Posted in society

દિગ્વિજયો ઠેરઠેર છે

દિગ્વિજયસિંહ અણ્ણા હઝારે અને તેમની ટીમ સામે, સંઘ સામે, ભાજપ સામે એટલા બકવાસ નિવેદનો કરતા રહે છે, કે આપણને એમ થાય કે તેમને તેમના માઈબાપ સમાન સોનિયા ગાંધી કેમ ટપારતા નહીં હોય? પણ આ રાજનીતિનો જ એક ભાગ છે. સોનિયા ગાંધીએ જ તેમને છૂટો દોર આપ્યો હોય છે. જ્યારે સંમત હોય ત્યારે કહેવામાં આવે કે આ તો કોંગ્રેસનું નિવેદન છે અને જ્યારે અસંમત હોય ત્યારે હાથ ખંખેરી નાખવાના,એમ કહીને કે આ તો તેમના અંગત વિચારો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં દિગ્વિજયે આવાં જે બકવાસભર્યા નિવેદનો પર નજર કરીએ તો તેમના પ્રત્યેની ઘૃણામાં ઓર વધારો થાય. જોકે, અહીં વાત બીજી કરવી છે.

અહીં એ કહેવું છે કે કોઈ પણ સંસ્થા, કંપની કે અન્ય પ્રકારના સંગઠનોમાં આવા દિગ્વિજયો હોય જ છે. તેઓ ચમચાગીરી કરીને, બીજાની ખામી દેખાડીને આગળ આવ્યા હોય છે. અને પછી પણ એ જ કામ તેઓ કરતા હોય છે. રોજ સવાર પડે ને તેમનું કામ બીજાની ભૂલો શોધવાનું જ હોય છે. અમારી પત્રકાર દુનિયાની વાત કરીએ તો કેટલાક અખબારો – મેગેઝિનોમાં તો બાકાયદા વિશ્લેષણકારોને રાખવામાં આવ્યા હોય છે. તેઓ પોતે કંઈ સારું કરી શકતા નથી. પણ બીજાની (મોટા ભાગે ખોટી ) ભૂલો આરામથી શોધી કાઢે છે અને તેને મોટી બનાવીને માલિકો – તંત્રીઓ – ડિપાર્ટમેન્ટ હેડ સુધી પહોંચાડે છે. આ ભૂલોના આધારે જે ખરેખર કામ કરે છે તે બિચારો કારણવગર દંડાયા કરે છે. એ તો ઠીક, આવા માણસો જાસૂસીનું કામ પણ કરતા હોય છે. તેઓ તમારી પર સતત નજર રાખે. કારણવગર તમારી પાસે આવી જઈ ચડે. તમારી આગળ માલિક- તંત્રી- મેનેજમેન્ટનું વાંકું બોલે અને તમે શું બોલો છો તે વાત કઢાવે. જો તમે વાંકું બોલ્યા (જે તમે બોલવાના જ, કારણ દરેકની કંઈ ને કંઈ ફરિયાદ તો હોવાની જ) તો તેને મરીમસાલા ભભરાવીને માલિક- તંત્રી- ડિપાર્ટમેન્ટ હેડ સમક્ષ રજૂ કરશે. આવા લોકોને સારો પગાર  મળતો હોય છે અને દર વર્ષે તેમના પગારમાં સારી એવી વૃદ્ધિ થતી રહે છે. જે સંગઠન,સંસ્થા કે કંપનીમાં તમે કામ કરતા હો તેમાં તમને આવા ભાઈ કે બહેનને જોઈને થાય કે આને કંઈ આવડતું નથી છતાં માલિક- મેનેજમેન્ટ તેને કેમ આટલું બધું મહત્ત્વ આપે છે અને આની પાસે કંઈ કામ પણ નથી, પણ તેનું નહીં દેખાતું કામ આપણને ખબર હોતી નથી અને ખબર હોય તો પણ આપણે એમાં કંઈ કરી શકતા નથી, સિવાય કે આવા લોકોથી બચીને રહેવાનું. અણ્ણા અને ભાજપ જેમ કહે છે કે અમે દિગ્વિજયને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે, તેમ આવા લોકોને ખાસ મહત્ત્વ નહીં આપવાનું.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

3 thoughts on “દિગ્વિજયો ઠેરઠેર છે

 1. જયવંત ભાઈ આપના લેખમાં બળાપો સાચો છે અને આજના બધાજ તંત્રોમાં આવા
  ‘ચમચા’ નજરે પડતા હોય છે,માલિકો,મુખ્ય હોદ્દેદારો,સંચાલકોને પોતાની સત્તા અને અસર
  કાયમ રહે એટલે તેઓ આવા ‘ચમચા’ઓ ને સારી કિંમત ચુકવતા રહેતા હોય છે અને
  તેમની આપખુદી ચાલુ રહેતી હોય છે આ છે આજનું ‘રાજકારણ,જે ઠેર ઠેર ફેલાયું છે,ભલભલા
  કહેવાતા દેશસેવકો પણ આમાંથી બાકાત નથી,જ્યાં તેમની ‘કારી’ ફાવતી નથી ત્યાં તેઓ
  કાંટાને દુર કરવામાં પાછીપાની નથી કરતા અને ‘ખૂન’ પણ થઇ જતા હોય છે!!
  આપના દેશમાં ‘ભાડા’ના ‘ખૂની’ સાવ સસ્તામાં મળે છે,પોલીસોને પણ જાણ હોય છે કે
  કોણ ‘ખૂની’ છે પણ તેમના ખિસ્સા ભરાતા હોય ને તેઓ આંખ આડા કાન કરી નાખતા હોય છે.
  જયારે બહુજ હોબાળો થાય ત્યારે ‘કાચબાની ગતિ’એ કામ ચાલુ કરે છે ત્યાં સુધીમાંતો
  બધું ભીનું સંકેલાય જતું હોય છે.
  પણ જે પત્રકારો અને ચળવળકારોએ જાહેર જનતાની સેવાનો ‘ભેખ’ લીધો છે તે લોકો
  પોતાનું કામ કરીને ગુનેગારોને શોધી કાઢતા હોય છે. આવા લોકોને ‘સરકાર’ કોઈ
  ‘ભૂષણો’ કે ‘શ્રી’ થી તાજપોશી નથી કરતી,પણ લોકો તેમેને પોતાની રીતે ચાહતા હોય છે એજ
  તેમનું ઇનામ છે!!

 2. ચમચાગીરી ઘણો સાલસ શબ્દ ગણાય, કાઠીયાવાડીમાં આવી ’દિગ્વિજયગીરી’ માટે એક બહુ ફીટ બેસે તેવો શબ્દ વપરાય છે !! (જાહેરમાં લખવો યોગ્ય નહીં !) તે ઉપરાંત ચોક્કસ વર્તુળમાં આ માટે “૫૧૨” એવો કોડવર્ડ પણ છે. (સં:IPC 512 !!! શોધશો નહીં ! IPCની છેલ્લી ૫૧૧ કલમ જ છે, માટે જ આ પ્રવૃતિને ’૫૧૨’ કહેવાઈ છે !) 😉

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s