humor, politics

રાહુલબાબા અંગે સવાલજવાબ

રાહુલ ગાંધી ૪૦ના થવા છતાં હજુ બધા તેમને બાબા કેમ કહે છે?
જવાબ : એ બાબા જ છે એટલે. કોઈ શક?

રાહુલ ૪૦ના થવા છતાં હજુ પરણ્યા કેમ નથી?
જવાબ : ઘરે બેઠાં જ અડોશીપડોશી અને ઓળખીતાપાળખીતા જો રસોઈ દઈ જતા હોય તો ઘરે રસોઈ બનાવવાની શું જરૂર?

રાહુલ ભોપાલ ગેસ કાંડથી માંડીને મહત્ત્વના મુદ્દાઓ પર મૂંગા કેમ રહે છે?
જવાબ : અઘરા સવાલો નહીં પૂછો. (આવું એ નહીં અમે કહીએ છીએ!) એમને મોદી-મોદી, સોરી, મોડી મોડી સમજ પડશે.

રાહલ ગાંધી સફેદ કપડાં જ કેમ પહેરે છે?
જવાબ : બેદાગ વ્યક્તિત્વ દેખાડવા.

રાહુલને અંગ્રેજીનો કયો શબ્દ પસંદ નથી?
જવાબ : modi-fy.

રાહુલને સ્વામી વિવેકાનંદ કેમ ગમતા નથી?
જવાબ : કારણકે તેમનું બાળપણનું નામ ‘નરેન્દ્ર’ હતું.

રાહુલ પર સિરિયલ બને તો તેનું નામ શું રખાય?
જવાબ : અગલે જનમ મોહે ગાંધી (ઇન્દિરા ગાંધીવાળા) હી કીજો.

રાહુલ ગાંધી પર ફિલ્મ બને તો તેનું નામ શું રખાય?
જવાબ : માય નેમ ઈઝ ગાંધી!

રાહુલ ગાંધી સ્વિસ બેંકમાં એકાઉન્ટ રાખતા હશે?
જવાબ : તેમનાં એકાઉન્ટ તો કોલંબિયા, સ્પેન એમ અનેક જગ્યાએ છે.

રાહુલના ચાહકોની મનપસંદ ફિલ્મ કઈ છે?
જવાબ : ગુલામી.

રાહુલના ચાહકોનું મનપસંદ ગીત કયું છે?
જવાબ : સચીન અને રણજીતાની ‘અખિયોં કે ઝરોખો સે’નું ‘એક દિન તુમ બહોત બડે બનોગે એક દિન’.

(નોંધ : ૧૯ જૂને – મતલબ કે આજે રાહુલ બાબા ૪૦ વર્ષના થયા તે નિમિત્તે અત્યંત હળવાશમાં લખાયેલી આ પોસ્ટ છે. ગંભીરતાથી કોઈએ લેવી નહીં.)

Advertisements

10 thoughts on “રાહુલબાબા અંગે સવાલજવાબ”

 1. બહુ સરસ પોસ્ટ છે. અને તમે તો જાણો છો ને કે અમને બંધ બેસે એવી એકે પાઘડી જ નથી. એટલે અમે અમારી પાઘડી સીવરાવી લઈએ છીએ. તમને આ ગુલાબી શર્ટ સારો લાગે છે. આમ જુઓ તો નસીબદાર તો ખરા જ ને?

 2. રાહુલ ગાંધી ઇમ્મેચ્યોર હોવાથી તેને બાબો કહેવામાં આવતો હશે.

  કોંગી લોકો તેને બીજો ગાંધી તરીકે ખપાવવાની પણ કોશીશ કરે છે. બીજો ગાંધી એટલે બીજો મહાત્મા ગાંધી. કારણ કે બાબાએ મુમ્બઇમાં કૅટ વૉક કરેલી.

