મોંઘવારીમાં મરો તો મધ્યમ વર્ગનો જ!

ડુંગળીમાં ભાવવધારો….

શિયાળો  હોવા છતાં…શાકભાજીના ભાવ ઘટવાનું નામ નથી લેતા…

ખાંડના ભાવ પણ વધતા રહે છે…

અને કૃષિ મંત્રી શરદ પવાર હજુ ત્રણ અઠવાડિયા સુધી ભાવ વધારો રહે છે તેવી આગાહી કરતા રહે છે, પરંતુ સમયસર જાગીને ડુંગળીમાં ભાવ ઘટાડો કરાવી શક્યા હોત તે કરી શકતા નથી.

માન્યું કે કમોસમી વરસાદ પડ્યો, પણ ડુંગળીની નિકાસ અટકાવીને આમ કરી શક્યા હોત. હવે મોટા પાયે આયાત કરાશે! આ અગાઉ ઘઉંમાં તેઓ આવું કરી ચુક્યા છે. એફસીઆઈના ગોડાઉનમાં ઘઉં સડ્યા રાખે અને આપણે ઘઉંની આયાત કરીએ!

હજુય દરોડા પાડે તો વેપારીઓના ગોડાઉનમાંથી ડુંગળી નીકળે.

….અને નજીકના ભવિષ્યમાં પેટ્રોલ- ડીઝલમાં ભાવવધારો નાનોસૂનો નહીં પણ મોટો તોળાય છે!

જો કોમોડિટીના વાયદા બંધ કરાય, સંગ્રહખોરી બંધ થાય તો ભાવવધારો ઘટી શકે.

પણ યુપીએ સરકાર કે ભાજપ સરકારને મોંઘવારી દેખાતી જ નથી. વિપક્ષો પણ વિરોધના નાટક જ કરે છે. થોડા મહિનાઓ અગાઉ ભાજપે દિલ્હીમાં મોંઘવારી સામે વિરોધી રેલી કાઢી હતી. બસ.

સંઘ, વિહિપને રામમંદિર મુદ્દે નિવેદનો કરવાં છે, પણ મોંઘવારી મુદ્દે કંઈ નથી કરવું. ડાબેરીઓ પણ હવે એટલાં અસરકારક નથી રહ્યા.

સરવાળે મરો તો મધ્યમ વર્ગનો જ થાય છે. તેમના પગાર વધતા નથી. પૈસાદારોને કંઈ ફરક નથી પડતો, ગરીબોને રાહત મળી જાય છે. મધ્યમ વર્ગમાંય નોકરિયાતને તો ફરજિયાત ટેક્સ કપાય છે.

જાયે તો જાયે કહાં!

થોડા આડે પાટે ગાડી જાય છે, પણ સવાલ એ છે કે

હિન્દુઓનો પક્ષ ભાજપ

મુસ્લિમોનો – ભાજપ સિવાયના બધા જ પક્ષો

ખેડૂતો – બધા જ પક્ષો

ગરીબો – બધા જ પક્ષો

મહિલાઓ – બધા જ પક્ષો

પણ મધ્યમ વર્ગનો કયો પક્ષ?

કોઈકે મધ્યમ વર્ગના પ્રશ્નોને વાચા આપતા રાજકીય પક્ષ રચવાની જરૂર છે. બાકી મધ્યમ વર્ગ અનેક વર્ગોમાં વહેંચાયેલો છે. ક્યાંક તે હિન્દુ બનીને મત આપે છે તો ક્યાંક મહિલા તરીકે. ક્યાંક વળી તે બીજા કોઈ મુદ્દે ભાવનાશીલ બનીને મત આપે છે.

 

 

Advertisements

One thought on “મોંઘવારીમાં મરો તો મધ્યમ વર્ગનો જ!

  1. મધ્યમ વર્ગ હમેશા પીસાય છે. ડુંગળી ભલે આયાત કરે, પણ શું કામની. ગુજરાતીમાં એક કહેવત છે કે રાંડ્યા પછી ડહાપણ શું કામનું. અહી સરકાર એવું જ કરે છે. ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. પહેલા ડુંગળી નિકાસ કરી દીધી હવે આયાત કરશે. આ આપણી સરકાર છે. ડુંગળી આજે પણ જથ્થાબંધ બજારમાં ૩૫ને કિલો અને છૂટકમાં ૭૦. સરકારે આ ભાવ ફર્ક રોકવા પગલા લે તો મોંઘવારી ઘટે.
    રહી વાત વાયદાની તો સોમવાર (બાકી હતો તો ૨૭ ડિસેમ્બરથી ખંડ વાયદો પણ શરૂ થઇ રહ્યો છે…… હવે એ મોંઘી થશે એ લખી રાખજો. This is True. If i Wrong Plz call me 93745 48215)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s