Posted in celebrity

હસ્તી કા સામાન : મેહદી હસન

લતા મંગેશકરે જેમને ‘ઇશ્વરનો અવાજ’ એવું બિરુદ આપ્યું હતું તેવા જાણીતા ગઝલ ગાયક મેહદી હસન જન્નતનશીન થઈ ગયા. કલાકારોને માટે કોઈ સીમાડા નડતા નથી તેમ મેહદી હસન પાકિસ્તાનમાં જેટલા લોકપ્રિય હતા, તેટલા જ ભારતમાં પણ હતા.

રાજસ્થાનમાં સંગીતકારોના પરિવારમાં જન્મેલા હોવાથી સંગીત તેમને વારસામાં મળ્યું હતું તેમ કહી શકાય. તેમનો પરિવાર દ્રુપદ ગાયિકી સાથે સંબંધ ધરાવતો હતો. અને એમ કહેવાય છે કે તેઓ સંગીત જાણકાર તરીકેની ૧૬મી પેઢી હતા.

ભારતના ભાગલા થયા અને ૨૦ વર્ષે હસન પાકિસ્તાન ચાલ્યા ગયા. ત્યાં તેમને આર્થિક રીતે અગવડ પડી એટલે તેઓ સાઇકલની દુકાનમાં કામે લાગ્યા. પછીથી કાર મિકેનિક તરીકે પણ કામ કર્યું. પરંતુ સંગીતનો જીવડો ઊંચો નીચો થતો હતો. એવામાં રેડિયો પાકિસ્તાન પર કામ મળ્યું અને રેસ્ટ ઇઝ હિસ્ટરી.

તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અખબારી અહેવાલો મુજબ, માર્ચ ૨૦૧૨માં તેમને ભારતમાં સારવાર માટે વિઝા મળી ગયા હતા. પરંતુ તેઓ આવી શક્યા નહીં. તેમનું ગુજરાત કનેક્શન સીધી રીતે તો જાણમાં નથી, પરંતુ જ્યારે તેઓ બીમાર પડ્યા અને તેમની પાસે પૂરતી આર્થિક સગવડ નથી તેવા સમાચાર અખબારોમાં આવતા ગઝલ ગાયક જગજિતસિંહે તો તેમને રૂપિયા ત્રણ લાખની મદદ કરી જ હતી, પરંતુ સુરતના ગઝલપ્રેમી ડો. વિવેક ટેલરે તેમને મદદ માટે બ્લોગ જગત અને ગઝલ પ્રેમીઓ સમક્ષ ટહેલ નાખ્યાનું સ્મરણ છે અને પછી આર્થિક સગવડતાનું જાણ્યા પછી એ ટહેલ પાછી પણ ખેંચી લીધી હતી.

છેલ્લે ૨૦૧૦માં તેમણે લતા મંગેશકર સાથે ‘તેરા મેરા મિલના’ આલબમ કર્યું હતું. આ બંને મહાન હસ્તીઓ એક સ્થળ પર તો રેકર્ડિંગ કરી શકે તેમ નહોતાં, પરંતુ ટૅક્નૉલૉજીની સગવડના કારણે અલગ-અલગ દેશમાં હોવા છતાં પણ રેકર્ડિંગ થઈ શક્યું હતું. બીજી બધી રીતે હિન્દી ફિલ્મોદ્યોગની સામે પાકિસ્તાની ફિલ્મોદ્યોગ વામણો સાબિત થયો છે, પરંતુ ત્યાંના કલાકારોની કૃતિ હિન્દી ફિલ્મોમાં ગીતો રૂપે ઘણી નકલબદ્ધ થઈ છે. એમાં મેહદી હસનની બે ગઝલનું અત્યારે સ્મરણ છે. એક તો, ‘તૂ મેરી ઝિદંગી હૈ’. આ રચનાને સંગીતકાર નદીમ-શ્રવણે જેમની તેમ ‘આશિકી’માં વાપરી હતી, તો ‘રફ્તા રફ્તા વો મેરી હસ્તી કા સામાન હો ગયે’ એમાં ‘રફ્તા રફ્તા’ના બદલે ‘ધીરે ધીરે’, ‘વો’ની જગ્યાએ ‘આપ’ ત થા ‘હસ્તી’ના બદલે ‘દિલ’ અને ‘સામાન’ના બદલે ‘મહેમાં’ મૂકી દો તો ‘બાઝી’નું આમિર ખાન-મમતા કુલકર્ણી પર ફિલ્માવાયેલું ‘ધીરે ધીરે આપ મેરે દિલ કે મહેમાં હો ગયે’ ગીત બને.

