જનલોકપાલ કાયદો ક્યારે? સરકાર-વિપક્ષ ધારે ત્યારે!

પોતાના ઉપવાસને તોડતા લોકોના ‘હીરો’ બની ચુકેલા અણ્ણા હઝારેએ કહ્યું કે મેં મારા ઉપવાસ મોકૂફ રાખ્યા છે, છોડયા નથી. જ્યાં સુધી જન લોકપાલનો કાયદો ન આવે ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રાખીશ.

પણ જન લોકપાલ ખરડો કાયદો ક્યારે બનશે? જે રીતે, અણ્ણા હઝારેની માગણીઓ માનતા સરકારે એપ્રિલથી ઓગસ્ટ અને એમાંય છેલ્લાં ૧૨ દિવસોમાં ‘કભી નરમ, કભી ગરમ’નું ઢીલાશભર્યું વલણ અપનાવ્યું, જો તેને ધ્યાનમાં લઇએ, તો, જન લોકપાલ કાયદાનું સ્વરૃપ ધારણ કરે તે માટે, ‘દિલ્હી અભી બહોત દૂર હૈ.’

આને તમે ‘ટિપિકલ સરકારી વલણ’ પણ કહી શકો અને સરકારી પ્રક્રિયાઓ જ એવી છે કે તેમાં સમય લાગે તેવું બહાનું પણ આગળ ધરી શકો.

હકીકતે સંસદીય પ્રક્રિયા ઘણી જટિલ છે. સરકાર અને વિપક્ષો ધારે તો એક જ દિવસમાં ચર્ચા કર્યા વગર પગાર ભથ્થાં વધારી શકે છે, અને શનિવારે ૨૭ ઓગસ્ટે આપણે જોયું તેમ, એક દિવસમાં ‘સેન્સ ઓફ હાઉસ’ પણ, જો પરિસ્થિતિ વણસતી લાગે તો લઇ શકાય છે. ‘સેન્સ ઓફ હાઉસ’ એવી જોગવાઇ છે જેમાં ગૃહના અધ્યક્ષને લાગે કે ચર્ચા લાંબી ચાલે તેમ છે તો ગૃહના સાંસદોના મુખ્ય સૂર પકડીને તેનો ઠરાવ બનાવી શકાય છે.

આમ, સરકારના હાથમાં ‘ઘણું’ હોય છે. તે ધારે તો, ‘શાંતિ જોખમાતી હોવાના’ આરોપસર અણ્ણાને જેલમાં (લોક અપમાં નહીં) પૂરી શકે અને એ જ સાંજે કેસ પાછા ખેંચીને તેમને મુક્ત કરવાના આદેશ પણ આપી શકાય છે.

તો, હવે જન લોકપાલ ખરડાને કાયદો બનતા કેટલી વાર લાગશે? એ તો એક રામ જાણે અને બીજા મનમોહન. પ્રક્રિયા મુજબ, જોવા જાવ તો, ખરડો હજુ સ્ટેન્ડિંગ કમિટી પાસે જશે. પ્રણવ મુખર્જીએ ગઇકાલે કહ્યું તેમ, સ્ટેન્ડિંગ કમિટી ખરડાની વ્યવહારુક્ષમતા અને અમલક્ષમતા બંનેને ધ્યાનમાં રાખીને તેનો નિર્ણય લેશે. (અને સ્ટેન્ડિંગ કમિટીમાં લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા લોકો છે અને તેના અધ્યક્ષ કોંગ્રેસના ‘વકીલ’ અભિષેક મનુ સિંઘવી છે!) પછી સંસદમાં મતદાન થઇ ખરડો પસાર કરાશે. ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. રાષ્ટ્રપતિ ધારે તો ખરડાને સંસદ પાસે પાછો મોકલી શકે છે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે આવું કરેલું પણ ખરું.

આમ, જન લોકપાલ ખરડામાંથી કાયદો બને તે આડે હજુ ઘણા ‘જો’ અને ‘તો’ છે. આશા રાખીએ કે અણ્ણાને છેલ્લા ૧૨ દિવસ કર્યા તેવા ઉપવાસ ફરી કરવા ન પડે.

Advertisements

One thought on “જનલોકપાલ કાયદો ક્યારે? સરકાર-વિપક્ષ ધારે ત્યારે!

  1. Pingback: જનલોકપાલ કાયદો ક્યારે? સરકાર-વિપક્ષ ધારે ત્યારે! | | GujaratiLinks.comGujaratiLinks.com

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s