Posted in national

ચલકચલાણું ઓલે ઘેર ભાણું

દુર્ઘટના પછી પીડિતો માટે રાહત અને જવાબદાર આરોપીઓને સજાની બુલંદ માગણી થઈ. જે પેસ્ટિસાઇડ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો હતો તે યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા અમેરિકાની યુનિયન કાર્બાઇડ કંપનીની સબસિડરી કંપની હતી. તેમની પાસે વળતર અને તબીબી સારવારની માગણી કરાઈ, પરંતુ આખી વાત કાનૂની દાવપેચમાં ગૂંચવાઈ ગઈ. આમ, શરૂ થયો સંઘર્ષનો લાંબો દોર.
ફેબ્રુઆરી, ૧૯૮૯માં સર્વોચ્ચ ન્યાયાલયે જાહેર કર્યું કે તે ભોપાલપીડિતો માટે એક સેટલમેન્ટને મંજૂર કરે છે. આ મુજબ, યુનિયન કાર્બાઇડ પીડિતોને વળતરરૂપે રૂ. ૭.૧૩ અબજ આપવાનું નક્કી કર્યું. બદલામાં સરકારે તમામ આરોપીઓ સામે ફોજદારી આરોપો પડતા મૂકવાનું નક્કી કર્યું.  સ્વાભાવિક જ લોકોનો રોષ ફાટી નીકળ્યો. પરિણામે બે વર્ષ પછી ૧૯૯૧માં કોર્ટે ફોજદારી કેસો ફરી ખોલવા સંમતિ દાખવી.
હવે પીડિતોને જે વળતર આપવાની વાત છે તેમાં રાબેતા મુજબ, સરકારે રમત રમી હોવાની પીડિતોની ફરિયાદ છે. ભોપાલ ગેસ પીડિત સંઘર્ષ સહયોગ સમિતિના એન. ડી. જયપ્રકાશ મુજબ, સરકારી આંકડો પીડિતોનો આંકડો ૧.૦૫ લાખનો છે, જેમાં ૩,૦૦૦ લોકોને મૃત ગણાવાયા હતા, પરંતુ વાસ્તવમાં ૨૦ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને ૫.૭ લાખ લોકોને ઈજા થઈ છે. જયપ્રકાશ કહે છે કે ૭.૧૩ અબજ રૂપિયા ૧ લાખ વ્યક્તિઓને ચૂકવવાના હતા (સરકારી આંકડા મુજબ) પરંતુ તે ચૂકવાયા છ લાખ લોકોને. તેમાંથી ૧.૧૩ અબજ રૂપિયા જિંદગી અને સંપત્તિ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારને અપાયા. બાકીના રૂ. ૬ અબજ ૫.૭ લાખ લોકોને અપાયા. આમ, સરેરાશ પીડિત દીઠ રૂ. ૧૨,૪૧૦ આવ્યા. આનાથી વિરુદ્ધ દિલ્હીના ઉપહાર થિયેટર કાંડમાં મૃતકના પરિવારને દરેકને રૂ. ૧૫થી ૧૮ લાખ રૂપિયા મળ્યા જ્યારે ઘાયલ વ્યક્તિને રૂ. ૧ લાખ મળ્યા. ઉપરાંત કાનૂની પ્રક્રિયા જેટલો સમય ચાલી તે છ વર્ષ માટે પ્રતિ વર્ષ ૯ ટકા લેખે વ્યાજ પણ ચૂકવાયું.
ભોપાલ દુર્ઘટનાના પીડિતો આ વળતરરૂપી અધકચરા ન્યાયથી રોષે ભરાઈને સર્વોચ્ચમાં ગયા તો તેણે રાજ્ય સરકારના આંગણમાં દડો નાખ્યો. ભોપાલમાં વેળફેર કમિશનરે તેમની માગ ફગાવી દીધી તો પીડિતો મધ્યપ્રદેશની ઉચ્ચ અદાલતમાં ગયા. ૨૦૦૯માં મધ્યપ્રદેશ ઉચ્ચ અદાલતે પણ અરજી ફગાવી દીધી. આમ વાત પાછી સર્વોચ્ચ સુધી પહોંચશે.
Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s