society

બાબુ સમજો ઈશારે, હોરન પુકારે

‘ચલતી કા નામ ગાડી’ ફિલ્મનું આ ગીત છે, બાબુ સમજો ઈશારે, હોરન પુકારે. પણ અનુભવ એવા થાય છે કે વ્યક્તિ ચાલી જતી હોય અને તેની પાસેથી હોર્ન વગાડીએ તો પણ સાંભળે નહીં. ખાસ કરીને હું જ્યાં રહું છું તે મંથન પાસે ડબલ પટ્ટી રોડ છે અને ત્યાં બજાર પણ ભરાય છે. રાત્રે ઘરે પરત ફરતી વખતે શાકભાજી ખરીદીને લોકો જતા હોય અને મારે ફ્લેટમાં પ્રવેશવું હોય ત્યારે આ અનુભવ સામાન્ય છે.

થોડા સમય પહેલાંનો કિસ્સો છે. એક વાર તો ફ્લેટમાં બાઇક પાર્ક કરવી હતી ને એક બાળક રમતું હતું. હું હોર્ન વગાડું, તેને મોઢેથી કહું, પણ ફ્લેટમાં નીચે અન્ય સ્ત્રીઓની સાથે બેસેલી તેની માતા તેને લે જ નહીં. અંતે બાળક જ સમજદાર નીકળ્યું ને ખસી ગયું.

આનાથી વિપરીત બાજુ એ છે કે છેલ્લા એકાદ મહિનાથી મેં હોર્ન વગાડ્યું જ નથી! અરે ભાઈ! મને કંઈ હોર્નથી વૈરાગ્ય કે તેના પર નફરત નથી આવી ગઈ. મારું હોર્ન બગડ્યું છે અથવા બાઇકની બેટરી. અને તે રિપેર કરાવવા માટે બાઇક મૂકવાનો સમય જ નથી મળતો.

અનુભવ એવો છે કે હોર્ન ન વાગતું હોય તો પણ સામાન્ય રીતે વાંધો નથી આવતો.

બાય ધ વે, હોર્ન જે વધુ વગાડતા હોય તેના માટે હોર્ની (horny) કહી શકાય? જોકે ડિક્શનરી આનો જુદો જ અર્થ બતાવે છે જે બહુ કામુક હોય, પરંતુ હોર્ન એટલે શિંગડા પણ થાય. અને જે નકામા- રસ્તો ખુલ્લો હોય તો પણ સાયરનની જેમ સતત હોર્ન વગાડ્યા રાખે છે તેને પશુની જ ઉપમા આપી શકાય માટે તે અર્થમાં હોર્ની કહી શકાય.

શું કહો છો?

Advertisements

4 thoughts on “બાબુ સમજો ઈશારે, હોરન પુકારે”

 1. હોર્નની જરૂર મુંબઈ જેવા ભરચક ટ્રાફિકવાળા શહેરમાં પણ ઓછી હોય છે છતાં અણસમજુ લોકો સિગ્નલ પર કે સોસાયટીમાં કોઈને બોલાવવા માટે, તમે કહો છો એમ ’જંગલી’ની જેમ હોર્ન વગાડતા રહે છે.
  આની સામે, મારો અનુભવ એવો છે કે મુંબઈ-નાસિક, મુંબઈ-પૂના કે મુંબઈ-અમદાવાદ વગેરે નેશનલ હાઈ-વે પર ઈવન ટ્રક ડ્રાઇવર્સ પણ હોર્ન પર ગજબનો સંયમ રાખતા હોય છે.

 2. જયવંતભાઈ ઘણા દિવસો પછી તમે બ્લોગ લખ્યું કેમ બહુ કામ માં છો?
  અમારા જામનગર માં તો ગાયું(cow) અને બાયું (women) નો બહુ ત્રાસ છે,મહિલાઓ રોડ ઉપર ઉભી હોઈ અને તમે હોર્ન મારો તો કહે ખબર છે તારી પાસે ગાડી છે અને હોર્ન ન મારીએ તો કહે આ ટી-ટી વગાડ ને, શું શોભા માટે છે?
  ચાલો તમારો વેબ મિત્ર
  રમેશ ભદ્રા

 3. હોર્ની (horny) !!! જામ્યું હોં !
  ક્યાંક વાંચેલું કે ચાલક જ્યારે નિરાશ કે લઘુતાગ્રંથી અનુભવતો હોય છે ત્યારે વિનાકારણે વધુ હોર્ન વગાડ વગાડ કરે છે. આમ કરીને તે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યાનો માનસિક સંતોષ માને છે. (જો કે નવું નવું વાહન લેનાર પણ આમ જ વર્તે છે !)
  રેલ્વે ફાટક બંધ હોય અને ત્યાં ઉભો ઉભો (કે ભી ભી) હોર્ન વગાડ વગાડ કરનારને ખરો ઈડિયટ ગણવો ! આવું ક્યાંક ઈડિયટની વ્યાખ્યામાં વાંચેલું. આભાર.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s