Posted in national

(લોકાયુક્ત મામલે) ભાજપ ફરી એક વાર કોંગ્રેસ સામે ડફોળશંકર પુરવાર!

ફરી એક વાર સાબિત થયું કે કોંગ્રેસીઓના રાજકારણ સામે ભાજપ હજુ બગલબચ્ચું જ છે. ભાજપ હંમેશાં કોંગ્રેસના હાથે માર ખાતો આવ્યો છે. જ્યારે જ્યારે રાજ્યોમાં ભાજપની સત્તા આવી છે ત્યારે કોંગ્રેસે કેન્દ્રમાંથી તેને હટાવવા તમામ પ્રયાસો કર્યા છે. કોંગ્રેસને ઊંધે કાંધ પટકનાર ભાજપમાંથી એક જ વ્યક્તિ હતા – નરેન્દ્ર મોદી, પરંતુ તેઓ પણ આ વખતે મ્હાત ખાઈ ગયા છે.

ઉત્તર પ્રદેશમાં માયાવતી સાથે સરકાર રચવાની વાત હતી ત્યારે કોંગ્રેસના પીઠ્ઠુ જેવા રોમેશ ભંડારીએ શું ખેલ ખેલ્યો હતો તે અજાણ નથી. બિહારમાં એન. ડી. એ. શાસનમાં આવે તેમ હતો ત્યારે રાજ્યપાલ તરીકે (નામ ન ભૂલાતું હોય તો) બુટાસિંહે તેમને સરકારમાં આવવા દીધો ન હતો. કર્ણાટકમાં યેદીયુરપ્પા ભ્રષ્ટાચારી હશે પરંતુ તેને હટાવવા માટે રાજ્યપાલ ભારદ્વાજે પણ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી દીધી હતી. ગુજરાતમાં પહેલી વાર ભાજપ સત્તામાં આવ્યો ત્યારે સુરેશ મહેતા મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસીઓએ વિધાનસભામાં તોડફોડ કરીને માઇકો ઉછાળીને, ખુરશીઓ તોડી નાખી હતી અને રાષ્ટ્રપતિશાસન લદાય તેવું કર્યું હતું. ભાજપના શંકરસિંહ વાઘેલાને ટેકો આપીને કોંગ્રેસે સરકાર રચી હતી.

પરંતુ જ્યારે એન. ડી. એ. કેન્દ્રમાં સત્તામાં આવ્યો ત્યારે તેણે નીતિમત્તા રાખીને એવું કંઈ કર્યું નહીં જેથી કોંગ્રેસ સાફ થઈ જાય. એ તો હવે દૂરનો ભૂતકાળ થઈ ગયો. પણ નજીકના ભૂતકાળની વાત કરીએ તો કેન્દ્રની કોંગ્રેસ સરકારના અનેક કૌભાંડો બહાર આવ્યા – કલમાડીનું કોમનવેલ્થનું કૌભાંડ, ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, આદર્શ કો ઓપરેટિવ સોસાયટી કૌભાંડ…અને એ બધાં કરતાંય દેશના જનસામાન્યને સ્પર્શે તેવો મોંઘવારીનો મુદ્દો…ભાજપે ઈચ્છ્યું હોત તો આ મામલે કોંગ્રેસ વિરુદ્ધ દેશભરમાં વાજબી કારણોસર વાતાવરણ ઊભું કરી શક્યો હોત, પણ હિન્દીમાં કહે છે તેમ ભાજપ કો સાપ સૂંઘ ગયા હૈ.

એ પછી, બાબા રામદેવે ભાજપના જ એલ. કે. અડવાણીએ (સૌપ્રથમ) ઉઠાવેલા કાળા નાણાના મુદ્દે આંદોલન કર્યું ત્યારેય ભાજપ કિનારે બેસીને તમાશો જોતો રહ્યો. રામદેવના આંદોલન પર પોલીસ તૂટી પડી ત્યારે તેણે એક દિવસ રાજઘાટ પર ધરણા (અને એમાંય વળી, વિપક્ષ નેતા જેવા ઉચ્ચ પદે આસીન સુષમા સ્વરાજના નાચ!) સિવાય કંઈ કર્યું નહીં.

