Posted in media, trend

૨૦૧૧માં સારો પગારવધારો થશે?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સમાચાર છે કે ઇસુના આવતા વર્ષમાં ૨૦ ટકા પગાર વધારો થવાની સંભાવના છે.

સારા સમાચાર છે, પણ હકીકત એ છે કે

-મોંઘવારી સતત વધતી ચાલી છે. પેટ્રોલ, દૂધ, શાકભાજી વગેરે જીવનજરૂરી ચીજોમાં ભાવો વધતા જ ચાલ્યા છે. હમણાં જ પેટ્રોલમાં એક ધડાકે રૂ. ૩ વધી ગયા!

– આપણે વ્હાઇટ કોલર જોબવાળા પગારવધારો કરાવી શકતા નથી, પણ કામવાળાથી લઈને કડિયા-કારીગરોએ તો ઘણો વધારો કરી જ નાખ્યો છે. ઇવન, હમણાં તો અમે ઓફિસ (જજીસ બંગલાની સામે) પાસે ચા પીવા જઈએ છીએ તેણે પણ ચાના ભાવ વધારી દીધા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં સરખામણી કરીએ તો લગભગ ચાના ભાવ બમણાં થઈ ગયા છે!

– આની સામે,  છેલ્લા ત્રણ વર્ષથી મંદીનું જ વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. માર્કેટિંગ અને આઈટી જેવા કેટલાક અપવાદ ફિલ્ડને બાદ કરો તો, પગાર વધારો રોકી દેવાયો છે અથવા જે થયો છે તે સાવ નામ માત્રનો છે.

માનો કે, આવતા વર્ષે આ સમાચાર કહે છે તેમ, પગારવધારો થશે તો તે માત્ર આ મોંઘવારી સામે બેલેન્સ જ થશે.

મને લાગે છે કે મારા કરતાં કોઈ સારા અર્થશાસ્ત્રી આ હકીકતને વધુ સારી રીતે સમજાવી શકે. (છે કોઈ?)

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

3 thoughts on “૨૦૧૧માં સારો પગારવધારો થશે?

 1. ઇકોનોમી ટાઈમ્સ ના સર્વે રીપોર્ટ ૧૬ મેં ૨૦૦૫ મુજબ દર ૨૦ વર્ષમાં મોઘવારી વધવાની માત્રા ૧૦ ગણી.
  ૧૯૪૦ આપણી જરૂરિયાત હતી ૧૦/-
  ૧૯૬૦ ” ‘” ” ૧૦૦/-
  ૧૯૮૦ ” ” ” ૧૦૦૦/-
  ૨૦૦૦ ” ” ” ૧૦૦૦૦/-
  ૨૦૨૦ ” ‘ હશે ???????

  વિચારો…..તમે ગ્રાફ જુઓ દર ૨૦ વર્ષે ૧ મીંડું ઉમેરાય છે તો હવે ૨૦૨૦ માં ૧,૦૦,૦૦૦/- રૂપિયાની જરૂર પડવાની છે. આ હું નથી કહેતો પણ તમને લાગે છે કે ત્યાં સુધી આપણો પગાર કે ધંધો આટલી કમાણી કરી આપશે………….

 2. IT પણ મંદીમાં છે. એકપણ વસ્તુ બાકી નથી જેમાં ભાવ ના વધ્યો હોય. એ સામે મંદી છે એમ કહી સેલેરી વધતી નથી (અથવા તો ના વધવા જેવી વધે છે). સોલિડ કોમ્પિટિશન. સ્પેશલાઈઝેશન ના હોય તો તમારી હાલત ખરાબ થાય.

  દુર્ભાગ્યે અમદાવાદમાં આઈ.ટી.ની હાલત કાલુપુર માર્કેટ જેવી છે. કંઈ પણ કરો, હોલસેલ ભાવ જ મળે.

 3. reminded me of

  [http://chaupal.co.in/blogs/?p=98]
  एक ब्रह्मण ने कहा है के ये साल अच्छा है
  जुल्म की रात बहुत जल्द ढलेगी अबके बरस
  आग चूल्हों में हर रोज जलेगी अबके बरस
  भूख के मारे कोई बच्चा नही रोयेगा
  चैन की नींद हर एक सख्श यहाँ सोयेगा
  आंधी नफरत की न चलेगी कहीं अबके बरस
  प्यार की फसल उगायेगी ज़मीन अबके बरस
  है यकीन अब न कोई शोर शराबा होगा
  जुल्म होगा न कहीं खून खराबा होगा
  ओस और धूप के सदमे न सहेगा कोई
  अब मेरे देश में बेघर न रहेगा कोई
  नए वादों का जो डाला है वो जाल अच्छा है
  रहनुमाओ ने कहा है के ये साल अच्छा है

  [http://hi.literature.wikia.com/wiki/%E0%A4%B9%E0%A5%81%E0%A4%B8%E0%A5%8D%E0%A4%A8-%E0%A4%8F-%E0%A4%AE%E0%A4%BE%E0%A4%B9_%E0%A4%97%E0%A4%B0%E0%A4%9A%E0%A5%87_%E0%A4%AC%E0%A4%BE%E0%A4%B9%E0%A4%A8%E0%A5%8D%E0%A4%97%E0%A4%BE%E0%A4%AE-%E0%A4%8F-%E0%A4%95%E0%A4%AE%E0%A4%BE%E0%A4%B2_%E0%A4%85%E0%A4%9A%E0%A5%8D%E0%A4%9B%E0%A4%BE_%E0%A4%B9%E0%A5%88_/_%E0%A4%97%E0%A4%BC%E0%A4%BE%E0%A4%B2%E0%A4%BF%E0%A4%AC]
  हमको मालूम है जन्नत की हक़ीक़त लेकिन
  दिल के ख़ुश रखने को “ग़ालिब” ये ख़याल अच्छा है

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s