  જોકે આ વાતને મહાત્મા ગાંધીની નોઆખલીની યાત્રા સાથે સરખાવી ન શક્લાય. પણ કોંગીઓનો શબ્દકોષ અલગ છે. રાહુલ ની મુમ્બઇની કૅટ વૉક વખતે ૧૫૦૦૦ પોલીસ કર્મીઓ તહેનાતમાં હતા અને ૧૨૦૦ શિવસૈનિકોને પકડી લેવામાં આવ્યા હતા.

  આ અગાઉ કોંગી ધૂર્તો એ રાજીવ ગાંધીને મીસ્ટર ક્લીન તરીકે ખપાવવાની કોશીશ કરેલી. પણ બોફોર્સની કટકી અને ક્વૉટ્રોચીની લીલા બહાર આવતા મીસ્ટર ક્લીનનું સુરસુરીયું થઇ ગયું.

 3. The most punchy one was…

  રાહુલને સ્વામી વિવેકાનંદ કેમ ગમતા નથી?
  જવાબ : કારણકે તેમનું બાળપણનું નામ ‘નરેન્દ્ર’ હતું.

 4. Jayvantbhai….
  Gujarati newspaper ma aapna ghana lekh me vanchya che…
  tame hadvi sayli ma pan ghani vakhat dhardar vat kari sako cho… je tamari kalam ni takat darchave che..

  aaje Rahul Gandhi ange tame hadvi sailima ghanu kataksh bharyu lakhyu che… amara jeva congress person ne na pan game pan tem chata amne vandho nathi..

  darek lekhak ane patrakar ne temno mat ane abhipray vyakt karvano adhikar che…

  pan aapne ek vinanti ke Gandhi parivar ne utari padti bhasha ma na lakho to saru…

  tame kyarey Narendra Modi ke Pravin Togadia Viche aa bhasha ma lakhvani himmat karcho khara ?

  khotu na lagacho hu pan tamari kalam no ek moto fan chu…

  aabhar

  Devsi Modhwadia
  Vice President – Gujarat NSUI
  9825253754

 5. મને લાગે છે કે વાત કોઇને ઉતારી પાડવાની નથી.
  અપાત્રે દાન ની જેમ અપાત્રે પ્રશંસા જેવું કોંગી-જનોનું વલણ છે.

  નરેન્દ્ર મોદી અને તોગડીયા ની વિરુદ્ધ લખવા વાળા તો લખે જ છે અને તે પણ હાઈપોથેટીકલી (મનોગઢંત) માન્યતાપ્રમાણે. સૌને મનગઢંત માન્યતા રાખવાનો હક્ક છે અને કટોકટી-ફેમ અને ઈન્દીરાગાંધી જેઓના પૂજ્ય છે તેમને પણ મનગઢંત માન્યતા રાખવાનો હક્ક છે. અને તે પ્રમાણે કોંગીનેતાજનો ગુજ-ડીડી ટીવીમાં તો કમસેકમ દેખાય જ છે ભલે નરેન્દ્ર ભાઈ દેખાય કે ન દેખાય.

  એ જે હોય તે. પણ નરેન્દ્ર મોદી અને તોગડીયા આપ બળે આગળ આવેલા નેતાઓ છે. અને નરેન્દ્રભાઈ મોદી તો તેમની બહુલક્ષી પ્રતિભા થકી લોકોમાં પ્રિય છે. છતાં તેમને માટે “મૌતકા સૌદાગર” જેવા શબ્દો ઉચ્ચકક્ષાની કોંગી નેત્રીણીશ્રીએ વાપરેલા છે. જેમાં તે નેત્રીણીશ્રીનો નરેન્દ્ર મોદી ઉપર રમૂજ કરવાનો ઈરાદો નહતો. પણ પ્રજાએ ખાસકરીને ગુજ્જુ પ્રજાએ રમૂજ માણેલી.

  હવે જો કોંગીજનો “બંધવા મજૂર” જેવો ભાવનાત્મક પૂજ્યભાવ એક નિશ્ચિત વંશના ફરજંદો ઉપર રાખતા હોય તો તે વ્યક્તિઓ રમૂજનો વિષય સહેલાઈથી બની જ જાય.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s