Posted in national, politics

શા માટે ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ અન્ય કૌભાંડો કરતાં મોટું છે? (લેખાંક – ૧)

દેશમાં સર્વત્ર જાણે કૌભાંડોની હારમાળા છે અને કૌભાંડિઓને બચાવવા પગલાં લેવાઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ કૌભાંડ, ટુજી સ્પેક્ટ્રમ અને હવે એલઆઈસી હાઉસિંગ કૌભાંડ.  પણ આ બધા કૌભાંડમાં ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ શા માટે મોટું છે? આવો જાણીએ.

એલ.આઈ.સી. હાઉસિંગ કોર્પોરેશન કૌભાંડ : રાજાના કૌભાંડને દબાવવા માટેનું કૌભાંડ?

એલ.આઈ.સી. હાઉસિંગ કોર્પોરેશન કૌભાંડ, નિઃશંક, ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ કરતાંય મોટું કૌભાંડ હશે, છે, પરંતુ તેનો બહાર આવવાનો સમય શંકા પ્રેરે તેવો છે. ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ આમ તો વર્ષ જૂનું છે, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયમાં વડા પ્રધાનના મૌન સહિતના પ્રશ્ને ટિપ્પણી થઈ હતી બરાબર તેવા જ સમયે એલ.આઈ.સી. હાઉસિંગ કોર્પોરેશનનું કૌભાંડ બહાર આવ્યું તેનાથી ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ અને કોંગ્રેસના અન્ય કૌભાંડ – આદર્શ સોસાયટી કૌભાંડ, રાષ્ટ્રકૂળ રમતો (કોમનવેલ્થ ગેમ્સ)ના આયોજનમાં ભ્રષ્ટાચાર ભૂલાઈ ગયા છે. બીજું, એકાએક સીબીઆઈ આ કૌભાંડમાં કેમ કૂદી પડી તે પણ ટેક્નિકલ મુદ્દો છે. પૂરી જાણકારી તો નથી, પણ અનુમાન એવું છે કે કેન્દ્ર સરકારના કે સર્વોચ્ચના આદેશ વગર સી.બી.આઈ. જાતે એલ.આઈ.સી. કૌભાંડમાં કૂદી પડે ખરી? આટલી ત્વરિત ગતિએ પગલાં ભરે ખરી? બીજું, આજે જ (૨૭ નવેમ્બરે) સમાચાર આવ્યા છે કે આદર્શ કૌભાંડમાં પુરાવા ગાયબ થઈ ગયા છે તેમ ટુજી સ્પેક્ટ્રમમાં પણ થશે કારણકે હમામ મેં સબ નંગે હૈ.

અરુંધતિ રોય – ગિલાની સામે પગલાં ભરવામાં વાર કેમ?

મુદ્દો થોડો અલગ છે, પરંતુ એલ.આઈ. સી. કૌભાંડની વાત નીકળી છે અને દેશહિત સંબંધિત છે તો પ્રશ્ન એ થાય કે એલ.આઈ.સી. હાઉસિંગમાં જેટલી ચપળતાથી પગલાં ભરાયા તેટલી ઝડપ દેશદ્રોહ કક્ષાનાં નિવેદન આપનાર (અને તેય પાછાં અવારનવાર) અરુંધતિ રોય અને સૈયદ અલી શાહ ગિલાની સામે મહિનો ઉપર થવા આવ્યો હોવા છતાં પગલાં ભરવામાં વાર કેમ? હજુ આજે તો એફ.આઈ.આર. જ દાખલ થઈ છે.

આ દેશ વેચાવા બેઠો છે કે શું?

જો કોઈ ઇસ્ટ ઇન્ડિયા કંપની અત્યારે આવે તો સરળતાથી દેશને ખરીદી શકે. સર્વોચ્ચ ન્યાયાલયથી લઈને દેશના અન્ય ન્યાયાલયોમાં કેટલાક ન્યાયાધીશ, કેન્દ્ર સ્તરે મંત્રીઓ ભ્રષ્ટ હોય, પોલીસ, પત્રકારો ભ્રષ્ટ હોય, શાસક – વિપક્ષની મિલીભગત હોય ત્યારે આ સંભાવના વાસ્તવિકતાની નજીક લાગે. એક નાનું ઉદાહરણ જરા જુદા ક્ષેત્રનું લઈએ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘બિગ બોસ’ને પુખ્ત વયના લોકો માટેનો શો ગણાવીને રાત્રે ૧૧ વાગે પ્રસારણ કરવા નિર્દેશ આપ્યો. એનડીટીવી ઇમેજિને આ નિર્દેશ માન્ય રાખ્યો અને ‘રાખી કા ઇન્સાફ’નો સમય બદલી નાખ્યો, પણ કલર્સે ડે વન (પહેલા જ દિવસથી) આ નિર્દેશ માન્ય રાખ્યો નહીં અને ધરાર પરિવાર જે સમયે બેસીને ટીવી જોતો હોય તે રાતના ૯ વાગે જ શોનું પ્રસારણ કર્યું અને રિપીટ ટેલિકાસ્ટ પણ. અને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાંથી સ્ટે પણ લઈ આવી. કલર્સની માલિકી વિદેશી વાયકોમ ૧૮ની છે જેની અન્ય ન્યૂઝ ચેનલો આઈબીએન ૭, સીએનએનઆઈબીએન, એમ ટીવી પણ છે.

Advertisements

Author:

A journalist who loves his country more than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “શા માટે ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ અન્ય કૌભાંડો કરતાં મોટું છે? (લેખાંક – ૧)

  1. Dear Sir,

    aapde have mera bharat mahan nahi pan have mera bharat brasht thayi gayo 6…ek vat jova jaie to kharekhar aana gunegar te 6 je aava bhrast mantrio ne chunti lave 6. Biji vat e k je desh ni janta buddhi vagar ni 6 teno Raja jem kaheshe tem j karshe . mara mat pramane ek vat evi 6. Aje bharat na loko RSS ne game te manta hoy pan RSS hamesha Brastachar Gatadvani j vat kare 6. Ane rastrani vikas ni vat j kare 6 jyare hu Std.7 to 10 ma hato tyare RSS ni Shakha ma Jato hato mane atar sudhi tyathi j desh prem mate shikhva madyu 6 tevu to mane mara mummy papa e pan nathi sikhavadyu. ane biju aaje India ma darek jagya e brashtachar chale 6 Gamdana nana police station thi lai ne Panchayat sudhi ane panchayat thi lai ne 6k kendra Sarkar sudhi to tame ek vichar evo aapo k aane Brastachar ne dur kevi rite karvo. aaje harifai etli 6 k darek manas potanu kam jadpi thay tena mate office na patavada thi lai ne General manager sudhi paisa khavdave 6 ane aaje paisa khadha vagar koi adhikari kam j nathi karto mate j adikari kam na kare tena saame su pagla leva tevo mane koi upay suchavo chalo brastachar nabudi ma aaj thi hu jaodau 6u.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s