gujarat

નરેન્દ્રભાઈ, આવી ખુશામતખોરીથી દૂર રહેજો!

રાજ્યકારણ

કહે છે કે ખુશામત તો ભગવાનને પણ પ્રિય હોય છે. તો પછી રાજાઓને તો હોય જ. આજના નેતાઓ પણ એક અર્થમાં રાજા જ છે ને. તેઓ રિઝે તેને તારે અને ખિજે તેને મારે.

પણ મારું માનવું છે કે નરેન્દ્ર મોદી જરા જુદા મુખ્યમંત્રી છે. તેમના સમયમાં ઘણો વિકાસ રાજ્યમાં થયો છે એ હવે તેમના વિરોધીઓ પણ કબૂલે છે. તેમની સત્તા પરની પકડ પણ મજબૂત છે તે પણ નકારી શકાય તેમ નથી. અને કદાચ એ જ કારણે તેમના ખુશામતખોરિયા વધી પડ્યા છે.  બધી સારી બાબત માટે તેમને શ્રેય આપવો તે જરા વધુ પડતી બાબત છે. અરે! વરસાદ માટેય તે!

આ વર્ષે હજુ તો વરસાદના છાંટા પડવાના શરૂ થયા ત્યાં જ કેટલાક લોકોએ તેનો શ્રેય નરેન્દ્રભાઈને આપી દીધો! કેમ જાણે વરસાદ વરસાવવો નરેન્દ્રભાઈના હાથમાં હોય! જો આવું જ હોય તો, નરેન્દ્રભાઈને અમારી વિનંતી કે અમદાવાદમાં પણ થોડો વરસાદ મોકલાવો ને! અમદાવાદમાં ધરાઈને વરસાદ જ નથી પડ્યો. બફારાથી ત્રાસી ગયા છીએ.

મજાક એક બાજુ, પણ સારા મુખ્યમંત્રીની નિશાની એ છે કે તેમને સાચું વિશ્લેષણ પસંદ હોય, ખુશામત નહીં. એટલે તેઓ પોતાની ટીકાને પણ સારી રીતે લે. આ તો સારું છે કે વરસાદ માટે જ તેમને શ્રેય અપાયો છે. નહીં તો, વિચારો કે કેટકેટલી બાબતો માટે તેમને આ હજુરિયાઓ આપી દે! કોઈ બોર્ડમાં પાસ થાય તોય કહેશે કે આ તો નરેન્દ્રભાઈના કારણે થયું છે. કોઈને નોકરી મળે તોય કહેશે કે આ તો તેમના કારણે થયું છે. કોઈના ઘરે પારણું બંધાય તોય….

પણ મને લાગે છે કે સુપર મુખ્યમંત્રી એવા ભગવાને પણ આવી ખુશામતની નોંધ લીધી છે. એટલે જ જુઓને, અમદાવાદમાં ચાર પાંચ દિવસથી પાછો સરખો વરસાદ જ પડ્યો નથી.

નરેન્દ્રભાઈ! આવી ખુશામતથી બચજો! આવા ખુશામતખોરીયાઓ આપની પાસે લાભ જ લેવા માગે છે, બીજું કોઈ કારણ નથી. બાકી રાજીવ ગાંધીને આવી જ ખુશામતખોરીએ બેહાલ કર્યા હતા તે આપનાથી તો અજાણ નહીં જ હોય!

Advertisements

15 thoughts on “નરેન્દ્રભાઈ, આવી ખુશામતખોરીથી દૂર રહેજો!”

 1. “મારે ખુશામતખોર, જીહજુરીયાઓ yesmen તો જોઈએ જ નહિ!”

  ‘બરાબર!’
  ‘હા સાહેબ! એમનું કઈ કામ જ નથી!’
  ‘અરે એવા લોકોને તો કાઢી જ નાખવા જોઈએ!’
  ?!?!???!?!?