જવા દો એ વાત પણ! અણ્ણા હઝારેના અત્યારે જબરદસ્ત લોકજુવાળ બની ગયેલા લોકપાલના મુદ્દે પણ તે નિવેદન કરતો રહ્યો. સંસદમાં પણ કંઈ કર્યું નહીં. અણ્ણાના આંદોલનને બહુ પહેલાં ટેકો જાહેર કરી દેવાની જરૂર હતી. તેમાંય મોડું કર્યું નહીં. ડફોળશંકર જેવો ભાજપ ભૂલી ગયો કે મોરારજી દેસાઈની જનતા પક્ષની સરકાર હતી જેમાં ભાજપ ભારતીય જનસંઘના નામે હિસ્સો હતો ત્યારે સર્વપ્રથમ લોકપાલ વિધેયક અત્યારે અણ્ણા હઝારેના સાથી બની ગયેલા શાંતિભૂષણ એ વખતે કાયદા મંત્રી તરીકે લાવ્યા હતા. અટલબિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારેય તેઓ લોકપાલ હેઠળ વડા પ્રધાન પદ લાવવા સંમત હતા પણ ત્યારે તેમની પાસે બે તૃત્તીયાંશ બહુમતી નહોતી.

પહેલાં ગુંડા સોહરાબુદ્દિનના મામલે નરેન્દ્ર મોદીને ઘેરી લીધા પછી, હવે લોકાયુક્તના મામલે કોંગ્રેસે રાજ્યપાલ મારફતે બરાબરના ઘેરી લીધા છે. નરેન્દ્ર મોદી દિલ્હી જાય તે પહેલાં ગુજરાતમાં જ તેમને ઘેરીને સમાપ્ત કરવાની અને અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં જ ખતમ કરવાની આ યોજના છે. યેદીયુરપ્પાની માફક નરેન્દ્ર મોદીને પણ જવું પડે તો આશ્ચર્ય ન પામશો. જોકે નરેન્દ્ર મોદીની વાત જરા જુદી છે. એમને તમામ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢતા આવડે છે, પરંતુ જો તેમણે લોકાયુક્ત મામલે વેળાસર નિર્ણય કરી લીધો હોત તો વાંધો ન આવત. હજુ પણ સમય ગયો નથી. તેઓ પોતાની પ્રમાણિકતાનો પુરાવો આપી શકે છે. વડા પ્રધાન મનમોહનસિંહ સંસદમાં ઠાલું પ્રવચન આપીને પ્રમાણિકતાનો પુરાવો આપી શકતા હોય તો નરેન્દ્ર મોદી પાસે તો સરસ્વતીમાની કૃપા અને રાજકારણ રમવાની આવડત છે અને જો તેમની સરકાર સાચે જ પ્રમાણિક હોય તો પછી ડરવાની શી જરૂર છે.

પણ હા, ભવિષ્યમાં યાદ રાખવું પડશે કે જ્યારે ભાજપને મોકા મળે ત્યારે આ કોંગ્રેસને સાફ કરવાની એક તક ન છોડે. ત્યાં જો યુધિષ્ઠિર જેવી નીતિ રાખશે તો નહીં ચાલે, ત્યાં તો કૃષ્ણનીતિ જ ચાલશે.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

3 thoughts on “(લોકાયુક્ત મામલે) ભાજપ ફરી એક વાર કોંગ્રેસ સામે ડફોળશંકર પુરવાર!

  1. ભાજપ માં બધા ઉપ્પર થી નીચે સુધી ગડકરી, અડવાની, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, જસવંત સિંહ, જેવા વાણી શુરા દફ્ફોલ લોકો ભર્યા હોય તો પછી પક્ષ ઉચો આવે……?ભાજપ એટલે અક્કલ નાં ઓથમીરો નો પક્ષ……હજી ભાજપે કોંગ્રેસ પાસેથી રાજકીય કુનેહ, આવડત, હોશિયારી અને દાવપેચ શીખવાના બાકી છે…ભાજપ ને તકસાધુ બનતા આવડતું નથી…

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s