Posted in society

કે પછી તારા વેરીએ વળાવિયો?

નરસિંહ મહેતાનું કાવ્ય છે, ‘જળકમળ છાંડી જા ને બાળા’. એમાં પંક્તિ આવે છે,  ‘કહે રે બાળક મારગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવિયો?’ મતલબ કે, કોઈ કૃષ્ણને કાળિયા નાગ પાસે  મોકલે તો તે નક્કી તેના શત્રુનું કામ હશે. હિતેચ્છુ ક્યારેય આવું કરે નહીં.

આપણે આ પંક્તિ જરા જુદા સંદર્ભમાં પ્રયોજવી છે. ચાલુ કારે – ચાલુ બાઇકે, ખાસ કરીને ચાર રસ્તા પાસે જ ફોન આવતા હોય તો, ફોન ઉપાડનાર, કારસવાર કે બાઇકસવાર તો મૂર્ખ છે જ. પરંતુ ફોન કરનાર નક્કી તેનો શત્રુ – વેરી હશે. સામાન્ય રીતે એવો શિરસ્તો છે કે ફોન કરનાર પૂછે, ‘અત્યારે ફોન પર વાત થઈ શકશે?’ માનો કે ફોન કરનારે આવું પૂછ્યું નથી તો પણ કાર કે બાઇક પર જઈ રહ્યા હો ત્યારે સામેવાળાને આમ તો ખ્યાલ આવી જતો હોય છે કે ફોન કરનાર ભાઈ કે બહેન ડ્રાઇવિંગ કરી રહ્યા છે. આજુબાજુનાં વાહનોના અવાજ આવતા હોય, પવનના સૂસવાટા સંભળાતા હોય. ઘણા ફોન કરનારને જાણ થાય કે સામે છેડે રહેલ વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહી છે તો ‘પછી ફોન કરું છું’ તેમ કહીને ફોન મૂકી દેતી હોય છે. હવે જો આવું ન કરે તો, તે ફોન કરનાર વ્યક્તિ, જેને ફોન કરે છે તેની વેરી થઈ કે નહીં?

તમે આ રીતે કોઈ વ્યક્તિના વેરી નથી બનતા ને?

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “કે પછી તારા વેરીએ વળાવિયો?

  1. જે મુજબ કોઈ તેના મિત્ર કે કુંટુંબ ના સભ્યોને આવી રીતે ફોન કરે તેતો
    કાં મૂરખ છે પણ તેને દુશ્મન કહેવો જરા વધુ પડતું છે.
    જેમ કહેવત છે ‘મૂરખનાં ગાડાં નાં ભરાય’.
    ઘણા લોકોને હજુપણ ‘સામાન્ય’ નાગરિક ફરજની જાણ નથી હોતી,
    આમાં પ્રાથમિકશિક્ષાની ઉણપ છે,આપણી શિક્ષણ પદ્ધતિમાં ઘણી
    ક્ષતિઓ છેલ્લા ૪ દાયકામાં વધતીજ ગઈ છે,શિષ્ટાચાર,માનમર્યાદા,
    કે શિસ્તપાલન જેવી રીતભાત બાળમંદિરો,નિશાળો કે ઉચ્ચવિદ્યાલયોમાં
    કંઈજ શીખડાવવામાં આવતું નથી.
    હિન્દી ફિલ્મોપણ સાવ બેકાર અને ‘નિકમ્મી’ બનતી રહેછે જેની અસર
    જાહેર જનતા પર પુષ્કળ છે.
    જાહેર જનતાને ‘પાઠ’ તો ભણાવવો જોઈએ,પણ કોને ફુરસદ છે ?

  2. vah sir saras blog chhe chalu vahne vat karava vala anek yuvan akasmat notare chhe badha vahan chalak aavu vichare to ketalana bhai , putr, ane pati bachi jay ?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s