Posted in society

સાચો વાંક કોનો?

સમાજ

હમણાં ‘અભિયાન’ માટે બગડેલા બાવાઓ ઉપર લેખ લખતી વખતે વિચાર આવ્યો કે વર્ષોથી નહીં પણ સદીઓથી ધર્મના નામે ધતિંગો કરનારા, પાખંડીઓ, કામલીલા આચરનારા ધર્મગુરુઓના કિસ્સા બનતા આવ્યા છે. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પણ આવા કિસ્સા મળી આવે છે.

ભારતના ઉપલક્ષ્યમાં વાત કરીએ અને આ ધર્મના ધૂરંધરોના ઉપલક્ષ્ય કરતાં થોડા મોટા ફલકમાં વાત કરીએ તો એમ થાય કે લોકો હંમેશાં છેતરાતા આવ્યા છે. રાજકારણીઓના કરોડો નહીં, પરંતુ અબજો રૂપિયાના કૌભાંડો છે. સુવિધાઓના અભાવથી પીડાતા આવ્યા છે. પાણી નથી. વીજળી નથી. બેરોજગારીની સમસ્યા છે. મોંઘવારી છે. બેફામ ભાવવધારો થઈ રહ્યો છે. પેટ્રોલમાં ભાવવધારો જાહેર થાય એટલે પેટ્રોલપંપ પેટ્રોલ વેચવાનું બંધ કરી દે છે. ખાંડ, ચોખા, દાળ, દૂધ જેવી રોજબરોજની જીવનજરૂરિયાતની ચીજોના ભાવ વધે છે. બજેટમાં પેટ્રોલ ડિઝલમાં ભાવ વધે છે તેને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી એમ કહીને અનુમોદન આપે છે કે વિકાસ માટે આ જરૂરી છે. શરદ પવારનો તો તેમને ટેકો હોય જ. રાહુલ મહાજનો અને રાખી સાવંત જેવા થર્ડ કેટેગરીના લોકો સતત પબ્લિસિટીમાં રહે છે. તેમના સ્વયંવરોમાં લોકો રીતસર ઉલ્લુ બને છે. શાહરુખ ખાન ‘માય નેમ ઇઝ ખાન’ દ્વારા લોકોને ઉલ્લુ બનાવે છે. મુંબઈમાં ત્રાસવાદી હુમલાઓ છતાં ત્રાસવાદીઓ સામે નરમ રહેનારી (જોકે ભાજપ પણ ક્યાં સખત રહી શક્યો છે) કોંગ્રેસ ફરી ચૂંટાઈ આવે છે.

આ બધા માટે જવાબદાર કોણ? ધર્મના બની બેઠેલા ધૂરંધરો? રાજકારણીઓ? ફિલ્મસ્ટારો? સેલિબ્રિટીઓ?

મને લાગે છે કે ના. જવાબદાર આપણે જ છીએ, સામાન્ય માનવી. કોમનમેન. શા માટે આવા લોકો આપણને વારંવાર છેતરાતા રહે છે? એક વાર ભૂલ કરે તો ક્ષમ્ય છે, પણ વારંવાર ભૂલ કરે તો ક્ષમ્ય નથી. તેમ એક વાર છેતરાવું ક્ષમ્ય છે, વારંવાર છેતરાવું ક્ષમ્ય નથી. શા માટે આવા ધર્મધૂરંધરોને આપણે પાઠ ભણાવતા નથી. શા માટે આપણે વારંવાર તેમની પાસે દોડી જઈએ છીએ? શા માટે રાજકારણીઓ ભાવવધારો કે બીજા કૌભાંડો કરી જાય છે? શા માટે આપણે તેનો હિસાબ માગતા નથી? રાહુલ અને રાખી જેવી વ્યક્તિઓના પ્રોગ્રામોને ટીઆરપી આપણે જ આપીએ છીએ ને? શાહરુખ ખાનને સુપરસ્ટાર આપણે જ બનાવીએ છીએ. મુંબઈમાં ત્રાસવાદી હુમલા છતાં કોંગ્રેસ સરકારને આપણે જ ચૂંટીએ છીએ.

