ઉશનસને શ્રદ્ધાસુમન :ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ તે સમુંદર જિંદગી

કેટલીક ચીજો કે બાબતો એવી હોય છે જે ક્યારેક વિસરાઈ જતી હોય છે. કોઈ સારા કે માઠા પ્રસંગે તે યાદ કરવાનું થાય ત્યારે તે સ્મરણ સુખદ કે દુખદ જેવું પણ હોય, ભાવુક બનાવી જતું હોય છે.

ગઈ કાલે મહાન કવિ ઉશનસના નિધનના સમાચાર આવ્યા ને ફરી યાદ આવી ગઈ તેમની બે કવિતાઓ. ઇન્ટરનેટ પર સર્ચ કરતા એક તો http://www.mavjibhai.com/kavita%20files/valavibaa.htm પરથી મળી આવી. અને બીજી http://aksharnaad.com/2009/08/10/this-life-by-usnas/ પર હતી.  દિવાળી તણી રજાઓ હમણાં જ પૂરી થઈ છે અને મારી જેમ દરેકને એ અનુભવ થયો હશે. દિવાળીમાં સગાવહાલાંઓ ઘરે આવ્યા હોય મામા- ફઈ…એ બધાના સંતાનો એટલે કે આપણા પિતરાઈઓ સાથે રહેવાનું બન્યું હોય ને એય ને જલસા કર્યા હોય. દિવાળી પૂરી થાય એટલે એ બધાં ક્રમશઃ જતા રહે ત્યારે કેવું દુઃખ થાય તે ઉશનસે ‘વળાવી બા આવી’માં આબાદ ઝિલી છે. ઘરમાં સ્ત્રીનું વધુ ચાલે તે વાત પણ તેમણે ‘ભાભીનું  ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા’ પંક્તિમાં કહી દીધી છે. અને હવે તો કામધંધાર્થે કે અભ્યાસાર્થે કે લગ્ન પછી પત્નીની જીદના કારણે હવે સંતાનો માતાપિતાથી અલગ રહેવા લાગ્યા છે ત્યારે માતાપિતાને કેવા વિરહ સાલતો હશે તે આ કવિતાથી તાદૃશ્ય થાય છે.

‘એ જિંદગી’માં પણ જિંદગી વિશે તેમણે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. એક પંક્તિ  વાંચો : ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ તે સમુંદર જિંદગી. ભગવદગીતાની સમતાની ભાવના અને બૌદ્ધત્વ આ કવિતામાં તેમણે સુપેરે સમજાવી દીધું છે.સાહિત્યકાર નથી એટલે તેની એટલી સરસ વિવેચના નહીં કરી શકું.બસ, આ બંને કવિતાઓ બ્લોગવાચકો દિલથી માણે અને પ્રભુ ઉશનસના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના.

Advertisements

2 thoughts on “ઉશનસને શ્રદ્ધાસુમન :ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ તે સમુંદર જિંદગી

  1. જયવંતભાઇ ધન્યવાદ ‘ઉશન‌સ્’દાદા ની રચનાઓ રજૂ કરવા બદલ…એમનું હસ્ત લિખિત સૉનેટ શ્રી વિવેક ટેલર ના બ્લોગ પર માણી શકશો. http://layastaro.com/?cat=193 .. વિવેચન કરીને કોઇ રચના વિવેચક માણાવા આપે તેનો મતલબ પોતાના ચશ્મે રચયિતાની દુનિયા બતાવે છે, જ્યારે રચનામાં રચયિતા પોતાની દુનિયા દોરતા હોય છે..વિના વિવેચનમાં વધારે મજા હોય છે માણવાની..-પર્સનલ મંતવ્ય

  2. Pingback: » ઉશનસને શ્રદ્ધાસુમન :ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ તે સમુંદર જિંદગી » GujaratiLinks.com

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s