 2. શ્રી જયવંતભાઈ,
  આજે તમારા બ્લોગમાં જરા લટાર મારવા નીકળી પડ્યો.
  આજે તમારો “નરેન્દ્રભાઈ ખુશામતથી દુર રહેજો ‘
  મઝા આવી ગઈ. સુંદર લેખ. સુંદર બ્લોગ. આભિનંદન.
  બ્લોગ જગતમાં નવો-સવો છું. માર્ગદર્શન આપતા રહેજો.

  સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
  મારો બ્લોગ==== swapnasamarpanwordpress.com

 3. જયવંતભાઈ

  સામે પક્ષે એવા પણ લોકો (લેખકો ય આવે તો લોકોમાં ને?) પડ્યા છે કે તેઓને દરેક વાંકી ચીજમાં ન.મો. દેખાય અને જો સીધી હોય તો યે વાંકા નમી નમીને એમનો જ વાંક કાઢે….

  કાલ સવારે એવું વાંચવામાં આવે તો મને નવાઈ નહી લાગે કે હેડલીને ઇશરત વિશે આવુ બયાન આપવાનું મોદી એ જ કહ્યું હશે ! !

  1. રજનીભાઈ,
   તમારી વાત સાચી છે, જયભાઈને આપેલા પ્રતિભાવમાં મેં લખ્યું જ છે કે નરેન્દ્રભાઈનું નસીબ એવું છે કે તેમની બેફામ ટીકાય થાય અને ગેરવાજબી ખુશામત પણ! બંને ખરાબ બાબત છે.

 4. અરે મારા ભાઈ આપે જે શરૂમાં લખ્યું તે સાચુ છે ખુશામત ભગવાનને પણ ગમે છે તો આજના આ થઈ પડેલા કહેવાતા નેતાઓ કેમ બાકાત રહે ? નરેન્દ્રભાઈને પણ ગમે જ ! નરેન્દ્રભાઈ અલબત્ત અન્યો કરતા સારું કાર્ય કરે છે પરંતુ તેમના કાર્યમાં પણ અનેક લોકો રોડા નાખી રહ્યા છે ! સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીને નામે બેફામ ખર્ચાઓ લોકોના હિત અને કલ્યાણના ભોગે થઈ રહ્યા છે જે માટે નરેન્દ્રભાઈની મૂક સમતિ હોવી જ જોઈએ ! અનેક પ્રકારના લોકોભોગ્ય કાર્ય કરી શકાય પરંતુ તેમ ના કરતા માત્ર જાહેરાતો દ્વારા લોકોના પરસેવાની કમાણીના કરવેરા તરીકે મેળવાયેલી રકમ વેડફાય જાય છે ! પોતાની પબ્લીસીટીના શોખીન નરેન્દ્રભાઈને કોઈ ક કહે તો સારું કે રોજ સવારે અખબારમાં તેમનો ફોટો જોઈ મોટાભાગના લોકો ઉબકાઈ ગયા છે. આવું બધુ શકય એટ્લે બન્યું છે કે કોંગ્રેસીઓ પરસ્પરની લડાઈ અને વેતા અને દ્રષ્ટિ હીન નેતાગીરી સાથે ગુજરાતમાં માત્ર નિવેદન બાજી કરી રહ્યા છે. જોકે આમ તો સમગ્ર દેશમાં કોંગ્રેસની નેતાગીરી મીઠા વગરની અને નપૂસંક સાબિત થઈ રહી છે ! અસ્તુ !