ફરી કોઈ ધર્મધૂરંધર પેદા થશે તો ફરી આપણે તેના ભક્ત બનવા તૈયાર થઈ જઈશું. ફરી અનેક ભક્તાણીઓ તેમની ‘સેવા’ કરવા તૈયાર થઈ જશે. રાજકારણી કોઈ સમારંભમાં મળી જાય તો વળી આપણે લળીલળીને તેમને વંદન કરીશું. ફિલ્મસ્ટારો મળશે તો આપણે તેમની સાથે ફોટો પડાવવા કે તેમના ઓટોગ્રાફ મેળવવા તૈયાર થઈ જઈશું. અરે, આ બધા કરતાં આપણે- સામાન્ય માનવી મહાન નથી, જે રોજબરોજના સંઘર્ષમાં પણ હસતું મોઢું રાખીને લડત આપે છે, જીવન જીવે છે. ઓછી તુવેરદાળ ખરીદીને કે દાળ ખાવાનું બંધ કરીને જીવે છે? ટ્રાફિકમાં અટવાઈને કે લોકલ ટ્રેનમાં ભીડ વચ્ચે ભીંસાઈને, ઘણી વાર તાવ હોવા છતાં નોકરીએ કે ધંધા પર સમયસર પહોંચે છે. આઠ કલાક નિષ્ઠાથી કામ કરે છે. ઘરે આવીને બાળક અને પત્ની પ્રત્યેનું કર્તવ્ય નિભાવે છે. એ ધર્મધૂરંધરે તો સંસાર છોડી દીધો છે, કારણકે તે પોતાનું પેટ ભરી શકે તેમ નથી, તેને ભરવું નથી. તે કામવાસનાથી ખદબદે છે જ્યારે આપણે સામાન્ય માનવી તો પત્ની સાથે ધર્મમય રીતે (ધર્મમાં કામની વાત નિહિત છે જ) જીવન જીવીએ છીએ. ખરા ધર્મગુરુઓ છે, ખરા કલાકારો છે, સાચા સમાજસેવકો, રાજકારણીઓ છે તે તો ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યા છે. તેમને શિષ્યોની જરૂર નથી. તેમને કલાના કદરદાનોની જરૂર નથી. તેમને વાહવાહીની જરૂર નથી. આવા બની બેઠેલા ધર્મધૂરંધર, રાજકારણી, ફિલ્મસ્ટારો કે અન્ય કથિત મહાનુભાવો તો આપણા પર નભતા પરોપજીવીઓ છે. તેમની સામે આપણે શા માટે ઝૂકીને તેમની દયા મેળવવા તલપાપડ થવું જોઈએ?

એક વાર્તા નાનપણમાં વાંચી હતી તે યાદ આવે છે. એક સાધુ હતા. તેમણે ઉગ્ર તપ આદર્યું હતું. ગામથી દૂર તેઓ તપ કરતા હતા. કોઈકને ખબર પડી. હવે ખબર પડે એટલે આપણા લોકો ઝાલ્યા થોડા રહે? લોકોના ટોળેટોળા સાધુને ફળફૂલ આપી જતાં. તેમને હારતોરા કરતાં. આનાથી સાધુને ગર્વ થવા લાગ્યો. તેમણે વધુ ઉગ્ર તપ આદર્યું. વધુ લોકો તેમનાં દર્શને આવવા લાગ્યા. વધુ ઉગ્ર તપ. વાત છેવટે રાજા સુધી પહોંચી. રાજાને થયું કે આવા ઉગ્ર તપ કરનાર સાધુનાં દર્શન તો કરવા જ જોઈએ. તેમનો મંત્રી શાણો હતો. તેમણે સલાહ આપી, ”હે રાજા! આ તો સન્માન અને આદરના પ્રતાપે સાધુ ઉગ્ર તપ કરી રહ્યા છે.” રાજા કહે, ”આવું થોડું હોય?” મંત્રી કહે, “આપ એક કામ કરો. લોકોમાં ઢંઢેરો પીટાવો કે કોઈ સાધુનાં દર્શને ન જાય. પછી જુઓ, સાધુની તપશ્ચર્યા ક્યાં સુધી ચાલે છે.” રાજાએ મંત્રીએ કહ્યા પ્રમાણે ઢંઢેરો પીટાવી દીધો. મંત્રીએ કહ્યું હતું તેમ જ થયું. સાધુના દર્શને આવતા ટોળેટોળા, પ્રસાદી, ફળફળાદિ, વાહવાહ બધું બંધ થઈ ગયું. ધીમેધીમે તેમની તબિયત લથડવા લાગી. મંત્રીએ રાજાને કહ્યું, “જોયું રાજા? તેમનું તપ સાચું તપ નહોતું. આ તો બધું પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ મેળવવા હતું.” રાજા મંત્રીની વાત માની ગયા. આમ, આ બની બેઠેલા ધર્મધૂરંધરો, રાજકારણીઓ, સમાજસેવકો, ફિલ્મસિતારાઓ પણ પ્રસિદ્ધિના, સત્તાના, પૈસાના, સેક્સના ભૂખ્યા છે. તેમને મહત્ત્વ આપવાનું બંધ કરી દ્યો. સાચું સોનું આવી કસોટીમાં પરખાઈ જશે.

હે સામાન્ય માનવી! તું ખુમારીવાળો થા! તું મહાન છે, નહીં કે આ બની બેઠેલા કથિત મહાનુભાવો!  આ બધા તારી આગળ ઝૂકે તેવું કર. તે પણ ઢોંગને ખાતર નહીં, સાચા અર્થમાં.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

6 thoughts on “સાચો વાંક કોનો?