એક તથાકથિત એવી વાત પણ ચર્ચામાં હતી કે ‘સરફરોશ’માં જે પાકિસ્તાની ગઝલ ગાયક, જે ભારતમાં ભારત વિરોધી કામ કરે છે, તે નસીરુદ્દીન શાહે ભજવેલી ગુલફામ હસનની ભૂમિકા ગઝલ ગાયક મહેદી હસન કે ગુલામ અલી પર આધારિત હતી. જોકે એવું નહીં જ હોય તેવી આશા રાખીએ.

જેમનો કંઠ આપણી હસ્તીનો સામાન બની ગયો તેવા મેહદી હસનને  ખુદાતાલા જન્નત અને સુકૂન બક્ષે તેવી દુઆ!

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “હસ્તી કા સામાન : મેહદી હસન

 1. જનાબ મેહદી હસન ખાં સાહેબે ગઝલ ગાયકીમાં એક એવો મજબુત ચીલો પાડ્યો હતો
  અને પરંપરા સ્થાપી હતી તે ખરેખર બેમિસાલ છે,તેમના મધુર અને ઘૂંટાયેલા અવાજ અને
  સુર એકવાર સાંભળ્યા પછી યાદમાં તેમનો સુરીલો અવાજ તરતો રહે આવું કહેતાં કોઈ જાતની
  અતિશયોક્તિ નથી,તેમને ગાયેલાં લગભગ બધાંજ ગીત ગઝલો કોઈને કોઈ મશહુર ઉર્દુ
  શાયરની રચના હતી,તેમની ગાવાની શૈલી પોતાની આગવી હતી,કોની નકલ તેમાં ના હતી,
  આવા મશહુર શાયરની કદરદાની પણ હિન્દુસ્તાન,પાકિસ્તાન અને બીજા વિદેશોમાં વસતા
  હિન્દી.ઉર્દુ જાણકારોએ ખુબજ કરી હતી,આર્થીક રીતે તેઓ ઠીક ઠીક સધ્ધર પણ હતા,તેમનો
  કુટુંબનો કાફલો પણ ૧૪ સંતાનોનો હતો,અને બે બેગમો પણ હતી,આવા મોટા ‘કુંબા’ને ચલાવવું
  અને સંગીતની સાધના કરવી એ સહેજે વિષમ અને આકરું છે,માની શકાય કે ‘બાપ’ પૈસા કમાતા રહ્યા અને સંતાનો ‘તનકારા’ અને બેફીકરાઇથી જલસા કરતા રહે ત્યાં પછી આગળ પાછળનું જોવાનું નથી રહેતું ત્યાં લગભગ આવીજ પરિસ્થતિ સર્જાતી હોય છે.
  તેમને ગાયેલી ગઝલો,ગીતોની ‘રોયલ્ટી’ તો મળતી હશે પણ આ ‘ઈન્ટરનેટ’ ના જમાનામાં
  લગભગ બધાંજ મફતનું બેરોકટોક મેળવી લેતા હોય છે,પછી ભલે તે ગમેતેવો મેહદી હસનનો
  ચાહક હોય. આવીજ હાલત લગભગ બધાંજ ગાયકો,સંગીતકારોની છે કોઈને સરખી દાવેદાર
  તરીકેની ‘રોયલ્ટી ‘મળતીજ નથી,એ સર્વવિદિત વાત છે.જે સંગીત સંમેલનો થાય છે તેમાં પણ
  કૈક પૈસાની ઘાલમેલ થતી રહેતી હોય છે અને સંગીતકારોના ભાગે જોઈએ તેવી રકમ હાથમાં
  નથી આવતી. સંગીતકારો/ગાયકો પણ કીર્તિ અને ખ્યાતીના મોહે ઘણું આંખો વીચીને ચલાવતા
  રહેતા હોય છે આ હકીકત પણ સાચી કહી શકાય.આ એક આડ વાત થઇ.
  મેહદી હસન ખાન સાહેબ ખુબજ લાંબા સમય સુધી લોકોની યાદમાં રહેશે જેમ લોકપ્રિય
  ગાયકો સાઈગલ,પંકજ મલ્લિક,મુકેશ,મહમદ રફી,કિશોર કુમારને તેમના ચાહકો યાદ
  કરતા રહે તા હોય છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s