સંસદમાં આજે લોકપાલ પર ચર્ચા છે. શરદ યાદવ જેવા નબળા સ્તરના નેતાએ અગાઉ પણ સર્વપક્ષીય બેઠક પછી અણ્ણા અને તેમના સમર્થકોની ઠેકડી ઉડાવી હતી. આજે પણ ચર્ચા દરમ્યાન તેઓ એ કહેવાનું ન ભૂલ્યા કે સાંસદ બનવા માટે કેટલો પરિશ્રમ કરવો પડે છે. એમ ને એમ સાંસદ નથી બનાતું.

શરદ યાદવની વાત સાચી છે. સાંસદ બનવા કેટલા રૂપિયા વેરવા પડે, કેટલી દારૂની કોથળીઓ છૂટી મૂકવી પડે, કેટલી ધોતી ને કેટલી સાડીઓ આપવી પડે, કેટલાં (ઠાલાં) વચનો આપવા પડે છે, કેટલા ભાડૂતી ગુંડા રાખવા પડે, કેટલું બુથ કેપ્ચરિંગ કરવું પડે, કેટલા મત ખરીદવા પડે, કેટલું જ્ઞાતિવાદી (વિભાજનકારી) રાજકારણ ખેલવું પડે, તે અબૂધ અણ્ણા સમર્થકોને ક્યાંથી ખબર હોય. સંસદમાં ગયા પછી ઉદ્યોગગૃહો કહે તે પ્રશ્નો પૂછવા પડે (અને તેના બદલામાં પૈસા મળે), સંસદમાં સહી કરીને પછી ગેરહાજર રહેવાનું (જેમ વડા પ્રધાન સર્વપક્ષીય બેઠકમાં અને પોતાનું નિવેદન આપીને સંસદમાંથી ચાલ્યા ગયા હતા તેમ). સંસદના સત્રોમાંથી કેટલા (ઓછા) દિવસો કામ કરવાનું (અને બાકીના દિવસો તોફાનો અને શોરબકોર કરીને વોકાઉટ અથવા તો આખા દિવસ માટે મુલતવી રહે તેવું કરવાનું)…સાંસદ બનવા માટે કેટલી લાયકાત જરૂરી છે તે ભણેલા ગણેલા અને ઘણા અભણ સમર્થકોને ક્યાંથી ખબર હોય? તેના માટે બળાત્કાર કે ખૂન કે ચોર કે ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો હોવો જરૂરી છે તે અણ્ણા સમર્થકોને ખબર ક્યાંથી હોય?

ખેર. આજે ચર્ચા થશે અને જનલોકપાલ પર બધા (બહુમત) પક્ષો સંમત છે તેવું વાતાવરણ બની જશે અને મોટા ભાગે અણ્ણાના ઉપવાસ પણ તૂટી જશે. પરંતુ તેનાથી ખુશ થઈ જવા જેવું નથી. પ્રણવ મુખર્જીએ કહ્યું છે તેમ સંસદમાં ચર્ચા પછી સંસદીય સમિતિ (સ્ટેન્ડિંગ સમિતિ, જેમાં લાલુપ્રસાદ યાદવ જેવા લોકો બેઠા છે) પાસે જશે અને તેઓ આ ખરડો ‘વ્યવહારુ’ છે કે કેમ તે જોશે. તે કેટલો અમલ થઈ શકે તેમ છે તે જોશે. એટલે એ મોટો અંતરાય તો છે જ. તેના માટે અણ્ણાએ બીજું ઉપવાસ આંદોલન કરવું ન પડે તો સારું.

 

Advertisements

3 thoughts on “સંસદમાં લોકપાલ પર સંમતિ સધાઈ જશે, પણ મોટો અંતરાય હજુ બાકી છે!

  1. આ લેખ વાચી ને એક પ્રજાજન તરીકે ( નાગરિક તરીકે નહિ..કારણકે પ્રજા તો રાજા ની હોય છે નાગરિક નહિ ..અને આપના દેશ માં હજી કોન્ગ્રેસ્સી રાજાશાહી ચાલે છે ..કોણ જાને ક્યારે આપને ખરા નાગરિક બનીશું ? ) નાના પાટેકર ની જેમ હસતા હસતા રડવું કે રડતા રડતા હસવું એ નક્કી કરી શકાતું નથી…

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.