 5. jayvantbhai, hu agau pan kahi chukyo 6u..ke kashu lakhvu hoy to 6ati kaadhi ne lakho..dadh ma nahi..hu to sarajher namjog lakhto hou 6u 🙂 mara varsad par na lekh ange tame je nuktechini kari 6e, ema khushamat nu praman nathi..lad ma kareli halvi majak 6e..ne ek sav sachu neerixan 6e. jarur pade tya sarkar ni toppers na lsit thi rasta na khada sudhi tika karta hu achkayo nathi, e mitro ne dekhatu nathi. have em kaheta nahi ke me genral lakhelu. nahi to mara sivay kone kyare comment kareli e ahi mukjo. narendrabhai e halvash ma pan gambhir thai emne salah aapnara shubhechhako thi pan chetva jevu..:D

  btw, gujarat ni economy ma varsad ne dukal nu aagvu mahatv 6e, ane suprisingly last 9 monsoon sara 6e, eno vikas ma mahattam falo 6e , e hakikat 6e. ane varsaad etlo akal 6e ke ema vignanio pan adeedh paribalo ne jash deta hoy 6e 😉

  1. પ્રિય જયભાઈ, છાતી કાઢીને જ નરેન્દ્રભાઈને કદાચ ન ગમે તેવું લખ્યું છે અને કડવી સલાહ આપી છે કે ખુશામતખોરીથી દૂર રહેજો. બીજું, વરસાદનો ફાળો વિકાસમાં મહત્ત્વનો છે તે પણ કબૂલ, પણ તેના માટે નરેન્દ્રભાઈ જવાબદાર? વાહ ભાઈ વાહ! ક્યા બાત હૈ! ક્યા સીન હૈ! 😦
   નસીબ તો નરેન્દ્રભાઈનું છે કે બેફામ ટીકાય થાય અને ગેરવાજબી ખુશામત પણ!
   અને હા, તમે ક્યાં ક્યારે લખ્યું તે મને ખબર નથી, પણ તમે જ નહીં ઘણા લોકો આવું કહેતા હોય છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં સતત નવ વર્ષથી સારો વરસાદ પડ્યો છે.
   એમ તો, અમરસિંહ ચૌધરીના શાસનમાં દુષ્કાળ પણ પડ્યો હતો. એટલે દુષ્કાળ માટે તેઓ જવાબદાર બને? 🙂
   કલાપીની કવિતામાં રસહીન થઈ છે ધરા, દયાહીન થયો છે નૃપ જેવી કંઈક પંક્તિ આવે છે, પણ લોકશાહીમાં ખરો રાજા તો પ્રજા ન ગણાય? તો વરસાદ માટે કોને જવાબદાર ગણવા? પ્રજાને, નરેન્દ્રભાઈને કે પછી ભગવાનને?

 6. લાં…………………………….બા સમય પછી વર્ડપ્રેસની કન્ટ્રોલ પેનલે બોલાવ્યો .. લોગઇન થયા બાદ .. તમારા આ લેખની હેડલાઇને ઉત્સુક કર્યો … અને અહિ આવી પહોંચ્યો. તમે હવે બ્લોગને ખૂબ જ સારી રીતે મઠારી દીધો છે .. થીમ, અક્ષરો, રંગની પસંદગી તેમજ સરળ નેવિગેશન પેનલની સુવીધા જોઇને તમે સાધેલ પ્રગતિના દર્શન થયા. શુભેચ્છાઓ.

 7. bhai em to dhoni lucky captian 6e evu y loko kaheta hoy 6e..me octopus lucky nivadyo evu aakhu sapin ane germany pan mane j 6e ne…have lucky ne lucky , e y halvash ma kaheva ne khushamat kahevi? [:D]

  me to 2 var lakhyu 6e, ek var gujarat samchar ma ane ek var abhiyan ma. mane em ke tamara megazine ma 6apati column to tame vachta hasho. evu manvama mari bhool thai gai. baki ghana loko kahtea hoy 6e , ek vat 6e ane maro lekh 6apaya pa6i tarat aa post bane nae hu tamne kahu kemara sivay bije kya vachyu /. sambhalyu e lakho ane tame ek pan publicly known source na darshavi shako e biji vat 6e. [;)]

  kasho vandhoi nahio jalsa karo..varsadd ma nahav ne maja karo [:)]

  1. એટલે શું આમાં પણ આપણે વિદેશના માપદંડ પર ચાલવાનું? અને જ્યાં સુધી ‘અભિયાન’ની વાત છે, તેમાં છપાતા દરેક લેખ વાંચું છું, બધા કંઈ શબ્દશઃ યાદ રહે એ જરૂરી છે?:-)
   અને જો તમારી ટિપ્પણી પરથી લખવું હોત તો તે જ વખતે ન લખ્યું હોત? આ વખતે શું કામ લખું?

