અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ (http://www.hindustantimes.com/Indians-buying-more-cars-pushing-up-gas-prices-Obama/Article1-543642.aspx)  તાજેતરમાં કહ્યું કે તેલ (ઓઇલ)ના ભાવ હજુ વધશે અને વધતા જ રહેશે કારણકે ભારતીયો વધુ પેટ્રોલ અને ડિઝલ વાપરી રહ્યા છે.

તેમનું આ નિવેદન સાંભળીને ભારતીય તરીકે આપણને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, કારણકે આ અગાઉ અમેરિકાના જ પ્રમુખ જ્યોર્જ બુશે ખાદ્યાન્નના વધતા જતા ભાવો માટે ભારતમાં વધતી જતી સમૃધ્ધિના કારણે મધ્યમ વર્ગ સારા ખોરાકનો આગ્રહ રાખે છે તેવું કારણ આપ્યું હતું.

આપણને કહેવાનું મન થાય કે, મિ. અમેરિકન પ્રેસિડેન્ટ, તમને તમામ બાબતો માટે ભારતીયો જ જવાબદાર દેખાય છે? તમારે ત્યાં જે ઉપભોક્તાવાદ ચાલે છે તેની સરખામણીએ તો અમારે ત્યાં હજુ કશું નથી. બીજા દેશોની સમૃદ્ધિ કેમ નથી દેખાતી? કે પછી તમારામાં રહેલું મૂળ બ્રિટિશ લોહી કે મૂળ અન્ય કોઈ કારણ તમને ભારત અને ભારતીયોની ઈર્ષા કરાવે છે?

અલબત્ત, ઓબામાની વાત એક અંશે સાચી છે. ભારતમાં જાહેર પરિવહનનો ઓછો ઉપયોગ થાય છે. પણ અમેરિકામાં શું લોકો પોતાની ગાડીનો ઉપયોગ નથી કરતા? ભારતમાં મુંબઈમાં લોકલ ટ્રેનનો લોકો ઉપયોગ કરે જ છે ને. દિલ્હીમાં મેટ્રોનો ઉપયોગ થાય છે. અમદાવાદમાં પણ એ.એમ.ટી.એસ.ની બસોનો ઉપયોગ થાય છે. હા, એ વાત સાચી કે જાહેર પરિવહનની સુવિધા હજુ જોઈએ તેવી મળતી નથી, પરિણામે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં લોકો પોતાના વાહનોનો ઉપયોગ કરે છે, જેથી સમય બચે.

3 thoughts on “અમેરિકાને ભારતની સમૃદ્ધિથી પેટમાં તેલ રેડાય છે?

  1. આ સમાચાર વાંચીને મને પણ મનદુ:ખ થયું હતું અને ઓબામા સાહેબને એક જ વાત કહેવી છે કે जिनके घर शीशे के होते है,वो दूसरे पर पथ्थर नहीं फेंका करते.

  2. દુનિયા માં સૌથી વધારે ગાડીઓ અમેરિકા માં છે.અહીની દરેક ગાડી મોટાભાગે વધારે પેટ્રોલ ખાય છે.પેટ્રોલ બચાવવું જોઈએ એવી વાત અહીના લોકો માટે હવે નવી શરુ થઇ છે.મને તો એકજ વાત કાયમ સમજાય છે કે તમે નબળા હોવ,કમજોર હોવ તો સહુ ગોદા મારી જાય.ચીન મજબુત છે માટે અમેરિકા ની સાથે ભારત પણ કહે કે તિબેટ તમારું જ છે ચીનભાઈ.ભારત નબળું પડે છે,ઢીલું પડે છે માટે કાશ્મીર આપણું છે એવું કોઈ કહેતું નથી.ભારત કાલે જો મજબુત બને તો આજ અમેરિકા કહેશે કે કાશ્મીર તો તમારું જ છે,અમે ક્યાં કદી ઇનકાર કર્યો છે?
    ક્યાં સુધી લોકો પર ખોટું લગાડ્યા કરીશું ને મન દુખ પામ્યા કરીશું?

  3. ગરીબની જોરૂ સૌની ભાભી ! આ પહેલા બુશે પણ ભારતીયો બહુ ખાય છે અને અનાજ બગાડે છે તેવું કહેલું ત્યારે પોતાના અર્થાત અમેરીકનોના શરીરો જોયા હોત તો ખબર પડત કે કોણ વધારે ખાય છે અને કોણ અનાજ્નો વધુ બગાડ કરે છે ! હવે ઓબામા પેટ્રોલની વાત કરે છે અને વળી આવતી કાલે કોઈ બીજી આવી જ બેહુદી વાત કરશે અને આપણાં નમાલા અને નપૂસંક નેતાઓ તેમની હા એ હા વાંકા વળીને કરતા રહેશે ! એક પણ નેતામાં રાષ્ટ્રપ્રેમ કે દેશપ્રેમ છે ખરો ? વડાપ્રધાન કહે છે ડીસેમબર સુધીમાં મોંઘવારી ઉપર કાબુ મેળવીશું અને બીજે જ દિવસે પેટ્રોલ ડીઝ્લ ણે ગેસના ભાવ વધશે તેવી સરકારી જાહેરાત આવે છે ! મંત્રીમંડળ છે કે કોઈ ભજન મંડળી સામાન્ય નાગરિકેની સમજ બહારનું આપણાં દેશમાં રાજ/સત્તાકારણ ખેલાય રહ્યું છે ! દેશના લોકોની આ કમનસીબી છે અને સૌ નિઃસહાય બની જોય રહ્યા છે !

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.