હમણાં હમણાં ભાજપના દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી વચ્ચે શીતયુદ્ધની ચર્ચા છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી સંજય જોશીને મોદીના ઈશારે ગડકરીને કાઢવા પડ્યા હોવાની વાત આવી. તો ભાજપના વરિષ્ઠ નેતા રામ જેઠમલાણીએ ગડકરી સામે ભ્રષ્ટાચારના આરોપો માટે ઝુંબેશ ચલાવી ગડકરીનું રાજીનામું માગ્યું. મોદીને વડા પ્રધાનના સબળ ઉમેદવાર ગણાવ્યા. જેઠમલાણીની આ ઝુંબેશ પાછળ મોદીનો દોરી સંચાર હોવાનું કહેવાય છે. સંઘના વરિષ્ઠ પ્રચારક મા. ગો. વૈદ્યે પણ આ વાત લખી હતી. જેઠમલાણીના ઉધામાના કારણે ગડકરીએ તેમને સસ્પેન્ડ કર્યા અને હવે જેઠમલાણીનું મક્કમ વલણ જોતાં તેમની હકાલપટ્ટી થાય તોય નવાઈ નહીં. સંજય જોશી અને રામ જેઠમલાણી મોદી અને ગડકરી વચ્ચેના શીતયુદ્ધનો ભોગ બન્યાનું કહેવાય છે. ત્યારે યુદ્ધ જેમની વચ્ચે ખેલાઈ રહ્યું છે તે બંને વચ્ચેની તુલના અસ્થાને નહીં હોય.

બંને નેતાઓની રાશિ વૃશ્ચિક છે. બંને સંઘના ગઢ ગણાતા પ્રદેશોમાંથી આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જોર ગુજરાત- મહારાષ્ટ્રમાં સારું એવું છે. બંને સંઘના ચુસ્ત સ્વયંસેવક છે. નરેન્દ્ર મોદી હવે શાખાના ગણવેશમાં જોવા નથી મળતા પરંતુ ગડકરી તો ગઈ વિજયાદશમીએ સંઘના નાગપુર ખાતેના મુખ્ય કાર્યક્રમમાં સંઘના ગણવેશ- સફેદ શર્ટ, ખાખી ચડ્ડી અને કાળી ટોપીમાં જોવા મળ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદી પણ ચુસ્ત હિન્દુત્વના પુરસ્કર્તા ગણાય છે. ૨૦૦૨નાં રમખાણોના કારણે તેમની છબિ કટ્ટર હિન્દુની બની ગઈ છે જે કેમે કરીને ભૂંસાય તેવી નથી.

બંને અચાનક જ મહત્ત્વના પદો પર ઉપસી આવ્યા છે. મોદીને અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દેવાયા. ગડકરીને પણ અચાનક જ મહારાષ્ટ્રમાંથી ઉંચકીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેવો મહત્ત્વનો હોદ્દો આપી દેવાયો. મોદીને જ્યારે મુખ્યમંત્રી બનાવી દેવાયા ત્યારે તેમણે એકેય ચૂંટણી લડી નહોતી. ગડકરીને જ્યારે ભાજપના પ્રમુખ બનાવી દેવાયા ત્યારે તેમને રાષ્ટ્રીય સ્તરના રાજકારણનો અનુભવ નહોતો. બંને બોલીને વિવાદો  પેદા કરનારા છે. ગડકરીએ લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવને સોનિયા ગાંધીના કૂતરા કહ્યા હતા. તો મોદીએ કુપોષણ બાબતે કહ્યું કે યુવતીઓ પોતાનું ફિગર ન બગડે તે માટે સરખું પોષણ મેળવતી નથી અને શશી થરૂરની પત્ની સુનંદા થરૂરને ‘૫૦ કરોડની ગર્લફ્રેન્ડ’ ગણાવ્યાં. ગડકરીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું કે નરેન્દ્ર મોદી સાથે મારે વાત પણ થતી નથી. તે પછી બંને વચ્ચે જાહેરમાં સારાસારી થઈ ગઈ, પરંતુ પડદા પાછળ અનેક દાવપેચો ખેલાઈ રહ્યા છે. સંજય જોશીને હટાવાયા ત્યારે પહેલા રાઉન્ડમાં મોદીની જીત થઈ હતી. હવે મોદીને આગામી વડા પ્રધાનના સૌથી યોગ્ય ઉમેદવાર ગણાવનાર જેઠમલાણીને સસ્પેન્ડ કરીને (અને કદાચ પક્ષમાંથી કાઢીને પણ) ગડકરી બીજા રાઉન્ડમાં જીત મેળવવાની મથામણમાં છે. જોઈએ, આગળ-આગળ શું થાય છે?

One thought on “નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી : શીતયુદ્ધના યૌદ્ધાઓની તુલના

  1. It appears, that media prefers to highlight less significant matters and controversial matters to divert the attention of public from main issues. The statements made on oath are more important and needs attention as significant, when they are not met with. Is it not a fashion of media to highlight every statement against a person who is pro-Narendra Modi, as if every event has a route via Narendra Modi?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.