 8. જયવંતભાઈ,
  માણસનો સારો વખત હોય ત્યારે ખુશામતખોરો વધવાના જ.નેહરુની ઇમેજ દેશના ટોચના નેતાની બની ગઈ ત્યારે, ૧૯૩૯ના અરસામાં, ખુદ નેહરુએ જ ‘મૉડર્ન ઇન્ડિયા’માં ચાણક્યના ઉપનામે નેહરુને સત્તાના મદથી અને ચમચાઓથી દૂર રહેવાની સલાહ આપતો તેમ જ એમની આપખુદશાહી સામે લાલબત્તી ધરતો એક યાદગાર લેખ લખ્યો હતો.
  નરેન્દ્રભાઈએ પણ મનોમન આવો લેખ લખી રાખ્યો હશે. જોવાનું એ છે કે એ લખાયા પછી એમની ખુશામત કરનારા વધે છે કે ઘટી જાય છે.

 9. આ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકારણીમાંથી નેતા બનેલા નથી. નેતા બનવાની વ્યક્તિગત ખ્વાહીશમાંથી નેતા બન્યા હોય તેવા આ મુખ્યમંત્રી નથી. ચોક્કસ મુદ્દો મનમાં બેસે પછી એ મુજબ જ કામ કરવાની નેમ ધરાવતા આ નેતા છે. મુખ્યમંત્રી બન્યા પહેલાં વીએચપી ના અગ્રણી કાર્યકર તરીકેની ટીવી ચેનલોમાં તેમની વાચાળ છબી ગુજરાતની પ્રજાએ જોઇ છે. પણ મુખ્યમંત્રી બન્યા પછી તેમની ઉછાળા મારતી અમર્યાદિત શક્તિઓ વાચાળ છબીને કારણે વેડફાઇ જશે… એવું બહુ જલ્દી સમજી ગયેલા શ્રી નરેન્દ્રભાઇ બહુ ઓછુ બોલે છે.

