શા માટે ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ અન્ય કૌભાંડો કરતાં મોટું છે? (લેખાંક – ૩)

ભાજપ : મોટી બે ભૂલ પછી આ  તક ક્યાંક ત્રીજી ભૂલમાં ન બદલાઈ જાય

આરએસએસ અને ભાજપ આણિ હિન્દુત્વનો ઝંડો લઈને ફરનારા માટે આ ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ અને કોંગ્રેસના અન્ય કૌભાંડો તેમજ ખાસ તો નીરા રાડિયાની બહાર આવેલી ટેપો (ભડાસ વેબસાઇટ, ઓપન મેગેઝિન, આઉટલૂક અને મિડ ડે જેવા બહુ ઓછાં મિડિયામાં જ તે બહાર આવ્યું છે, બાકી તો બધાએ બદમાશીપૂર્વકનું મૌન સેવી લીધું છે.) બહુ જ મોટી તક છે. ખાસ તો, આ ટેપોમાં હંમેશાં ભાજપ આણિ મંડળીનો વિરોધ કરતી આવેલી પત્રકારોની જમાતની સંડોવણી છે. મિડિયા મોટા ભાગે આ મંડળીનું વિરોધી રહ્યું છે ત્યારે મિડિયા પોતે પણ દૂધે ધોયેલું નથી તેમ ભાજપ કહી શકે. બીજી તરફ, કોંગ્રેસના અનેક કૌભાંડ બહાર આવ્યા છે – રાષ્ટ્રકૂળ, આદર્શ અને આ ટુજી સ્પેક્ટ્રમ.

જોકે ભાજપ આ મુદ્દે ખાસ લડત આપશે નહીં. સંસદમાં થોડો ઘણો હંગામો કરશે. બસ. કારણકે આમ કરવા જતાં તેને કોર્પોરેટ ક્ષેત્રની ખફગી પણ વહોરવી પડે. વળી, ભાજપમાં એવા નિષ્કલંક ચરિત્ર ધરાવતા નેતાઓ કેટલા? વળી, જેમ ગુજરાતમાં કોંગ્રેસ જનઆંદોલનથી દૂર થઈ ચૂકી છે તેમ ભાજપના નેતાઓ પણ હવે એસી, હાઇફાઈ ગાડી, મોબાઈલ વગેરેના કારણે વૈભવી જીવન જીવતા થઈ ગયા છે. વળી, ભાજપને કર્ણાટકનો મુદ્દો સામો આવે. જોકે જો તે યેદીયુરપ્પાને રાજીનામું આપવા ફરજ પાડે અને પરિણામે ભલે એક રાજ્યમાં સત્તા ગુમાવવી પડે તો તેમ કરે તો સરવાળે બહુ ટૂંક સમયમાં કેન્દ્રમાં તેને સત્તા મળે તેવું બને. બાકી, કોમનવેલ્થ, આદર્શ, ટુજી વગેરે એવા મુદ્દાઓ છે જેના મુદ્દે જેમ એક સમયે જયપ્રકાશ નારાયણે (જે.પી.એ) આંદોલન છેડ્યું હતું, જેમ બોફોર્સ મુદ્દે વી.પી.સિંહે (જોકે એ મુદ્દે પણ પછી કોંગ્રેસ સાથે ભાજપે સમાધાનપૂર્વકનું વલણ જ લીધું અને સત્તામાં આવવા છતાં કંઈ કર્યું નહીં) બનાવટી તો બનાવટી, આહલેક જગાવેલી તેવું આ કૌભાંડોમાં પણ કરી શકાય. સવાલ એ છે કે કોઈ જે.પી. કે કોઈ મોરારજી દેસાઈ અત્યારે નથી.

આ અગાઉ પણ જ્યારે કેન્દ્રમાં એન.ડી.એ. તરીકે સત્તામાં હતું ત્યારે પણ જો અટલજીએ રામમંદિર માટે સત્તા ત્યાગી દીધી હોત તો તે પછી ભાજપ બહુમતી સાથે સત્તામાં આવ્યો હોત. એ પછી આ બીજી મોટી ભૂલ હતી, ભોપાલ ગેસ કાંડમાં  વોરેન એન્ડરસનને દેશ છોડી જવા દીધો તે મુદ્દે તેણે સેવેલા મૌનમાં. તે મુદ્દે પણ કોંગ્રેસને અને રાજીવ ગાંધી પરિવારને ઘેરી શકાય તેમ હતો. તે અંગે પણ ભાજપે નબળા વિરોધ સિવાય કંઈ કર્યું નહીં. હવે આ ત્રીજી તક છે. પણ લાગતું નથી ભાજપ ઝડપી શકે.

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s