Posted in society

સ્ત્રી ખરાબ ડ્રાઇવર?

મુંબઈ જનારી એક ફ્લાઇટમાં એક મુસાફરે એમ કહીને જવાની ના પાડી કે તેની પાઇલોટ મહિલા છે અને તેને મરવું નથી. (http://www.mid-day.com/news/2011/feb/250211-woman-pilot-wont-fly-Indigo-flight-passenger.htm)

શું મહિલાઓ ખરાબ ડ્રાઇવર હોય છે? ઘણી વાર ચર્ચામાં સાંભળ્યું છે કે મહિલાઓ, ચાહે તે સ્કૂટર જેવું દ્વિચક્રી ચલાવતી હોય કે કાર, બહુ ખરાબ ડ્રાઇવ કરતી હોય છે. મતલબ કે, સામેવાળા કે બાજુવાળા વાહનચાલકને પાગલ બનાવી દે છે. અંગ્રેજીમાં શ્લેષ અલંકાર કરવો હોય તો કહી શકાય કે, ધે ડ્રાઇવ ધેમ ક્રેઝી.  જ્યારે મુશ્કેલીમાં મૂકાય ત્યારે હાથ છુટા મૂકી, ‘હાય હાય’, ‘ઓય મા, બચાવો’ બૂમ પાડીને એક્સિડન્ટ કરી બેસે છે. સ્ત્રી સાથે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે મોટા ભાગે પુરુષનો જ વાંક જોવાતો હોય છે વગેરે વગેરે…

શું આ સાચું છે? હવે સ્ત્રીઓ ટેક્સી અને ટ્રક જેવા વાહનો પણ ચલાવવા લાગી છે (અને દેશ અને રાજ્ય પણ). પરંતુ ઉપરની માન્યતા વિશે શું માનવું છે? ચાલો, મિત્રો, કીબોર્ડ પર આંગળા ફેરવો અને અહીં તમારો મત જણાવો

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

4 thoughts on “સ્ત્રી ખરાબ ડ્રાઇવર?

  1. આ એક અત્યંત ખોટી માન્યતા છે. રોડ સેફ્ટી વિશેના થોડા-ઘણા તથ્યો હું આ વિષયમાં સંશોધન કરતો હોવાથી જાણું છું. કોઈ પણ સમાજમાં વાહનચાલક સ્રીઓની યથાપ્રમાણ સંખ્યા સામે જેને અકસ્માત કર્યો હોય તેવા વાહનચાલકોની સંખ્યા સાથે સરખાવવામાં આવે તો તેમનો સ્રીઓની સંખ્યા બહુ ઓછી આવે છે. આ તો થઇ આંકડાકીય વાત. સામાજિક રીતે ‘ખરાબ’ ડ્રાઈવરની વ્યાખ્યામાં એવા લોકો આવે છે કે જે બીજા કરતા ઓછી ઝડપે, વધારે પડતી સાવચેતીથી ચલાવે. આવા લોકો બીજા વાહન ચાલકોને હેરાન કરે છે પણ અકસ્માતનો ભોગ બનતા નથી. આમાં સ્ત્રીઓ અને સીનીયર સીટીઝન વધુ હોય છે. તો પછી આને ‘ખરાબ’ ડ્રાઈવિંગ કઈ રીતે કહી શકાય.

  2. શ્રી જયવંતભાઇ, આપ અમને વિચારવા માટે ઉશ્કેરો છો !! આભાર.

    તો વાત છે સ્ત્રીઓના વાહનચાલન કૌશલ્યની, મારો અંગત મત તો એવો છે કે (તે સાચો જ હોય તેવો આગ્રહ નથી) સ્ત્રીઓ જન્મજાત ચોક્કસાઇની આગ્રહી હોવાથી કદાચ ડ્રાઇવર (અહીં પણ મહિલા ’રાષ્ટ્રપતિ’ જેવી અસમંજસ થાય છે ! ડ્રાઇ ’વર’ ) તરીકે વધુ સલામત લાગે છે.

    જો કે સ્ત્રીઓ દ્વારા અકસ્માતો ઓછા થતા હશે પરંતુ સ્ત્રીઓને કારણે વધુ અકસ્માતો થવાનું સંભવ લાગે છે !! મારું નિરિક્ષણ એવું છે કે યુવકો જે બેફિકરાઇથી વાહન ચલાવે છે તેટલી બેફિકરાઇથી યુવતીઓ વાહન નથી ચલાવતી, ટ્રાફિકજામ જેવા સમયે સ્ત્રીઓની કુદરતિ ધીરજ તેમને સલામત ડ્રાઇવર બનાવે છે. હા એ ખરૂં કે વાહન પર (કે અંદર) બન્ને સ્ત્રીઓ જ હોય તો વાતોમાં ધ્યાન વધુ આપવાને કારણે તેઓ પણ પુરુષો જેટલી જ જોખમી ડ્રાઇવર બની જાય છે. (અમારે તો ઘણી વખત લાંબા અંતરની મુસાફરી દરમિયાન વધુ સમય વાહનચાલનની જવાબદારી ઘરની મહિલા સભ્ય જ સંભાળે છે, અમે નિરાંતે આરામ કરી લઇએ છીએ !)

    ટુંકમાં કહું તો, હું કોઇપણ સ્ત્રી પાયલટ પર પણ વિશ્વાસ જરૂર મુકું, બશર્તે ફ્લાઇટની બન્ને પાઇલટ સ્ત્રી ના હોવી જોઇએ !!

    આવા વિચારપ્રેરક અને રસાળ મુદ્દાઓ આપતા રહેશો. આભાર.

  3. પ્રતિ અશોક મોઢવાડિયા – સુંદર જવાબ.
    પ્રતિ અશોક મોઢવાડિયા અને ઋતુલભાઈ- સ્ત્રી વધુ પડતી સાવચેતીથી અને ધીમે ચલાવે છે? કદાચ તમે જે શહેરમાં રહેતા હો તે શહેર પૂરતી વાત સાચી હોઈ શકે, બાકી અમદાવાદમાં જોઈ જુઓ, સાહેબ. હિટ એન્ડ રનના કેસ હોય કે બીજા કોઈ એક્સિડન્ટના અને એક્સિડન્ટ કરાવી કે કરી શકે તેવું ડ્રાઇવિંગ સ્ત્રીઓ કરતી હોય છે. જોકે આ વાતમાં હું એટલું પણ ઉમેરીશ કે એક્સિડન્ટ કરી કે કરાવી શકે તેવું ખરાબ ડ્રાઇવિંગ પુરુષોય કરતા હોય છે. એટલે સ્ત્રીઓને માત્ર દોષ નહીં આપી શકાય. હા, તેમની સાથે કે તેમના દ્વારા એક્સિડન્ટ થયો હોય તેવા બંને કેસમાં તેમને જમાનાની મદદ મળી રહે છે તે વાત તો તદ્દન સાચી છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s