Posted in international

આને કહેવાય નસીબ! નેપાળી નોકરને માલિકે મિલકત આપી દીધી!

નસીબદાર ઈન્દ્ર તમાંગ
રાંકમાંથી રાજા બનવાના અનેક કિસ્સા તમારા ધ્યાનમાં આવ્યા હશે પરંતુ શું એવો કોઈ કિસ્સો જાણવા મળ્યો છે જ્યાં રોડપતિ રાતોરાત કરોડપતિ થઈ ગયો હોય અને તે પણ કોઈ લાયકાત, સંઘર્ષ કે લોટરી વિના? નહીં ને? તો જાણો આ કિસ્સો.
ઈન્દ્ર તમાંગનો આ કિસ્સો વાંચ્યા પછી તમારા મોઢામાંથી એક જ વાક્ય નીકળશે, ‘ભારે નસીબદાર કહેવાય!’ નેપાળના આ ખેડૂત પર ભાગ્યનાં દેવી એવાં રિઝયાં કે તેને સીધી અમેરિકામાં જ મિલકત મળી ગઈ!
કેવી રીતે બન્યું આ?
૧૯૭૩ની વાત છે. ઈન્દ્ર તમાંગ નેપાળના એક ગામડામાં ખેતી કરતો હતો. ગામડામાં પીવાનું પાણી કે વીજળી કશું ન મળે. ભણવાના નામે ઈન્દ્રને લખતા જ આવડે. ગારમાટીના ઘરમાં તે તેનાં માતાપિતા સાથે રહેતો. હવે રોજગારી મેળવવા તે નેપાળની રાજધાની કાઠમંડુ ગયો ને ત્યાંની હોટલમાં વેઇટર તરીકે કામે લાગ્યો.
આ હોટલમાં તેને બે અમેરિકી ચાર્લ્સ ફોર્ડ અને તેની બહેન રુથ ફોર્ડ મળ્યાં. આ ફોર્ડ તેના માટે દેવદૂત કે કુબેર સમાન સાબિત થયાં. ઈન્દ્રએ બંને ભાઈબહેનનાં દિલ જીતી લીધાં. પરિણામ એ આવ્યું કે તેઓ ઈન્દ્રને પોતાની સાથે ન્યૂયોર્ક લઈ ગયાં. ચાર્લ્સ હેન્રી ફોર્ડ મિસિસિપીમાં જન્મેલો હતો. તે લેખક, તસવીરકાર અને ગે ચળવળકાર હતો. તે સાઈઠ વર્ષ ઉપરની ઉંમરનો હતો. જ્યારે તેની બહેન રુથ ભૂતપૂર્વ અભિનેત્રી હતી. તેના સંબંધો કલાકારો અને લેખકો જેવા કે વિલિયમ ફોકનર સાથે હતા. આ ફોર્ડ ભાઈબહેનો મર્યાં ત્યારે ઈન્દ્રએ બૌદ્ધ રીતરિવાજ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર પણ કર્યા. ચાર્લ્સ બૌદ્ધ વિચારસરણીને અનુસરતો હતો.
લગભગ ચાર દાયકા ઈન્દ્રએ તેમની એવી સેવા કરી કે ચાર્લી અને રુથ બંને તેને ભરોસાપાત્ર માનવા લાગ્યા. રુથ તો ઈન્દ્રને ‘ઈન્દ્ર ડાર્લિંગ’ કહીને બોલાવતી. અત્યારે ૫૭ વર્ષની ઉંમરે પહોંચેલા ઈન્દ્રને આ રુથે પોતાની મિલકત આપી દીધી.  આ મિલકત એટલે પાછી જેવી તેવી નહીં. ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્કમાં બે એપાર્ટમેન્ટ અને રશિયાઈ કળાનું કલેક્શન! એવું નથી કે આ રુથબહેનને કોઈ સંતાન કે સગુંવહાલું નહોતું. ઓગસ્ટ ’૯૮માં રામશરણ થનાર આ રુથબહેનને એક દીકરી અને  આ દીકરીના બે સંતાનો હતાં, પણ રુથે તેની સગી દીકરી કે તેનાં સંતાનોને વારસો આપવાના બદલે પોતાના નોકરને વારસો આપી જવાનું પસંદ કર્યું.
આને કહેવાય નસીબ!

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “આને કહેવાય નસીબ! નેપાળી નોકરને માલિકે મિલકત આપી દીધી!

  1. ખરો નસીબદાર ! ક્યાંક હોટલમાં વેઇટરની જગ્યા ખાલી હોય તો કહેજો ! (મજાક)
    જો કે આ તો તેણે કરેલી સેવાનું ફળ મળ્યું કહેવાય, ઇમાનદારીથી કરેલા કાર્યનો બદલો જરૂર મળે છે તે ફરી એક વખત સાબિત થયું.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s