 1. આ દેશમાં ધર્મને નામે જે ધતિંગ ચાલે છે તેનો કોઈ જોતો નથી ! આપે સાચી વાત કરી છે ……
  અરે, આ બધા કરતાં આપણે- સામાન્ય માનવી મહાન નથી, જે રોજબરોજના સંઘર્ષમાં પણ હસતું મોઢું રાખીને લડત આપે છે, જીવન જીવે છે. ઓછી તુવેરદાળ ખરીદીને કે દાળ ખાવાનું બંધ કરીને જીવે છે? ટ્રાફિકમાં અટવાઈને કે લોકલ ટ્રેનમાં ભીડ વચ્ચે ભીંસાઈને, ઘણી વાર તાવ હોવા છતાં નોકરીએ કે ધંધા પર સમયસર પહોંચે છે. આઠ કલાક નિષ્ઠાથી કામ કરે છે. ઘરે આવીને બાળક અને પત્ની પ્રત્યેનું કર્તવ્ય નિભાવે છે.”
  આ જ ખરું આધ્યાત્મિક જીવન છે પરંતુ તે નહિ સમજતા સામાન્ય માનવી અંધશ્રધ્ધાથી આવા લેભાગુ બાવા-ગુરૂ-સાધુ અને સ્વામીઓ પાછૌ પાગલ બની ખુવાર થયા કરે છે
  . ખરું પૂછો તો આ રાજકારણીઓ તો હવે પેદા થયા પણ આ ધર્મધુંરધરો તો સેંકડો વર્ષ થયા લોકોને ભરમાવી છેતરી રહ્યા છે. સામાન્ય માનવી જ્યારે કોઈ તકલીફ્/મુશ્કેલીમાં મુકાય ત્યારે કોઈનું અવલંબન શોધતો ફરે છે અને તેવાઓને આ ધર્મધુરંધરો શિકાર બનાવી તેમનો આત્મવિશ્વાસ ડગાવી તેમના આધારિત બનાવી દે છે! જ્યારે ભૂલ સમજાય ત્યારે ઉંડા પાણીમાં તે ઉતરી ચુકયો હોય છે અને પાછા ફરવાનો માર્ગ રહેતો નથી. આ દેશમાં સાધ્-સ્વામી-ગુરૂ બની જઈ આશ્રમ બનાવી બેસી જવાનો એક સુંદર ઈશ્વરને નામે ધંધો ફુલ્યો ફાલ્યો છે અને રોજ બરોજ ની મોંઘવારીના ચકરમાં પીડાતો સામાન્ય માનવી પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તેની પીડામાંથી છૂટવા લાંબુ વિચાર્યા વગર ઉંડૉ અને ઉંડો ઉતરતો જાય છે. ખેર ! જ્યાં સુધી જન જાગૃતિ નહિ આવે ત્યાં સુધી આ લુચ્ચા સાધુ-સંતો-સ્વામીઓ-ગુરૂઓ અને રાજકારણીઓનુ આ વિષ ચક્ર ચાલ્યા જ કરશે ! અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

 2. એકદમ સાચી વાત છે,જયવંતભાઇ. રાજકારણમાં બાહુબલીઓ અને ધર્મમાં લુચ્ચાઓ ઘુસી ગયા છે ની બૂમરાણ કરનારાઓ પાછા પોતાના કાર્યક્રમોમાં,ઉદ્ઘાટનોમાં,લગ્નોમાં, વગેરેમાં એ જ લોકોને બોલાવી હારતોરા કરે છે. ગાંધીજીએ વર્ષો પહેલાં બહિસ્કારનો પાઠ ભણાવેલ, આજે પણ એ શસ્ત્ર એટલુંજ અસરદાર છે. હવે કોઇ ઘરમાંથી ખેંચીને તો આપણને સભાઓ કે કથાઓમાં લઇ જતું નથી !! અને મતદાન પણ, ક્યાંક અપવાદ સિવાય, આપણે વિના ડરે અને આપણી ઇચ્છા અનુસાર જ કરી શકીએ છીએ ને ? (પણ કરીએ તો ને !!)
  ક્યાંક વાંચેલું કે બહેનો કથામાં ઓછી દેખાય તો ૯૦% મહારાજો કથા વાંચવાનું બંધ કરી દે !!
  આ તો સ્વાર્થ અને લાલચનો ખેલ છે ! સાચો વાંક આપણો (જન સામાન્યનો)જ છે.
  આભાર.

 3. dear Jayubhai,
  while going through the whole article I felt that you have given voice to my thought process which is going through since last few years. Basically whole of our social and political systems have eroded democratic values, good number of mobs are rushing to vote on the basis of cast and community. In India there is shadow democracy. The beurocrats-politicians-industrialists and police force are engaged in looting crores of rupees from the public system. Each one of us have to endeavore to foster democratic values by displaying self discipline and patriotism.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s