  નરેન્દ્રભાઇને સમજવા માટે આ બાબતો ચૂકી જવા જેવી નથી.
  – મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ધારાસભ્યો અને સંસદ સભ્યોનો વહીવટમાં જે હસ્તક્ષેપ હતો તે સાવ જ બંધ કરી દીધો. જેને જે કરવું હોય તે કરે. અપ્રિય થઇ જવાય અને ટકી ના શકાય એવો સામાપૂરનો રસ્તો આ મહામાનવે લીધો જ.
  – સરકારી કર્મચારીઓના યુનીયનોની માંગણીઓ બાબતે કોઇ જ વજન આપતા નથી, જે અગાઉના બધા નેતા કર્મચારીઓને વહાલા થવાના દૃષ્‍ટિકોણથી જ વિચારતા અને વર્તતા હતા..
  – સીવીલ સર્વીસના ઉચ્ચ અધિકારીઓ જ સરકારને સલાહ આપે એમ સરકાર કરે અને સરકાર ચાલે તે બાબતને આ મુખ્યમંત્રીએ નેવે મૂકી દીધી. અલબત્ત, કાર્યક્ષમ અને કાબેલ ઉચ્ચ અધિકારીની સેવાઓ લઇને વહીવટમાં પ્રવર્તતી રેડટેપીઝમને સરખુ કરવા કમર કસી. પરિણામે, વહીવટી તત્રમાં જે કંઇ કાબેલિયત હતી પણ આળસમાં વેડફાતી હતી તેને કામે લગાડી.
  – જાહેર વહીવટ એ. વ્યક્તિગત હિત ધરાવતા લોકોનો સમૂહ ન હોઇ, તેમાં માનવસહજ આળસ હોય તે લાક્ષણિકતા કે મર્યાદાને આ મહામાનવે કદી સ્વીકારી જ નહીં. અને વહીવટી તંત્ર સાવ જ નીચોવાઇ જાય એટલી હદે કામ લેવાનું (એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે પોતે કામ કરીને) શરૂ કર્યું. નવી ભરતી વર્ષોથી જ કરી નહીં. અને આજે પણ વહીવટ ધમધમે છે. સમગ્ર વહીવટી તંત્ર માન. મખ્યમંત્રીના ઓછા સ્ટાફ સાથે ( સ્ટાફ વગર જ કામ કરવાનું) કામ કરાવવાની નીતિથી નારાજ હોવા છતાં નારાજગી વ્યક્ત કરી શકે તેમ નથી કારણ કે નહીં તો, પ્રજા કામચોરીનો જે આરોપ સરકારી બાબુઓ પર આમેય મૂકે છે તે સાચો પુરવાર થાય. આમ, કોઇને ગમતા થવાની તો વાત જ આ મુખ્યમંત્રીએ કરી નથી.
  – કોમવાદી, ફાંસીવાદી, હિંદુવાદી, સાંપ્રદાયિક વગેરે જેવા જેને ગમે તેવા ગમે એટલા લેબલો રાજકીયો દાવપેચની રૂઇએ વિરોધ પક્ષોએ લગાડ્યા છતાં જરા પણ વિચલિત થયા વગર જ આ મહામાનવ તેમની રીતે જ કામ કરતાં રહ્યા. અને છેલ્લા ઘણાં વર્ષોથી અમદાવાદ અને ગુજરાતમાં કોમી એખલાસ જળવાઇ રહ્યો છે. રથયાત્રા સારી રીતે નીકળે છે. અને લઘુમતિ પણ સારી રીતે બિન-સાંપ્રદાયિક્તાન દર્શન કરાવે છે. લઘુમતિના આ આવકાર્ય પગલાંને આવકાર્ય ગણવું પડે એટલી હદે કોમી એખલાસ ઉભો કરનાર આ મુખ્યમંત્રી છે.
  – કોઇની ખુશી ના-ખુશીને ગણકાર્યા વગર જ પ્રજા હિત જેમાં લાગે તે કરવાનું જ … એવી અસાધારણ મક્કમતા ધરાવતા આ મુખ્યમંત્રી વગર બોલ્યે ચાલ્યે કામ કર્યે જ જાય છે.
  – અને તેના કારણે ગુજરાતમાં સાચી શાંતિ હોવાથી ઘણાં ઉદ્યોગો (માત્ર નેનો જ નહી) ગુજરાતમાં વલસાડ, વાપી, ગોધરા, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં આવ્યા છે.. તે તો કોઇ ઉદ્યોગપતિના મોંઢે સાંભળવામાં આવે કે બીજા રાજ્યોની સરખામણીમાં ઉદ્યોગો માટે કેટલું સારુ વાતાવરણ ગુજરાતમાં છે તો જ ખ્યાલ આવે.
  – આવા મુખ્યમંત્રી નાની વાતમાં કોઇનાથી ખુશ થાય તેમ જ નથી. તેમને મન તો પ્રજાની સેવા એ જ એજન્ડા છે. તેમાં ના-ખુશી ને ય જે માણસે ગણકારી નથી તો ખુશીને ક્યાંથી ગણકારે?
  – પોલશનબાજી ન જ ચલાવવવી એ તો આ મુખ્યમંત્રીનો જન્મજાત ગુણધર્મ લાગે છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s