Posted in ahmedabad

બાઇક કે કાર લઈને રેસ કરતાં કિશોરોનાં માબાપ ઓછાં ગુનેગાર નથી!

તાજેતરમાં અમદાવાદમાં આવેલા બે સમાચારો  :

અ’વાદ : કિશોરોનું ‘કાર’સ્તાન : ૧૨ વાહનોનો ખુડદો

શિવરંજની બ્રિજની રેલિંગ સાથે બાઇકની ટક્કરઃ નીચે ફંગોળાયેલા ચાલકનું મોત

કિશોરોને ગાડી કે બાઇક ખરીદી આપનાર માબાપને, પકડો પીટો મારો યારો! એવી લાગણી આ સમાચારો વાંચીને નથી થતી?

શું હિટ એન્ડ રન કેસમાં ફાંસીની સજા છે? ન હોય તો કાયદો કરીને પાસ કરવી જોઈએ. કોઈની હત્યા કે બળાત્કાર કરતાં બિલકુલ ઓછો ગંભીર ગુનો નથી આ.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

4 thoughts on “બાઇક કે કાર લઈને રેસ કરતાં કિશોરોનાં માબાપ ઓછાં ગુનેગાર નથી!

 1. પાછું આજના કાર અકસ્માતના સમાચારમાં ચમકેલા કિશોરનું તો બાઇક હજી હમણાં જ પોલિસે ડીટેઇન કર્યું હતું તો પણ એના માતા-પિતા એને કાર લઈને નિકળવા દે છે. શું કહેવું?

 2. જયવંત ભાઈ,

  મેં પણ આ અંગે પોસ્ટ લખેલી
  http://rajniagravat.wordpress.com/2010/02/25/bike_truck_public/

  પણ સમય જતા વિચારો “અપડેટ” થતાં હોય છે એમ હવે હું એવું લાગી રહ્યું છે કે કિશોરોનો ને જીદ કે વટ ખાતર વાહન અપાવી દેવા એ જેટલું ગલત છે એટલું જ સામે એ પણ વિચારવું રહ્યું કે હવે ટ્યુશન-સ્કૂલ-નાના મોટા કામકાજ માટે ટીનેજર બનતા પહેલા જ જરૂરિયાત આવી જતી આવી હોય છે.. આમાં કોઇપણ એક જાતનું જક્કી વલણ પકડી રાખ્યે નહી ચાલે પણ હું તો કહું છું સરકારે લાયસન્સ આપવાના કાયદામાં પણ ફેરફાર કરવાની સમય-સંજોગોની માંગ છે.

  આઈ મીન સ્કૂલ’કૉલેજમાં જ RTO વાળ્કા ખુદ જઈને આવા “સ્ટૂડન્સ-લાયસન્સ” ઇશ્યુ કરવાનું અને એમા6 એવી કલમ હોવી ખપે કે (સેફ્ટી માટે)હેલ્મેટ અને (પૂરાવા માટે)સ્કૂલ બુક્સ સાથે ન હોય તો ઑન ધ સ્પોટ દંડ કરવામાં આવે.

  (મુદ્દો એવો છે કે તમારી પોસ્ટ કરતા મારી કો મેન્ટ લાં…બી થઈ ગઈ!)

  1. તમારી એ વાત સાથે સંમત કે કિશોરોને ટ્યૂશન કે સ્કૂલ માટે વાહન જરૂરી છે, રજનીભાઈ, પણ સામે એક વાત એ પણ છે કે જો નાનું શહેર હોય તો સાઇકલથી કામ ચાલી જાય. અમદાવાદ કે વડોદરા જેવાં મોટાં શહેરો હોય તો પણ હું માનું છે કે ટ્યૂશન ક્લાસ બહુ દૂર હોતા નથી. અને કદાચ વાહન જરૂરી હોય તો ઇબાઇક જેવું નિર્દોષ વાહન આપી શકાય જેની સ્પીડ બહુ ખાસ હોતી નથી.

 3. અમારે ત્યાં એવાંય મા-બાપ છે જેમને પોતાને લાયસન્સ (હા, લાયસન્સ) નથી અને છેલ્લા પાંચ વર્ષથી સ્કૂટર દોડાવે છે. હવે, એમનો ટીનએજર એજ સ્કૂટર લઈને ટ્યુશન જાય છે.. ચલતા હૈ..

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s