Posted in cricket, film, sports

નાના પાટેકર અને ક્રિકેટ

ગઈ કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વિશ્વકપ ૨૦૧૧ની ક્વાર્ટર ફાઇનલ મેચ, અપેક્ષા મુજબ જ, બહુ રોમાંચક સાબિત થઈ. અમસ્તુંય, મેચ સરળતાથી જીતવામાં હોય ત્યારે તેને રોમાંચક બનાવવાનું કોઈ ભારતીય ટીમ પાસેથી શીખે. કપિલદેવના વખતની ટીમથી લઈને ધોની સુધીની ટીમ સુધી, આ પરંપરા સુપેરે (!) જળવાઈ છે. (જોકે ગઈકાલની મેચ એમાં અપવાદ હતી.)

ગઈ કાલે, જોકે, ઝી ન્યૂઝ પર પુણ્ય પ્રસૂન વાજપેયીની એન્કરશિપમાં, ક્રિકેટ મેચ પત્યા પછીની ચર્ચા ચાલી રહી હતી અને તેમાં શિરમોર મુદ્દો, પાકિસ્તાન સામે મોહાલીમાં રમાનાર મેચનો હતો. એવામાં વળી, મોહિન્દર અમરનાથે ‘એ વતન એ વતન હમ કો તેરી કસમ’ ગીત પણ લલકાર્યું. સતીશ નામના પત્રકારે ભારત અને પાકિસ્તાનની જીતવાની શક્યતા ૫૧% અને ૪૯% હોવાનું કહ્યું! જાતજાતની વાતો ચાલતી હતી ત્યાં નાના પાટેકરનો સંપર્ક કરાયો. આશ્ચર્ય થાય તેવું હતું.  ક્રિકેટમાં નાના પાટેકરનું શું મહત્ત્વ!

પણ વાતવાતમાં નાના પાટેકરે મહત્ત્વની વાત કહી. બિશનસિંહ બેદી ક્રિકેટનિષ્ણાતમાંથી જાણે પત્રકારની ભૂમિકામાં આવી ગયા હોય તેમ નાનાને પૂછ્યું, ‘આજની મેચ ઘણી રસપ્રદ રહી, નહીં?’ ત્યારે નાના પાટેકરે માર્મિક વાત કહી, ‘આ એક્સાઇટમેન્ટ જ સામાન્ય માણસ (આમ આદમી)ની જિંદગીમાં બચ્યું છે, નહીં તો વિદ્રોહ કરી બેસે.’ બિશનસિંહ બેદીએ તેમની વાતમાં હકાર ભણતા કહ્યું, ‘હા, સાચી વાત છે. સામાન્ય માણસની જિંદગીમાં એક્સાઇટમેન્ટ બચ્યું છે જ ક્યાં? ક્રિકેટ અને (હિન્દી) ફિલ્મો  જ છે, જે સામાન્ય માણસને ટકાવી રાખે છે.’

વાત થોડે અંશે સાચી છે.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

4 thoughts on “નાના પાટેકર અને ક્રિકેટ

  1. વાત ઘણે અંશે સાચી છે !
    “‘આ એક્સાઇટમેન્ટ જ સામાન્ય માણસ (આમ આદમી)ની જિંદગીમાં બચ્યું છે, નહીં તો વિદ્રોહ કરી બેસે.’” — નાનાએ પણ આપના ’ભારતમાં ક્રાંતિ કેમ નથી થતી?’ નો જવાબ આપ્યો હોય તેવું નથી લાગતું ? આભાર.

  2. નાના પાટેકર જેમ ફિલ્મોમાં નક્કર સંવાદો બોલે છે તેમ તેને ૧૦૦% સાચી વાત
    કરી,સામાન્ય ભારતના શહેરીને ક્રીકેટ જેવો બીજો કોઈજ વધારે રોમાંચક ખેલ
    જોવામાં રસ નથી,ફિલ્મો પણ આજકાલ સાવ બેકાર ને ફિક્કી બની રહીં છે,વળી
    તે પણ જોવા જાવ તો સાવ સસ્તી પણ નથી,જયારે ક્રીકેટ તો મફત જોવા મળે છે,
    નાના પાટેકરતો દમદાર કમાણી કરતો અભિનેતા છે,કદાચ સામાન્ય ક્રીકેટના
    રસિયાને આજ સવાલ પૂછાયો હોત તો તેને પણ કદાચ આવોજ જવાબ આપત.

  3. પણ આટલુ બધૂ એક્સાઇટમેન્ટ ? કે આમ આદમી નોકરી-ધંધો છોડીને ક્રિકેટ જોવા બેસી જાય ?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s