ-સ્નેહ
  અરવિંદ

 5. આપની વાત સાથે હું અસંમત છું. શિવસેના, MNS કે પછી કોઈ પણ પાર્ટીની આવી પ્રાંતવાદ કે ભાષાવાદની રાજનીતિનો કોઈ પણ રીતે બચાવ ન કરી શકાય. આ ઉપરાંત, ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની રાજનૈતિક તંગદિલીની અસર સ્પોર્ટ્સ કે મુવીઝ જેવી બાબતો પર ન થવી જોઈએ. પાકિસ્તાનના ક્રિકેટરોએ આપણું કંઈ બગાડ્યું નથી. આ જ તો એવી લિંક છે બે દેશો વચ્ચેની, જે સંબંધોને સામાન્ય રાખવામાં મદદ કરે છે

 6. શ્રી જયવંતભાઇ, આપના વિચારો પ્રત્યે સંપૂર્ણ સન્માન શાથે અહીં ફક્ત મારૂં થોડું અવલોકન રજુ કરું છું.
  * ઘરમાં આવનાર સ્ત્રી જો સમૃદ્ધી લઇ ને આવતી હોય તો તેની શાથે ઘરનાઓએ બદલાવું પણ પડે છે. (આને આપણે દુઝણી ગાયની પાટુ કહીએ છીએ)
  * અ,બ,ક જેવા નાના નાના નગરો કે ગામોમાં આમેય કોઇ ઘુસતું નથી, ત્યાંના મુળ રહીશો હજુ પણ, સેંકડો વર્ષોથી પોતાની ભાષા,સંસ્કૃતિ જાળવીને બેઠા જ છે. (વિકાસ માટે કંઇક કિંમત તો ચુકવવીજ પડે છે.)
  * રાહુલ અને ઠાકરેઓ બાબતે આપણે સૌએ (દેશવાસીઓએ) જરૂર ચર્ચાઓ કરવી જોઇએ, તેમનાં સારાનરસા કાર્યો અને વિચારોની પ્રસંશા કે ટીકા પણ કરવાનો આપણો સૌનો હક્ક છે. કારણકે તેઓ આપણાંજ પ્રતિનિધીઓ છે. પરંતુ શાહરૂખ કોઇ સમાજસેવક કે લોક પ્રતિનિધી નથી, તે લોકો તો મહેનતાણું લઇ અને લોકોનું મનોરંજન કરનારાઓ છે. તેમને આટલું મહત્વ શા માટે ? હા તેઓને પણ આપણી જેમજ પોતાનાં સ્વતંત્ર વિચારો રાખવાનો અધિકાર છે જ. (અમારે ગામડાઓમાં નાટકમંડળીઓ ભુખે ન જ મરતી, પરંતુ જો ગામનાં મામલામાં તેઓ બિનજરૂરી ઘોંચપરોણા કરવા માંડે તો તેમના ખેલ બંધ જરૂર કરાવી દેવાતા)
  * જેમ આપણને આપણા ઘરમાં બહારનાં લોકો ઘુસી જાય તે નથી પોસાતું, તો વિદેશવાળાઓને પણ એમજ હોય તો ખરૂંને? (માટે ’જૈસા દેશ ઐસા વેશ’)
  * સુરક્ષા બાબતે આપ સંપૂર્ણ સાચા છો, પરંતુ સ્વમાન માટે બલિદાનો આપનારાઓ અહીં મુર્ખ ગણાતા હોય, અને શૂરવિરો ને બદલે ’સ્વયંવરો’ વધુ ગવાતા હોય તો સુરક્ષા ખરીદવી જ પડે ને ! (તેને કદાચ હપ્તા કહે છે.)
  વિચારવા યોગ્ય લેખ માટે ખુબ આભાર.

 7. સાચું ન બોલવા વિશે એક કવિની સ્મૃતિમાં છે તે કવિતા…
  એ લોકોએ ઈસુને ખીલે જડ્યા
  એ લોકોએ સોક્રેટિસને ઝેર આપ્યું
  એ લોકોએ ગાંધીને ગોળીએ દીધા
  પણ એ લોકો મને નહીં મારી શકે,
  કારણ હું સાચું બોલવનો આગ્રહ નથી રાખતો.
  કવિતાના શબ્દો બીજા હોઈ શકે… બરાબર યાદ નથી.

 8. એ લોકોએ ઈસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,

  એ લોકોએ સૉક્રેટીસને ઝેર પાઇને માર્યો,

  એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાંખ્યો.

  પણ

  એ લોકો મને નહીં મારી શકે.

  કારણ

  હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

  – વિપિન પરીખ

 9. “શ્રીમન મનમોહનસિંહજી!

  સિંહ જેવી ત્રાડ પાડતા પણ શીખો! સાચા સિંહ બનો!”

  તમે આવું મનમોહનસિંહને કહો તે મજાક જેવું લાગે છે. આવી ક્રુર મજાક ન કરવી જોઇએ.

  સિંગ સિંગ માં ફેર હોય છે. એક સિંગ એ સિંહનું અપભ્રંશ સિંગ હોય છે. એક સિંગ એ શીંગ (ખારી શીંગ, ચીનાઇ શીંગ, વાલોળની શીંગ, વટાણાની શીંગ વિગેરે વિગેરે) હોય છે.

  હવે આ કોંગ્રેસી શીંગ છે જેના રાજમાં કોંગ્રેસી સિંગ હમેશા શીંગ જેવાજ હોય છે. આપનો “ભારતદેશ મહાન”. પણ એ મહાનતા ગાંધી બાપુના ગયા પછી સદંતર ગુમાવી દીધી. તેનું શ્રેય કોંગ્રેસને જ જાય છે. ભારતદેશ ભલે ખાસ્સો મોટો હોય અને કોંગ્રેસ ભલે ગમેતેટલી ગુલબાંગો માર્યા કરે, પણ તેનો એક પણ નાનામાં નાનો પાડોશી તેનાથી જરાપણ ડરતો નથી.

  અરે તેના પોતાના જ શાસિત રાજ્યમાં હિન્દુઓ ઉપર આતંક ફેલાવી તેમને હતા ન હતા કરી દે તેથી બાકીનાને જાન બચાવવા ભાગી જવું પડે તે તમને વિદેશીઓથી રક્ષણ કેવી રીતે આપી શકે?

  અને આવા શીંગ જેવા સિંગને કે જેને બકરી પણ ખાઈ નાખે તેને તમે સિંહ થવાનો પોરહ ચડાવો તે ગધુભાઇને પણ તાવ આવે એવી વાત છે.

  હે સિંગ, યશ્મિન કુલે તુ જાતસ્ત્વં ગજઃ તત્ર ન હન્યતે.

  માટે હે શીંગ તુ દેકાર પડકારા કરવા બંધ કર … અને …

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s